આતંકવાદ સામે ઇઝરાયેલની નીતિ અને ભારતની (કુણી) નીતિ

રશિયા ખાતે શાંતિમંત્રણામાં ભારતે હંમેશની જેમ પાકિસ્તાનને આતંકવાદ નાબૂદ કરવાની નમ્રતાભરી રિક્વેસ્ટ કરી અને જવાબમાં પાકિસ્તાને પણ હંમેશની જેમ જવાબમાં ‘જી હજૂર!’ કહીને મંત્રણાને પૂર્ણવિરામ મૂક્યું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મામલે રાજકીય લેવલે ગરમાગરમીનું જેવું વાતાવરણ છે લગભગ એવું જ (કેટલાક અંશે વધુ ગરમ) વાતાવરણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લાં છએક દાયકાથી છે. ભારતની જેમ ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડો જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે--અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે.

દા.ત. કેટલાંક વર્ષ પહેલાં પેલેસ્ટાઇનના એક આતંકવાદી જૂથે ઇઝરાયેલના બે નાગરિકોને બાન પકડ્યા ત્યારે વળતા જવાબરૂપે ઇઝરાયેલે કાકલૂદીનો સૂર છેડવાને બદલે વીરરસ દાખવ્યો. દિવસો સુધી ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ પેલેસ્ટાઇની આબાદી ધરાવતી ગાઝા સ્ટ્રીપ પર હવાઇ બોમ્બમારો કર્યો. આ હુમલામાં જાનમાલનું એટલું નુકસાન થયું કે આખરે વધુ ખુવારી ટાળવા પેલેસ્ટાઇનના પેલા આતંકવાદી સંગઠને બાન પકડેલા ઇઝરાયેલી નાગરિકોને વિનાશરતે છોડી મૂક્યા.

ઇઝરાયેલપેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા લોહીયાળ સંગ્રામનો અંત લાવવા માટે ગયે અઠવાડિયે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઇઝરાયેલ પર રાજકીય દબાણ કર્યું. મૂળ તો પેલેસ્ટાઇનને અલગ રાજ્ય (રાષ્ટ્ર નહિ, પણ રાજ્ય) તરીકે માન્યતા આપવા માટે તેમણે ઇઝરાયેલને અપીલ કરી. ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નિતેનયાહૂ જો કે અમેરિકાના રાજકીય દબાણને વશ ન થયા. ઓબામાને તેમણે રોકડું પરખાવી દીધું કે પેલેસ્ટાઇન સાથે શાંતિમંત્રણા ત્યારે જ થઇ શકે કે જ્યારે ત્યાંના આતંકવાદી સંગઠનો પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દે અને ઇઝરાયેલ પર છાપામાર હુમલા ન કરવાની લેખિત બાંહેધરી આપે.

પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો અમેરિકાના દબાણ હેઠળ કદી આવવાના નથી અને ઇઝરાયેલ સામે પોતાની સશસ્ત્ર લડત તેઓ બંધ કરવાના નથી--અને લડત બંધ ન થાય ત્યાં સુધી શાંતિમંત્રણાને અવકાશ રહેતો નથી. આમ, વડા પ્રધાન નિતેનયાહૂએ ટાઢે પાણીએ ખસ કાઢી.

રહી વાત પેલેસ્ટાઇનને અલગ રાજ્યનો દરજ્જો આપવાની, તો ઇઝરાયેલ માટે એમ કરવું કદાપિ હિતાવહ નથી. આનું કારણ છે. ઇઝરાયેલના ગાઝા સ્ટ્રીપ અને વેસ્ટ બેન્ક પ્રદેશોમાં હાલ પેલેસ્ટાઇન વસાહતીઓની વસ્તી વર્ષે બે લાખના દરે વધી રહી છે. બીજી તરફ પેલેસ્ટાઇની લોકોનો વસવાટ પ્રદેશ સીમિત છે, એટલે દર થોડા વખતે તેઓ વધુ ઇઝરાયેલી પ્રદેશ પચાવી પાડવા ઘૂસણખોરી કરે છે. પેલેસ્ટાઇનને અલગ રાજ્યનો દરજ્જો મળી જાય અને તે દરજ્જાના નાતે તેને જે ભૌગોલિક પ્રદેશ મળે તેનાથી ઇઝરાયેલે હંમેશ માટે હાથ ખંખેરી નાખવા પડે એ વડા પ્રધાન નિતેનયાહૂ જાણે છે. ભવિષ્યમાં પેલેસ્ટાઇન પોતાનો ભૌગોલિક સાથરો ફેલાવે એ પણ સમજી શકાય તેવી વાત છે. ટૂંકમાં, પેલેસ્ટાઇન સામે શાંતિનો હાથ લંબાવવા જતાં કાંડું કપાઇ જાય એવો સોદો ઇઝરાયેલને કદી મંજૂર નથી.

આતંકવાદ ઇઝરાયેલની જેમ જ ભારતના પણ લમણે ઝીંકાયો છે. એ વાત જુદી કે આતંકવાદ સામે ઇઝરાયેલ કરતાં અવળી કાઠીનું વલણ ભારતે અપનાવ્યું છે. શાંતિમંત્રણાઓ આતંકવાદનો ઇલાજ નથી એ વાત ભારત કરતાં વધુ સારી રીતે કોણ જાણતું હોય? અને છતાં ગઇ કાલે રશિયા ખાતે ભારતે પાકિસ્તાન સામે વધુ એક (અર્થહિન) શાંતિમંત્રણાનો હાથ લંબાવ્યો. વડા પ્રધાને તેમના વિનમ્ર અંદાજમાં પાકિસ્તાનના પ્રમુખ આસિફ ઝરદારીને અરજ કરી કે,

‘My mandate is to tell you that Pakistan territory should not be used for terrorism against India/ભારત સામેના આતંકવાદ માટે પાકિસ્તાનની ભૂમિ ન વપરાય તેનું પાકિસ્તાને ધ્યાન રાખવું રહ્યું.’

આ વાક્યનો મતલબ પાકિસ્તાને શો કરવાનો? પાક પ્રમુખે શું એમ સમજવાનું કે પાક પ્રેરિત આતંકવાદી સંગઠનો પાકિસ્તાનની ભૂમિ પર પોતાના તાલીમી અડ્ડા સ્થાપે તે ભારતને મંજૂર નથી, પણ એવા અડ્ડા ભારતની ભૂમિ પર બન્યા હોય તો વાંધો નહિ?

મનમોહનસિંહના ઠંડા પ્રસ્તાવનો આસિફ ઝરદારીએ ઠંડોગાર પ્રત્યુત્તર આપતા કહ્યું કે, ‘આતંકવાદી સંગઠનો સામે પાકિસ્તાન સરકારે કેટલાંક પગલાં ભર્યાં છે.’

શાં પગલાં લેવાયાં એ તો કોણ જાણે અગર તો ખુદ ઝરદારી જાણે, પરંતુ ભારતે એક વાત જાણી લેવાની જરૂર છે કે આતંકવાદને નાથવામાં તેને પાકિસ્તાનનો ટેકો ક્યારેય મળવાનો નથી. પરિણામે એ દેશ સાથે શાંતિમંત્રણાઓ યોજી આતંકવાદનાં ફીફાં ખાંડવાનો કશો મતલબ નથી. આતંકવાદ એ ભારતનો (અને માત્ર ભારતનો) પ્રશ્ન છે, જેનો ઉકેલ ભારતે (અને માત્ર ભારતે) લાવવો રહ્યો. આતંકવાદને વખોડતા કડક શબ્દોની નહિ, હવે ઇઝરાયેલ જેવા કડક વલણની જરૂર છે.

Comments

  1. સાચી વાત છે. આપણા નેતા ઑ મા આતંકવાદ માટે મંત્રણા કરવા કરતા ઇઝરાયેલ નો બોધ પાઠ લેવા ની ક્ષમતા હોવી જોઈયે, અને દેશ ના હિત માટે ના કોઈ પણ પ્રશન નો ઉકેલ લાવવા માટે મજબૂત નિર્ણય કરી શકે તેવા નેતા માટે તો આપણે હવે બીજા પાંચ વર્ષ રાહ જોવાની, રાહ જોયા પછી પણ પરિસ્થિતિ સુધરે તો આપણા નસીબ, નહી તો વધારે ભોગવવા માટે તૈયારી રાખવાની...

    ReplyDelete
  2. Harshalji,
    You are doing your duty so delegently, regularly but tragedy is, due to our faulty electoral system, it is rarity that we will get a true acting PM and it is our irony that the real press whose duty is to point this out clearly and vocally are silent instead they are praising Manmohan for nothing true achievements!

    ReplyDelete
  3. You are doing good by posting and pointing such serious problems of India and fault that our government and yes we are doing by electing all these "Netas" who are not any way thinking and doing good for India. At least by this some people know about what should be here and what is now here in our country!

    ReplyDelete
  4. નમસ્કાર હર્ષલભાઇ,

    હું ભૂજ થી વૈભવ આ comment લખી રહ્યો છું. આ વિષય બાબતે ભુતકાળ માં મેં ‘સફારી’ ને પત્ર તથા E-Mail મોકલ્યા છે પરંતુ બધા અનુતર રહ્યા છે. તો વિષય એ છે કે હું પણ કોઇ ‘સફારી’ વાચક ની જેમ બધા અંક સાચવી ને રાખું છું. પરંતુ તકલીફ એ છે કે સાચવેલા 100 થી વધુ અંક ની જાળવણી અને જોઇતા વિષય પર ની માહિતી ફંફોસવી બહુ અઘરૂં બનતુ જાય છે. ક્યારેક એવું બને કે કોઇ વિષય પર વિચાર કરતાં એવું યાદ આવે કે આ વિષય પર ‘ફેક્ટ્ફાઇંડર’ વિભાગ માં પ્રશ્ન પુછાયેલો પરંતુ કયા અંક માં તે શોધવા સમય નો ઘણો વ્યય થાય છે.

    તો મારૂં સફારી ને એ સુચન છે કે તમે online subscriber ને જેમ જે-તે ‘સફારી’ ના PDF અંક ડાઉનલોડ કરવાની સુવિધા આપો છો એવી સુવિધા દર માસે ફેરિયા પાસે થી ‘સફારી’ ખરીદતા મારા જેવા ઘણા વાચકો ને પણ મળે. અને એ અંક પણ Unicode Font System થી તૈયાર કરવા માં આવે. માહિતી Digital સ્વરૂપે હોવાથી તે જેમ ની તેમ ઘણાં વર્ષો સુધી સાચવી શકાશે અને જોઇતી માહિતી પણ ઘણા ઓછા સમય માં સર્ચ કરી ને મેળવી શકાશે. Digitization ના આ જમાના માં જ્યારે ઘણા મેગેઝીનો આવી સુવિધા પુરી પાડે છે ત્યારે ‘સફારી’ એ પણ આ વિષય માં કંઇક વિચારવું જોઇએ.

    આ વિચાર પર તમારો શો પ્રતિભાવ છે તે જલ્દી થી જણાવશો.

    તમે તમારો પ્રતિભાવ vbhvpandya@hotmail.com પર પણ મોકલી શકો છો.

    આભાર ....

    ReplyDelete
  5. We are planning to equip www.safari-india.com with our own search engine that can fetch desired data from the archives. For this an exhaustive index needs to be prepared, which is, indeed a marathon task. However, we shall be working on it in near future.

