‘સફારી’ની સફર: કલ, આજ ઔર કલ
અંક નં. ૨૦૦ નિમિત્તે તંત્રી નગેન્દ્ર વિજયનો આભારપત્ર
આજથી ચારેક દાયકા પહેલાં મેં વિજ્ઞાનનું સામયિક ‘સ્કોપ’ શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે એક અનુભવી ન્યૂઝપેપર એજન્ટે મારા હિતુચ્છુ હોવાના નાતે સલાહ આપી હતી--
પૈસાનો ધૂમાડો કરવો હોય અને વહેલા શહીદ થવું હોય તો જ વિજ્ઞાનનું મેગેઝિન કાઢજો. ગુજરાતની પ્રજા વેપારી વિચારસરણી ધરાવે છે, વૈજ્ઞાનિક અભિગમ નહિ.
સલાહ આપવામાં ન્યૂઝપેપર એજન્ટે સહેજ પણ અતિશયોક્તિ કરી ન હતી. ‘સ્કોપ’ અને ત્યાર પછી ‘સફારી’ના અવતરણ પહેલાં ગુજરાતમાં કંઇક એવો જ માહોલ હતો. પરંતુ સ્થિતિ સુખદ રીતે બદલાઇ છે. વેપારી ગણાતી ગુજરાતી પ્રજાએ જ્ઞાનવિજ્ઞાનને આવકાર્યું છે અને ‘સફારી’ને તેમના ઘરમાં માનભેર પ્રવેશ આપ્યો છે. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વમાં પ૩ વર્ષ લાંબી કારકિર્દી દરમ્યાન ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવા સામયિકોએ મારી અનેક આકરી કસોટીઓ લીધી છે--અને દરેક કસોટીએ મારા મનોબળને ઓર મજબૂતી પ્રદાન કરી છે. આર્થિક પાસા ભૂલીને માત્ર નવી પેઢીના લાભાર્થે મારી કલમ ચલાવવાના નિર્ધારમાં હું એટલે જ કદી ચલિત થયો નહિ. બીજી તરફ વાચકોએ મારી કલમ સ્વીકારી તેમજ વધાવી એ મારે મન બહુ સંતોષની વાત છે. આજે ‘સફારી’ જે મુકામે પહોંચ્યું છે તેમાં વાચકોના અદ્રશ્ય તેમજ મજબૂત ટેકાને હું મોકળા મને બિરદાવું છું.
--નગેન્દ્ર વિજય
------------------------------------------------------------------------------
‘સફારી’ સાથે મારી સફર
અંક નં. ૧૧થી ‘સફારી’ સાથે મારો નાતો જોડાયો ત્યારે એ મેગેઝિન નુકસાન કરતું હતું. ઘરના રૂપિયા જોડીને સામયિક શા માટે પ્રગટ કરવું ? એવો વિચાર એ વખતે આવતો અને સતાવતો, પણ ‘સફારી’ સાથેનો સંબંધ ક્રમશઃ ગાઢ બનતો ગયો તેમ એ સવાલનો જવાબ મળી ગયો. ‘સફારી’ એ સામયિક નથી, પણ નવી પેઢીને કેળવતું મિશન છે એ વાત બરાબર સમજાઇ.
‘સફારી’ આજે પણ એક મિશનના ધોરણે ચાલી રહ્યું છે, જેના કેંદ્રસ્થાને રહેલો આશય નવી પેઢીને જ્ઞાન નામના અમોઘ શસ્ત્ર વડે સજ્જ કરવાનો છે. આ શસ્ત્રનો લાભ અત્યાર સુધી ગુજરાતી વાચકોને મળ્યો. હવે ‘સફારી’ની અંગ્રેજી આવૃત્તિ થકી બીજા વાચકોને પણ મળી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં હિંદી અને મરાઠી વાચકગણના હાથમાં ‘સફારી’નો અંક મૂકવાનું આયોજન છે. પિતા નગેન્દ્ર વિજયે આજથી ચાર દાયકા પહેલા શરૂ કરેલા જ્ઞાનયજ્ઞને દેશવ્યાપી સ્વરૂપ ન આપું તો પુત્ર તરીકે ફરજ ચૂક્યો ગણાઉં.
