ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૨)
પેરિસ
ઓક્ટોબર ૨૦, ૨૦૦૯
સત્તરમી સદીમાં બનેલો વેરસાયનો મહેલ લગભગ ૧૧ એકરમાં ફેલાયેલો છે અને આર્કિટેક્ચરલ પોઇન્ટ ઓફ વ્યૂથી બેમિસાલ છે. મહેલમાં બધું મળીને ૭૦૦ ઓરડા, બે હજારથી પણ વધુ બારીઓ અને કુલ ૬૭ નિસરણીઓ છે. પેઇન્ટિંગ્સ તથા કલાકૃત્તિઓનો તો તોટો નથી. મહેલની ઊંચી ઊંચી સિલિંગ્સ પર કરવામાં આવેલું સ્ટોનવર્ક જોતાં જ ગમી જાય એવું આકર્ષક છે. મહેલમાં અમુક બારીઓની તેમજ બારણાઓની ઊંચાઇ હેરત પમાડે તેટલી છે. રાજા અને રાણી માટે બનાવવામાં આવેલાં ઓરડા અનુક્રમે Grand appartement du roi/ગ્રાં એપાર્તેમાઁ દયૂ રવા (રવા = રાજા) તથા Grand appartement de la reine/ગ્રાં એપાર્તેમાઁ દ લા રેન (રેન = રાણી) તેમના કદ ઉપરાંત સજાવટની દ્રષ્ટિએ પણ ગજબ છે. પડદાનું કપડું, સોફાની ટેપેસ્ટ્રી, પલંગની ચાદર, તકિયાની ખોળ, જમીન પર બિછાવેલી તેમજ દીવાલો પર મઢેલી જાજમ વગેરે બધામાં રંગની એકસરખી સામ્યતા જોવા મળે છે. કેટલાક ઓરડાનું બધું ઇન્ટિરિયર લાલ છે, કેટલાકનું લીલું છે, તો અમુકમાં બધી જ સજાવટ ભૂરા રંગને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ વેરસાય પેલેસનો સૌથી મહત્ત્વનો ખંડ હોલ ઓફ મિરર કહેવાતો ૭૩ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો જબરજસ્ત ઓરડો છે, જ્યાંની દીવાલો પર અરીસા જડવામાં આવ્યા છે અને તેની બારેક મીટર ઊંચી સિલિંગથી સંખ્યાબંધ ઝૂમરો લટકાવવામાં આવ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા દેશો અને પરાજિત જર્મની વચ્ચે જૂન ૨૮, ૧૯૧૯ના રોજ ટ્રીટી ઓફ વેરસાય કહેવાતી સંધિ હોલ ઓફ મિરરના ખંડમાં થઇ હતી. આ ટ્રીટી હેઠળ જર્મની પાસે શરણાગતિનો પત્ર લખાવવામાં આવ્યો હતો એટલું જ નહિ, પણ યુદ્ધની આકરી પેનલ્ટી તેના પર ઠોકી બેસાડવામાં આવી હતી. વિજેતા દેશોના તે અન્યાયી વલણ સામે વખત જતાં એડોલ્ફ હિટલરે વિરોધ ઉઠાવ્યો. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે જેવા વિજેતા દેશોના દમનમાંથી જર્મનીને આઝાદ કરવા તે મેદાને પડ્યો અને જર્મનીનો સત્તાધીશ બન્યા બાદ ફ્રાન્સ સહિત યુરોપના ઘણાખરા દેશો તેણે જોતજોતામાં જીતી લીધા.
