બિનસાંપ્રદાયિકતાની હાંસી ઊડાડતું અનામતનું રાજકારણ
સંપાદકનો પત્ર
'Safari' April, 2010
આન્ધ્ર પ્રદેશમાં ત્યાંના પછાત વર્ગના મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીમાં ચાર ટકા અનામત રાખવાના સમાચાર ગયે મહિને આવ્યા. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ભણીગણીને આગળ વધે અને સરકારી કચેરીઓમાં તેમને નોકરી મળી શકે એ માટે તેમને અમુક ક્વોટા બાંધી આપવો એ બેશક આવકારદાયક પગલું છે, પરંતુ સમાજના અમુક વર્ગને ‘પછાત’નું લેબલ માર્યા પછી એ લેબલ પર વળી ધર્મનું અને જાતિનું લેબલ શા માટે ચિપકાવવામાં આવે છે એ સમજાતું નથી. આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહી જવા પામેલા લોકોને અનામતના કાયદા વડે પગભર બનાવવા જ હોય તો એ લોકો કઇ જાતિના કે ધર્મના છે તેનાથી સરકારે શા માટે નિસ્બત રાખવી જોઇએ ? ક્વોટાની ટકાવારી તેમની આર્થિક પહોંચને અનુલક્ષીને કરવી જોઇએ, નહિ કે તેમના ધર્મને કે જાતિને ધ્યાનમાં લઇને.
દિલ્હીની કોંગ્રેસ સરકાર બિનસાંપ્રદાયિકતાની સખત અને સતત તરફેણ કરતી હોય છે. સેક્યુલારિઝમની વ્યાખ્યા એમ કહે છે કે સેક્યુલારિસ્ટ સરકારે દેશના રાજકારણને, કાયદો અને વ્યવસ્થાને તેમજ શિક્ષણપ્રથાને ધર્મસંપ્રદાયોથી તેમજ પ્રજાની નાતજાતથી પર રાખવા જોઇએ. આન્ધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. આમ છતાં પછાત વર્ગના મુસ્લિમોને સમાજના અન્ય વર્ગથી છૂટી પાડતી અનામતની સાંપ્રદાયિક સિસ્ટમ સામે કોંગ્રેસને કેમ કોઇ વાંધો કે વિરોધ નથી?
ભારતમાં વિવિધ નાત-જાતના અને ધર્મ-સંપ્રદાયના લોકો વસે છે, જેમની વચ્ચે આપસી ભેદભાવની લાગણી દુભાયા વગર શાંતિ જળવાયેલી રહે એ જોવાનું કામ સરકારનું છે. ‘અનામત’ અને ‘લઘુમતી કોમ’ જેવાં શબ્દો વડે જો કે સરકારે કોમી ભેદભાવ એટલી હદે સર્જ્યો છે કે ભારત માટે ‘બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર’ શબ્દ હવે અનફિટ ઠરે છે. બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યાને અવગણી જ્યારે રાજકારણમાં ધર્મ અને જાતિવાદ ભળે ત્યારે શું બને તેનો એક દાખલો ભારતના ભાગલાનો છે.
વીસમી સદીના આરંભે કેટલાક મુસ્લિમ આગેવાનોને હિન્દુ બહુમતી ધરાવતા ભારતમાં પોતાની કોમનું ભાવિ જરા ધૂંધળું દેખાવા લાગ્યું ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સામે ૧૯૦૬માં તેમણે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગ નામનો અલગ પક્ષ રચ્યો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ મુસ્લિમોને તેમનાં રાજકીય હક્કો આપવાનો, તેમને શિક્ષણ આપવાનો તેમજ ધર્મના નામે ચાલતી હિંસાખોરીનો સખત વિરોધ કરવાનો હતો. આ દરેક કામ શી રીતે કરવું તેનો ‘ગ્રીન બૂક’ કહેવાતો મુસદ્દો મુસ્લિમ લીગે ઘડી કાઢ્યો હતો. અલબત્ત, ‘ગ્રીન બૂક’નો મુસદ્દો લાંબે ગાળે કાગળ પર જ રહી ગયો, કેમ કે અંગ્રેજો ભારતમાં વર્ષો થયે જાતિવાદનું અને કોમવાદનું ગંદું રાજકારણ તેમની divide and rule નીતિ વડે રમી રહ્યા હતાઅને તેના નતીજારૂપે હિન્દુ-મુસ્લિમો વચ્ચે અંતર સખત વધ્યું હતું. છેવટે ૧૯૩૦માં મુસ્લિમ લીગના મુહમ્મદ ઇકબાલે પહેલી વાર Two Nation Theory રજૂ કરીને દેશભરમાં હળવો ભૂકંપ સર્જ્યો. આ થિઅરી મુજબ હિન્દુ-મુસ્લિમો એક જ દેશમાં એકસાથે રહી શકે તેમ ન હતા, માટે મુસ્લિમોએ પોતાનું અલાયદું રાષ્ટ્ર સ્થાપવું જરૂરી હતું. મુસ્લિમ લીગની Two Nation Theory ને ૧૯૪૦માં મહમદ અલી ઝીણાએ ક્રાંતિનું સ્વરૂપ આપ્યું અને અંતે દેશના ભાગલા પડાવીને જંપ્યા. ધર્મના તેમજ જાતિવાદના નામે તેમણે પાકિસ્તાન નામના રાષ્ટ્રનું સર્જન કર્યું.
આ તરફ ભારત માટે તો ભાગલા પછીયે સ્થિતિ લગીરે ન બદલાઇ, કેમ કે હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી એખલાસનું વાતાવરણ કદી ન સુધર્યું. ઑગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજો ગયા, પણ divide and rule ની કૂટનીતિ વારસામાં ભારતને આપતા ગયા. આપણા રાજકારણીઓએ તે વારસો વળી બખૂબી જાળવ્યો પણ ખરો. પરિણામે જાતિવાદ અને કોમવાદ ભારતના પોલિટિક્સ સાથે બહુ ગાઢ રીતે ગૂંથાઇ ગયા અને જે તે પાર્ટી વોટ બટોરવા માટે ધર્મ-સંપ્રદાયના મુદ્દાઓ પર મદાર રાખવા માંડી. આન્ધ્ર પ્રદેશમાં મુસ્લિમો માટે કરવામાં આવેલી અનામતની જોગવાઇ તેનું તાજું ઉદાહરણ છે. ભવિષ્યમાં આવા બીજા અનેક મુદ્દા પ્રકાશમાં આવવાના છે--અને એ દરેક મુદ્દો દેશની એકતા અને અખંડિતતામાં ઓર divide સર્જવાનો છે અને રાજકારણીઓના rule ને ઓર આસાન બનાવવાનો છે.
ek vaat e pan che ke sarkar ne potani vote bank ni chinta chhe ane etle te potano swarth sadhave che pan pseudo secularisto na ankhe pata bandhela che ane.
ReplyDeletePseudo secularisto ne man temna dharma ni same na dharma nu kaik kharab thay ne ej dekhay che ane potani upar ane potana dharma ni upar je kai injustice thay tena vishe silent rahe che. Dambhi samaj na dambhi chehrao. Loko ne potani rite vicharvu nathi bas bijana ready amid vicharo thi vi levu che.
Biji vaat apne ek vaat e pan janvi joiye ke aangrejo 'Divide and rule' aapine chalya gaya pan apni kamnasibi e che ke apna political leaders(dafolo) ne bhan na thayu ke ana thi desh ni halat kharab thati jase.
Infact, rather than bleming English people we need to make an insight and that is whatever is wrong is wrong with me.
we should spread this news everytime and everywhere for a long time among educated and uneducated people so that next time congress party or any other party will get result in next election. satyam vora
ReplyDeleteઆપણે ત્યાં આનામત જાણે ટેલેન્ટ રેડવાનું ઇન્જેક્શન હોય એમ એનો પ્રચાર થાય છે. કોઈ જાતી-જ્ઞાતિને શિક્ષણમાં
ReplyDeleteઅનામત આપવાથી એ જાતી-જ્ઞાતિના ઠોઠ વિદ્યાર્થીઓ હોંશિયાર થઇ જવાના હોય અને નોકરીમાં આનામત થી જેતે જ્ઞાતિ - જાતીના કર્મચારીઓ કામ કરવા લાગવાના હોય એવું ચિત્ર ખડું કરાય છે. હકીકતમાં અનામત ન હતી ત્યારે પણ દેશની સ્થિતિ એવી જ હતી જેવી આજે છે. અને કોઈ વર્ગને આનામત શા માટે? સ્વતંત્ર દેશમાં બધા પોતાની ક્ષમતા પર પ્રગતિ ના કરી શકે? શા માટે કોઈએ અનામતની લાકડીના ટેકે ઉભા થવું જોઈએ?
Hi sir! My name is Chintan Patel. I have started reading SAFARI when I was 9 years old and still reading at same curiosity! It's very informative.
ReplyDeleteમાનનીય હર્ષલભાઇ,
ReplyDeleteહુ સફારીનો નિયમિત વાચક છું.હું અમદાવાદની એચ.એલ.ઇન્સ્ટિટ્યુટ ઑફ કોમર્સમા છેલ્લા વર્ષમા અભ્યાસ કરું છું. મારી શૈક્ષણીક કારકિર્દિ ઉજજવળ છે. મે હાયર સેકંડરી બૉર્ડ, સીએ પરીક્ષા વગેરેમા ક્રમાંક પણ મેળવેલા છે.
આ ઉપરાંત ગુજરાત વિશેકામ કરવુ મને ખુબ ગમે છે. સાહિત્યનો મને શોખ છે અને આથી જ ગુજરાતી સાહિત્ય માટે હુ એક બ્લોગ પણ ચલાવું છું.
આપનું લાડીલોં રાજ્ય ૧લી મેના રોજ તેની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે ત્યારે મે સમાજના જુદા જુદા વર્ગના લોકો ગુજરાતની અસ્મિતા વિશે શુ માને છે તે જાણવાનુ અભિયાન ચાલુ કર્યુ છે. સમાજના શિક્ષક, સાહિત્યકાર,ગૃહિણી, પત્રકાર જેવા વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓનો 'શું આજના ગુજરાતીઓ ગુજરાતની અસ્મિતા ભુલી ગયા છે?' આ વિષય પર અભિપ્રાય એકત્રિત કરું છું.
આપે સમગ્ર ગુજરાતને વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ આપેલ છે. આપના અભિપ્રાય વગર આ અભિયાન અધુરું છે. આપને હું ઉપરોક્ત વિષય પર આપનો મત જણાવવા વિનંતી કરું છું. મારે ૨૫મી તારીખે અહેવાલ બનાવાનુ છાલુ કરવું છે. આથી એ પહેલા આપ જો આપનો મત જણાવી શકો તો સારું છે.
આપ આપનો મત મને ઇમેઇલ કરી શકો છો. મારું મેઇલ સરનામું છે. kruteshpatel@gmail.com. આપ ઇચ્છો તો ફૉન દ્વારા પણ આપનો અભિપ્રાય આપી શકો છો. ૯૯૭૮૧૧૧૮૮૫.
હું આપના જવાબની આતુરતાથી રાહ જોવું છું.
લી
કૃતેશ પટેલ
૬ પુરુષોત્તમનગર સોસાયટી,
કાળૂપુર બૅન્ક પાસે,
ઇસનપુર,
અમદાવાદ - ૩૮૨૪૪૩
Itihas ma evu sikhvay che ke bharat hamesha pardeshi humlakhoro nu gulam rahyu che, safari jeva magazine ma vachva malyu ke bharat no itihas viro thi vanchit nahthi, parntu kyak khed rahi jay che, atatla mahapursho je bhumi par janmaya jema shrikrishna thi laine sardarpatel jeva mahan vyakti o no samvesh thay che e bharat nu nasib aatlu paradhin kem che jene hamesha koi ne koi aagevan ni jarur pade che, lagbhag 800 varsh pehla bharat ni gulami shru thai, jyre mohammad ghori e prithviraj ni hatya kari tyarbaad angrejo ane have multinational compani o ane gunegar netao,
ReplyDeleteaaje pan bharat ne ek udhdhar karvavala ni jarur che,afsos che ke bharat bhumini mahan praja potana bhavino nirnay pote lai shakti nathi, badha naatjaat ane dharma ne name vehchayela che,koi hindu che koi musalmaan che koi patel che koi bramhan che bhartiya koi nathi,ahini budhdhi ne pardesh ma avkash male che, dhan swis banko ane traasvadio na fund ma jaay che, badhane america javu che pan bharat ne america banavva ma koi ne ras nathi,
bharat sathej avu kem?... ekj jawab che gnati ane dharmvaad
I want to say the casts who get the reservation they them self come out and fight against this cast reservation. If they do want reservation then let them give reservation in all they have different bus, different train, School, all things will reserved for them. What we all are doing here are we going back to 19th century? Now here is the responsibility of every one not only politician neither you nor me it all of us who are citizen of India.
ReplyDeleteCast reservation should stop, at any condition. This is like virus that demolish our country from inside.
hey guys,,,,
ReplyDeletei think reservation is not too bad as u are describing here,,
reservation e backward people ne apaay chhe..and emna baap-dada o pase open catagory na baap-dada ni jem jamin-jaydad jevi koi sampatti hoti nathi.temne badhu aapmele agal avanu hoy chhe...to jo te loko atleast 12 standard sudhi pahochava ni laykat dharavta hoy to sarkar ni faraj chhe k baki ni madad te reservation thi kare ane karvi j joie..
Madad karva ma vandho nathi.... Pan madad sachi jagya e thavi joie..
ReplyDeleteInstead of caste.. It should be based on economical situation of the person... How would u feel if u do not get admission inspite of 75%... N someone else gets it even at 50%....
Strongly against reservation
nd what if some poor student get admission at 50% after economical based reservation?????? then it is accepted .......???? bhai gyatiwaad no virodh e tamaro dambh chhe......pehla school mathi chhuti ne majoori karva ja ane koi na ghar na vasan manjva ja etle khabar padse kayi rite 50 rupiya hath ma aave ane kayi rite 50%
Delete