લંડનઃ ‘સફારી’ની સ્ટડી-ટૂરનું સફરનામું (ભાગ-૩)
લંડન
ઓક્ટોબર ૧૪, ૨૦૦૯
‘કટિંગ’ શબ્દનેય શરમાવે એવી ચંદ ઘૂંટ કોફીનો ટેસડો લેતા અમે ટ્રફાલ્ગર સ્ક્વેર પહોંચ્યા. અહીં નેલ્સન્સ કોલમ કહેવાતું લંડનનું સૌથી જાણીતું સ્થાપત્ય છે. ફ્રેન્ચ અને સ્પેનિશ નૌકાદળ સામે ઇ.સ.૧૮૦પ માં બેટલ ઓફ ટ્રફાલ્ગર નામના યુદ્ધમાં લડતી વખતે શહીદ થયેલા બ્રિટિશ નૌકાદળના એડમિરલ હોરેશિયો નેલ્સનની ૫.૫ મીટર ઊંચી પ્રતિમા ૪૬ મીટર ઊંચા મિનારાની ટોચે મૂકવામાં આવી છે. આ સ્મારક તેમજ તેની આસપાસનું પ્રાંગણ જોવા જેવું છે. (નોંધ--યુદ્ધ લડતી વખતે એડમિરલ નેલ્સને પહેરેલો નૌકાદળનો યુનિફોર્મ દક્ષિણ લંડનમાં ગ્રીનવીચ ખાતે મેરિટાઇમ મ્યુઝિયમમાં સાચવી રખાયો છે. નેલસનને ડાબા ખભે વાગેલી ગોળીએ તેના યુનિફોર્મમાં પડેલું છેદ બારીક નજરે તપસતા દેખાઇ આવે છે. નેલસનના માથાના કેટલાક વાળ પણ મેરિટાઇમ મ્યુઝિયમમાં હજી જાળવી રખાયા છે).
કોંક્રિટ, ઈંટો અને લાઇમસ્ટોનનો બનેલો બિગ બેનનો ૬૧ મીટર ઊંચો ટાવર દેખાવે ભવ્ય છે. ટાવરની ટોચે ચારેય બાજુએ જડેલી ઘડિયાળના દરેક ડાયલની સુંદર પેટર્ન બારીકાઇથી જોવી હોય તો એકાદ નાનું બાયનોક્યુલર સાથે રાખવું. પર્યટકોને બિગ બેનના ટાવરની અંદર જવાની છૂટ નથી, પરંતુ લંડનમાં રહેતા કોઇ મિત્ર કે સંબંધી તેના સ્થાનિક એમ.પી.નો ભલામણપત્ર કઢાવી લાવે તો બિગ બેનની તેમજ તેની બરાબર બાજુમાં આવેલા પાર્લામેન્ટ હાઉસની મુલાકાત અંદરથી લઇ શકાય છે.
(નોંધઃ બિગ બેનની મુલાકાત લો ત્યારે તેની ઘડિયાળમાં દર કલાકે તેમજ અડધો કલાકે પડતા ડંકા સાંભળવાનો લહાવો ચૂકવા જેવો નથી. પાર્લામેન્ટની મુલાકાત લેવાનો અવસર મળે તો ધ્યાનમાં રાખવા જેવી એક વાતઃ દર બુધવારે બપોરે બાર વાગ્યે પાર્લામેન્ટમાં વડા પ્રધાન માટે ક્વેશ્ચન અવર હોય છે, જે દરમ્યાન પાર્લામેન્ટના સભ્યો વડા પ્રધાનને ફેસ ટુ ફેસ સવાલો પૂછી શકે છે--અને વડા પ્રધાન તેમના જવાબો આપવા બંધાયેલા છે).
ઢળતી સાંજે (મ્યુઝિયમ બંધ થવાના સમયે) અમે વળી ફૂટ સોલ્જર્સના રોલમાં આવી ગયા અને થેમ્સના કાંઠે લંડન આઇ નામના જાયન્ટ વ્હીલ પાસે પહોંચ્યા. ઊંચાઇમાં ૧૩૫ મીટરનું લંડન આઇનું ચગડોળ શાબ્દિક વર્ણનનું નહિ, પણ જાતઅનુભવ કરવાનું ટુરિસ્ટ આકર્ષણ છે. અલબત્ત, બ્લોગ માંડીને બેઠા છીએ તો લગે હાથ ચાલો, બે શબ્દો તેના વિશે પણઃ અદ્ભુત અનુભવ!
