રણભૂમિમાં ખરી ઉતર્યા પછી રાજકારણમાં અટવાયેલી ‘અર્જુન’ ટેન્ક
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/DRDO સંસ્થાએ બનાવેલી સ્વદેશી રણગાડી ‘અર્જુન’ આજથી સાડા ત્રણ દસકા પહેલાં સંશોધનની એરણ પર ચડી ત્યારથી તેની એક પછી એક અગ્નિપરીક્ષા લેવાતી રહી છે. ભારતીય ખુશ્કીદળને ‘અર્જુન’ કદી મનહેઠે આવી નથી, એટલે તેણે પોતાની મેઇન બેટલ ટેન્ક/MBT તરીકે રશિયન T-90 પર મદાર રાખ્યો છે. ૨૦૦૧માં તેણે કુલ ૩,૬૨૫ કરોડના ખર્ચે ૩૧૦ જેટલી T-90નો પ્રથમ કાફલો મેળવ્યો. (રણગાડીનું નામ ‘ભીષ્મ’ રાખ્યું). આ ખરીદી પછી ૨૦૦૭માં બીજી ૩૪૭ T-90 (‘ભીષ્મ’) માટે ૪,૯૦૦ કરોડનો સોદો કર્યો, જ્યારે DRDOને ૧૨૪ ‘અર્જુન’ માટે ઓર્ડર આપી વધુ નંગો ખરીદવાની સાફ ના પાડી દીધી. બીજી તરફ DRDOના નિષ્ણાતો ‘અર્જુન’ ટેન્કને ‘ભીષ્મ’ કરતાં હંમેશાં ચડિયાતી ગણાવતા રહ્યા છે. વર્ષોથી તેમણે આગ્રહ પણ રાખ્યો કે એકાદ વખત ‘અર્જુન’ વિરુદ્ધ ‘ભીષ્મ’નો મુકાબલો યોજવો જોઇએ. ‘અર્જુન’ ચડિયાતી સાબિત ન થાય તો કબૂલ કે ખુશ્કીદળની મેઇન બેટલ ટેન્ક બનવા માટે તે યોગ્ય નથી.
‘ભીષ્મ’ વિરુદ્ધ ‘અર્જુન’નો વિવાદ બહુ લાંબો ચાલ્યો, એટલે તેના નીવેડા માટે થોડા વખત પહેલાં સંરક્ષણ પ્રધાનની સૂચના મુજબ રાજસ્થાનના થર રેગિસ્તાનમાં બન્ને રણગાડીઓ વચ્ચે સ્પર્ધાત્મક મુકાબલો યોજવામાં આવ્યો. ગોલંદાજી, ઝડપ અને રેન્જ એમ ત્રણ મુખ્ય બાબતોમાં ‘અર્જુન’ ટેન્કે રશિયન T-90 ‘ભીષ્મ’ને ઝાંખી પાડી દીધી, એટલે તે સ્વદેશી રણગાડીમાં ટેક્નોલોજિકલ ડખા ચીંધી બતાવતા રહેલા ખુશ્કીદળે DRDOને બીજી ૧૨૪ ‘અર્જુન’ માટેનો ઓર્ડર ધરાર આપવો પડ્યો.
આ બન્ને રણગાડીઓ એકમેક કરતાં એટલી જુદી છે કે તુલનાત્મક સ્પર્ધા દ્વારા તેમની વચ્ચે સરખામણી કરી શકાય નહિ. સૌથી મોટો તફાવત વજનનો છે. ‘ભીષ્મ’ કરતાં ‘અર્જુન’ ૧૨ ટન જેટલી વધુ ભારે છે. પહોળાઇ, ઊંચાઇ તથા લંબાઇ પણ વધુ છે. આથી તેનું ‘કંચન’ તરીકે ઓળખાતું બખ્તર અડીખમ છે અને શસ્ત્રભંડાર પણ ખાસ્સો છે. ‘ભીષ્મ’માં મશીનગનની ગોળીઓ ૨,૦૦૦, તો ‘અર્જુન’માં ૩,૦૫૫ છે. વિમાનવિરોધી તોપગોળાઓ ‘ભીષ્મ’માં ૩૦૦, જ્યારે ‘અર્જુન’માં ૬૦૦ છે. એન્જિનના હોર્સપાવર પણ ૧,૦૦૦ સામે ૧,૪૦૦ છે. ‘ભીષ્મ’ના એન્ટિટેન્ક મિસાઇલની રેન્જ ૫ કિલોમીટર છે, તો ‘અર્જુન’નાં મિસાઇલો ૮ કિલોમીટર છેટેની દુશ્મન રણગાડીનું નિશાન તાકી શકે છે. ટૂંકમાં, બન્ને રણગાડીઓ વચ્ચે સામ્યો કરતાં તફાવતો વધારે છે.
