રાજકારણમાં અટવાયેલો રાજ્યોના વિભાજનનો મુદ્દોઃ અર્થશાસ્ત્રની નજરે
સંપાદકનો પત્ર
'Safari' January, 2010
તેલંગણને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વિવાદનો ઉભરો પચાસેક વર્ષ પહેલાં પ્રથમ વખત ચડ્યો એ પછી આજે ફરી વખત એ મુદ્દે રાજકીય પક્ષો આમનેસામને આવી ચડ્યા છે. તેલંગણને આંધ્ર પ્રદેશથી વિખૂટું પાડી તેને અલગ રાજ્ય તરીકે સ્વીકૃતિ અપાવવા માટેની ચળવળ રોજેરોજ જોર પકડી રહી છે. વખત જતાં ચળવળનું જોર કેટલું વધે કે ઘટે તેનો આધાર કેન્દ્ર સરકારની નીતિ પર અવલંબે છે. દરમ્યાન ભાષાવાદના નામે થઇ રહેલી તેલંગણની માગણીના મુદ્દાને પોલિટિકલ પોઇન્ટ બનાવી આગેવાનો તેનો પૂરો લાભ ઊઠાવી રહ્યા છે.
અલબત્ત, રાજકારણને ઘડીભર અભેરાઇએ ચડાવી દો. ભારતની એકતા અને અખંડિતતાના ગુણગાન ગાતું ‘વિવિધતા મેં એકતા’નું પેલું ગોલ્ડન સૂત્ર પણ હમણાં બાજુએ મૂકી દો. તેલંગણને નોખા રાજ્યની ઓળખાણ આપવાની આખી વાતને હવે જુદા સંદર્ભે વિચારો, જેમાં કેન્દ્રસ્થાને રહેલી વાત રાજ્યના સુયોજિત શાસનને લગતી છે તેમજ આર્થિક પ્રગતિની છે--ભાષાવાદની કે પ્રાન્તવાદની નથી. રાજ્યનો ફેલાવો કદમાં નાનો હોય ત્યારે તેની પ્રગતિનો ગ્રાફ કેટલી હદે ઊંચે ચડે તેના એક નહિ, પણ ત્રણ દાખલા નજીકના ભૂતકાળમાં ભારતને જોવા મળ્યા છે. પહેલો દાખલો ઉત્તર પ્રદેશનો છે. નવેમ્બર, ૨૦૦૦ માં તેનો ૫૩,૫૬૬ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ઉત્તરાખંડ નામના અલગ રાજ્ય તરીકે છૂટો પડ્યો એ પહેલાં રાજ્યનો વાર્ષિક વિકાસદર માત્ર ૪.૬% હતો. હકીકતે પંચવર્ષીય યોજના મુજબ ઉત્તર પ્રદેશે ૭% ના દરે આર્થિક વિકાસ સાધવાનો હતો. ઉત્તરાખંડે ૨૦૦૦ની સાલમાં ઉત્તર પ્રદેશથી છેડો ફાડ્યો એ પછી સ્થિતિસંજોગો બદલાયા. આર્થિક મોરચે ઉત્તરાખંડે અણધારી પ્રગતિ સાધી બતાવી. દસમી પંચવર્ષીય યોજનામાં ઉત્તરાખંડ માટે ૬.૮% નો વિકાસદર નક્કી થયો હતો. આને બદલે એ રાજ્યએ ૮.૮% લેખે આર્થિક વિકાસ સાધ્યો એટલું જ નહિ, રાજ્યના લોકોની માથાદીઠ આવક ખાસ્સી વધી હતી.
બીજો દાખલો મધ્ય પ્રદેશનો છે, જે વિભાજન પહેલાં વાર્ષિક ૭.૬% ના નિર્ધારિત વિકાસદરની સામે માત્ર ૪.૩% લેખે ડચકાં ખાતું હતું. આ રાજ્યમાંથી ૧,૩૫,૧૯૪ ચોરસ કિલોમીટરનું છત્તીસગઢ નવેમ્બર, ૨૦૦૦ માં અલગ પડ્યું. નવું રચાયેલું છત્તીસગઢ ત્યાર પછી આર્થિક પ્રગતિના ફાસ્ટ ટ્રેક પર ચડ્યું અને પંચવર્ષીય યોજનામાં અંદાજવામાં આવેલા ૬.૧% ના વિકાસદર સામે વાર્ષિક ૯.૨% લેખે વિકાસ સાધતું રહ્યું.
