ભારતીય સંસ્કૃતિના ભુક્કા બોલાવી રહેલું ટી.વી.નું ચંગીઝખાની આક્રમણ
ટેલિવિઝનનું નામ ઇડિઅટ બોક્સ કોણે પાડ્યું એ તો કોણ જાણે, પણ તવારીખી નોંધ મુજબ એ હુલામણા નામનો સિક્કો ૧૯૬૦ના અરસામાં જામ્યો હતો. આજે સાડા ચાર દાયકે ઇડિઅટ બોક્સ શબ્દના રચયિતાની દૂરંદેશીને દાદ આપવાનું મન થાય એવો ઘાટ સર્જાયો છે. સેટેલાઇટ ચેનલોના જમેલામાં ઢંગધડા વિનાની સિરિઅલોનો શિસ્તહિન ટ્રાફિક બેફામ વહી રહ્યો છે. ડિસ્કવરી તેમજ નેશનલ જ્યોગ્રોફિક જેવી જ્ઞાનવર્ધક ચેનલોને તેમાં અપવાદ ગણો તોય બીજી એક સમસ્યા એ છે કે એવી ચેનલો પર કાર્યક્રમના મધ્યે કમર્શિયલ બ્રેકમાં કેટલીક જાહેરાતો એવી હોય છે કે જે સંસ્કારી વ્યક્તિને સપરિવાર જોવામાં બેશક ક્ષોભ નડે. ટેલિવિઝન બાળકોના દિમાગમાં થતી વિકાસપ્રક્રિયાને કેટલી હદે ધીમી પાડી દે છે અને તેના કારણે સરવાળે તેમનું મગજ ફળદ્રુપ કેમ બની શકતું નથી તેનો યુનોએ પ્રસિદ્ધ કરેલો સાયન્ટિફિક રિસર્ચ રિપોર્ટ વાંચવા જેવો છે.ઇડિઅટ બોક્સ સામે કલાકો સુધી ખોડાઇને બેસી રહેવું અને તેના પડદે જે કંઇ રજૂ થાય તેને નિસ્પૃહ બની જોતા બેસી રહેવું વ્યક્તિગત રીતે મને ગમતું નથી. પરિણામે ટેલિવિઝનની જે તે ચેનલોમાં શી નવાજૂની બને છે તેની લગીરે જાણ હોતી નથી. એક વિચિત્ર નવાજૂની વિશે જો કે થોડા દિવસ પહેલાં દિલ્હીના અખબાર મારફત જાણવા મળ્યું.
અખબારી રિપોર્ટ મુજબ સ્ટાર ટી.વી.ની એક ચેનલ પર તાજેતરમાં ‘સચ કા સામના’ નામનો ગેમશો શરૂ થયો છે, જેમાં આમંત્રિત મહેમાનને વારાફરતી અમુક સવાલો પૂછવામાં આવે છે. મહેમાને જવાબ સાચો દીધો કે પછી નર્યું ધુપ્પલ ચલાવ્યું તેનું છેવટે પારખું કરવામાં આવે છે. અલબત્ત, પારખું કરવાની રીત બહુ નોખી છે. સચ યા જૂઠનો ચૂકાદો જજ જેવી કોઇ વ્યક્તિએ નહિ, પણ પોલિગ્રાફ અર્થાત લાઇ ડિટેક્ટર કહેવાતા ઉપકરણે આપવાનો હોય છે. આ સાધન રીઢા ગુનેગારના યા શકમંદ અપરાધીના પુલિસ ઇન્ટરોગેશન દરમ્યાન વાપરવામાં આવે છે. અપરાધીને પૂછાતા સવાલે તેના શરીર પર શી બાયોલોજિકલ અસર જન્માવી (દા.ત. સવાલ સાંભળ્યા બાદ તેના હ્ય્દયના ધબકારા કેટલા વધ્યા? બ્લડ પ્રેશરમાં શી વધ-ઘટ થઇ? શ્વાસોચ્છ્વાસ નોર્મલ કરતાં કેટલો ઝડપી થયો?) તેની નોંધ લાઇ ડિટેક્ટર પર ગ્રાફના સ્વરૂપે અંકાઇ જાય છે. (પોલિગ્રાફનો ઉપયોગ ‘સચ કા સામના’ જેવા પ્રોગ્રામોમાં થશે તેની એના શોધક માનસશાસ્ત્રી વિલિયમ મિર્સ્ટનને સ્વપ્નેય કલ્પના નહિ હોય). ગ્રાફનો અભ્યાસ કરીને આખરે એ વાતનો નિર્ણય લેવામાં આવે છે કે વ્યક્તિ ખોટાબોલો છે કે પછી સત્યવાદી છે.
ખેર, ‘સચ કા સામના’ પ્રોગ્રામનો પ્રશ્નકર્તા સિદ્ધાર્થ બાસુની કાં તો ડેરિક ઓ’બ્રાયનની માફક સ્પર્ધકને સામાન્ય જ્ઞાનના સવાલો પૂછતો હશે એવું પહેલાં તો અનુમાન કર્યું, પણ અખબારી રિપોર્ટનો ઉત્તરાર્ધ વાંચ્યા પછીથી ખબર પડી કે સવાલો સ્પર્ધકના વ્યક્તિગત જીવનને લગતા હોય છે એટલું જ નહિ, પણ બેહુદા કિસમના હોય છે. અમુક સવાલો સ્પર્ધકને તેમજ ઓડિઅન્સને એમ્બરેસ કરી મૂકે તેવા છીછરા હોય છે. (આ પ્રોગ્રામમાં પૂછાતા સવાલોના ઉદાહરણો ટાંકીને અહીં બ્લોગની ગરિમાને ઠેસ પહોંચાડવી યોગ્ય લાગતું નથી). આમ છતાં ‘સચ કા સામના’ પ્રોગ્રામ સુપરહિટ થયો છે. કોઇના વ્યક્તિગત જીવનને લગતી ક્ષુલ્લક માહિતી જાણવામાં લોકોને એટલો રસ પડે છે કે ‘સચ કા સામના’નો ટી.આર.પી. રેટ આસમાને પહોંચ્યો છે. મનોરંજન પ્રત્યે ભારતીય પ્રેક્ષકોનો ટેસ્ટ કેવો છે તેનો એ રેટ સૂચક છે.
ટેલિવિઝનમાં શું જોવું અને શું નહિ એ બેશક વ્યક્તિગત મામલો છે. પરંતુ સપરિવાર માણી શકાતા (અગર તો એવો દાવો કરાતા) પ્રોગ્રામોમાં ભારતીય સંસ્કૃતિને બિલકુલ છાજે નહિ તેવી રજૂઆતો થાય તેની સામે વિરોધ થવો જોઇએ. અને એક સુખદ અકસ્માતે ‘સચ કા સામના’ કાર્યક્રમની વિરૂદ્ધમાં હમણાં સંસદમાં સમાજવાદી પાર્ટીના સાંસદે વિરોધ વ્યક્ત કર્યો પણ ખરો. વિરોધના પગલે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયે એ પ્રોગ્રામના આયોજકોને કેબલ ટી.વી. નેટવર્ક એક્ટ કહેવાતા કાયદાની કલમ ૬ (૧), A, D, I તેમજ O હેઠળ કારણદર્શક નોટિસ ફટકારી છે. અલબત્ત, કાયદાની એ કલમ શું કહે છે?
ટૂંક સાર આટલો છેઃ “offending good taste and decency, (showing what is) not suitable for unrestricted public exhibition, and for obscenity in words”
નોટિસના જવાબમાં આયોજકો શો બચાવ કરે એનું મહત્ત્વ નથી. ચર્ચાનો મુદ્દો જુદો છે. ટેલિવિઝન એ માહિતી-મનોરંજન વહેતું કરવાનું માધ્યમ છે. આ માધ્યમનો સદુપયોગ કરી ન શકો તો કંઇ નહિ, પણ દુરુપયોગ શા માટે કરવામાં આવે છે?
એક સમયે સિદ્ધાર્થ બાસુનો ક્વિઝટાઇમ, પ્રોફેસર યશ પાલનો ટર્નીંગ પોઇન્ટ, તમસ, યાત્રા, યે જો હૈ જિંદગી, બુનિયાદ વગેરે જેવા કાર્યક્રમો ટી.આર.પી.ની ફિકરચિંતામાં પડ્યા વિના દર્શકોને નિર્દોષ અને કૌટુમ્બિક મનોરંજન પીરસતા હતા. આજે ચેનલોના ચંગીઝખાની આક્રમણે મનોરંજનમાંથી 'નિર્દોષ' અને 'કૌટુમ્બિક' શબ્દોની બાદબાકી કરી દીધી છે. 'મનોરંજન' શબ્દનીયે વહેલીમોડી તેઓ કત્લ કરી નાખવાના છે. ટેલિવિઝન ત્યારે સેન્ટ પરસેન્ટ ઇડિઅટ બોક્સ બનશે!

I m 100% agree with you...
ReplyDeletei'm 100% disagree with u :P
ReplyDeleteNamaste Sir !
ReplyDeleteI am totally agree with u and glad that u are aware and interested in 'Vigyan' as well 'Vivek'.
we must preserve our Ethic and culture at any cost.
Jay Bharat !
"સચ કા સામના"
ReplyDeleteઅહી પણ "મારીસંવેદના" http://marisamvedana.blogspot.com/
રહી વાત ટી.વી. પર બતાવાતા કાર્યક્રમની તો હવે તો શ્રોતાઓ ને ભગવાના બચાવે આવા શો થી.
Harshalji,
ReplyDeleteYou have rightly and effectively touched the topic at its core (just like your science & knowldege artcls).
My point is, alongwith the show maker, the people who take part in them, which is very obvious-just to have cheap publicity, are more reponsible. Along with channels they should also be brought to law of courts to clarify their misbehaviour. We cant behave irresposibley just on the pretext of right of our speech or else.Amen
But why can u thought that who are answering in the show they are also Indian. they should ashamed of their work ...
ReplyDelete1.i think it is good for all of us
2.we can get entertainment
3.The socity can come to know that with whom they are working &
it also profitable for the candidate because he will given the money
&
WHY this show is not good to see with the family ??
this is the truth we have to accept it !!
shri harshalbhai
ReplyDeletei am 100 % convienced with your openion but the fact is that majority people of india is not aware of that. and these TV serials take benifit of that. we should think about how w can change the senario. people should have alternate innocent entertainment and it should have good message. if we can't change then we have to accept the position. but we can do.
praful savalia
tv ane tv show par ni comments..e pan akhbari aheval vanchi ne? bahut nainsafi hai :D
ReplyDeleteHi,
ReplyDeleteOne Little but very important and effective step towards "Indian Culture Protection".
Sure Lots of Indian will agree as like me and mine other friends from Govt. Medical College,Rajkot.
Will also share with other indian(Out of india).
-- Foot Care Cure | Girnar
Jay Bharat | Jay Jay Garvi Gujarat..
Paavan
કોઈ આવા ટીવી શો જોવા માં રસ ના બતાવે તો એ શો એની જાતે જ ટીવી વાળા ને બંધ કરવો પડે છે.. કારણ ને જોવાવાળું કોઈ ના હોય તો એ લોકો ને એડ ના મળે અને એટલે નફો ના થાય... એટલે ટીવી વાળા તો ધંધો કરવા બેઠા છે.. એટલે એ લોકો તો લોકો ની માંગ પૂરી પાડે છે.. અને હવે તો ટીવી શો માં અને સેરીઅલો એ તો હદ વટાવી નાખી છે અને લોકો ને પણ સમાજ માં લોકો ના કુટુંબ ના પ્રશ્નો જોવા માં અને કોઈ બીજા સાથે લફડા કરે અને બાળ લગ્ન માં દીકરીઓ ને જે ત્રાસ આપાય અને એવો કોઈ પણ વિષય કે જેમાં જાણવા જેવું તો કઈ જ ના હોય પણ બસ એ જોવા ની મજા આવી જોઈએ..કોઈ ની તકલીફ એ આપણી તકલીફ અને કોઈ ની મજા એ આપણી મજા...બસ આવી ખોખલી જિંદગી જીવવા માં પણ લોકો ને મજા આવે છે એ જોઈ ને ઘણું દુખ થાય છે.. અને એની સામે કઈ ના કરી શકવા નો અફસોસ પણ થાય છે... પણ જો આપણે જાતે જ સમજી ને આવા શો અને સેરીઅલ ના જોવા જોઈએ.. એટલે એ તો આપોઆપ કોઈ પણ શો જોવા વાળા ના મળે એટલે બીજા બધા શો ની જેમ એ પણ બંધ કરવો જ પડે.. આના થી વધારે મને નથી લાગતું કે આપણે કઈ કરી શકીએ.. તો પણ તમે આના માટે જે પણ કઈ કરો છો એ માટે ધન્યવાદ...
ReplyDeleteહર્ષલભાઈ તમે જે પણ ટીવી માટે કીધું એ સાચું જ છે.. ટીવી માં હવે જાણવા લાયક કરતા મસાલા યુક્ત શો વધારે આવે છે એટલે આપણે તો આવનારી પેઢી ને શું આપીશું એ કઈ ખાબેર જ નથી પડતી.. ટેકનોલોજી આગળ વધતી જાય છે અને આવનાર પેઢી એનો લાભ લેવા ના બદલે ખોટા માર્ગ પર દોરી જાય છે...
One more thing for which Harshalbhai, you need to comment.
ReplyDeleteIn Sach ka saamana they say "Polygraph findings" say.....
But there are no wire connecting to any machine. If there is no recording at that time, how can one findout biological changes???
@Hemang, Probably they are using wi-fi (or lie-fi!) polygraph! ;)
ReplyDelete@Kartikm, One more indian innovation!!! WOW ;)
ReplyDeleteharshal sir,
ReplyDeleteI am writing you for the first time. I am a regular reader of Safari since 1993. Safari has contributed a lot in my life and I highly admire you as an editor of my favorite megazine.
However, this time I disagree with you. I am not at all convinced with your views on Sach ka samna. Most of the comman man has darker side. It is very tough to live with this. I think this show helps you in a way to relieve from this burden on your heart.
Now, about some pre-telecasting procedure.
Once candidate is selected (Now selection of cadidate is topic of debate), he is given set of 50 questions they are going to ask. Candidate can back out.
Then, polygraphy test will be performed on candidate. data is with Star TV now. After giving answers, still Candidate can backout.
They will ask 21 questions from the set of 50 questions only. Before going on TV, means start of shooting, candidate can still back out.
If candidate still wants to go ahead, how come Idiot box is responsible. Star TV scroll notice, that this program should be watch under parental guidance. Actually all news channels and entertainment channels also should run such scroll 24*7 given standard of their programs.
Actually, TV is not an idiot box, person who is sitting in front of it is idiot. And humans have invented something called Remote Control.
my 2 cents,
nayan panchal
આ TRP એ તદ્દ્ન છોકરા રમાડ્વાનિ વાત છે. TRP માટે જૂની પધ્ધ્તિ છોડી ને DTH ના આકડા દ્વારા આપવામા આવે તો ઘની પોલમ પોલ બહાર આવે.હુ માનવા તૈયાર નથી કે આવા Progrram કોઇ જોતુ હશે. અખબારો દ્વારાજ માત્ર આના વિશે જીગ્યાસા જગાડાય છે
ReplyDeleteI am agree with you.
ReplyDeleteમિ. જોયજય, મેં શો જોયેલો છે અને લેખ સાથે સંમત છું.
ReplyDeleteparents pan thodo syam rakhe to balkone saru jovani tev pade
ReplyDeletedr sudhakar hathi
Harshalbhai, I am a reader of Safari and I admire your views on most of the issues. But I dont agree with you on this one. First of all what Indian culture are we talking about here? We have a culture of hypocrisy. We feel we are on a higher moral ground as compared to the western society. And we promote that as our culture. People who come on these shows are very much Indians. And you will be surprised to see the kind of lives they have been leading. People have had multiple marriages, divorces, extra marital affairs, committed crimes and done many more things that we think happen only in the western culture. But thats not true, this program shows that our Indian society is as much corrupt and rotten as any otehr society. That's the nature of humans. We are all the same - in all parts of world, be it poor or rich, developed or developing, black or white, humans will be humans.
ReplyDeleteThe evry reason this show is such a hit is a testimony to this fact. There's no such thing as Indian culture. Our, culture, their culture, its all the same.