વિજયગુપ્ત મૌર્યની જન્મ શતાબ્દિ નિમિત્તે પોરબંદરમાં જાહેર સમારંભ
૨૦૦૯નું વર્ષ સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિનું છે. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ તેમનો જન્મ થયો હતો. જરાય પક્ષપાત વિના કે અતિશયોક્તિ વિના એમ કહી શકું કે તેમના જન્મ સાથે પરંપરાગત ગુજરાતી પત્રકારત્વમાં જ્ઞાનવિજ્ઞાનની એક નવી શાખાનો પણ ઉદ્ભવ થયો. વિજયગુપ્ત મૌર્યએ તે શાખા તેમની કલમ વડે ઉભી કરી અને પોતાની ૪૬ વર્ષ લાંબી લેખનયાત્રા દરમ્યાન તે શાખાને વિકસાવી પણ ખરી. પક્ષીજગત, પ્રાણીજગત, બ્રહ્માંડ, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, સમુદ્રસૃષ્ટિ, ઇતિહાસ, પર્યાવરણ, શિકારકથાઓ વગેરે વિવિધ વિષયો પર તેમણે વાચકોને જ્ઞાનસમૃદ્ધ લેખો આપ્યા. સમાજલક્ષી પત્રકારત્વ કોને કહેવાય તેનું ઉમદા ઉદાહરણ તેમણે આપ્યું.
વિજયગુપ્ત મૌર્યનું મૂળ વતન પોરબંદર, જ્યાં તેઓ ઉછર્યા, ભણ્યાગણ્યા અને પોરબંદરની કોર્ટમાં મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા. આ સદ્ગત લેખકની જન્મ શતાબ્દિના પ્રસંગે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્ય સમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે અહીં નિમંત્રણ પત્રિકાની ઇમેજ મૂકી છે.
વિજયગુપ્ત મૌર્યની કલમના સૌ કદરદાનોનો તેમજ સમારંભના આયોજકોનો ગુજરાતના વાચકો તરફથી આભાર માનવો રહ્યો.
11th June or 11th July ?
ReplyDeleteThank you for pointing out.
ReplyDeleteDate corrected.
Harshalji,
ReplyDeleteShri Mauryaji has done tremendous effort to upgrade students and bring him on the highway of knowledge with such a smoothnesh and simlicity. If, government wish, can follow the footstep and prepare text books on his line (an impossible wish).
Congrats to the people who are remembering him on this day.
Hi,
ReplyDeleteAs I am also one the Kathiyavadi,
hearty salute this man and want to thank for sharing this great news here.
Somnath | Gir National Park | Girnar | Junagadh