બિહારમાંથી છેડો ફાડી ચૂકેલા ઝારખંડના કેસમાં પણ કંઇક આમ જ બન્યું. રાજ્યના ભાગલાં પહેલાં બિહારનો વાર્ષિક વિકાસદર માત્ર ૪.૭% હતો. (પંચવર્ષીય યોજનામાં નક્કી કરાયેલો વિકાસદર ૬.૨% હતો). નવેમ્બર, ૨૦૦૦ માં લગભગ પોણો લાખ ચોરસ કિલોમીટરનું ઝારખંડ રચાયું. થોડાં જ વર્ષમાં ઝારખંડે વાર્ષિક ૧૧.૧% લેખે વિકાસ સાધ્યો.
અગાઉ કહ્યું તેમ ભાષાવાદના કે પ્રાન્તવાદના મુદ્દાને બાયપાસ કરી માત્ર આર્થિક વિકાસને અનુલક્ષી ઉપરોક્ત ત્રણેય દાખલાને મૂલવો તો નિષ્કર્ષ એ નીકળે કે રાજ્યનો પથારો જેટલો નાનો એટલું તેનું વહીવટી સંચાલન વધુ સુગમ બને. કોર્પોરેટ કંપનીની રૂએ રાજ્યનો કારોબાર ચલાવી શકાય અને કાગળ પર આસમાની જણાતા વિકાસદરના આંકડાને વાસ્તવિકતાનું સ્વરૂપ આપી શકાય એટલું જ નહિ, ક્યારેક તે આંકડાનેય ઑવરટેક કરી શકાય. આવતી કાલે આર્થિક સુપરપાવર બનવા માગતા ભારતનું દરેક રાજ્ય આર્થિક વિકાસના મોટા આંકડા સર કરે અને દેશના લોકોની આર્થિક સ્થિતિ સુધરે તો તેથી મોટી આવકારદાયક બાબત કઇ ?
માન્યું કે છેક ૧૯૪૭ થી આપણે ત્યાં જડ કરી ગયેલું જાતિવાદનું, ભાષાવાદનું અને પ્રાન્તવાદનું પોલિટિક્સ હજી ચાલે છે. આજે તેલંગણને અલગ રાજ્ય તરીકેની સ્વીકૃતિ મળે તો આવતી કાલે બીજાં અડધો ડઝન નવાં રાજ્યો એ પોલિટિક્સના જોરે કદાચ ફૂટી નીકળે. એક મુદ્દો જો કે વિચારવા જેવો છે. રાજ્યોની સંખ્યા વધુઓછી હોય તેનાથી છેવટે ફરક શો પડે ? (અમેરિકામાં કુલ પચાસ રાજ્યો છે અને ભારતમાં એક સમયે ૫૬૫ રાજ-રજવાડાં હતાં). રાજ્યનું કદ નાનું રહે અને તેનું વહીવટી સંચાલન કુશળતાપૂર્વક થાય એ વધુ મહત્ત્વની વાત છે, પણ અફસોસ કે ભારતના રાજકારણમાં આવા મૌલિક વિચારોને અવકાશ નથી.
Absolutly correct Harshalji but as you say, there is no space for such thinking in Indian polity.
ReplyDeleteરાજકારણીઓ તો જાણે રાજકારણ રમવા રાજ્યોના વિભાજનની માંગ કરી રહ્યા છે પણ સરકારમાં બેઠેલા વિદ્વાનો પણ આ સદી વાત નથી સમજતા. આખી દુનિયામાં નાના નાના દેશો વધુ પ્રગતિશીલ છે એ મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે.
