હેપ્પી 'બર્થ-ડે' ટુ safari-india.com
આપણે ત્યાં Cafe Coffee Day ના નામે કોફી શોપ એક સરસ મજાનું વાક્ય તેની ટેગલાઇન તરીકે લખે છેઃ A lot can happen over coffee.
આ વાક્ય ‘સફારી’ની વેબસાઇટના કેસમાં આકસ્મિક બંધબેસતું આવે છે, કેમ કે આજથી બારેક વર્ષ પહેલાં ‘સફારી’ની વેબસાઇટ કોફીના એક જ પ્યાલે ક્લિક થઇ હતી. કાફે કોફી ડેનું (અને તેની ટેગલાઇનનું પણ કદાચ) ત્યારે અસ્તિત્વ નહોતું. સી.જી. રોડ આજે છે એવો ભરચક ન હતો. સી.જી. રોડના એક કોમ્પ્લેક્સની નીચે એક ખૂલ્લા સ્થળે મારી મુલાકાત બાઇટ ટેક્નોલોજિના (આજે બાઇટ ટેક્નોસિસ પ્રાઇવેટ લિમિટેડના) કર્તાહર્તા ભાઇ વિશાલ અને તેની નાનીશી ટીમ સાથે થઇ. ‘સફારી’ની વેબસાઇટ કેવી હોવી જોઇએ અને તેમાં શી નવીનતા આણી શકાય તેની ઓપન એર (અને ઓપન માઇન્ડેડ) ગંભીર ચર્ચાનો આરંભ થયો. કોફીના અકેક ઘૂંટડે ચર્ચા ક્રમશઃ ઓર ગંભીર બનતી ગઇ, પુષ્કળ બ્રેઇન સ્ટોર્મીંગ થયું--અને અંતે અમે સૌ છૂટા પડ્યા ત્યાં સુધીમાં ‘સફારી’ની વેબસાઇટનો વૈચારિક માંચડો બંધાઇ ચૂક્યો હતો.
કેટલાક દિવસ બાદ વિશાલ અને તેની ટીમ ટેક્નિકલ મોરચે અને હું અને મારી ટીમ કન્ટેન્ટના મોરચે યુદ્ધ ખેલવા લાગી. દરમ્યાન ‘સફારી’નું ડમેઇન રજિસ્ટર થઇ ચૂક્યું હતું. (માત્ર Safari શબ્દની પાછળ .com કે .in કે પછી .net વગેરે જેવા પૂંછડિયા સાથે કોઇ ડમેઇન નેમ ઉપલબ્ધ નહોતું, એટલે મારી પસંદગી છેવટે પર Safari-india.com પર ઊતરી હતી). આઇ.ટી.ની લાઇનમાં વિશાલના અનુભવે તેમજ તેની દીર્ઘદ્રષ્ટિએ અને તેની બચોળી છતાં બરકંદાજ ટીમની કાર્યકુશળતાએ વૈચારિક માંચડાને વાસ્તવિક સ્વરૂપ બહુ ઝડપથી આપી દીધું. વેબસાઇટમાં મૂકવાની થતી કન્ટેન્ટ માટે વિશાલની ઓફિસથી ઉઘરાણીના ફોન આવતા રહ્યાઅને દરેક ઉઘરાણીનું હું વેળાસર ‘પેમેન્ટ’ કરતો રહ્યો. આખરે સુઘડ લેઆઉટ્સ અને મજબૂત કન્ટેન્ટ સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ તૈયાર થઇ. આખરી ટચ જો કે હજી બાકી હતો--અને તે 'ટચ' નગેન્દ્ર વિજયનો ! ડિસેમ્બર ૧પ, ૧૯૯૯ના રોજ તેમના જન્મદિને ‘સફારી’ની વેબસાઇટનો (લગીરે ધામધૂમ વિના) પણ જન્મ થયો. ઇન્ટરનેટની દુનિયામાં ‘સફારી’ને પહેલી વખત ડિજિટલ અવતાર મળ્યો.
‘સફારી’ની વેબસાઇટના એ પ્રથમ અવતાર પછી સમયની માગ મુજબ (અને સતત નવું કરતા રહેવાની ‘સફારી’ની સ્વભાવગત આદત મુજબ) ડિઝાઇનમાં કુલ પાંચેક વખત ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે. આખરી ફેરફાર ફેબ્રુઆરી, ૨૦૦૯માં કરાયો, જેના પરિણામે ‘સફારી’ની વેબસાઇટ મિનિ પોર્ટલનું સ્વરૂપ પામી છે. વેબસાઇટના વાચકોએચાહકોએ નવા અવતારને બહુ ખૂલ્લા મને આવકાર્યો-વખાણ્યો છે. જગતના ૪૩ દેશોમાંથી દર અઠવાડિયે સરેરાશ ૧,૯૯૪ લોકો ‘સફારી’ની વબેસાઇટની મુલાકાત લે છે, જે પૈકી ૧,પ૦૦ જેટલા તો પ્રથમ વારના મુલાકાતી હોય છે. આજે ‘સફારી’ની વેબસાઇટ તેની કન્ટેન્ટને કારણે ભારે લોકચાહના પામી છે, પણ એ લોકચાહનાનો પૂરેપૂરો જશ એકમાત્ર કન્ટેન્ટને જતો નથી. કન્ટેન્ટને યુઝર ફ્રેન્ડલી રીતે રજૂ કરવામાં ભાઇ વિશાલ અને તેની ટેક્નિકલ તેમજ ડિઝાઇનિંગ ટીમના સભ્યો પાર્થ પરમાર, કવિતા કનાઢિયા, નીધિ શાહ અને ફોરમ પારેખ પણ અભિનંદનને પાત્ર છે. (ફેબ્રુઆરી, ૨૦૦૯માં વેબસાઇટને નવો ઓપ આપવા માટે મહિનાઓ સુધી જે બ્રેઇન સ્ટોર્મીંગ થયું તે દરમ્યાન એ સૌએ પણ કોફીના અનેક પ્યાલા ખાલી કરવામાં ‘યોગદાન’ આપ્યું હતું. A lot can happen over coffee એ વાક્ય Cafe Coffee Day ને કેટલી હદે ફળ્યું એ તો જાણ નથી, પણ ‘સફારી’ની વેબસાઇટને એ જરૂર ફ્ળ્યું છે. વળી એક નહિ, બબ્બે વખત!) આ દરેક સભ્ય દર મહિને ભારે જહેમત ઉઠાવીને ‘સફારી’ની ડિજિટલ આવૃત્તિને વેબસાઇટના માધ્યમ થકી લાખો વાચકો સુધી પહોંચતી કરે છે.
આજે ‘સફારી’ની વેબસાઇટના પાંચમા અવતારની બીજી વર્ષગાંઠ નિમિત્તે ભાઇ વિશાલ અને તેની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એક વિનંતીઃ તમારી ઓફિસનું કોફી મેકર મશીન બહુ ઉદારદિલે પાવડર મુક્ત કરીને કોફીનો સ્વાદ વધુ પડતો ગળ્યો-કડવો કરી મૂકે છે, એનું દરિયાવ દિલ જરા કાબૂમાં રાખો, પ્લીઝ! વેબસાઇટ માટે નવું બ્રેઇનસ્ટોર્મીંગ નજીકના ભવિષ્યમાં થવાની સંભાવના છે--અને કોફીનો પ્યાલો કદાચ ત્રીજી વાર ‘સફારી’ની વેબસાઇટને ફળે તો કહેવાય નહિ!

સફારીની વેબસાઈટની જન્મ કથા પણ એક વખત એવું બન્યું.. શેલીમાં લખાઈ છે. થેન્ક્સ ટૂ સાઈટ કે આજે સફારી હાથમાં આવે એ પહેલા નવા અંકમાં શું શું છે એ જાણી શકાય છે! કોઈકને પરદેશમાં ભલામણ કરવી હોય તો પણ વેબ હોવાને લીધે સીધી જ લિન્ક આપી શકાય છે. વેબ સર્જક ટીમ અને વેબસાઈટ બની શકે એવા સફારીની સર્જક ટીમ બંને ને અભિનંદન!
ReplyDeleteસફારીની વેબસાઇટ સફારી જેટલી જ અદભૂત છે. ઘેર બેઠા માહિતીનો સાગર આંગળઈને ટેરવે શક્ય બન્યો છે. આજે તેના સર્જન પાછળની કથા જાણીને સમગ્ર ટીમને જેટલા ધન્યવાદ આપીયે તેટલાં ઓછા છે.
ReplyDeleteપણ એક ફરિયાદ છે. સફારીના જૂના અંકો (અંક ૧થી ચાલુ કરીને)હજી સાઇટ પ ઉપલબ્ધ નથી. જે શરતો રાખવી હોય તે રાખો, પણ પ્લીસ જૂના અંકો ઉપલબ્ધ બનાવો.
સફારીની વેબ-સાઈટ અને આદરણીય શ્રી નગેન્દ્રજીને જન્મદિવસની શુભકામનાઓ.
ReplyDeleteI am proud on myself because i have met both of the team leaders and their coach on the field.
ReplyDeletesatyam vora
હેપી બર્થ ડે થી પણ વિશેષ મુબરક્બાદીઓ...સમગ્ર સફારી ટીમને.
ReplyDeleteHarshalbhai,
ReplyDeleteHu safari ni site no niymit user chhu but mane ek nankdi fariyad chhe.. E site ma online subscribe ni facility bau odd chhe.. Indian user mate indian print na paisa $ ma sukame? ane e pan Regular manual print karta vadhu? I know ke online subscription mate payment gayway thodo vadhu charge kare chhe service no but tame Authorise.net ni jagya ye Bill Desk ke biji Epay jeva indian gayway no use kari sako jenu linking most of indian banks and Cards jode chhe.
And tamari internal subscription database nu linking kari ne thoda vadhu user ne e use karva protsahit kari sako jeva ke renewal, purchase old issue, special issue, Digital printed issue etc. jenathi service charge ne thodo vadhu divide kari sakay per transaction.
Mane em thayu ke Safari jeva mordern magazine ni site par a ek old and ankh ne khuche evi facility sudharvama maru thodu yogdan hoy etle a suggest karyu
Baki tame mara karta vadhu samajdar chho to koi bija karne a facility sudhari nathi to mane khabar nathi..
Abhar sah.. ek vanchak and ek fan
Mitul Koradia
આદરણીય શ્રી
ReplyDeleteસ્કોપ અથવા સફારી એવું યાદ નથી પણ લગભગ ૧૯૯૯ ની
સાલમાં એક લેખમાં મોબાઈલ વિષે એક વાક્ય હતું કે ખિસ્સામાં
લઈને ફરી શકાય તેવા ફોન આવશે.તે વખતે "નમ્બર પ્લીઝ"નો
જમાનો હતો એટલે ઘણું બધું આશ્ચર્ય થાય અને તે જમાનાના ફોનનું
વજન પણ કેટલું બધું એટલે એ વાત માન્યામાં ન આવે.
આજે એજ વાક્ય મોબાઈલ લઈને ફરતા મજુર માણસને જોઈ યાદ
આવે છે.અને ઘણા મિત્રોને આ વાત મેં કહી છે.
આટલું બધું એડવાન્સ જ્ઞાન આપવા બદલ મનથી અભિનદન.મારી
પાસે સફારી /સ્કોપ ખરીદવા પૈસા ન હતા તો હું જયારે પણ પેપરની
પસ્તી આપવા જાઉં તે સામે પૈસાના બદલે જુના અંક લેતો જે આજે પણ
પસ્તીમાં કયારેય ન આપવાની કડક સુચના ઘેર આપી છે.
પંકજ શાહ
વડોદરા
હું સફારી નો છેલ્લા ૮ વરસ થી નિયમિત વાચક છું. આજે પણ તમારા એકદમ જૂના અંકો મેળવવા માટે ઘણી વાર "પ્રવાસ" પર નિકળી પડું છુ.
ReplyDeleteઆટલી હદે અને આટલું અદભુત જ્ઞાન અમને પીરસવા બદલ સફારી ટીમ નો ખૂબ ખૂબ આભાર.
સફારી મેગેઝિન આટલી અદભૂત હોવા છતાં તમે તેને ગુજરાત રાજ્ય પૂરતી જ કેમ સિમિત રાખી છે??
ReplyDeleteજ્ઞાન માટે કોઈ સીમાડા નથી હોતા. આજે ગુજરાત જ નહીં પણ પૂરા ભારત ની યુવા પેઢી જ્ઞાનપીપાસું બની ગઈ છે.. માટે , તેમને પણ તમારાં "લોહી રૂપી જ્ઞાન" નો સ્વાદ જરૂર ચખાડવો જોઈએ.
અને બીજી વાત, તમે પણ national geographic અને discovery જેવી TV channel ની ભારતીય આવ્રુતિ ચાલુ કરી ને આ "સફારી" ની સફર ને નવી ઉંચાઇ આપો તો ખૂબ મજા આવશે..!!
હું પણ સફારી ઇન્ડિયા ની tv channel જોવા માટે ઉત્સુક છું. જો સફારી ટીમ એવી કોઈ ટીમ ચાલુ કરે તો એ સર્વોત્તમ. કારણ કે એના પછી અમારે અવનવા લેખો માટે દર માસ રાહ નહિ જોવી પડે.
ReplyDelete