    ReplyDelete
  6. શ્રી વૈભવ પંડ્યા ની વાત સાથે હું સહમત છું, હું બહુ લાંબા સમય થી સફારી નો ચાહક અને ગ્રાહક છું, પોસ્ટ ની બેદરકારી કે popular મેગેઝીન ની ચોરી... જે હોય તે... પણ વરષે દાડે ૧ મેગેઝીન તો ન મળવાની ફરીયાદ કરવી પડે છે, અને તેના જવાબ માં મેગેઝીનનો અંક મળી પણ જાય છે, પણ સતત ખટકે છે, કે પોસ્ટ ની બેદરકારી કે મેગેઝીન ની ચોરી ની સજા સફારી ને કેમ ? જો તાજો નહીં તો ૧ મહીના બાદ પણ તે અંક ગ્રાહકો ને નેટ પર વાંચવા કે પીડીએફ ફોર્મ માં મળે તો મારાજેવા ઘણા ચાહક ગ્રાહકો સફારી નેસજા ને બદલે તે મહીને નેટ પર વાંચી ને મદદ રુપ થયા નો સંતોશ લેશે..

    દીપક દવે

    સાયંટીસ્ટ ઈસરો અમદાવાદ્.
    તાકઃ ગયા મહિના નો અંક ખોવાયા થી રુબરુ જઈને આભાર સહીત લઈ આવ્યો હતો, આ મહીના નો અંક પોસ્ટ માં ફરીયાદ કર્યા બાદ આજે મળ્યો.

    ReplyDelete
  7. Ok,Nice article.
    I have read enough of your articles stating that indian defence system should be like that of israel.
    Israel is in a position where it can not allow even slightest of mistake in handling terrorism because it is surrounded by arab countries and all they can expect is true hatred,they have limited man power and limited welth respective to arab's welath,so there is no option for them but to go extreme.They know that the actions taken by them is causing the damage not only to the terrorist by also the civilians but they have no other option.Morever these terror groups are independent and not influenced by any political reasons or parties,so running political dialogs with goverment is not the solution for them hence they deal it directly with terror groups.
    Now consider the case of india,we know that terror groups in pakistan are backed and sponsered by some of the government entities and also the fact that if the political leaders are willing to put an end to terrorism they have enough power to do that and they can do it with minimum of civilian casualties.So why not do it this way rather than the way that you suggested which is more bloodier,more destructive and more unethical.
    Please see that israel is doing it the harder way because there is no other way but india have options to reduce the destructive outcomes of war and thats what india seems to be doing at the moment as an responsible country.
    I feel really shameful to find that as an responsible citizen and publisher you are doing your job awfully.Rather than directing the indian youth to good constructive direction you are leading it to the negative mindset.
    I wanted to write more on the topic but my limited knowledge and limited editorial skills prevented me from doing so.
    Please forgive me for my rudness and i strongly recommend you not to write an article which has attractive title but destructive material.
    Finally i want to ask you a question do you really beleive that india should go the israel way of combating terror i.e go for war against pakistan???
    Please reply to post or mail me at rizvanmotala99@gmail.com

    ReplyDelete
  8. We have had enough peace talks with Pakistan since the terrorist activities in Kashmir has gone beyond India’s (read Indian politician’s) control. However, the government in Islamabad has never put its step forward in order to cease terrorist activities in Kashmir as well as other parts of India. At this day there is not a slightest ray of hope that Pakistan will keep strict watch over terrorist activities/groups emerging from its soil.

    A point worth noting is many of the terrorist groups in Kashmir valley operate on their own. In fact, the government of Pakistan has no political or strategic control over them. Hence, some groups like Lashkar-e-Taiba are banned as terrorist organization by Pakistan itself. Do you think such groups will sit across the table with Indian government for peace talks? Or do you believe that Pakistan will put a rein on terrorist groups operating (unchecked)?

    Unfortunately, Indian politicians have been hopeful all these years. Meanwhile, around 84,000 (year 2005’s figure) Indian Army men and civilians have lost their lives in number of terrorist attacks in past 20 years. Isn’t it enough blood shed? Isn’t it destructive or unethical?

    Terrorism is Pakistan’s undeclared, unofficial as well, war against India. India must fight back at full throttle, if peace talks keep on failing as they always being since many years.

