1980-2011: જ્ઞાન-વિજ્ઞાનની દુનિયામાં 'સફારી'નાં ત્રીસ વર્ષ !

‘‘આ અંકથી એક નવા બાળપાક્ષિકનું પ્રકાશન શરૂ થાય છે. નવા પ્રકારનું એટલા માટે કે તેમાં રાજારાણીની કે વેતાળની વાતો નથી. પરીકથાઓ નથી કે કપોળકલ્પિત કહાણીઓ નથી. અંધશ્રદ્ધા ફેલાવે તેવાં ગપગોળાં નથી કે સસ્સારાણાનાં ઉપજાવી કાઢેલાં સાહસો નથી. આ બાળપાક્ષિક તો દર અંકે તેના સૌ બાળમિત્રોને જ્ઞાનવિજ્ઞાનની સફરે લઇ જશે--અને એટલે જ તેનું નામ ‘સફારી’ છે.

દુનિયામાં એટલી બધી અજાયબીઓ છે કે તેમના વિશે જાણીએ તો ચકિત્ થઇ જઇએ. એક જમાનામાં એ બધું જાણવા માટે હ્યુએન ત્સાંગ, માર્કો પોલો, રોબર્ટ પિઅરી, કોલમ્બસ વગેરે જિજ્ઞાસુ સાહસિકો નીકળી પડ્યા હતા. કોઇ પગપાળા નીકળ્યા, તો કોઇ વહાણોના સઢ પલાણીને મધદરિયે હંકાર્યા.
 
આજે માનવીએ પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે સાહસો ખેડવાની જરૂર નથી અને ‘સફારી’ના વાચકોએ તો આરામખુરશીમાંથી પણ ઊભા થવાની જરૂર નથી, કારણ કે મહિનામાં બે વખત ‘સફારી’ તેમને આરામખુરશીમાં બેઠા બેઠા જ જ્ઞાનવિજ્ઞાનની સફર કરાવશે અને અવનવી માહિતીઓનો ખજાનો તેમની સામે હાજર કરી દેશે. કોઇ માહિતી ભૂગોળ વિશે, તો કોઇ ઇતિહાસ વિશે; કોઇ સમુદ્ર વિશે, તો કોઇ અવકાશ વિશે; કોઇ પ્રાણી વિશે, તો કોઇ વનસ્પતિ વિશે.’’

આ ટૂંકી છતાં અર્થપૂર્ણ નોંધ (કહો કે નિર્ધાર) સાથે ઓગસ્ટ ૧, ૧૯૮૦ના રોજ સહેજ પણ ધામધૂમ વિના ‘સફારી’નો સૌપ્રથમ અંક (ઉપરનું ચિત્ર) બહાર પડ્યો ત્યારે જમાનો આજની માફક ઇન્ફર્મેશન સુપરહાઇવેનો ન હતો. કમ્પ્યૂટરો ન હતાં, માટે ઇન્ટરનેટ અને ઇમેલ જેવી સુવિધાઓ ન હતી. સેટેલાઇટ ટેલિવિઝનના યુગનો સૂર્યોદય હજી થયો ન હતો, માટે ડિસ્કવરી અને નેશનલ જિઓગ્રાફિક જેવી જ્ઞાનવર્ધક ચેનલો ન હતી. અખબારો-સામયિકોનો આજના જેવો રાફડો ત્યારે ફાટ્યો ન હતો. વિજ્ઞાનટેક્નોલોજિના ક્ષેત્રે ભારતમાં ભાગ્યે જ કશી નવાજૂની બનતી હતી, માટે એ વિષયો પ્રત્યે લોકોની રુચિ ખીલી ન હતી. Knowledge શબ્દને આજે લેવાય છે એટલો ગંભીરતાપૂર્વક ત્યારે લેવાતો ન હતો, માટે અવનવું જાણવાની જિજ્ઞાસા ધરાવતા લોકોની સંખ્યા મુઠ્ઠીભર હતી. બાળસાહિત્ય તો પરીકથાઓ અને ચિત્રવાર્તા પૂરતું જ સીમિત હતું. ટૂંકમાં, જ્ઞાનવિજ્ઞાનની જ વાત કરનારા સામયિકને ઉષ્માભર્યો પ્રતિસાદ મળે એવી સંભાવના બહુ પાંખી હતી--અને વળી એવું સામયિક વર્ષો થયે રાજારાણીની વાર્તાઓ વાંચવાને ટેવાયેલાં બાળકો માટે લખાયું હોય તો તેનું કશું ભાવિ જ ન હોય એવી સ્થિતિ હતી.