વિવાદ તો પછી કયા મુદ્દે સર્જાયો છે ? ભારતની મેઇન બેટલ ટેન્ક/MBT અત્યારે રશિયન બનાવટની T-72 ‘અજેય’ છે, જેમની સંખ્યા ૧,૯૫૦ જેટલી છે. નિવૃત્તિના આરે તેઓ પહોંચી છે, એટલે ખુશ્કીદળે તેમના વિકલ્પ તરીકે વિશેષ આધુનિક રણગાડી પસંદ કરવાનો વખત આવ્યો છે. આ ભૂમિકા ‘અર્જુન’ને સોંપવાનું વર્ષો પહેલાં નક્કી થયેલું, પણ DRDOનો આક્ષેપ છે કે ઓર્ડર મૂકવાની શરતરૂપે ‘અર્જુન’નાં ટેક્નિકલ પાસાં અંગે પોતાની ફરમાઇશ જણાવ્યા પછી ખુશ્કીદળના અફસરો તેને વળગી રહેતા નથી. વખતોવખત નવા ફેરફારો સૂચવે છે. પરિણામે ‘અર્જુન’નો પ્રોજેક્ટ લંબાયા કરે છે અને દરમ્યાન ખુશ્કીદળને પરદેશી રણગાડીનો સોદો કરવા માટે બહાનું મળી જાય છે. જાણીતી વાત છે કે આવા સોદા ‘કટકી’ વગર થતા નથી, જ્યારે સ્વદેશી રણગાડી ખરીદવામાં એવી તક મળે નહિ.
‘અર્જુન’ તથા ‘ભીષ્મ’ બન્ને તેમની આગવી ખાસિયતોને લીધે MBTનો રોલ ભજવવાને લાયક છે, માટે તેમની વચ્ચે પસંદગી કરવાને બદલે ખુશ્કીદળે બેયને પોતાના બખ્તરિયા દળમાં સામેલ કરવી જોઇએ. ‘અર્જુન’નો ઢાંચો ઘડવામાં ભલે સાડા ત્રણ દસકા નીકળી ગયા, પરંતુ T-72 ‘અજેય’ના પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ સામે પણ અતૂટ રહેનાર એ રણગાડી માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી હાઇટેક્નોલોજિ વિશે બેમત નથી. હવે એ ટેક્નોલોજિ લાર્સન એન્ડ ટુબ્રો જેવાં ખાનગી ક્ષેત્રનાં એકમોને ટ્રાન્સફર કરી તેમને બાંધી મુદતે સુધારેલી આવૃત્તિ બનાવવાનું કહેવું જોઇએ. અમેરિકાનું પેન્ટાગોન એ જ રીતે સ્પર્ધાના ધોરણે પ્રાઇવેટ કંપનીઓ પાસે અદ્યતન શસ્ત્રો તૈયાર કરાવે છે. અલબત્ત, ભારતના રાજકીય શાસકો જો એવી નીતિ અપનાવે તો પરદેશી શસ્ત્રો માટે સોદા થાય નહિ અને ‘કટકી’ દ્વારા બે પાંદડે થવાનો મોકો મળે નહિ!
Thanks
ReplyDeleteYou are doing an excellent job of giving us this exclusive news and information
Reading the SAFARI also is very interesting
thanks again
Indian Army which used to be considered as holy cow of Indian democracy is being butchered by some corrupt commanders like Gen.Deepak Kapoor, Lt.Gen.P.K Rath and Lt.Gen.Avdhesh Parakash. this people has not even left land alloted for Martyrs of Kargil war, so what is the guarantee that they have not taken commission in accepting T-90 as India's Main Battle Tank? Not only Arjun but many indigenous weapons are rejected by our armed forces because they can't get commission in these deals. actually our politicians have deliberately not developed local weapon Industry just because of this reason.
ReplyDeleteIn spite of appreciate our own work of DRDO we always refer weapons and technologies of other countries. This mentality is not giving any boost to moral of our defence. If this is the condition than Honorable Supreme court, RTI act, CAG reports are just become a joke in India .
ReplyDeleteThe frequency of your post is so low..please increase the frequency..thank U.
ReplyDeleteHello Harshalbhai, Namaste . . .
ReplyDeleteI just want to convey that it would be really appreciable if you can post your column weekly instead of monthly . . .
I am a regular reader of Safari – Gujarat since your 1st issue till the date.
I am currently working as a Telecom Engineer in Gurgaon and want to give credit to Safari team in developing & nurturing my personality.
We are really thankful to you if you can through some lights on our Politicians life & their agenda.
Regards, Nirav
@ Mr. Anonymous and Mr. Nirav,
ReplyDeleteઆ ફરિયાદ વહેલીમોડી આવશે એવું ઘણા સમયથી લાગતું હતું--અને આવી !
ફરિયાદ બિલકુલ વાજબી છે, કેમ કે બ્લોગમાં નવી પોસ્ટ મૂકવાની બાબતે છેલ્લા કેટલાક સમયથી અનિયમિતતા આવી છે. દર મહિને ‘સફારી’ના બે અંકો (ગુજરાતી અને અંગ્રેજી) તૈયાર કરવામાં પુષ્કળ સમય, મહેનત અને દિમાગી શક્તિ ખર્ચાય છે. ખાસ કરીને ૧૯૨મા અંકથી ‘સફારી’નું સ્વરૂપ બદલ્યું ત્યારથી એ ત્રણેય ‘ખર્ચા’ ગુણાંકમાં વધ્યા છે. બીજી તરફ અંગ્રેજી ‘સફારી’ની ગુણવત્તા જાળવી રાખવાનો તકાદો પણ ભારે ચેલેન્જિંગ હોય છે. અલબત્ત, બ્લોગમાં અનિયમિતતા બદલનું તે કારણ હોઇ શકે, બહાનું નથી.
આ દિવાળીમાં જર્મની અને ચેક રિપબ્લિકનો બહુ યાદગાર પ્રવાસ ખેડ્યો. પ્રવાસથી પાછા ફર્યા બાદ (ગત વર્ષની જેમ) ટ્રાવેલોગ લખવાનો વિચાર કર્યો. વિચારને અમલમાં પણ મૂક્યો, પણ સમયની ખેંચતાણમાં અને મર્યાદિત સમયમાં આટોપવાના થતા થોકબંધ કામની ભાગદોડમાં લખાણ અધૂરૂં મૂકવું પડ્યું.
સમય મળ્યે નહિ, પણ હવેથી સમય કાઢીને બ્લોગ પર નિયમિત ‘હાજરી’ આપવી પડશે એમ લાગે છે.
ધન્યવાદ હર્શાલભાઈ . . .
ReplyDeleteબીજી એક વાત રજુ કરવાની ઈચ્છા હતી કે, હું સફારી ની ગુજરાતી આવૃત્તિ છેલા ૧૫-૨૦ વરસ થી નિયમિત વાંચું છું અને એંગ્રેજી આવૃત્તિ ના પણ લગભગ બધા અંકો વાંચ્યા છે,
પરંતુ અંગ્રેજી અંકો ના કાગળ અને કલર ફોટાઓ ગુજરાતી અંકો માં નથી જોવા મળતા . . .
ગુજરાતી અંક ની કિમત કદાચ એનું કારણ હોઈ શકે, પરંતુ મારા ખ્યાલ પ્રમાણે જો તમે ગુજરાતી અંકો નું મૂલ્ય ૫ રુપયા વધુ વધારી દેશો તો પણ કોઈને વાંધો નહિ આવે . . .
આજની તારીખે બહાર જઈને લોકો ૨૦-૩૦ રુપયા નો તો નાસ્તો કરી જાય છે . . .
Regards
Nirav Bhinde
This comment has been removed by the author.
ReplyDelete