ReplyDeleteઍ વાત બરાબર કે રાજ્યો ની સંખ્યા વધુ ઓછી હોય તેનાથી કોઈ ફર્ક નથી પડતો. પરંતુ, સમગ્રતયા જોવા જાઓ તો કેન્દ્ર સરકાર પર આવી પડતી વધુ રાજ્યો ની જવાબદારી, ઍ રાજ્યો ના સંચાલન માટે પડતો ખર્ચ અને વિશેષત: ભારત મા તેની પાછળ નુ પૉલિટિક્સ, આપણી સંચાલન વ્યવસ્થા ને પોલી બનાવે છે. આપણે હમેંશા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ને થતા અન્યાય ની વાતો સાંભળિયે છીયે. ખુદ સફારી ઍ પણ અનેક વખત આ મુદ્દો વાચકો સમક્ષ રજૂ કરેલો છે. જેમ રાજ્યો વધશે ઍમ દરેક નો અસંતોષ પણ વધવાનો જ. ઉપરાંત, રાજ્ય સરકાર પોતાની બીનકાર્યક્ષમતા અને અસંતોષ માટે કેન્દ્ર સરકાર ને દોષ આપે ઍ પણ ઍટલી જ સહજ વાત છે. વધારે રાજ્યો હોય તો રાજ્યો ના આંતરિક ટકરાવ અને તેની પાછળ કેન્દ્ર સરકાર પર પડતો રાજકીય, આર્થિક અને વહીવટી દબાવ કેન્દ્ર સરકાર ની કાર્યક્ષમતા ને પોલી બનાવે ઍ પણ ઍટલી જ વિચારવા જેવી બાબત છે.
ReplyDeleteજો કાલે તેલંગાના ને અલગ રાજ્ય નો દરજ્જો મળે, તો ઍક ગુજરાતી અને ઍક કાઠિયાવાડી હોવાને નાતે હુ પણ અલગ સૌરાષ્ટ્ર રાજ્ય ની માગણી કરીશ. ભૂતકાળ માં પણ આવી અનેક માગણીઓ રજૂ થઈ હતી... અને આમ જોવા જાઓ તો આ હિસાબે કાશ્મીર પણ અલગ રાષ્ટ્ર ની માગણી કરે ઍ યોગ્ય જ છે ને!! અમેરિકા માં પચાસ રાજ્યો હોય અને સ્વાતંત્ર્ય પહેલા ભારત માં ૫૬૫ રજવાડા હતા ઍટલે આપણે હજુ વધારે રાજ્યો હોવા જોઈયે ઍ બિલકુલ અયોગ્ય સરખામણી છે.
નાના રાજ્યો હોવાથી સાધી શકાતી વહીવટી કુશળતા ઍ સિક્કા ની ફક્ત ઍક બાજુ છે. જો આપણી સરકારો વધુ કાર્યક્ષમ બને અને આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસ ને પ્રાધાન્ય આપે તો વિકાસદર ના લક્ષ્યો સાધવા માટે નવા રાજ્યો ની જરૂર નહી પડે.
mr.harshal,but i still strongly feel that delhi government should not make telangana a new state.think about a.pradesh.if hyderabad will go in tela...then the whole set up of "jaher vitaran system"made there'll collepse.
ReplyDeleteyes, the new states have a higher growth rate, but the amount of deforestation, corruptuion (rememebr Mr. Madhu Koda, Sibu SOren, etc.), mining and displacement of local communities has also increased substantially. also, the political leaders, who had struggled for power all the time, gaining power in a separate state do not remain accountable to either the state, union govt or the people who elected them.
ReplyDeletealong with these, there are huge expenses of setting up separate infrastructure for effective administration of the state - from high court, to all departments, secretariats, assembly, everything - that goes from our taxes and our budgets go in deficit every year.
Brinda
Harshalji,
ReplyDeleteThe statistics you have mentioned for newly formed states are correct. But how about the states like Bihar, UP and MP (after this division)? I think their success rate has been declined considerably. Can you provide more information on this on next Safari issue or may be on this blog.
Thanks,
nayan panchal
ભારતના સેન્ટ્રલ સ્ટેટીસ્ટિકલ ઓર્ગેનાઇઝેશને હમણાં તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે બિહાર વાર્ષિક ૧૧.૦૩ ટકાના દરે વિકાસ સાધી રહ્યું છે. (આ અંગેના સમાચાર થોડા દિવસ અગાઉ કેટલાક અખબારોમાં પ્રગટ થયા હતા). પહેલી નજરે જાજરમાન જણાતા આંકડાને ધ્યાન પર ન લો તો પણ મુખ્ય મુદ્દો એ છે કે બિહાર વિકાસના પંથે જઇ રહ્યું છે. ઝારખંડનો કોલસાની ભરપૂર ખાણોવાળો તેમજ ઔદ્યોગિક એકમોવાળો મહત્ત્વનો હિસ્સો ગુમાવ્યા પછીયે બિહાર આજે જો વિકાસના રસ્તે આગેકૂચ કરી રહ્યું હોય તો કૂચનું પ્રથમ ડગલું અગાઉ કેમ મંડાયું નહોતું? વિકાસના મામલે (કમ સે કમ આંકડાકીય રીતે) આન્ધ્ર પ્રદેશ અને કર્ણાટકને આજે બિહાર ઓવરટેક કરી ગયું છે.
ReplyDeleteટૂંકમાં, રાજ્યનો વિકાસ સાધાવો કે પછી રાજ્યને આર્થિક રીતે ફોલી ખાવું એ રાજ્યનો દોરીસંચાર સંભાળનાર વ્યક્તિની સૂઝબૂઝ, દૂરંદેશી અને વહીવટી કુશળતા પર અવલંબે છે. એ જ રીતે ભ્રષ્ટ તેમજ લઘુદ્રષ્ટિ ધરાવતા મુખ્યમંત્રીનું શાસન સાંખી લેવું કે પછી એવા શાસનને ઉખાડીને ફગાવી દેવું તે રાજ્યની પ્રજાના મિજાજ પર અવલંબે છે.
સાવ સાચી વાત છે હર્ષલજી જો રાજ્યો ના પ્રતિનિધિઓ રાજ્યના વિકાસ ને પોતાની ફરજ મને તો પછી બીજી દરેક વાતો ગૌણ બની જાય છે, પણ આજે આ પ્રમાણિકતા અને નૈતિકતા જ રાજકારણીઓ માં ખૂટે છે.just hope for the best.અને દરમિયાન ભારત નો યુવા આ દિશામાં વિચારે તેવી પ્રભુ ને પ્રાર્થના.
ReplyDeleteYou r absolute right. Congrets for taking pain. Please keep spreading this message. That is the only way we can creat awarness and hopefully things will turn around one day.
ReplyDeleteHello Sir,
ReplyDeleteI am a regular reader of the Safari magzine, truly very informative it is... I recently read ur letter about Education System in India, and felt worth sharing details abt our E magazine Reader's Quotient...Its totally for a noble cause of funding children education...We will be revered to get reviews and suggestion on it.
Pls contact us at sangeeta.goswami@readersquotient.com
waiting for ur revert
Regards/Sangeeta Goswami
www.readersquotient.com
રાઓલ સાહેબ જય ભારત સાથી જણાવાનું કે હુ પણ આપણા માણસા નો વતની છુ અને તમે આટલુ સરસ લખો છો તે જાણી ને મને ખુબજ ખુશી છે પણ એક વાત કહુ અત્યારે માણસા વિશે પણ કઈ ખબર રાખો છો કો કે નઈ સર અને રાખતા હોવતો તમને પણ આપણા ગામ ની બદી વિશે જાણ હશે જ
ReplyDeleteU have only shown i side of the coin. And however, you have not mentioned any reason about why those 3 states progressed? After those 3 states got separated (came into existence) the central govt has removed the limit / quota / control over mining. Those 3 states have bounty full of minerals. Hence its economy boomed.
ReplyDeleteAs these 3 states came into existence, the original states (MP, UP, ..) have also shrunk in size. What has happened to them? Have they also sky rocketed in growth? Has Bangladesh sky rocketed in growth? Has Pakistan sky rocketed in growth? Why did European countries came together to build a single currency? Why none of the nations, who are currently in developed nation rank, go through this state division thing regularly (thy do not have different language - but have other different issues)?
Smaller state does not mean easy to control and make money. If that is the case not every single industrialist in this world would be aiming to go larger and bigger. Not every nation in in past had opted to increase its boundary. Not every organization in this world would be planning to expand its reach. Not every political party in this world would be enthusiastic in expanding their control.
Can you imagine how your articles like this affect the kids who read your magazine? How does it affect the thinking of youth who do not know the other side of story? Are you aware that people outside India also read your magazine who passively affect India's growth and politics and future?
You mostly do a good job but this time it is the worst example you can put in front of India's youth.
In this whole argument I have not given any example of increasing political drift, election expenses and other drawbacks.
I urge you to please be sensible next time whenever you post something like this.
Please.