આ કપરાં સંજોગો વચ્ચે ‘સફારી’નો પ્રથમ અંક પ્રગટ કરવાનું સાહસ હર્ષલ પબ્લિકેશન્સે આજથી ત્રીસ વર્ષ પહેલાં ખેડ્યું. કલ્પનાકથાઓના ઘરેડમય બાળસાહિત્યના નાયાગરા ધોધ વચ્ચે ‘સફારી’નો ઉદ્ભવ ભલે નાનકડા ઝરા તરીકે થયો, પણ એ ઝરામાં જ્ઞાનવિજ્ઞાનની અત્યંત રોમાંચક માહિતીનો નાયાગરા વહેતો હતો. કોઇ પણ નવા સામયિકને તેનો ચોક્કસ વાચકવર્ગ હંમેશાં મળી રહે, જ્યારે ‘સફારી’નો કેસ જુદો હતો. આ સામયિકનો ‘રેડીમેઇડ’ વાચકવર્ગ હતો જ નહિ, માટે પોતાનો વાચકગણ તેણે જાતે ઊભો કરવો પડ્યો--અને તેમ કરવામાં ઘણાં વર્ષ નીકળી ગયાં. ‘સફારી’એ અનેક ઉતારચઢાવ જોયાં, જે દરમ્યાન તેની સતત ઉત્ક્રાંતિ થતી રહી. ઉત્ક્રાંતિ હજી પણ ચાલુ છે--અને ‘સફારી’ પોતાનો ૩૧મો જન્મદિન જોઇ શક્યું તેનું એ બહુ મોટું કારણ છે. બીજું કારણ જ્ઞાનપિપાસુ વાચકો છે, જેમણે ‘સફારી’ને માનભેર અપનાવ્યું. ‘સફારી’ની સફળતાનું હજી એક કારણ છે: ‘સફારી’ માત્ર એક સામયિક નથી, it's an idea !

Comments

  1. My hearty congrats is not only to SAFARI and the team behind it, but to a phenomenon which inspires me to read a lot. I can proudly tell others that I am reading safari....

    Thanks for still being with us.

    ReplyDelete
  2. My dearest safari. Wish you a very very happy birthday.its not a magazine,its an idea.You have truly said-harshalbhai.congretulation 2 all members,readers who are heartly connected with safari.now safari becomes a brand in magazines..safari hasn't rival in knowledge-world.once again I salute to safari.

    ReplyDelete
  3. Hats of to the safari team. :)

    ReplyDelete
  4. 30 years is too long a period for something like SAFARI in the place like Gujarat. It has made many readers like me take interest in જ્ઞાનવિજ્ઞાન. It has created an almost un-achievable model & maap-dand/gold standard of quality. We, the readers of SAFARI, owe much to SAFARI & its elder brother SCOPE along with 3 generations of Maurya-Vasu-Pushkarna family.
    Many Cheers.

    ReplyDelete
  5. Many congratulations to Team Safari. 30 years is indeed a landmark. Safari has inspired a whole new generation to read and take part in science and general knowledge. Even today I eagerly wait for the next issue. Many thanks to Safari.

    ReplyDelete
  6. યેસ! સફારી એક આઈડિયા છે, એક ક્રાંતિ છે! ગામની ખબર નથી પણ મારા માટે તો સફારી જ્ઞાન કોશ છે જ. સફારી જેટલું જ્ઞાન અને જ્ઞાન ભૂખ કોઈ આપી શક્યું નથી. મને બરાબર યાદ છે એ દિવસ જયારે સફારીનો તો નહિ પણ વિશ્વીગ્રહની યાદગાર યુદ્ધ-કથાઓનો અંક હાથમાં આવ્યો. હું અગિયારમાં (૨૦૦૧)માં ધોરણમાં હતો ( એ રીતે મારા સફારી પરિચયને પણ એક દાયકો થવા જઈ રહ્યો છે)!
    એ અંક જોઈ ને મને રસ પડ્યો, એમાંથી સફારી અને સ્કોપ તરફ રસ વિસ્તરતો ગયો. એ વખતે સાયકલ લઈને ભણવા જતા. વળતી વખતે ૫ અને ૧૦ એમ બે કિમતમાં જુના સફારી મળતા. ૨-૪ મહિના જુનો અંક હોય તો ૧૦ ને થોડો વધારે જુનો હોય તો ૫ રૂપિયામાં મળી જતો. કોક અંક વળી પૂંઠા વગરનો હોય તો એના ભાવમાં પણ રાહત મળતી. એમ કરી કરીને સફારીના લગભગ બધા જ જુના અંકો મેળવી લીધા છે. એકથી દસ અંક વચ્ચે કેટલાક અંકો ખૂટે છે. પણ સફારીના જેટલા છે એટલા બધા અંકો સચવાયેલા છે. આજે થોડું ઘણું જે કઈ લખતા આવડે છે એમાં સફારીનો આભાર માનું એટલો ઓછો..

