પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન

વિજયગુપ્ત મૌર્ય!

આ નામ પડે એટલે ‘જ્ઞાનવિજ્ઞાન’ શબ્દનો ઝબકારો મગજના અજ્ઞાત ખૂણે આપમેળે થયા વિના ન રહે. પત્રકારત્વમાં પોતાની ૪૬ વર્ષ લાંબી અર્થપૂર્ણ કારકિર્દી દરમ્યાન વિજયગુપ્ત મૌર્યએ જીવજગત, બ્રહ્માંડ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, સમુદ્રસૃષ્ટિ, પર્યાવરણ, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિવિધ વિષયો પર વૈવિધ્યપૂર્ણ લેખો વડે ગુજરાતી વાચકોને અદ્ભુત જ્ઞાનસફર કરાવી છે. વિજયગુપ્ત મૌર્યના લેખનનું સૌથી નોખું પાસું તેમની બેજોડ શિકારકથાઓ તેમજ જંગલકથાઓ હતી. વાર્તાના બહાને બાળકોને વનસૃષ્ટિનો અને વન્યજીવોનો રસપ્રદ પરિચય કરાવવામાં તેમની કલમનો જોટો ન હતો.આ સિદ્ધહસ્ત લેખકની રસાળ અને કસાયેલી કલમે લખાયેલાં જંગલકથાનાં સંખ્યબંધ પુસ્તકો પૈકી ‘શેરખાન’ માર્ચ, ૨૦૦૯માં તેમની જન્મશાતાબ્દિ નિમિત્તે નવા રૂપરંગ સાથે યુરેનસ બૂક્સ દ્વારા પ્રગટ કરવામાં આવ્યું હતું. આજે તેમનું બીજું બેસ્ટ સેલર પુસ્તક ‘કપિનાં પરાક્રમો’ અઢી દાયકે પુનઃમુદ્રણ પામ્યું છે. આ પુસ્તકનો હિરો કપિ નામનો વાંદરો છે, જે પોતાનાં સાહસો વડે તેની વાનરસેનાને મોતના મુખમાંથી ઉગારે છે. આ કથા તેનાં પરાક્રમોની છે, જે વાંચતી વખતે મનોરંજન મળવા ઉપરાંત જંગલસૃષ્ટિનો મસ્ત પરિચય મળવાની ગેરન્ટી પૂરેપૂરી છે.

ભવિષ્યમાં વિજયગુપ્ત મૌર્યનાં બીજાં પુસ્તકો નવા રૂપરંગ સાથે પ્રગટ કરી નવી પેઢીના હાથમાં મૂકવાં છે--અને તે ભવિષ્ય બહુ દૂરનું નથી. જ્ઞાનવિજ્ઞાનના હિમાલય જેવા વિજયગુપ્ત મૌર્યને મારી એ જ સાચી અંજલિ!

Comments

  1. Our compliments and best wishes - another target achieved
    congrats

    ReplyDelete
  2. સફારીના છેલ્લા અંકમાં આ પુસ્તકની જાહેરાત જોઈ ત્યારથી જ રાહ જોવાની શરૂઆત કરી દીધી હતી. વિજયગુપ્ત દાદા પર લેખ લખ્યો ત્યારે જે થોડાક પુસ્તક જોઈ શકાયા ન હતા તેમાં આ પુસ્તક છે માટે રાહ તો ઘણા સમય થી જોઉં છું.

    ReplyDelete
  3. સર "જીંદગી જીંદગી" મળતું નથી...
    એકવાર વર્ષો પહેલાં ખરીદેલું,જે ક્યાંક ખોવાઈ ગયું છે.હવે નવું ક્યાંથી મેળવવું ?

    ReplyDelete
  4. I heartily best wishes and compliments for new publishing books and know you are well focused in your target.SATYAM

    ReplyDelete
  5. હર્ષલભાઈ, ઘણા વર્ષો પેહેલા જયારે વિજયગુપ્ત દાદા ( લલિત ભાઈ ખુબ સરસ સંબોધન, આભાર ! આમ પણ વિજયગુપ્તજી ની વાર્તા ઓ વાંચો એટલે જાણે આપણા દાદા વાર્તા માંડતા હોય તેવુજ લાગે !) ની શેરખાન વાંચી ત્યારે જે જંગલો, પ્રાણીઓ વિષે રોમાંચ જાગ્યો તો તે હજી પણ બરકરાર છે. તેમના ક્પીના પરક્રમો પુન મુદ્રિત કરીને અમારી જેવા નવી પેઢી ના વાચકો માટે પણ સરસ તક પૂરી પાડી છે તેમાટે અભિનંદન, ઘણા વખતથી આ પુસ્તક મેળવાની ઈચ્છા હતી તે હવે પૂરી થશે ! સાથે સાથે આપને તે પણ વિનંતી કરવાની કે બહુ વખત પેહલા આપે જે સૌરઉર્જા તેમજ હેમરેડીઓ વિષે જે પુસ્તક પ્રકાશિત કર્યાતા તે પુનમુદ્રિત (અંગ્રેજી માં પણ )કરો જેથી ઘણા અમારા જેવા નવા વાચકો ને તેનો લાભ મળે, તેમજ વિજય દાદા, નાગેન્દ્ર ભાઈ , કેપ્ટન વિજય કૌશિક, દિગંબર વ્યાસ, વગેરે જેવા આપના તંત્રી મંડળ ના ધુરંધર લેખકો નો પણ સચિત્ર પરિચય આપોતો ,મારા જેવા વાચકો માટે એક સંભારણું બની રેહશે. ફરી એક વિનંતી ( બાપરે ! સફારી પરિવાર માટે કેટલી ભાઈ વિનંતીઓ હોય છે વાચકો પાસે ) પ્રોફેસોર ફોર્ગેટ ના વિષે નો એક ખાસ વિશેષાંક પણ આપો, ને આપના તંત્રી મંડળના ખરા પ્રોફેસોર ફોર્ગેટ કોણ તે પણ જણાવશો !!

    ReplyDelete
  6. Thnx Harshalji for the fantastic tribute to Shri Vijaygupt Maurya.

    ReplyDelete
  7. My kids loves 'Sherkhan' and surely will love this book. Childrena naturally have attraction for nature/jungle and such books in Gujarati are good for cultivating reading habit.Thank you so much.....

    ReplyDelete
  8. if you are a member of Facebook, you can read my long and detailed article on VIJAYGUPAT DADA. see the link - http://www.facebook.com/profile.php?id=100000877876869&ref=ts#!/album.php?aid=57808&id=1624301848

    ReplyDelete
  9. લલિત ભાઈ, આપની કોમેન્ટ હર્ષલ ભાઈ ના બ્લોગ પર વાંચી, મારું ફેસ બૂક માં એકોઉંન્ત નથી તો આપને વિજય દાદા નો લેખ મારા નીચેના ઈમૈલ પર મોકલવા વિનતી, હું પણ વિજય દાદા ના લેખો નો ચાહક છુ, આપનો લેખ મને તેમની વિષે વધુ જાણવામાં જરૂર થી મદદગાર થાશે ! -suryamorya@gmail.com

    ReplyDelete
  10. Lalitbhai me tamaru naam Safari na darek anko ma vanchato rahyo chu.. ane aje tamari comment ahi joi... please mane pan Vijay Dada no lekh mara mail par mokali apasho...

    harshaditaliya{at}gmail{dot}com

    Madhav
    www.iharshad.wordpress.com

    ReplyDelete
  11. મેં પુસ્તક વાંચી નાખ્યું છે. વાનરોનો અફલાતુન પરિચય છે. આપડે વાનરો વિષે ન જનતા હોય એવી ઘણી વિગતો છે. બહુ સરસ અને રોમાંચક રીતે કથા લખાઈ છે. એમાય જો જરા પણ વ્રુક્ષો અને જંગલ જેવા વાતાવરણમાં બેસીને વાંચતા હો તો એમ લાગે કે આપડે પણ નર્મદાના જંગલોમાં પહોચી ગયા છીએ.
    દરેક પ્રકરણ સાથે મુકેલા રેખા ચિત્રો ઘટનાને જીવંત કરે છે અને સમજવામાં પણ સરળ રહે છે. પુસ્તકનું પ્રિન્ટીંગ બહુ જ ઉચ્ચ કક્ષાનું છે. એ પાને પાને દેખાઈ આવે છે. પુસ્તક પૂરું થાય એટલે એમ થાય કે બસ આટલું જ...

    ReplyDelete
  12. hu safari na ank number 10 thi mandi ne aj sudhi na eke ek anko nu clection dharavu chu.
    safari na tantri mandal na sabya hata teva sci.ravjibhai savaliya.jeni safari taraf thi ravjibhai na jivan charitra NI C.D. Bahar padi hati je fari vakhat publised karo.

    from:kunal mpatel
    40,ashirwad row house
    sarhana jakat naka,kamrej road,surat 395006
    mob:9067371022

    ReplyDelete
  13. safari na tantri sri nagendra vijay ni kalam hethal vigyan darshan,scop,safari ,flash,uprant ghani book bani che.mari vinnati chhe ke safari na mandal diggage eva lekhko na add. sathe ni mahiti safari ma apo tevi vinnti che.


    from:kunal mpatel
    40,ashirwad row house
    sarhana jakat naka,kamrej road,surat 395006
    mob:9067371022

    ReplyDelete
  14. yes Sir, please avail "Zindagi Zindagi" again.

    ReplyDelete
  15. પુસ્તક બધા જ રસિક અને જ્ઞાનમય છે. પણ વિદેશ માં વસતા ગુજરાતી માટે મગાવવું થોડું મુસ્કિલ છે. જો આ પુસ્તકો pdf દ્વારા ખરીદી સકાય તો અમારી માટે ગણું સારું થાય. હું Bahrain થી હર્ષદ અશોડીયા. અહી ગુજરાતી સમાજ આ વાત માં જરૂર રસ લેશે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya