ફરી આવી ચૂક્યું છે... હાથીનું ટોળું !
વિજયગુપ્ત મૌર્યનાં બેસ્ટ સેલર પુસ્તકો ‘શેરખાન’ અને ‘કપિનાં પરાક્રમો’ ફરી નવા સ્વરૂપે મુદ્રિત કર્યા બાદ બેસ્ટ સેલરની શ્રેણીમાં આવતું તેમનું વધુ એક પુસ્તક ‘હાથીના ટોળામાં’ અઢી દાયકે આજે ફરી પ્રગટ થયું છે.
‘હાથીના ટોળા’માં કુલ ૧૯ પ્રકરણોમાં વહેંચાયેલી સળંગ વારતા છે, જેમાં આસામના જંગલોની, ત્યાંના હાથીઓની તેમજ હાથીઓ વિરુદ્ધ માનવજાતના ‘સાયલેન્ટ’ યુદ્ધની વાત આવે છે. આ વારતા લખતાં પહેલાં વિજયગુપ્ત મૌર્યએ આસામનાં જંગલોમાં અનેક દિવસો વીતાવ્યા હતા. દૂરદરાજના વનપ્રદેશોમાં તેઓ ગજરાજ પર બેસીને કલાકોના કલાકો ફર્યા હતા અને આસામની જીવસૃષ્ટિને બહુ નજીકથી તેમણે પોતાની અભ્યાસુ નજરે નિહાળી હતી. આ જાતઅનુભવે તેમને કલમ દ્વારા જે કૃતિ રચવાની પ્રેરણા આપી તે કૃતિ એટલે ‘હાથીના ટોળા’માં !વિજયગુપ્ત મૌર્યનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરવાની એક મજા છેઃ ‘સફારી’ના લેખન-સંપાદન દરમ્યાન ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ટેક્નોલોજિ વગેરે જેવાં ધરખમ વિષયો સાથે સતત કામ પાડવાનું થતું હોય છે. મગજનો બરાબર કસ કાઢી લેતાં આવાં વિષયો વચ્ચે વિજયગુપ્ત મૌર્યની એકાદ જંગલકથાના (આંશિક) સંપાદનનો તેમજ સંપૂર્ણપણે નવા સ્વરૂપે પુનર્મુદ્રણનો મોકો મળે ત્યારે મગજ વળી પાછું તરોતાજા થઇ જાય છે. વારતાના સ્વરૂપે લખાયેલી જંગલકથાનું વાંચન-સંપાદન થાકેલા મગજ પરનો બોજ હળવો કરાવે છે એટલું જ નહિ, પણ વારતાના ઘટનાસ્થળે રૂબરૂ હાજર હોવાની વિરલ અનુભૂતિની મોજ કરાવે છે. અલંકારિક શબ્દો વાપર્યા વિના સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં કોઇ પણ પ્રસંગનું રસપ્રદ વર્ણન કેમ કરવું એ શીખવા મળે તે વળી એડેડ એડવાન્ટેજ છે. ભવિષ્યમાં વિજયગુપ્ત મૌર્યનાં બીજાં પુસ્તકો નવા સ્વરૂપે પ્રગટ કરવાની એક પ્રકાશક તરીકે (તથા તેમના પૌત્ર તરીકે પણ) મારી તીવ્ર ઝંખના છે.
‘હાથીના ટોળામાં’ પહેલી વખત ૧૯૬૩માં પ્રગટ થયું ત્યારે પુસ્તકની પ્રસ્તાવનામાં વિજયગુપ્ત મૌર્યએ છેલ્લે એક સરસ વાક્ય લખ્યું હતું-- ‘હું હાથી પાળી શકું તેમ તો નથી, પણ આ પુસ્તક પ્રગટ થાય છે તેથી મને હાથી મળ્યા બરાબર અને તેની પર બેસીને વગડામાં ફર્યા બરાબર આનંદ થાય છે ! મને ખાતરી છે કે આ પુસ્તક વાંચ્યા પછી તમને પણ હાથી પાળવાનું મન થઇ જશે !’

મેં એ પુસ્તક વાંચ્યું છે અને ખરેખર હાથી પાળવાનું કે આસામ રખડવાનું મન થઇ આવે છે. પુસ્તકની રાહ રહેશે.
ReplyDeletecoolest news.... can you arrange to send at Dubai ? eager to read dis book !
ReplyDeleteહું તો આ પુસ્તક ની ક્યાર નો રાહ જોવું છું જલ્દી મારા પાસે આવી જાય અને હું એક સાથેજ બેસીને તેનો આનંદ લુટું
ReplyDeleteeagerly waiting for it.....અને 'જિંદગી જિંદગી' ની પણ રાહ જોવાઈ રહી છે...હર્ષલભાઈ.
ReplyDeleteI already know my kids will like it. Children loved Jim Corbett's writing in his different books translated by Vijaygupt Mourya and I wish you publish that book too.If possible give us list of all jungle story books by Vijaygupt Mourya.
ReplyDeleteમાનનીય શ્રી વિજયગુપ્ત મૌર્ય મારા બાળપણના આદર્શ તેમજ અતિપ્રિય લેખક છે.
ReplyDeleteથોડા દિવસો પહેલાંજ 'ચિત્રલેખા' અંગે લખતાં 'રમકડું' યાદ આવ્યું હતું, તેનાં મુળમાં શ્રી વિજયગુપ્ત મૌર્યની યાદ જ જડાયેલ હતી.
શ્રી નગેન્દ્ર વિજયનાં 'સફારી'ના સમય દરમ્યાન હું "મોટો" થઇ ગયો હતો, એટલે તેમનાં યોગદાનની મુલવણી કરી શકવાને હું યોગ્ય નથી.
શ્રી વિજયગુપ્ત મૌર્યનાં પુસ્તકોનું પુનઃમુદ્રણ - તે પણ તેમના પૌત્રથકી - થઇ રહ્યું છે, તે મારા જેવા શ્રી વિજયગુપ્ત મૌર્યના ચાહકો માટે આનંદની વાત તો છે જ, પરંતુ સમગ્ર- વર્તમાન તેમજ ભાવિ - પાંગરતી ગુજરાતી પેઢીમાટેનાં ઘડતરમાટેનું એક મહત્વનું સોપાન છે.
ભાઇશ્રી હર્ષલને અનેકો ધન્યવાદ.
અશોક વૈશ્નવ, અમદાવાદ