    ReplyDelete
  7. Something changed in this 30years is that now safari is our safari instead of yours.we(me&my husband) always fight to read it first.

    ReplyDelete
  8. Happy birthday to SAFARI.In these 30 years safari has made many intelligent persons & also spread lot of unread and unknown information.Now it's old readers are great thinkers.it gives deep thought and the best ideas on every points.The level of explaination is also improving time to time. So now it is easy to understand history,science,technology and lot of others. Thanks to safari and it's
    EK SE BADHKAR EK WRITERS & THINKERS.
    SATYAM VORA

    ReplyDelete
  9. JAI BHARAT
    Dear SAFARI,
    First of all many many congratulations for completing 31 odd years. Its enjoying but no doubt very difficult to publish this type of magazine with uniform quality right from the first issue and even after 31 years. really I am very emotional while reading the comments of readers. Its like a family of Safari publications, staff and readers. SAFARI, SCOPE and all sub amazing issues like- Vishva yuddha ni Yadgaar kathao-1-2-3, Israel Ni Jasoosi Sanstha Mosad, Jindagi-Jindagi, VismayKarak Vignan-1-2, Eintien ane Sapekshavad, Mathemagic, Prakruti ane pranijagat, Kapi Na Parakramo, Hathi na tola ma, Sherkhan, Yiddha 7. . . etc. are like an encyclopedia for me.
    Yes SAFARI is an Idea also it gave me different angles to see the things and understand me the Science. We are lucky that we have such magazine in the market.
    Again Congrates and always be with us.
    - JAI HIND

    ReplyDelete
  10. A HUMAN BEING DIES AT 30 YEARS OR AFTER 30 YEARS BUT I WISH BY HEART THAT SAFARI MAY LIVE LONG & SO LONG..... LIKE IMMORTAL. WISH YOU VARY HAPPY BIRTHDAY.

    ReplyDelete
  11. અભિનંદન.

    ReplyDelete
  12. સફારીને એક નવું સિમાચિહ્ન મેળવવા માટે ખુબ ખુબ અભિનંદન. આજે હું જે કંઇ પણ છું તેમાં સફારીનો ફાળો ખુબ જ મહત્ત્વનો છે. હું એ ક્ષણને ધન્ય કહું છું જ્યારે મારા હાથમાં પ્રથમ વખત સફારી આવી. એ ક્ષણે સાચા અર્થમાં મને સફારીનું વ્યસન લાગાડ્યું. ઘરમાંથી પોકેટ મની ન મળતી. પણ આ વ્યસનનો જ પ્રતાપ છે કે ૧૨ વર્ષની ઉંમરે ૧૦-૧૦ કિલોમીટર સાઇકલ લઇને સફારીની ઓફિસે તેના જૂના અંકો ખરીદવા જતો. બસભાડું સસ્તું હોવા છતા બસમાં ન જતો કારણ કે એટલા રૂપિયા બચે તો સફારીનો એક અંક વધારે આવે!!! આખુ વર્ષ પચાસ પૈસા, રૂપિયો જમા કરી કરી, ઉનાળાના વેકેશનમાં સફારીની ઓફિસે અંકો ખરીદવા જવું એ મારા જીવનનો મોટો લ્હાવો હતો. ધન્ય છે સફારી અને ધન્ય છે સફારીની ટીમ. જેણે વિજ્ઞાનની સાથે કરકસરના પણ અમૂલ્ય પાઠ ભણાવ્યા. હજી પણ મને આપની પાસે ખુબ જ અપેક્ષા છે, અને સફારી તે પૂર્ણ કરશે જ એવો વિશ્વાસ છે. ખુબ આગળ વધો તેવી શુભેચ્છા.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન