કાર્ટૂન ફિલ્મો : નિર્દોષ મનોરંજનના નામે બાળકના દિલોદિમાગની કત્લ

ચીની લોકો પોતાના નીચી કાઠીના તેમજ માફકસરના બાંધા માટે જાણીતા છે. આ દેશની નવી પેઢીની ઉત્ક્રાંતિ થોડાં વર્ષ પહેલાં જો કે સહેજ જુદા પાટે ફંટાઇ. બિજિંગ, શાંઘાઇ, હોંગકોંગ વગેરે જેવાં શહેરોમાં ઉછેર પામતાં બાળકો કશાક અગમ્ય કારણસર ક્રમશઃ સ્થૂળકાય બની રહ્યાં હતાં. જેમની જિનેટિક બ્લૂપ્રિન્ટમાં એકવડા બાંધાના જ રહેવાનું પ્રોગ્રામિંગ થયું હોય તે ચીની બાળકો મોટાપાનો ભોગ કેમ બનતાં હતાં તે રહસ્ય હતું. કેટલાક ચીની તબીબોએ રહસ્યના ફોડ માટે રીસર્ચ આરંભ્યું, જે લાંબો સમય ચાલ્યું.

રીસર્ચના અંતે નીકળેલું તારણ સ્પષ્ટ હતું--નવી પેઢીના ચીની બાળકો સ્કૂલમાંથી પાછા ફર્યા બાદ ઘણો ખરો સમય ટેલિવિઝન પર કાર્ટૂન ફિલ્મો જોવામાં વીતાવતાં હતાં. આઉટડોર ગેમ્સ રમવાનું તેમણે લગભગ બંધ કરી દીધું હતું, એટલે શરીરને કસરતના નામે ઘસારો પહોંચતો ન હતો. વળી ‘ઇડિઅટ બોક્સ’ સામે ખોડાયેલા હોય એટલો સમય તેઓ ‘મન્ચિંગ’ના નામે બિનજરૂરી આહાર પેટમાં ઓર્યા કરતાં હતાં, જેના પ્રતાપે તેમનાં શરીરમાં ચરબીનો સતત ભરાવો થયા કરતો હતો અને સરવાળે શરીર સ્થૂળ બનતું હતું.
ચીની તબીબોએ પોતાનો રીપોર્ટ બિજિંગ સરકારને સુપરત કર્યો, જેણે વધુ કેટલુંક બારીકીપૂર્ણ રીસર્ચ કરાવ્યા પછી ૨૦૦૭માં રીતસર ફતવા જેવું હુકમનામું બહાર પાડીને સાંજે ૪ થી રાત્રે ૮ સુધીના સમયગાળા દરમ્યાન ટેલિવિઝન પર કાર્ટૂન ફિલ્મો માટે પાબંદી ફરમાવી દીધી. સરકારના એ નિર્ણય સામે શરૂઆતમાં ભારે હોબાળો મચ્યો, પણ વખત જતાં તે ઊભરો શાંત પડ્યો એટલું જ નહિ, પણ પોતાનાં સંતાનોને રમતગમત તરફ ઢળતાં જોઇને માબાપોએ સરકારના ફતવાછાપ નિર્ણયને ખેલદિલીપૂર્વક વખાણ્યો. માનો યા ન માનો, પણ ચીનની સરકારે કાર્ટૂન ચેનલો પર ૪ થી ૮નો કરફ્યૂ લાદ્યો એ પછી ત્યાંની નવી પેઢીમાં obesity/સ્થૂળતાનું પ્રમાણ દર્શાવતો ગ્રાફ આજે ખાસ્સો નીચે ઊતરી આવ્યો છે.

ચીનના પગલે હવે નોર્વે, સ્વીડન, ડેન્માર્ક વગેરે જેવા યુરોપી દેશો ટેલિવિઝન પર દર્શાવવામાં આવતા બાળકોના પ્રોગ્રામ પર ચાંપતી નજર રાખતા થયા છે. બાળકોના કોમળ મગજ પર ગુનાખોરી, મારધાડ અને કત્લેઆમ જેવાં દૂષણોનાં બીજ રોપતી (પોકેમોન અને બેનટેન જેવી જાપનીઝ) કાર્ટૂન ફિલ્મો પર ત્યાંની સરકારોએ પણ ચીનની જેમ પ્રતિબંધ લાગૂ પાડ્યો છે--અને તેમ કરવા પાછળનું કારણ સ્વાભાવિક છે. વર્ષોના વૈજ્ઞાનિક સંશોધનના નતીજારૂપે જાણવા મળ્યું છે કે...