વેરસાયના વૈભવી મહેલમાં લુઇ ૧૪મો અને ૧૫મો એમ બે રાજાઓ પોતાના શાસનકાળ દરમ્યાન રહ્યા. લુઇ ૧૬મો એ મહેલમાં ઝાઝો સમય રહી શક્યો નહિ, કેમ કે ૧૭૮૯ના અરસામાં ફ્રેન્ચ ક્રાંતિના ભણકારા વાગી રહ્યા હતા. રાજા પ્રત્યે પ્રજાનો આક્રોશ પ્રતિદિન ભભૂકી રહ્યો હતો અને મહેલ પર પ્રજાનો ગમે ત્યારે હલ્લો બોલે તેમ હતો. બળતામાં ઘી હોમવાનું કામ વળી લુઇ ની પત્ની રાણી એન્તોઇનેતે કર્યું. ભૂખમરો વેઠી રહેલી પ્રજાની દુર્દશા જાણ્યા બાદ તેણે ઉદ્ધતાઇ દાખવીને કહ્યું કે, ‘S'ils n'ont plus de pain, qu’ils mangent de la brioche/સિલ નૌ પ્લૂ દ પાઁ, કિલ એ મોજે દ લા બ્રિયોશ/એ લોકો પાસે બ્રેડ નથી, તો પછી કેક કેમ ખાતા નથી?’ આ વાક્યે લોકોમાં એટલો રોશ ફેલાવ્યો કે લુઇને અને તેની તુમાખીખોર પત્ની રાણી એન્તોઇનેતને મોતને ઘાટ ઉતારી દેવા હજારોની મેદની વેરસાયના મહેલ પર ચડી આવી. મહેલના ખુફિયા દરવાજા મારફત રાજારાણીને સમયસર પેરિસ નજીક ત્યૂઇલેરીના મહેલ ખાતે મોકલી અપાયા, જ્યાં કેટલાક દિવસો બાદ બેઉનો જાહેરમાં શિરચ્છેદ કરાયો હતો.
વેરસાયનો આખો મહેલ બહુ ચીવટથી તેમજ નિરાંતજીવે જોવો હોય તો બે દિવસ મિનિમમ લાગે. મહેલ પોતે તો જાણે વિશાળ પથારો ધરાવે છે, પણ તેના પ્રાંગણમાં આવેલો બગીચો પણ એટલો મોટો છે કે પગપાળા ચાલીને તેની મુલાકાત લેવી કઠિન છે. બગીચાના મુખ્ય ભાગોમાં ફરવા માટે અનેક મુલાકાતીઓ ગોલ્ફ કાર ભાડે લે છે. વેરસાયના બગીચાનું કુલ ક્ષેત્રફળઃ લગભગ ૮૦૦ હેક્ટર. બગીચામાં વૃક્ષોની સંખ્યાઃ ૨,૦૦,૦૦૦. ફુવારાની કુલ સંખ્યાઃ ૫૦.
વેરસાય મહેલના મુખ્ય વિભાગો જોઇને તેમજ વિશાળ બગીચાને ઉડતી નજરે નિહાળીને અમે વળી Versailles Rive Gauche સ્ટેશને ગયા અને ત્યાંથી Invalides ની ટ્રેન લીધી. અહીંથી મેટ્રો મારફત પેરિસ શહેરની ઉત્તર-પૂર્વે લા સોરનવ સ્ટેશને ઉતર્યા, જ્યાંથી બસ મારફત Musée de l'Air et de l'Espace/મૂઝે દ લેર એ દ લેસ્પેસ/મ્યુઝિયમ ઓફ એર એન્ડ સ્પેસ પહોંચ્યા.
જે મળ્યું તે ખરૂંના ધોરણે અમે તાત્કાલિક મ્યુઝિયમના પ્રાંગણમાં દાખલ થયા. બોઈંગ-૭૪૭ જમ્બો જેટ, ફ્રેન્ચ બનાવટનું મિરાજ, અરાયન રોકેટો તથા બીજા કેટલાય વિમાનો/હેલિકોપ્ટરોનું અદ્ભુત કલેક્શન જોવા મળ્યું. એર એન્ડ સ્પેસ મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ જો કે હજી જોવાનું બાકી હતું--અને તે આકર્ષણ એટલે સુપરસોનિક કોન્કોર્ડ વિમાન! સમય ઓછો હતો. મ્યુઝિયમ બંધ થવા આડે વીસેક મિનિટ કરતાં ઝાઝો વખત નહોતો. વિરાટ કદનું એક હેન્ગર એકાએક અમને દેખાયું, એટલે તરત જ એ તરફ ધસી ગયા. હેન્ગરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા કે તરત ચહેરા પર સ્મિત છવાયું અને મોઢામાંથી ‘આહા!’નો ઉદ્ગાર સ્વાભાવિક રીતે નીકળી ગયો. વિરાટ કદના ગરૂડ જેવું કોન્કોર્ડ વિમાન નજર સામે ઊભું હતું. વળી એક નહિ, પણ એવાં બે વિમાનો હતાં. બેઉ વિમાનો અંદર જઇને જોઇ શકાય તેમ હતાં, પણ કમનસીબે અમારી પાસે ટિકિટ ન હતી.
કોન્કોર્ડનું નિરિક્ષણ કરતા અમે ઊભા હતા એટલામાં મ્યુઝિયમનો એક ફ્રેન્ચ ચોકિયાત આવ્યો.
‘બોં સ્વા!’ એણે કહ્યું.
‘બોં સ્વા! કામો તાલૂ વૂ?’ અમે પૂછ્યું. (Good evening, How are you?)
‘જ વે બિંયા, મેસી’ જવાબ મળ્યો. (I am fine, thank you.)
‘જ સ્વી દ ઈંદ. પારલે વૂ ઓંગ્લે ?’ અમે બીજો સવાલ કર્યો. (I am an Indian. Do you speak English?)
‘નૌ’ (No.)
ચોકિયાતને અંગ્રેજી ફાવતું ન હતું, પણ ભાંગ્યાતૂટ્યા વાક્યો વડે તેને સમજાવ્યું કે અમે બહુ દૂરથી આવ્યા છીએ અને કોન્કોર્ડને અંદરથી જોવાની અમારી અદમ્ય ઇચ્છા છે. પરંતુ સમયની કટોકટીને લીધે પ્રવેશ માટેની ટિકિટ અમને મળી શકી નથી. સંગીત અને સ્માઇલ એ બે ‘ભાષા’ને ભૌગોલિક સીમાડા કદી નડતા નથી. કોન્કોર્ડને જોવામાં અમારો રસ પામીને નેકદિલ ચોકિયાતે સ્માઇલ વડે અમને સમજાવ્યું કે આટલે સુધી આવ્યા છો તો કોન્કોર્ડ જોઇને જાવ! અમે પણ તત્કાળ ખુશી વ્યક્ત કરીને તેને એ વાતનો ખ્યાલ આપ્યો કે જો એમ બને તો અતિ ઉત્તમ. છેવટે એ ચોકિયાત અમારી સાથે આવ્યો અને વારાફરતી બેઉ કોન્કોર્ડ વિમાનોની અંદર અમને લઇ ગયો. એક કોન્કોર્ડ એર ફ્રાન્સનું હતું. બીજું બ્રિટિશ એરવેઝનું હતું. કોકપિટથી માંડીને (એક હરોળમાં ટુ પ્લસ ટુ એમ કુલ ચાર સીટો ધરાવતા) પેસેન્જર કમ્પાર્ટમેન્ટ સુધીના ભાગો અમે નિરાંતે જોયા. વિમાનના સંખ્યાબંધ ફોટા પાડ્યા અને લગભગ ૬:૧૫ ની આસપાસ ત્યાંથી નીકળ્યા. જતી વખતે પેલા ચોકિયાતને કહ્યું--
‘મેસી. મેસી બોકુ’ (Thank you. Thank you very much.)
‘.......’ જવાબમાં તેના ચહેરા પર ફરી સ્મિત જોવા મળ્યું. ‘અ રવૂઆ.’ (Goodbye.) તેણે કહ્યું.
‘અ રવૂઆ.’ કહીને અમે વિદાય લીધી.
મ્યુઝિયમ ઓફ એર એન્ડ સ્પેસથી થોડાક મીટર છેટે બસ સ્ટોપથી બસ પકડીને અમે લા સોરનવ મેટ્રો સ્ટેશન ગયા અને ત્યાંથી ટ્રેન મારફત લગભગ આઠેક વાગ્યે હોટલ પહોંચ્યા. પ્રવાસના ટાઇમટેબલ મુજબ ત્રીજે દિવસે અમારે બીજા વિશ્વયુદ્ધનો સૌથી નિર્ણાયક જંગ ખેલાયો તે નોર્મન્ડી નામના સ્થળે જવાનું હતું.