અડધો કલાકે એક ચકરાવો પૂરો કરતા લંડન આઇની સફર (સ્થાનિક શબ્દ ફ્લાઇટ) સાડા સત્તર પાઉન્ડની છે, જેમાં લંડન આઇનો 4-D એક્સિપિરિયન્સ કરાવતી શોર્ટ ફિલ્મનો પણ સમાવેશ થઇ જાય છે. ફ્લાઇટ પર જતાં પહેલાં ફિલ્મનો આનંદ માણવા જેવો છે. લંડન આઇમાં એકસો પાંત્રીસ મીટરની અટારીએથી લાઇટોના ઝળહળાટમાં ભવ્ય દેખાતા લંડનનું અવિસ્મરણીય દ્રશ્ય જોયા બાદ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પાર કરી અમે વેસ્ટમિન્સ્ટર ટ્યૂબ સ્ટેશનેથી ઓલ્ગેટ ઇસ્ટની ટ્રેન પકડીને હોટલે પહોંચ્યા.
બકિંગહામ પેલેસ
આજનું ટાઇમટેબલ ટાઇટમટાઇટ હતું, કેમ કે ઘણાં બધાં સ્થળો એક જ દિવસમાં કવર કરવાનાં હતાં. લિસ્ટમાં પહેલું નામ બકિંગહામ પેલેસનું હતું, જ્યાં પહોંચવા માટે અમે ટ્યૂબ ટ્રેન મારફત સેન્ટ જેમ્સીસ પાર્ક સ્ટેશને ગયા. અહીંથી બકિંગહામ ગેટ રોડ થઇને પંદરેક મિનિટે બકિંગહામ પેલેસ પહોંચ્યા. બ્રિટનની રાણી એલિઝાબેથ-૨ જ્યાં રહે છે એ બકિંગહામ પેલેસ ખાતે લગભગ દર એકાંતરે દિવસે ચેન્જિંગ ઓફ ધ ગાડર્ઝ કહેવાતી ઔપચારિક વિધિ થાય છે. સવારે અગિયાર વાગ્યે શરૂ થતી અને દોઢેક કલાક ચાલતી વિધિ મુખ્યત્વે પેલેસના લાલ કોટ, કાળું પેન્ટ અને માથે લાંબો, રૂંછડાદાર ટોપો પહેરતા રોયલ ચોકિયાતોની ફેરબદલીને લગતી છે. ડ્યૂટી પૂરી કરનાર ચોકિયાતોના સ્થાને નવા ચોકિયાતો કૂચ કરતા ચાર્જ સંભાળી લેવા માટે આવે છે--અને તે વખતે સ્કોટિશ પોશાકમાં સજ્જ થયેલું બેગપાઇપર્સનું બેન્ડ તથા રોયલ ચોકિયાતોનું ડ્રમ અને ટ્રમ્પેટ જેવાં વાજિંત્રોનું બેન્ડ વાતાવરણને સંગીતમય કરી મૂકે છે.
આ વિધિ જોવા માટે પર્યટકો ઉપરાંત લંડનના સ્થાનિક લોકોનીય ભારે ભીડ જામે છે, એટલે વહેલા પહોંચી જઇ પેલેસના કમ્પાઉન્ડની જાળી પાસે ઊભા રહો તો આખી વિધિ નજીકથી જોવા મળે. (નોંધ--ચેન્જિંગ ઓફ ધ ગાર્ડ્ઝની વિધિ દરમ્યાન પેલેસના ઝાંપા પાસે ઊભા રહી શકાતું નથી. ચેન્જિંગ ઓફ ધ ગાર્ડઝની વિધિ કયા દિવસે થાય છે તેનું ટાઇમટેબલ બકિંગહામ પેલેસની અધિકૃત વેબસાઇટ પર જાણી શકાય છે. પેલેસની સામે બનાવવામાં આવેલું રાણી વિક્ટોરિયાનું મેરોરિયલ સુંદર છે).
આ વિધિ જોવા માટે પર્યટકો ઉપરાંત લંડનના સ્થાનિક લોકોનીય ભારે ભીડ જામે છે, એટલે વહેલા પહોંચી જઇ પેલેસના કમ્પાઉન્ડની જાળી પાસે ઊભા રહો તો આખી વિધિ નજીકથી જોવા મળે. (નોંધ--ચેન્જિંગ ઓફ ધ ગાર્ડ્ઝની વિધિ દરમ્યાન પેલેસના ઝાંપા પાસે ઊભા રહી શકાતું નથી. ચેન્જિંગ ઓફ ધ ગાર્ડઝની વિધિ કયા દિવસે થાય છે તેનું ટાઇમટેબલ બકિંગહામ પેલેસની અધિકૃત વેબસાઇટ પર જાણી શકાય છે. પેલેસની સામે બનાવવામાં આવેલું રાણી વિક્ટોરિયાનું મેરોરિયલ સુંદર છે).
નેલ્સન્સ કોલમ
બકિંગહામ પેલેસથી બપોરે લગભગ એકાદ વાગ્યે ધ મોલ નામના રસ્તે અમે ટ્રફાલ્ગર સ્ક્વેર તરફ કૂચ આદરી. ફૂટપાથની જમણી તરફ સેન્ટ જેમ્સીસ પાર્ક નામનો નયનરમ્ય ગાર્ડન હતો, એટલે ચાલવાની મજા પડી. આકાશ વાદળછાયું હતું અને વાતાવરણમાં સારી ઠંડક હતી. શરીરમાં થોડીક ગરમી આણવાના આશયે પાર્કના એક કોફી સ્ટોલ પર જઇ અમે એસ્પ્રેસો કોફીનો ઓર્ડર આપ્યો. કપદીઠ દોઢ પાઉન્ડ (લગભગ સવાસો રૂપિયા) ખર્ચ્યા, પણ કોફીનો કપ હાજર થયો ત્યારે અમારા મોઢા પર કોમિક જોક સાંભળ્યા જેવો ભાવ સહજ રીતે પ્રગટ થયો. પેપરના કપની સાઇઝ દરદીને દવાનો ડોઝ આપતા કમ્પાઉન્ડરની પ્યાલી જેટલી હતી. કપમાં પીરસવામાં આવેલી કોફી અને કપના તળિયા વચ્ચે માંડ થોડાક મીલીમીટરનું અંતર હતું. (બહારથી મોટા, પણ અંદરથી વળાંક લેતા ચા માટેના ટિપિકલ અમદાવાદી કપની શોધ ભારતમાં બ્રિટિશ શાસનને પગલે થઇ હોય તો નવાઇ નહિ).‘કટિંગ’ શબ્દનેય શરમાવે એવી ચંદ ઘૂંટ કોફીનો ટેસડો લેતા અમે ટ્રફાલ્ગર સ્ક્વેર પહોંચ્યા. અહીં નેલ્સન્સ કોલમ કહેવાતું લંડનનું સૌથી જાણીતું સ્થાપત્ય છે. ફ્રેન્ચ અને સ્પેનિશ નૌકાદળ સામે ઇ.સ.૧૮૦પ માં બેટલ ઓફ ટ્રફાલ્ગર નામના યુદ્ધમાં લડતી વખતે શહીદ થયેલા બ્રિટિશ નૌકાદળના એડમિરલ હોરેશિયો નેલ્સનની ૫.૫ મીટર ઊંચી પ્રતિમા ૪૬ મીટર ઊંચા મિનારાની ટોચે મૂકવામાં આવી છે. આ સ્મારક તેમજ તેની આસપાસનું પ્રાંગણ જોવા જેવું છે. (નોંધ--યુદ્ધ લડતી વખતે એડમિરલ નેલ્સને પહેરેલો નૌકાદળનો યુનિફોર્મ દક્ષિણ લંડનમાં ગ્રીનવીચ ખાતે મેરિટાઇમ મ્યુઝિયમમાં સાચવી રખાયો છે. નેલસનને ડાબા ખભે વાગેલી ગોળીએ તેના યુનિફોર્મમાં પડેલું છેદ બારીક નજરે તપસતા દેખાઇ આવે છે. નેલસનના માથાના કેટલાક વાળ પણ મેરિટાઇમ મ્યુઝિયમમાં હજી જાળવી રખાયા છે).
૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ, સ્કોટલેન્ડ યાર્ડ અને બિગ બેન
ટ્રફાલ્ગર સ્ક્વેરથી વ્હાઇટ હોલના રસ્તે સ્કોટલેન્ડ યાર્ડનું (બ્રિટનની પુલિસનું ૧૮મી સદીમાં બનેલું પહેલવહેલું મથક) મકાન જોવા મળ્યું. એ પછી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડા પ્રધાનનું (ગોર્ડન બ્રાઉનનું) મકાન જોયું અને ત્યાર બાદ પાર્લામેન્ટ સ્ટ્રીટના રસ્તે બિગ બેનની જગવિખ્યાત ઘડિયાળ સુધી પહોંચ્યા.કોંક્રિટ, ઈંટો અને લાઇમસ્ટોનનો બનેલો બિગ બેનનો ૬૧ મીટર ઊંચો ટાવર દેખાવે ભવ્ય છે. ટાવરની ટોચે ચારેય બાજુએ જડેલી ઘડિયાળના દરેક ડાયલની સુંદર પેટર્ન બારીકાઇથી જોવી હોય તો એકાદ નાનું બાયનોક્યુલર સાથે રાખવું. પર્યટકોને બિગ બેનના ટાવરની અંદર જવાની છૂટ નથી, પરંતુ લંડનમાં રહેતા કોઇ મિત્ર કે સંબંધી તેના સ્થાનિક એમ.પી.નો ભલામણપત્ર કઢાવી લાવે તો બિગ બેનની તેમજ તેની બરાબર બાજુમાં આવેલા પાર્લામેન્ટ હાઉસની મુલાકાત અંદરથી લઇ શકાય છે.
(નોંધઃ બિગ બેનની મુલાકાત લો ત્યારે તેની ઘડિયાળમાં દર કલાકે તેમજ અડધો કલાકે પડતા ડંકા સાંભળવાનો લહાવો ચૂકવા જેવો નથી. પાર્લામેન્ટની મુલાકાત લેવાનો અવસર મળે તો ધ્યાનમાં રાખવા જેવી એક વાતઃ દર બુધવારે બપોરે બાર વાગ્યે પાર્લામેન્ટમાં વડા પ્રધાન માટે ક્વેશ્ચન અવર હોય છે, જે દરમ્યાન પાર્લામેન્ટના સભ્યો વડા પ્રધાનને ફેસ ટુ ફેસ સવાલો પૂછી શકે છે--અને વડા પ્રધાન તેમના જવાબો આપવા બંધાયેલા છે).
ઇમ્પિરિયલ વોર મ્યુઝિયમ અને લંડન આઇ
વેસ્ટમિન્સ્ટર બ્રિજ ઓળંગીને વાયા બ્રિજ રોડ અને કેનિંગ્ટન રોડ થઇને (ચાલતા ચાલતા) લેમ્બેથ રોડ પર આવેલું ઇમ્પિરિયલ વોર મ્યુઝિયમ અમારૂં નેક્સ્ટ ડેસ્ટિનેશન હતું. પ્રથમ તેમજ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જે તે દેશોએ વાપરેલાં શસ્ત્રો, વિમાનો, પોસ્ટરો વગેરેનું અદ્ભુત કલેક્શન ઇમ્પિરિયલ વોર મ્યુઝિયમમાં છે. બ્રિટનનું સ્પીટફાયર, જર્મનીનું હેન્કેલ તથા વી-૧ રોકેટપ્લેન, અમેરિકાનું મુશ્તાંગ વગેરે જેવાં વિમાનો સ્ટીલના વાયર થકી મ્યુઝિયમની છતથી લટકતાં મૂકી દેવાયાં છે. ઉપરાંત શેરમાન ટેન્ક, ટ્વેન્ટી ફાઇવ પાઉન્ડર કહેવાતી ફિલ્ડ ગન, બ્રિટિશ તેમજ જર્મન એન્ટિ-એરક્રાફ્ટ ગન્સ, અમેરિકન અણુબોમ્બ લિટલ બોયનું બાહ્ય કવચ, બીજા વિશ્વયુદ્ધમાં જર્મન નૌકાદળે વાપરેલી મીનિ સબમરિન, વી-૨ રોકેટ તથા પિસ્તોલથી માંડીને મશીનગન સુધીનાં શસ્ત્રોને નજીકથી જોવાનો લહાવો અહીં મળી શકે છે. પ્રથમ વિશ્વવિગ્રહ દરમ્યાન ફ્રાન્સના મોરચે મહિનાઓ સુધી ચાલેલા ટ્રેન્ચ વોરફેરની (ખાડી યુદ્ધની) અનુભૂતિ કરવાતો વિભાગ અચૂક જોવો રહ્યો. એ જ રીતે કલારસિકોએ યુદ્ધને લગતાં તૈલચિત્રોનો હોલ મિસ કરવા જેવો નથી. (નોંધઃ હિટલરની નાઝી પાર્ટીના સ્વસ્તિકવાળા લાલચટાક ધ્વજ, જર્મન મિલિટરી યુનિફોર્મ્સ અને ચંદ્રકોનું કલેક્શન યુનિક છે).
ઢળતી સાંજે (મ્યુઝિયમ બંધ થવાના સમયે) અમે વળી ફૂટ સોલ્જર્સના રોલમાં આવી ગયા અને થેમ્સના કાંઠે લંડન આઇ નામના જાયન્ટ વ્હીલ પાસે પહોંચ્યા. ઊંચાઇમાં ૧૩૫ મીટરનું લંડન આઇનું ચગડોળ શાબ્દિક વર્ણનનું નહિ, પણ જાતઅનુભવ કરવાનું ટુરિસ્ટ આકર્ષણ છે. અલબત્ત, બ્લોગ માંડીને બેઠા છીએ તો લગે હાથ ચાલો, બે શબ્દો તેના વિશે પણઃ અદ્ભુત અનુભવ!
અડધો કલાકે એક ચકરાવો પૂરો કરતા લંડન આઇની સફર (સ્થાનિક શબ્દ ફ્લાઇટ) સાડા સત્તર પાઉન્ડની છે, જેમાં લંડન આઇનો 4-D એક્સિપિરિયન્સ કરાવતી શોર્ટ ફિલ્મનો પણ સમાવેશ થઇ જાય છે. ફ્લાઇટ પર જતાં પહેલાં ફિલ્મનો આનંદ માણવા જેવો છે. લંડન આઇમાં એકસો પાંત્રીસ મીટરની અટારીએથી લાઇટોના ઝળહળાટમાં ભવ્ય દેખાતા લંડનનું અવિસ્મરણીય દ્રશ્ય જોયા બાદ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પાર કરી અમે વેસ્ટમિન્સ્ટર ટ્યૂબ સ્ટેશનેથી ઓલ્ગેટ ઇસ્ટની ટ્રેન પકડીને હોટલે પહોંચ્યા.
(ક્રમશઃ)
Harshalji....adbhut varnan karyu che.
ReplyDeleteTamara lakhan vanchvani maza j aa che.Biju, esspresso coffee, tame to janta j hasho ke coffee no ark che etle, kahunba ni jem teno tesdo j hoy...ghutda to americano na hoy.
London na giant wheel ni jem jene sagvad hoy tena mate- singapore ma pan avuj adbhut najaro batavtu giant wheel che ne singapore pan drashya ma ochu nathij vadi.
વર્ષો પહેલા સફારીના કોઈ અંકના તંત્રી લેખમાં 'સફારી' શબ્દનો મતલબ સમજાવ્યો હતો. એ મુજબ સફારી એટલે જ્ઞાનયાત્રા કરાવતી સફર. સફારીતો જાણે તેના નામને સાર્થક કરે જ છે પણ આ વખતે તો બ્લોગમાં પણ જમો પડી ગયો. અમે પણ લંડન પહોચી ગયા હોઈએ એવો અનુભવ થયો. અદભૂત! અદભૂત!
ReplyDeleteવધુ વિગતોની રાહ જોઈએ છીએ...
Great work, fills like I am having gaided tour of London and like I am walking down in streets of London.
ReplyDeleteHarshalji, I like to read all your blogs and enjoy a lot. But I am writing this to draw your attention towards your older blog about Michael Jackson and Ustad Ali Akbar Khan. You missed a very important point. People appreciate music only if they could enjoy it. To enjoy hindi film music or pop music, one does not need any training. The mass could just listen and enjoy. That is why they are very popular in India. But the Indian classical music is very different. It requires little training to understand and appreciate it. Just listening is not enough. And Indian classical musicians/singers have always confined this knowledge among a class. It has never become popular in the mass. I came to know that in Chinese and other countrys' universities, they offer 3 months courses to learn how to appreciate different forms of art like music, painting and films. It helps the audience to understand the art in a better way. In India, I don't know if universities or schools in India offer this kind of course. As a result, the pure forms of arts like classical music have not become popular in India. The genious Ustad Ali Akbar Khan also spent his life to play music in front of western audience who could appreciate him. He did not spend much time and efforts for Indian audience. So if he is not remembered by Indian media or people upon his death, it is not media's fault or people's fault. It is the kind of mild arrogance of such great classical artists who do not like to democratize or popularise their art in India.
ReplyDeleteHarshalji,
ReplyDeleteWhat can I say, simply awesome!! Yeh dil mange more!! Now I want to see videos.
Thanks for sharing,
nayan
Nice travelogue. Espresso in UK (and rest of the west) is very concentrated coffee beverage. If you want what is referred to as espresso in India, you need to order cappuccino. Which has Milk or cream mixed with coffee concentrate.
ReplyDelete135 મીટરની ઊંચાઈ પરનો (લંડન આઇના ચગડોળ પરથી લીધેલ)લંડનના અવિસ્મરણીય દ્રશ્યનો જો ફોટોગ્રાફ લીધો હોય તો દેખાડશો અમારે પણ તેનો લહાવો લેવો છે.
ReplyDeletehttp://gujaratisansar.wordpress.com/