‘સફારી’ તેનું ૨૦૦મું સીમાચિહ્ન પ્રાપ્ત કરી શક્યું તેમાં નગેન્દ્ર વિજય તથા હર્ષલ પુષ્કર્ણા ઉપરાંત ટીમ ‘સફારી’ના સભ્યો (અનિલ શાહ, કેશવ ચાવડા, અમિત શાહ, જોયલ દલાલ, રુચિ શાહ, અમિત પટેલ, તેજસ પરમાર, પરેશ મકવાણા, કૌશિક પરમાર, મયૂર તથા સમગ્ર તંત્રીમંડળ), ‘સફારી’ની વેબસાઇટને જેનું મજબૂત પીઠબળ છે તે ટેક્નિકલ ગુરુ વિશાલ વાસુ, વેબ ટીમના સભ્યો (પાર્થ પરમાર, ફોરમ પારેખ, કવિતા કનાઢિયા અને નીધિ શાહ), ‘સફારી’ના વિક્રેતા એજન્ટો-ફેરિયાબંધુઓ તેમજ દેશ-વિદેશમાં ફેલાયેલો ‘સફારી’નો વિશાળ વાચકપરિવાર પણ સમાન અભિનંદનને હકદાર છે.
--હર્ષલ પુષ્કર્ણા
નાંગેન્દ્રદાદાએ એજન્ટની સલાહ અવગણીને જે પગલું ભર્યુંએ ગુજરાતી (અને હવે અંગ્રેજી અને ભવિષ્યમાં જે ભાષામાં સફારી શરુ થાય એ) જનતા માટે વિરાટ પગલું જ ગણી શકાય. એ માટે ગુજરાત એમનું ઋણી રહેશે. હર્ષલ પુષ્કર્ણાએ નવી પેઢી ને સફારી સાથે જોડી રાખવાનું કામ કર્યું છે. એ માટે એમને પણ અભિનંદન. સફારી આગળ વધે એવી જ શુભકામના.
ReplyDeleteBest wishes to 'Safari' and its team for such a valuable work, without any support and prejudice too (a rarity in print media)
ReplyDeleteCongratulations and Thanks.
ReplyDeletewe are really grateful...
:)
સફારીને ૨૦૦માં અંક બદલ ખુબ ખુબ અભિનંદન. આજથી લગભગ સાડાત્રણ વર્ષ પહેલા એક રેલ્વે સ્ટેશન પર હું ટ્રેનની વાટ જોતો હતો, ટ્રેન હજી આવી ના હતી એટલે એ.એચ.વ્હીલરના બુકસ્ટોલ પર ઉભો રહીને પુસ્તકો જોતો હતો ત્યારે પહેલી વાર સફારી મેગેઝીન જોઈ અને એના પાના ફેરવતા ફેરવતા નજર તાતાઓએ કોરસ કંપની ખરીદી એ વિષય પર લખાયેલા લેખ કાબે અર્જુન લુટીયો પર પડી લેખની બે ત્રણ લીટી વાંચી કે એટલામાં ટ્રેન આવતી દેખાઈ પણ લેખ રસપ્રદ લાગ્યો એટલે ૧૫ રૂપિયા આપીને મેગેઝીન ખરીદી લીધી. ટ્રેનમાં જ મેગેઝીન વાંચવાની શરૂઆત કરી અને મેગેઝીને એવો આકર્ષિત કર્યો કે આખો અંક એક સાથે વાંચી નાખ્યો અને પછી તો મને સફારીનું એવું બંધાણ થઇ ગયું કે દર મહીને જ્યાં સુધી સફારીનો આખે આખો અંક વાંચી ના લઉં શાંતિ નથી મળતી.
ReplyDeleteઆ મેગેઝીન વિષે જે કેટલીક વાતો ગમી તે એ કે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં દૂધ અને સાકરના ભાવ બમણા થઇ ગયા પણ સફારીના ભાવમાં ફક્ત મામુલી વધારો થયો પણ એની સામે પેપર ક્વોલીટી, કન્ટેન્ટ, લે આઉટ અને ગ્રાફિક્સના સ્તરમાં જે વધારો થયો છે તેની સામે આ વધારો કંઈજ નથી અને છતાય બે ત્રણ રૂપિયાના કીમત વધારા માટે પણ તમે જે રીતે ખુલાસો આપો છો એ તમારી નમ્રતા દેખાડે છે.
બીજું સફારીમાં માત્ર નાગેન્દ્ર વિજયના ઉપયોગી પુસ્તકો સિવાય કોઈ જ નકામી જાહેરાતોનો મારો નથી ચલાવવામાં આવતો. આવા મોંઘવારીના જમાનામાં પણ તમે જાહેરાતની આવક વગર આટલી સરસ મેગેઝીન કાઢો છો એ માટે તમે ધન્યવાદને પત્ર છો.
આ સાથે સફારીને હજુ વધારે બહેતર બનાવવા માટે કેટલાક સુચન કરુ છું. ૧) તમે આ પત્ર સફારીને મળે માં પોસ્ટ દ્વારા મોકલેલા પત્રોની સાથે E-mail નો પણ સ્વીકાર કરતા હોવ તો અમને રેઢિયાળ પોસ્ટ ખાતાનું ઓશિયાળું ન રહેવું પડે. ૨) સફારીમાં જો જુદો સાયન્સ ફિક્શન વિભાગ શરુ કરવામાં આવે અને એમાં જો સફરીનાજ બુદ્ધિશાળી વાચકો એ લખેલી લઘુ વિજ્ઞાન કથાઓ પ્રકાશિત કરવામાં આવે તો આ રીતે વાચકોની અંદર છુપાયેલી વિજ્ઞાન અને લેખનની પ્રતિભાને બહાર આવવાનો મકો મળશે. ૩)ઈંગ્લીશ સફારીમાં તમે સંપાદકનો પત્ર કેમ નથી છાપતા? મારા ઘણા બીનગુજરાતી મિત્રોને મેં ઈંગ્લીશ સફારી વાંચતા કર્યા છે. મુંબઈમાં ઘણા મરાઠીઓ પણ ઈંગ્લીશ સફારી વાંચે છે પણ એ લોકો રાષ્ટ્રીય અને સામાજિક સમસ્યાઓ પર સંપાદકના પત્ર દ્વારા મળતી સચોટ માહિતી મેળવી નથી શકતા.
છેલ્લે સફારીને ફરી એક વાર ખુબ ખુબ અભિનંદન.
અભિનંદન, અભિનંદન, અભિનંદન!
ReplyDeleteટૂંક સમયમાં જ પ્રકાશિત થનારા એક લેખના થોડાક શબ્દો અહિ મૂકું છું કે જે 'સફારી' પ્રત્યેની મારા અહોભવના સૂચક છે.
"વિજ્ઞાનમાં મારો રસ વધવાનું એક બીજું કારણ પણ હતું- મારો મિત્ર વિરલ. તે એક દિવસ ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગઝિન – સફારી’(અંક નં ૧૦) લઇને આવ્યો. તેમાં આવતા સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનના લેખોએ તથા શ્રી નગેન્દ્ર વિજયની સરળ અને રસાળ શૈલીએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો. ખરેખર 'સફારી'એ મારા સમક્ષ એક નવા જ જગતના દ્વાર ખોલી આપ્યા. તેંત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતા ભારતદેશમાં શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી છે. સામાન્ય વસ્તુ કે ઘટના પાછળના વિજ્ઞાન કરતા અંધશ્રધ્ધાઓને અહિં વધારે ચર્ચવામાં આવે છે અને હું પણ તેમાં અપવાદ નહોતો. પણ સફારીએ મારી સમગ્ર વિચાર શૈલીને ધરમૂળથી બદલી નાખી. વિજ્ઞાનની સાથે ઈતિહાસ અને દેશપ્રેમના સંસ્કારોનું તેણે મારા જીવનમાં સિંચન કર્યુ. જો મારે કોઈ એક એવા લેખકનું નામ આપવાનું હોય કે જેનો મારા જીવનમાં સૌથી વધારે પ્રભાવ હોય તો હું ક્ષણમાત્રનો વિચાર કર્યા વિના શ્રી નગેન્દ્ર વિજયનું નામ આપીશ. હજી આટલા વર્ષો બાદ પણ હું નિયમિત ‘સફારી’ ખરીદું છું અને તે હવે ‘બુદ્ધિશાળી વાચકો માટેનું મગેઝિન’ બની ગયું છે છતાં મને તે એટલું જ પ્રિય છે જેટલું મારી કિશોરાવસ્થામાં હતું અને તેના માટે હું વિરલને આજે પણ ‘ફેસબુક’ પર ધન્યવાદ આપતો રહું છું."
સચીને એક-દિવસીય ક્રિકેટમાં જ્યારે ૨૦૦ રન કર્યા ત્યારે દુનિયાભરનાં ક્રિકેટ રસિકોને જેટલો આનંદ થયો હતો તેથી કંઇક વિશેષ આનંદ મારા દિલમાં થયો, જ્યારે 'સફારી'એ અંકોનું બેવડું શતક ફટકાર્યું... કારણ વાજબી છે... આ ૨૦૦ અંકો ફક્ત 'સફારી'ની જ સિધ્ધિ નથી પણ તેનાં તમામ વાચકો માટે ગર્વ લેવાનો અવસર છે, એક અનન્ય ઉપલબ્ધિ છે. વાચકોનાં અપ્રતિમ પ્રતિસાદ વગર કોઇ પ્રકાશન સંભવી ન શકે, પરંતુ સાથે એ પણ ભૂલવું ન જોઇએ કે ગુરૂ સમાન શ્રી નગેન્દ્રભાઇ વિજય સાહેબનો અથાક પરિશ્રમ, કપરા સંજોગો સામે અડગ રહી તેનો સામનો કરવાની તેમની ક્ષમતા અને 'સફારી'ને ઉચ્ચતમ શિખરે સ્થાપિત કરવાની તેમની ટેક સફારીની સફળતાનો પાયો છે.
ReplyDelete'સફારી' અને 'સ્કોપ' સાથેનો મારો નાતો બંનેનાં અંક ૧થી શરૂ થયેલ, ત્યારે મારી ઉંમર ૭-૮ વર્ષથી વધુ નહિ, અને એ વખતે બંનેનાં અંકો સ્ટોલ પરથી ખરીદવા પડતા... ખાસ કરીને 'સ્કોપ'ની શરૂઆતની અનિયમિતતાને કારણે ઘણી વાર એવું બનતું કે અંક ખરીદવાનું ચૂકી જવાતું અને પછી મારા પિતાશ્રી સાથે રખડી-રખડીને એ અંક કોઇ સ્ટોલ કે રવિવારનાં બજારમાંથી બ્લેકમાં ખરીદવો પડતો! કેટલાક સ્ટોલ-માલિકો તને પહેલેથી જ બ્લેકમાં વેચી અનેકગણી કમાણી કરી લેતાં. કંઇક એવી જ પરિસ્થિતિ 'સફારી'નાં શરૂઆતનાં અંકો માટે સર્જાતી! કોણ કહે છે કે વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન સાથે નાતો ધરાવતા મેગેઝિનને વાચકો મળતાં નથી? શરત ફક્ત એક જ છે, એમાં પીરસાતી માહિતીનો વ્યાપ, સચ્ચાઇ, રજૂઆત અને શૈલી બધું જ એક સાથે શ્રેષ્ઠ હોવું જોઇએ.
મને યાદ છે, મારી ઉંમર એ વખતે ૯ વર્ષની હતી. 'સફારી'નો એક અંક મેં મારા મિત્રને વાંચવા આપેલો અને તેમાંથી તેણે ભેટમાં મળતું એક પોસ્ટર ફાડી લીધેલું... રડી-રડીને મારી આંખો સૂજી ગયેલી અને મારી જીદને કારણે મારા પિતાશ્રીએ મને એજ અંકની બીજી નકલ લાવી આપેલી... બસ તે દિવસથી મેં ક્યારે પણ 'સફારી'ની મારી નકલ કોઇને વાંચવા આપી નથી! એવું જરૂર બન્યું છે કે મેં અનેક વખત 'સફારી' અનેક મિત્રો-સબંધીઓને ભેટમાં આપ્યું છે અને પરિણામ? એ સૌ આજે પણ 'સફારી'નાં નિયમિત વાચકો-ચાહકો બની ગયા છે.
આજે મારી પાસે બહુમૂલ્ય એવાં 'સ્કોપ' અને 'સફારી'નાં અંક ૧ થી શરૂ કરીને તમામ અંકોનો ખજાનો જો હોય તો, તે માટે મારે ભાઇ હર્ષલનો આભાર માનવો પડે.. જ્યારે પણ મારા સંગ્રહમાં કોઇ અંકો ખૂટે ત્યારે મને હર્ષલ પબ્લિકેશન તરફથી ત્વરિત એ ખોટ પૂરવામાં મદદ મળી છે. આભાર.
સાચે જ 'સફારી' જિજ્ઞાસુ અને જ્ઞાનભૂખ્યા વાચકો માટે 'ટોનિક' સમાન છે. શું આજનાં ઇન્ટરનેટનાં જમાનામાં આવી માહિતી સરળતાથી કમ્પ્યૂટરનાં સ્ક્રીન પર ઉપલબ્ધ નથી? જવાબ છે ના. ઇન્ટરનેટ પર પ્રાપ્ય માહિતીનાં ખજાનામાં ૯૦ ટકા માહિતી અપૂરતી, સચ્ચાઇથી પર કે સ્ટ્રક્ચર્ડ નથી હોતી, ઉપરાંત, બદલાતી ટેકનોલોજી અને છેલ્લા સંશોધનો સાથે તેને સમયસર 'અપડેટ' કરવામાં આવતી નથી. વળી, કોઇ ચાક્કસ માહિતી ક્યાંથી મળશે તે શોધવાનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે. આ કામ 'સફારી' બાખૂબીથી, સમયસર અને ભારે જહેમત સાથે કરી વાચકોને સતત 'અપડેટેડ' રાખે છે. Knowledge is of two kinds. We know a subject ourselves, or we know where we can find information upon it. ‘Safari’ is one best source.
'સફારી' પ્રતિ માસ વાચકોને તો જ્ઞાન-વિજ્ઞાનનાં વિવિધ વિષયોની દુનિયામાં સફારીએ લઇ જ જાય છે, પણ 'સફારી'એ પોતે કરેલી ૨૦૦ અંકોની લાંબી સફરમાં ખૂબ પ્રગતિ અને પરિવર્તનો કર્યા છે: વિષય પસંદગી, વિવિધ વિભાગો, રજૂઆત, માળખું, ચિત્રાંકન, ભાષાશૈલી, પ્રિન્ટીંગ અને કાગળ - બધું ગુણવત્તા વધારવા અને વાચકોનાં લાભાર્થે! જે એક વિજ્ઞાન-મેગેઝિન માટે અજોડ સિધ્ધિ અને ગૌરવ લેવા જેવી બાબત છે. આ માટે 'સફારી'ની ટીમને હાર્દિક અભિનંદન. આદરણીય શ્રી નગેન્દ્રભાઇ વિજય સાહેબ અને ભાઇ શ્રી હર્ષલનો ખૂબ-ખૂબ આભાર.
'સફારી' અનેક શતકો પૂરા કરવા સાથે અનેક ભાષાઓમાં દુનિયાભરનાં અગણિત જ્ઞાનોત્સુક વાચકોની જિજ્ઞાસા સંતોષે અને 'સફારી'નાં સ્વપ્નો સમયસર સાકાર થાય તેવી શુભેચ્છા.
-રાજેશ દલાલ
અમદાવાદ.
બુધવાર.
તા.૦૫-૦૧-૨૦૧૧
Dear SAFARI,
ReplyDeleteMany more moments to come...Wishing all team members of Safari & Readers, all the best...I read Safari right from the age of 10 & today I am 23 years old, But I never have been bored by any of the issue. That itself a result of huge efforts you all made to make us collective instead of selective.
I wish to share few things which I never shared before.
My cousins were reading Safari in the past & I read childrens' magazines like Champak & all.My cousin gave one issue of Safari, that was Issue no. 24 with Germany's Submarine Fight & Dinosaurs, etc. I was amazed to read such a wonderful things in so easy language & than I became used to the magazine. I started winning vivid quiz competitions, prizes & all.
Today I am a Chemical Engineer & whatever I am today, its all because of SAFARI.
I really feel proud when I stand in a crowd saying that YES,I AM A SAFARI READER.
It really helped me till now & hope this journey will never come to an end.
Wish you all the best.
Aditya Chandrabushan Desai
Waghodia Road, Vadodara.
adityackd@yahoo.co.in
Congratulations Harshalbhai, as a reader & vendor also for SAFARI, I feel proud to be associated with SAFARI on this double century of SAFARI.
ReplyDeleteસફારીને ખુબ - ખુબ અભિનંદન,
ReplyDeleteભાવિનભાઈએ કહ્યુ તે પ્રમાણે સફારી જો ઇમેઇલનો સ્વીકાર કરે તો આ પોસ્ટખાતાનું ઓશિયાળુ બનવું ના પડે..
અને સાયન્સ ફિક્શન વિભાગનો વિચાર પણ ખુબ જ સરસ છે..
સફારી આવી જ રીતે આગળ વધે તેવા ખુબ - ખુબ અભિનંદન...
congratulations SAFARI TEAM,
ReplyDeleteI just want to say that,when I was student I liked to read SAFARI but I couldn't do it regularly any how......, but now I read SAFARI regularly with my 3yrs baby!!!!
I want to know that How is SAFARI'S point of view about ENGLISH for aducation of kids?
Shoud it be a SUBJECT or a MEDIUM ?
Congratulation to safari team...I am really happy that Safari has made double century... and I am very grateful to Safari... Due to safari i could become a science student... I can say it made me to realize existence of this miraculous world and it's astonishing qualities...If in future i will get success in my field , this will be due to only safari... because it rooted me...
ReplyDelete- Harsh Shah
S.Y. B.sc. (Bio Chemistry)
ખુબ ખુબ અભિનંદન.
ReplyDelete