વેરસાય પેલેસ
ફ્રાન્સના ભૂતપૂર્વ રાજા લુઇનો જગવિખ્યાત આલીશાન મહેલ Château de Versailles/શેતો દ વેરસાય (શેતો = મહેલ) તરીકે ઓળખાય છે. પેરિસ શહેરથી તે લગભગ પચ્ચીસેક કિલોમીટર દક્ષિણ-પશ્ચિમે છે, જ્યાં પહોંચવા માટેનું બેસ્ટ અને ચિપેસ્ટ માધ્યમ રેલ્વે છે. અમે તે માધ્યમ પસંદ કર્યું અને પ્લેસ દ ક્લીશીથી મેટ્રો મારફત પહેલાં Invalides સ્ટેશને ગયા. અહીંથી વેરસાય જવા માટે જુદી ટ્રેનની billet/બિયે (ટિકિટ) લીધી અને લગભગ પોણો કલાકે Versailles Rive Gauche સ્ટેશને ઉતર્યા, જ્યાંથી બીજી દસેક મિનિટ પગપાળા ચાલ્યા બાદ વેરસાયના ભવ્ય મહેલે પહોંચ્યા. મહેલને જોવા આવનાર પર્યટકોની સંખ્યા પુષ્કળ હોય છે અને તેને કારણે પ્રવેશદ્વાર નજીક ટિકિટબારીએ લાંબી કતાર જામે છે એ વાત એક પુસ્તકમાં અગાઉ વાંચી હતી. પરિણામે ટિકિટ ખરીદવાની લાઇનમાં સમયનો બગાડ ટાળવા અમે સ્ટેશન નજીકની એક શોપમાંથી વેરસાય પેલેસની એન્ટ્રી ટિકિટ ખરીદી. પેલેસ નજીક આવી સંખ્યાબંધ દુકાનો છે, જેઓ ટિકિટની મૂળ કિંમત પર એકાદ-બે યુરોનું કમિશન ચઢાવીને ટિકિટ વેચે છે. ટિકિટ સાથે વેરસાય પેલેસનો મેપ ફ્રી મળે છે. મહેલના દરેક ખૂણાની મુલાકત લેવી હોય તો મેપ જરૂરી નહિ, અનિવાર્ય છે.સત્તરમી સદીમાં બનેલો વેરસાયનો મહેલ લગભગ ૧૧ એકરમાં ફેલાયેલો છે અને આર્કિટેક્ચરલ પોઇન્ટ ઓફ વ્યૂથી બેમિસાલ છે. મહેલમાં બધું મળીને ૭૦૦ ઓરડા, બે હજારથી પણ વધુ બારીઓ અને કુલ ૬૭ નિસરણીઓ છે. પેઇન્ટિંગ્સ તથા કલાકૃત્તિઓનો તો તોટો નથી. મહેલની ઊંચી ઊંચી સિલિંગ્સ પર કરવામાં આવેલું સ્ટોનવર્ક જોતાં જ ગમી જાય એવું આકર્ષક છે. મહેલમાં અમુક બારીઓની તેમજ બારણાઓની ઊંચાઇ હેરત પમાડે તેટલી છે. રાજા અને રાણી માટે બનાવવામાં આવેલાં ઓરડા અનુક્રમે Grand appartement du roi/ગ્રાં એપાર્તેમાઁ દયૂ રવા (રવા = રાજા) તથા Grand appartement de la reine/ગ્રાં એપાર્તેમાઁ દ લા રેન (રેન = રાણી) તેમના કદ ઉપરાંત સજાવટની દ્રષ્ટિએ પણ ગજબ છે. પડદાનું કપડું, સોફાની ટેપેસ્ટ્રી, પલંગની ચાદર, તકિયાની ખોળ, જમીન પર બિછાવેલી તેમજ દીવાલો પર મઢેલી જાજમ વગેરે બધામાં રંગની એકસરખી સામ્યતા જોવા મળે છે. કેટલાક ઓરડાનું બધું ઇન્ટિરિયર લાલ છે, કેટલાકનું લીલું છે, તો અમુકમાં બધી જ સજાવટ ભૂરા રંગને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ વેરસાય પેલેસનો સૌથી મહત્ત્વનો ખંડ હોલ ઓફ મિરર કહેવાતો ૭૩ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો જબરજસ્ત ઓરડો છે, જ્યાંની દીવાલો પર અરીસા જડવામાં આવ્યા છે અને તેની બારેક મીટર ઊંચી સિલિંગથી સંખ્યાબંધ ઝૂમરો લટકાવવામાં આવ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા દેશો અને પરાજિત જર્મની વચ્ચે જૂન ૨૮, ૧૯૧૯ના રોજ ટ્રીટી ઓફ વેરસાય કહેવાતી સંધિ હોલ ઓફ મિરરના ખંડમાં થઇ હતી. આ ટ્રીટી હેઠળ જર્મની પાસે શરણાગતિનો પત્ર લખાવવામાં આવ્યો હતો એટલું જ નહિ, પણ યુદ્ધની આકરી પેનલ્ટી તેના પર ઠોકી બેસાડવામાં આવી હતી. વિજેતા દેશોના તે અન્યાયી વલણ સામે વખત જતાં એડોલ્ફ હિટલરે વિરોધ ઉઠાવ્યો. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે જેવા વિજેતા દેશોના દમનમાંથી જર્મનીને આઝાદ કરવા તે મેદાને પડ્યો અને જર્મનીનો સત્તાધીશ બન્યા બાદ ફ્રાન્સ સહિત યુરોપના ઘણાખરા દેશો તેણે જોતજોતામાં જીતી લીધા.
વેરસાયના વૈભવી મહેલમાં લુઇ ૧૪મો અને ૧૫મો એમ બે રાજાઓ પોતાના શાસનકાળ દરમ્યાન રહ્યા. લુઇ ૧૬મો એ મહેલમાં ઝાઝો સમય રહી શક્યો નહિ, કેમ કે ૧૭૮૯ના અરસામાં ફ્રેન્ચ ક્રાંતિના ભણકારા વાગી રહ્યા હતા. રાજા પ્રત્યે પ્રજાનો આક્રોશ પ્રતિદિન ભભૂકી રહ્યો હતો અને મહેલ પર પ્રજાનો ગમે ત્યારે હલ્લો બોલે તેમ હતો. બળતામાં ઘી હોમવાનું કામ વળી લુઇ ની પત્ની રાણી એન્તોઇનેતે કર્યું. ભૂખમરો વેઠી રહેલી પ્રજાની દુર્દશા જાણ્યા બાદ તેણે ઉદ્ધતાઇ દાખવીને કહ્યું કે, ‘S'ils n'ont plus de pain, qu’ils mangent de la brioche/સિલ નૌ પ્લૂ દ પાઁ, કિલ એ મોજે દ લા બ્રિયોશ/એ લોકો પાસે બ્રેડ નથી, તો પછી કેક કેમ ખાતા નથી?’ આ વાક્યે લોકોમાં એટલો રોશ ફેલાવ્યો કે લુઇને અને તેની તુમાખીખોર પત્ની રાણી એન્તોઇનેતને મોતને ઘાટ ઉતારી દેવા હજારોની મેદની વેરસાયના મહેલ પર ચડી આવી. મહેલના ખુફિયા દરવાજા મારફત રાજારાણીને સમયસર પેરિસ નજીક ત્યૂઇલેરીના મહેલ ખાતે મોકલી અપાયા, જ્યાં કેટલાક દિવસો બાદ બેઉનો જાહેરમાં શિરચ્છેદ કરાયો હતો.
વેરસાયનો આખો મહેલ બહુ ચીવટથી તેમજ નિરાંતજીવે જોવો હોય તો બે દિવસ મિનિમમ લાગે. મહેલ પોતે તો જાણે વિશાળ પથારો ધરાવે છે, પણ તેના પ્રાંગણમાં આવેલો બગીચો પણ એટલો મોટો છે કે પગપાળા ચાલીને તેની મુલાકાત લેવી કઠિન છે. બગીચાના મુખ્ય ભાગોમાં ફરવા માટે અનેક મુલાકાતીઓ ગોલ્ફ કાર ભાડે લે છે. વેરસાયના બગીચાનું કુલ ક્ષેત્રફળઃ લગભગ ૮૦૦ હેક્ટર. બગીચામાં વૃક્ષોની સંખ્યાઃ ૨,૦૦,૦૦૦. ફુવારાની કુલ સંખ્યાઃ ૫૦.
વેરસાય મહેલના મુખ્ય વિભાગો જોઇને તેમજ વિશાળ બગીચાને ઉડતી નજરે નિહાળીને અમે વળી Versailles Rive Gauche સ્ટેશને ગયા અને ત્યાંથી Invalides ની ટ્રેન લીધી. અહીંથી મેટ્રો મારફત પેરિસ શહેરની ઉત્તર-પૂર્વે લા સોરનવ સ્ટેશને ઉતર્યા, જ્યાંથી બસ મારફત Musée de l'Air et de l'Espace/મૂઝે દ લેર એ દ લેસ્પેસ/મ્યુઝિયમ ઓફ એર એન્ડ સ્પેસ પહોંચ્યા.
મ્યુઝિયમ ઓફ એર એન્ડ સ્પેસ
વેરસાયથી લગભગ દોઢેક કલાકનો પ્રવાસ ખેડીને અમે એર એન્ડ સ્પેસ મ્યુઝિયમે પહોંચ્યા ત્યારે પોણા પાંચ વાગી ચૂક્યા હતા. મ્યુઝિયમ છ વાગ્યે બંધ થતું હતું, પણ છેલ્લી એન્ટ્રી પાંચ વાગ્યે મળતી હતી. બહુ ઉતાવળા પગલે ચાલીને અમે ટિકિટ કાઉન્ટરે પહોંચ્યા, પણ મ્યુઝિયમમાં પ્રવેશ માટે એટેન્ડન્ટ તરફથી નનૈયો સાંભળવા મળ્યો. મ્યુઝિયમની મુલાકાત માટે બહુ દૂરથી (છેક વેરસાયથી) પ્રવાસ કરીને આવ્યા છીએ એમ જણાવ્યું ત્યારે કાઉન્ટર પર બેઠેલી એક મહિલાએ થોડો સહકાર આપ્યો. મ્યુઝિયમની અંદર અમને જવા દીધા, પણ વિમાનોને અંદરથી જોવા માટે જરૂરી એવી ટિકિટ ઇશ્યૂ કરી નહિ.જે મળ્યું તે ખરૂંના ધોરણે અમે તાત્કાલિક મ્યુઝિયમના પ્રાંગણમાં દાખલ થયા. બોઈંગ-૭૪૭ જમ્બો જેટ, ફ્રેન્ચ બનાવટનું મિરાજ, અરાયન રોકેટો તથા બીજા કેટલાય વિમાનો/હેલિકોપ્ટરોનું અદ્ભુત કલેક્શન જોવા મળ્યું. એર એન્ડ સ્પેસ મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ જો કે હજી જોવાનું બાકી હતું--અને તે આકર્ષણ એટલે સુપરસોનિક કોન્કોર્ડ વિમાન! સમય ઓછો હતો. મ્યુઝિયમ બંધ થવા આડે વીસેક મિનિટ કરતાં ઝાઝો વખત નહોતો. વિરાટ કદનું એક હેન્ગર એકાએક અમને દેખાયું, એટલે તરત જ એ તરફ ધસી ગયા. હેન્ગરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા કે તરત ચહેરા પર સ્મિત છવાયું અને મોઢામાંથી ‘આહા!’નો ઉદ્ગાર સ્વાભાવિક રીતે નીકળી ગયો. વિરાટ કદના ગરૂડ જેવું કોન્કોર્ડ વિમાન નજર સામે ઊભું હતું. વળી એક નહિ, પણ એવાં બે વિમાનો હતાં. બેઉ વિમાનો અંદર જઇને જોઇ શકાય તેમ હતાં, પણ કમનસીબે અમારી પાસે ટિકિટ ન હતી.
કોન્કોર્ડનું નિરિક્ષણ કરતા અમે ઊભા હતા એટલામાં મ્યુઝિયમનો એક ફ્રેન્ચ ચોકિયાત આવ્યો.
‘બોં સ્વા!’ એણે કહ્યું.
‘બોં સ્વા! કામો તાલૂ વૂ?’ અમે પૂછ્યું. (Good evening, How are you?)
‘જ વે બિંયા, મેસી’ જવાબ મળ્યો. (I am fine, thank you.)
‘જ સ્વી દ ઈંદ. પારલે વૂ ઓંગ્લે ?’ અમે બીજો સવાલ કર્યો. (I am an Indian. Do you speak English?)
‘નૌ’ (No.)
ચોકિયાતને અંગ્રેજી ફાવતું ન હતું, પણ ભાંગ્યાતૂટ્યા વાક્યો વડે તેને સમજાવ્યું કે અમે બહુ દૂરથી આવ્યા છીએ અને કોન્કોર્ડને અંદરથી જોવાની અમારી અદમ્ય ઇચ્છા છે. પરંતુ સમયની કટોકટીને લીધે પ્રવેશ માટેની ટિકિટ અમને મળી શકી નથી. સંગીત અને સ્માઇલ એ બે ‘ભાષા’ને ભૌગોલિક સીમાડા કદી નડતા નથી. કોન્કોર્ડને જોવામાં અમારો રસ પામીને નેકદિલ ચોકિયાતે સ્માઇલ વડે અમને સમજાવ્યું કે આટલે સુધી આવ્યા છો તો કોન્કોર્ડ જોઇને જાવ! અમે પણ તત્કાળ ખુશી વ્યક્ત કરીને તેને એ વાતનો ખ્યાલ આપ્યો કે જો એમ બને તો અતિ ઉત્તમ. છેવટે એ ચોકિયાત અમારી સાથે આવ્યો અને વારાફરતી બેઉ કોન્કોર્ડ વિમાનોની અંદર અમને લઇ ગયો. એક કોન્કોર્ડ એર ફ્રાન્સનું હતું. બીજું બ્રિટિશ એરવેઝનું હતું. કોકપિટથી માંડીને (એક હરોળમાં ટુ પ્લસ ટુ એમ કુલ ચાર સીટો ધરાવતા) પેસેન્જર કમ્પાર્ટમેન્ટ સુધીના ભાગો અમે નિરાંતે જોયા. વિમાનના સંખ્યાબંધ ફોટા પાડ્યા અને લગભગ ૬:૧૫ ની આસપાસ ત્યાંથી નીકળ્યા. જતી વખતે પેલા ચોકિયાતને કહ્યું--
‘મેસી. મેસી બોકુ’ (Thank you. Thank you very much.)
‘.......’ જવાબમાં તેના ચહેરા પર ફરી સ્મિત જોવા મળ્યું. ‘અ રવૂઆ.’ (Goodbye.) તેણે કહ્યું.
‘અ રવૂઆ.’ કહીને અમે વિદાય લીધી.
મ્યુઝિયમ ઓફ એર એન્ડ સ્પેસથી થોડાક મીટર છેટે બસ સ્ટોપથી બસ પકડીને અમે લા સોરનવ મેટ્રો સ્ટેશન ગયા અને ત્યાંથી ટ્રેન મારફત લગભગ આઠેક વાગ્યે હોટલ પહોંચ્યા. પ્રવાસના ટાઇમટેબલ મુજબ ત્રીજે દિવસે અમારે બીજા વિશ્વયુદ્ધનો સૌથી નિર્ણાયક જંગ ખેલાયો તે નોર્મન્ડી નામના સ્થળે જવાનું હતું.
(ક્રમશઃ)
i was thinking to give my review after reading all the parts of your journey but now i cant control on my self. i think that after reading these parts of your journey i believe that i had also come with you. I think you are very good orator also.though i have heared you.
ReplyDeletesatyam vora
You lucky man, French are known for been stubborn and arrogant about English, for you to get smile from the French man and get what you want, big respect to you.
ReplyDeleteAnd as the other person said, reading your blog fills like I am there travelling with you. How was the French aerospace museum camper to R A F in London?
Harshalji, the nice person and true visitor never gets disappointed is my personal experience too, we were given special tickets for the Dolphin fish show even if it was sold out!!wow, thnx to those wonderful, beautiful young ladies who helped us.
ReplyDelete