(૧) મોટા શહેરમાં રહેતો સરેરાશ છોકરો કે છોકરી તેનું પ્રાઇમરી ભણતર પૂરૂં કરે ત્યાં સુધીમાં ટેલિવિઝન પર તેણે મારધાડનાં અને ખૂનનાં ૧૮,૦૦૦ દ્રશ્યો અને અશ્લીલતાનાં ૧૪,પ૦૦ દ્રશ્યો જોઇ નાખ્યાં હોય છે. પ્રત્યેક દ્રશ્ય તેના મગજ પર એટલી ગહેરી છાપ મૂકી જાય છે કે તે અસર વર્ષોનાં વર્ષો સુધી ભૂંસાતી નથી.

(૨) કાર્ટૂન ફિલ્મોમાં દર્શાવવામાં આવતાં હિંસક દ્રશ્યો જોનાર બાળક પોતાને તેમજ પોતાનાં આપ્તજનોને વરતાતી શારીરિક તથા માનસિક પીડા પ્રત્યે લાંબે ગાળે કઠોર બની જાય છે. વાયોલન્ટ સીન જોનાર બાળકનો મિજાજ કુદરતી રીતે સહેજ આક્રમક અને ચીડિયો બને છે અને કાર્ટૂન ફિલ્મમાં જોયેલાં સ્ટંટનું વારંવાર અનુકરણ કરવા જતાં તે ક્યારેક ઇજાગ્રસ્ત થાય છે. રોજના ચાર કલાક ટેલિવિઝન જોનાર બાળકોમાં આવી ઇન્જરીનું પ્રમાણ ૩૪% વધુ હોવાનું માલૂમ પડ્યું છે.

(૩) ઊંચી કરાડ પરથી પડ્યા પછીયે અગર તો બંદૂકની ગોળી વાગ્યા પછીયે જીવતા રહી શકાય એ વાત કાર્ટૂન ફિલ્મો થકી નાની ઉંમરે બાળકોના દિલોદિમાગમાં ઠસી જાય છે.

(૪) ટેલિવિઝન એ માહિતીનુ અત્યંત ઝડપી પ્રસારણ કરતું માધ્યમ છે. વળી કાર્ટૂન ફિલ્મોમાં તો દ્રશ્યાવલિ ખૂબ જ ઝડપથી બદલાતી હોય છે. દિવસના ત્રણથી ચાર કલાક કાર્ટૂન ફિલ્મો જોતા બાળકને માહિતીને (દ્રશ્યને) સુપરફાસ્ટ વેગે ગ્રહણ કરવાની આદત પડી જાય છે. પરિણામ ? સ્કૂલમાં વિસ્તૃત, મુદ્દાસર તેમજ સહેજ ધીમી રફતારે રજૂ કરાતી માહિતી પ્રત્યે બાળકને કંટાળો જન્મે છે. અભ્યાસમાં તેનો જીવ ચોંટતો નથી.

(પ) કાર્ટૂન ફિલ્મોમાં દ્રશ્યોની અત્યંત વેગે બદલાતી સિક્વન્સ બાળકોની આંખો માટે હાનિકર્તા છે. નજર સામેના દ્રશ્યને મગજ સુધી પહોંચતા કરવાનું કામ આંખના rod અને con કહેવાતા કોષોનું છે. ટેલિવિઝનના પડદે આવતા રંગોના ઝડપી બદલાવને એ કોષો પૂરતો ન્યાય આપી શકતા નથી. સરવાળે આંખો થાકે છે, બળતરા થાય છે અને તેમાંથી પાણી નીકળે છે. મગજ પોતે fatigue/થકાનનો અનુભવ કરવા લાગે છે.

ટેલિવિઝનની બાળકોના શરીર પર તેમજ મન પર થઇ શકતી આડઅસરોનું લિસ્ટ હજી લંબાવી શકાય તેમ છે. અહીં જો કે ટૂંકસાર એટલો કે કાર્ટૂન ફિલ્મો આપણે ધારીએ છીએ તેટલી નિર્દોષ નથી. આ વાતની પ્રતીતિ ચીનને થઇ ચૂકી છે અને ચીનના પગલે કેટલાક યુરોપી દેશો પણ સજાગ બન્યા છે. ભારતની ઊંઘ ક્યારે ઉડશે એ જોવાનું !

Comments

  1. ઓહ તો ચીન સરકારે આવું સારું કામ પણ કર્યું છે!
    મોટા ભાગના માતા-પિતા એવું આશ્વસન પણ લેતા હોય કે આમારા બાળકો તો ટીવી પર ખાલી કાર્ટૂન જ જોવે છે!

    ReplyDelete
  2. That is the reason why you don't see t.v.but there are some good channels like discovery,national geographic,animal planet,fox history etc,which can be seen according to their time table by children under care of parent. satyam vora

    ReplyDelete
  3. it is better that parents choose some programes from these cartoon channels itself, all programs are not violent, some programes give real immagination of situations to our children brain, they can be classified as unharmful or less harmful. i even at age of 36 and my father at age of 63 along with our beloved today equally interestingly watch tom and jerry series, it is not violent, but is logical, and practical. this is one example, we should prohibit our children from watching the characters which are available as toys from the toy manufacturers, as they are useless and the programs are ntohing more than their toy advertisemnts.

    we can not prohibit our beloved from watching tv, the infotainment channels most programs are boring for childern alone to watch, we must sit with them and make them taking interest by discribing the things as live commentry. which is not possible in our daily routine.

    all channels of children can be classified as P/G certified under indian censor board regulations.
    jai hoo

    ReplyDelete
  4. Please add Sharing widgets (Share on Twitter, Blogger, Buzz, Facebook) so that i can take your awesome articles to larger audience.

    ReplyDelete
  5. Your point in this article is totally valid, vis-a-versa violant cartoons.
    This could be implemented successfully in China bcause of their commited dedication. It is not impossible here but difficult still, as parents themselves are not so disciplined to select from right and wrong for themselves too!!
    Best method in our case is to divert kids from young age towards reading which ultimately will make them averse to such impracticals programes.

    ReplyDelete
  6. I think the ban was only on foreign cartoons to boost domestic cartoon industry of China.

    ReplyDelete
  7. મારા ખયાલ થી આ બહુ સારો નિર્ણય છે. માર નાના કઝિન ને પણ કાર્ટૂન જોવાનો ખૂબ શોખ છે પણ આખો દિવસ માર-ધાડ વાળા કાર્ટૂન જોતા એને પણ અટકાવો પડે છે. કાર્ટૂન જેવા કે Power Rangers ને Pokemon, બાળક ના કુમળા માનસ પર બહુ ખરાબ અસર કરે છે. જો ભારત સરકાર પણ આવો કોઇ નિર્ણય બાહર પાડે તો સારુ. Micky Mouse, Donald Duck, Tom & Jerry જેવા કાર્ટૂન્સ સારુ મનોરંજન, હિંસા વગર, આપતા હતા. અને આવા કાર્ટૂન્સ દિવસ મા માત્ર એક-બે કલાક માટે આવતા હતા. પણ જ્યારથી કાર્ટૂન ચેનલ્સ શરુ થઈ ગઈ છે ત્યારથી બાળકો આખો દિવસ ટીવી સામે ચિપકી રહે છે જેના થી તેમની શારીરીક પ્રવ્રુતિ એકદમ ઓછી થઈ જાય છે ને તેઓ સ્થૂળ બનતા જાય છે.

    ReplyDelete
  8. આ બહુ સારો નિર્ણય છે.ભારત સરકાર પણ "એક નજર આ તરફ " કરી ને આવો કોઇ નિર્ણય લે તો આપની મહેનત લેખે લાગે.

    ReplyDelete
  9. Never thought about this!! Cartoons can also creat some harm !! Its really true ant one must concern about this atleast for his child's future !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya