ગુજરાતની વિધાનસભા ચૂંટણી મતદાર પ્રજાજનો માટે એવો મોકો છે કે જ્યારે તેઓ પોતાને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા ઉમેદવારને મત આપી પ્રતિનિધિ તરીકે પસંદ કરી લે. પસંદગી માટે યોગ્ય વ્યક્તિ કોણ (કે યોગ્ય પક્ષ કયો) એ મતદારોને પહેલાં તો જાણવાનો અવસર મળે તે જરૂરી છે અને જાણકારી માટે વિવિધ પ્રશ્નો વિશે સામસામા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જાહેરમાં ચર્ચા થવી આવશ્યક છે--જે રીતે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ટેલિવિઝન પર થાય છે. કમનસીબે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢાંચો એવો વિચિત્ર રીતે ગોઠવાયો છે કે પ્રજાજનોને સ્પર્શતા સડક, વીજળી અને પાણી કે પછી શિક્ષણ તથા ઓૈદ્યોગિકરણ જેવા પ્રશ્નો દ્વીપક્ષી ડિબેટ તરીકે હાથ પર લેવાયા જ નથી. વિશેષ કરીને વિરોધપક્ષ આવી સ્થિતિ માટે વધુ જવાબદાર છે, કારણ કે તેનો એકમાત્ર ચૂંટણી અજેન્ડા ગમે તે ભોગે મુખ્ય મંત્રીનું પત્તું કાપવાનો છે. બાકીના તમામ પ્રશ્નો (પછી ભલે પ્રજા માટે તે પ્રાણપ્રશ્નો હોય) તેને મન ગૌણ છે. વિરોધપક્ષે ખરેખર તો ગુજરાતના વિકાસ માટેની વધુ સારી બ્લૂપ્રિન્ટ રજૂ કરી મતદારોનો વિશ્વાસ જીતી લેવો જોઇએ, પણ એવું રચનાત્મક પગલું ભરવાને બદલે તેણે મુખ્ય મંત્રી પર વ્યક્તિગત...