ટેલિવિઝન ન્યૂઝચેનલો : Breaking ના નામે હાંકે રાખોની હરિફાઇ
એક જાણીતી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ થોડા વખત પહેલાં યોગગુરુ બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’
બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’
આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna!
રામદેવે ટીમ અણ્ણા વિરુદ્ધ કોઇ પણ જાતનું જલદ વાક્ય ઉચ્ચાર્યું ન હતું. ઊલટું, ન્યૂઝરિપોર્ટરે પોતે તેના સવાલમાં એમ કહ્યું કે ટીમ અણ્ણા દેશના કાળા નાણાંના મુદ્દે અવાજ ઊઠાવતી નથી અને છતાં ન્યૂઝચેનલે રાઇનો પર્વત ઊભો કર્યો.
આ પ્રસંગ ભારતનું ઇલેક્ટ્રોનિક મીડિઆ હજી કેટલું અપરિપક્વ છે તેમજ સમાચારને સનસનીખેજ બનાવવા ખાતર કેટલી હદે શાબ્દિક છૂટછાટ લે છે તેનું ઉદાહરણ છે. એક સમયે આવાં પ્રસંગો અપવાદ ગણાતાં, જ્યારે આજે જાણે કે નિયમ બન્યાં છે. સમાચારોને સીધાસાદા સ્વરૂપે રજૂ ન કરવા; ઊલટું, દર્શકગણમાં સસ્પેન્સનું, ઉત્કંઠાનું અને તણાવનું વાતાવરણ ઊભું થાય એ ખાતર સીધાસાદા સમાચારનેય બહેલાવીચગાવીને તેમજ સેન્સેશનલ બનાવીને રજૂ કરવાનો ધારો પડી ગયો છે. દેશની અનેક ન્યૂઝચેનલોએ પોતપોતાના TRP/Television Rating Points વધારવા અગર તો જાળવી રાખવા માટે તે ધારો અપનાવી લીધો છે. સ્વાભાવિક વાત છે કે ચેનલનો TRP જેટલો ઊંચો એટલી વધુ જાહેરાતો તેને મળી શકે. અમુક ન્યૂઝચેનલો તો વળી Paid News ની હાટડી માંડીને બેઠી છે. પોતાની જાહેરાત સમાચારના સ્વરૂપે રજૂ કરવા માગતી (અને તે બહાને વધુ લોકો સુધી પહોંચવા માગતી) કંપનીઓ એવી ન્યૂઝચેનલોને Paid News હેઠળ માતબર રકમ ચૂકવે, જેના બદલામાં ન્યૂઝચેનલ તે કંપનીના, તેની પ્રોડક્ટ્સના તેમજ કંપનીના સંચાલકોના ગુણગાન ગાતો રીતસરનો ન્યૂઝરિપોર્ટ તૈયાર કરી દર્શકો સમક્ષ સમાચારના સ્વરૂપે રજૂ કરે છે.
ન્યૂઝચેનલો દ્વારા મીડિઆના આવા દૂરુપયોગને કારણે સમાચારોની ગંભીરતાનો તેની વિશ્વસનીયતાનો, દેશ પર તેની નિકટતમ યા દીર્ઘકાલિન અસરોનો તેમજ વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. દેશનો સરેરાશ નાગરિક એ બાબતે બેધ્યાન છે, જ્યારે સરકારનું સૂચના અને પ્રસારણ મંત્રાલય નિદ્રાધિન છે. ટેલિવિઝન મીડિઆ પર કોઇપણ જાતનો અંકુશ ભારત સરકારે રાખ્યો નથી, માટે ચેનલોના સંચાલકોને છૂટ્ટો દોર મળ્યો છે.
આ સ્થિતિમાં બદલાવ આણવા માટે થોડા દિવસો પહેલાં પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન માર્કંડેય કાત્જુએ સૌપ્રથમ વખત પહેલ કરી. દેશભરની ચેનલોને કાઉન્સીલના કાયદાઓના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ તેમણે રજૂ કર્યો. પરિણામ કાત્જુએ ધાર્યા મુજબનું આવ્યું. બધી ન્યૂઝચેનલો તેમને લઇ પડી અને તેમના નિવેદનોનું પોતાપોતાની રીતે અર્થઘટન કરીને તેમજ હકીકતોને તોડીમરોડીને સમાચારરૂપે રજૂ કરી. ઇલેક્ટ્રોનિક મીડિઆના સંગઠને કાત્જુને રોકડું પરખાવ્યું કે તમે પ્રેસ કાઉન્સીલના વડા છો, માટે પ્રિન્ટ મીડિઆથી નિસ્બત રાખો; ઇલેક્ટ્રોનિક મીડિઆમાં ચંચૂપાત ન કરો. અપમાનજનક કડવા અનુભવો થવા છતાં મક્કમ મનોબળના અને સ્પષ્ટ વિચારસરણીના કાત્જુ ડગ્યા નહિ. દેશનું પ્રિન્ટ મીડિઆ (અખબારો) પર જેમ ૧૯૬૬ની સાલથી પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની કાયદાકીય દેખરેખ છે તેમ ઇલેક્ટ્રોનિક મીડિઆને (ટી.વી. ચેનલોને) પણ કાઉન્સીલ હેઠળ મૂકવાની દરખાસ્ત તેમણે પ્રધાનમંત્રીને લખી મોકલી અને કાઉન્સીલને વધુ સત્તાકીય અધિકારો આપવા માટે અપીલ કરી. આમ કરવા પાછળ માર્કંડેય કાત્જુનો એકમાત્ર ઉદ્દેશ મીડિઆનો દુરુપયોગ થતો અટકાવવાનો અને ખાસ તો ન્યૂઝચેનલોને પરિપક્વ બનાવવાનો છે, માટે તેમનું એ પગલું બિરદાવવાલાયક છે. પાવરફુલ મીડિઆ લોબી સામે કાત્જુની જીત થયાના Breaking News ની ઇન્તેજારી રહેશે!
Similar issue happened with Sri Sri Ravishankar last month, wherein one English news channel showed his pre-recorded interview as a LIVE interview and tried to show that he was avoiding to reply the questions asked by the anchor.
ReplyDeletehttp://www.mediacrooks.com/2011/11/sack-sagarika.html
કાત્જુ તો મક્કમ છે અને એની જીત થાય એ ઇચ્છનીય પણ છે. દરમિયાન ટાઈમ્સ નાવ ને એક ભ્રષ્ટાચારના સમાચારની સ્ક્રોલમાં ખોટા જજ નો ફોટો ૧૫ સેકંડ સુધી દર્શાવા બદલ કોર્ટે ૧૦૦ કરોડનો માતબર દંડ ફટકારી દીધો છે! ચેનલ ને પણ ખબર પડે ને કે બ્રેકીંગ ન્યૂસ માં ક્યારેક બ્રેક થઇ જવાય!
ReplyDeleteHahaha... chhelli line bahu j gami... Ane thanks for info.
ReplyDeleteThis types of news also affects Indians...
ReplyDeleteHope that Markandey Katju wins...
Read what IBN says about this issue:
http://ibnlive.in.com/news/most-indian-are-of-very-low-intellectual-level/205805-3.html
સહી હે બોશ
ReplyDeleteઅને તેમાં પણ જે સેનલ નવા સરુ કરવા માં આવ્યા સે તે તો આગળ નીકળવા માટે ૫ મિનિટ જે સમાંસાર આપવાની જરૂર હોય ત્યાં તેને મારી મસાલા ભેળવી ને ૩૦ મિનિટ સુધી લંબાવે સે
“A majority of the media people are of very poor intellectual level, with no idea of economic theory or political science, philosophy or literature. The Indian press is not working for the interest of the people.”
ReplyDeleteSource: http://blogs.wsj.com/indiarealtime/2011/12/02/weekend-panorama-the-rotten-state-of-india%E2%80%99s-media/
Clickable link: http://blogs.wsj.com/indiarealtime/2011/12/02/weekend-panorama-the-rotten-state-of-india%E2%80%99s-media/
ReplyDeleteIts Truelly Amazinf Information. nd Verygood coment of Mr. Lalit Khambhayta
ReplyDeleteAll channels should come under strict control.
ReplyDeleteThese impart detrimental effects to youth and particular children.
These short-sighted people do not foresee the long term effects may happen to the society.
They should instead show the other good areas of society and motivational things.
sometimes they behave like f)))ing sons of bitches......indian media should come under scanner...and yeah i prefer a tint of dictatorship in our government...only then these madasses will be tame in an excellent manner.
ReplyDeleteI beg your pardon for this language...but this is the result of their own deeds....u will like me or dislike me...but u cant ignore me....
लीजिए..... कर लीजिए बात.....शायद इसी प्रकार की चंनेल्स ने अन्ना को ड्राईवर से गलती से देश का गाँधी बनाने की कोशिश की जो सफल नहीं हुई... ना जाने क्यों जब भी में अन्ना को देखता हू तो मुझे अमिताभ बच्चनजी के दो फिल्मी याद अति हे "कला पत्थर" उअर दुशारी " आजाद" जिसमे मीडिया प्रपंच करके एक राह चलते आदमी को सरकार से पैसे अथाने के लिए सुपर हीरो बना देते हे....
ReplyDeleteસમાચારને તોડી-મરોડીને રજુ કરવા એનું જ નામ તો બ્રેકિંગ ન્યૂઝ!
ReplyDeleteકેટલીક ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝની વ્યાખ્યા થોડી જુદી છે, જાહેરાતોની વચ્ચે બ્રેકમાં ન્યૂઝ આપવા એનું નામ બ્રેકિંગ ન્યૂઝ!
Hi,
ReplyDeleteMy organisation, nextGen India Network comprises of a group of young people who are dedicated to bringing important issues into public view, particularly among youngsters. We are currently working on a campaign against the practice of "khatna" or female genital mutilation among the dawoodi bohra community. We are however, an english language media organisation and we recognise the fact that the campaign requires awareness generation in local languages which are primarily used by the bohri women. The campaign by Tasleem, the woman who has finally decided to do something about the brutal practice consists primarily of a petition against the bohra cleric and an "operation blade" . It is essential that this campaign reach the people to whom it matters the most, i.e., the gujurati speaking population, particularly the bohri women.
It is a sincere request to you to consider spreading awareness about this issue through your blog, which I feel is an excellent way of reaching out to people, or any other local language media that you consider as suitable for this purpose.
nextGen India is trying to do the same through our platforms of debates, contests and blogs, but our English language format is essentially a barrier.
I am looking forward to your support for this cause.
I am extremely sorry for posting this here, but I was unable to locate your e-mail address anywhere.
Regards,
Ruhi Sonal
Chief Editor
nextGen India Speaks
http://www.nextgenindia.com/gender-issues/female-genital-mutilation-in-india/
This comment has been removed by the author.
ReplyDeleteગુજરાતી પત્રકારો પણ હ...હ... કરીને હાંકે રાખે છે.
ReplyDeletehii..
ReplyDeleteNice Post Great job.
Thanks for sharing.