દમદાર માહિતી પીરસતું ‘સફારી’ હવે દમકદાર રંગીન અવતારમાં
આ સામયિકના હજારો જિજ્ઞાસુ વાચકોએ આજ દિન સુધી પૂછેલા ૨,૫૦૦ કરતાંય વધુ પ્રશ્નોના મુદ્દાસર જવાબો ‘ફેક્ટફાઇન્ડર’ વિભાગમાં આશરે ૨૫૦ અંકો થયે અપાતા રહ્યા છે. અનેક વાચકો દ્વારા વારંવાર પૂછાતો રહેલો અને હંમેશાં નિરુત્તર રહી જવા પામેલો એક સવાલ આમ હતો ઃ ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કેમ આપતા નથી ? ચાલુ અંકથી ‘સફારી’નાં રૂપ-રંગ બદલી નાખ્યાં પછી ઉપરોક્ત પ્રશ્ન demonetise થયેલી `1000 ની નોટ જેવો નિરર્થક થઇ ગયો. આથી પ્રસ્તુત અંક હાથમાં ઉઠાવતાવેંત વાચકોના મનમાં સંભવતઃ ઉઠેલા ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કરવામાં આટલું મોડું કેમ કર્યું ? એ સવાલનો લોજિકલ ખુલાસો અહીં પહેલી વાર રજૂ કરીએ છીએ. જથ્થાબંધ નકલોનો ફેલાવો ધરાવતા ‘સફારી’ જેવા સામયિકોનું મુદ્રણ વેબ ઓફેસટ કહેવાતા પ્રિન્ટિંગ મશીન પર થાય છે, જેમાં મોટા કદના roll / વીંટલામાંથી આસ્તે આસ્તે રીલિસ થતો સફેદ કાગળ વિરાટ પ્રિન્ટિંગ મશીનના સંખ્યાબંધ રોલર્સમાંથી પસાર થતો જાય તેમ તેના પર મુદ્રણ થતું રહે. મશીનના એક છેડે દાખલ થતો કોરો કાગળ અનેક ‘ગલીકૂંચીઓ’ સોંસરવો અંતે સામા છેડે ૧૬ યા ૩૨ પાનાંરૂપે છપાઇને તેમજ આપોઆપ ફોલ્ડ થઇને બહાર નીકળે. વર્ષોથી ‘સફારી’નું બ્લ...