    A true journalist writes for his/her country and countrymen’s sake, he/she shows the flip side of the coin, which many a time is a hard, yet unknown truth---and that is what a meaningful journalism is.

    ReplyDelete
  9. I agree on your views about the neccessity of actions against these terrorist activities,but these steps should not be, in any case, a war.
    Because among the 17-18 crores of pakistanis there would be hardly few thousands who are terrorists and they are not on the border like the palestinies.
    If we wage a war we will have to fight thousands of soldiers on border who are not actually terrorists, so adding to the blood already shedded there will be few more hundreds of litres of blood
    Imagine the scale on which there will be fights.
    Its not that i am favouring pakistan but simply this is against humanity.
    Israel has everything to loose if they dont go at war and india has lot to loose if we go on war.
    Thats what i am trying to convey here. Thanks for your response and waiting for next one.

    ReplyDelete
  10. well... even using harder way, Israel still fighting with terror since many years... this harder way doesn't help them to finish terrorism there... Infact Israel lost many soldiers and civlians than Indians in terrorist attacks.. so We should think on that... ya obvisouly We are too soft but....

    ReplyDelete
  11. Mr Rizwan,
    with due respect to you and your views on war, which I also do not like as a step in humanity but, in this case it can be taken even if it sheds blood. And, in any war (just like in terror attack) blood is shed of innocent, be they soldiers or civilians, so it is not a valid reason.

    To quote USA, was it justified in any way of their war in Iraq when they could not find a single piece of chemical weapon!!!



    If, Pakistan wants to avoid bloodshed of civilians and soldiers alike then it is better they act fast and help India in controlling terrorists.Amen

    ReplyDelete
  12. A simple byte for u Rizwan.

    " Its dangerous to be right , when government is wrong. "

    Implies to both India and Pakistan.

    ReplyDelete
  13. You also must be reading the story and controversy for the killing of the Hamas leader Mahmoud al-Mabhouh in Dubai by Mossad.

    http://www.haaretz.com/hasen/spages/1151018.html
    http://news.bbc.co.uk/2/hi/uk_news/8523313.stm
    http://www.jpost.com/MiddleEast/Article.aspx?id=169105

    Please provide us the full story in 'Safari style' in the next episode of Safari.

    ReplyDelete
  14. I know it's a bit late for me to comment here, but I fully agree with Rizwan's comments!

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. Dear Mr.Pushkarna,

    I reuqest you to write article regarding indian para-comandos operation Khukri in Sierra Leone. Indian comandos have done a superb job to recuse our gorkha jawans but nobody in media has take a single note on this.

    I hope my reuqest will be fullfilled very soon.

    for more refference please visit this page:

    http://en.wikipedia.org/wiki/Operation_Khukri

    Thanks,

    yours truly,
    Nishant Bhatt

    ReplyDelete
  17. હર્ષલભાઇ
    મારે મોસાદ ના જાસુસી મીશન ની હર્ષલ પબ્લિકેશન ધ્વારા છપાયેલી દરેક મેગેઝિન ખરીદવી છે.
    તો મહેરબાની કરી મને લિંક મોકલો.

    Thanks.
    Vimal Vanani, Surat.
    Vimal@vanani.in

    ReplyDelete
  18. હર્ષલભાઇ
    મારે મોસાદ ના જાસુસી મીશન ની હર્ષલ પબ્લિકેશન ધ્વારા છપાયેલી દરેક મેગેઝિન ખરીદવી છે.
    તો મહેરબાની કરી મને લિંક મોકલો.

    Thanks.
    Vimal Vanani, Surat.
    Vimal@vanani.in

    ReplyDelete
    Replies
    1. Hi, I am form Vadodara and I can find that books on all major Local book stall and paper vendors. I also able to find "Vishwa Vigrah Ni yadgar yudhdh kathao" and its all parts.

      You can also find it at railway station's book stall of all major cities.

      Delete

  19. Flipkart is one of the biggest world wide eCommerce Site so here you will get hdfc offers mobile flipkartthere

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન