વાંગડુંગ : ૨૫ વર્ષથી ચીનની એડી નીચે દબાયેલો ભારતીય પ્રદેશ
ભારતના અરુણાચલ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો મળ્યાને ગઇ ફેબ્રુઆરી ૨૦ ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. પ્રસંગ સિલ્વર જૂબિલિનો હતો, જેની ઉજવણીના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે આપણા સંરક્ષણમંત્રીને તેડાવ્યા. દેશના સંરક્ષણમંત્રી પોતાના જ દેશના એકાદ રાજ્યની મુલાકાત લે એ બાબત આમ તો સામાન્ય ગણાય, પરંતુ ચીનને એ બાબત સામાન્ય ન લાગી. અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની હાજરી તેને કઠી--અને તે પણ એટલી હદે કે ચીનના વિદેશમંત્રીએ તીખા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી એવા મતલબનું નિવેદન આપ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય શાસકોનું આવવું બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને જોખમમાં મૂકી શકે છે.
ચીનના વિદેશમંત્રીએ પોતાનો વિરોધ કર્યો કે પછી ભારતને ઠાવકી ભાષામાં ધમકી આપી એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે : અરુણાચલ પ્રદેશને રાજકીય તેમજ ભૌગોલિક રીતે પોતાનો ભાગ ગણતી બિજિંગ સરકાર એ સ્થળે ભારતીય આગેવાનોની હાજરી સાંખી લેવા માગતી નથી. ચારેક વર્ષ પહેલાં વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી ત્યારે પણ બિજિંગ સરકારના પેટમાં તેલ રેડાયું હતું અને ડિપ્લોમેટિક ભાષામાં તેણે પોતાનો વિરોધ જતાવ્યો હતો.
જાણીતી વાત છે કે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યને ચીન વર્ષો થયે પોતાની માલિકીનું ગણતું આવ્યું છે. આશરે ૮૩,૭૦૦ ચોરસ કિલોમીટરના એ રાજ્યની સરહદમાં એટલે જ ચીની લશ્કર વારેતહેવારે નાનાંમોટાં છમકલાં કરતું રહે છે. ક્યારેક તે સરહદ ઓળંગીને અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવે છે, તો ક્યારેક સરહદી ગામોમાં લોકોને રાયફલની નોક પર ડરાવે-ધમકાવે છે. અરુણાચલ પ્રદેશચીન સરહદે ભારતીય લશ્કરે સ્થાપેલાં (અને શિયાળામાં રેઢાં પડેલાં) બન્કરોમાં ચીનના સૈનિકોએ તોડફોડ કર્યાના કિસ્સાઓ તો અનેક છે. એક અજાણ્યો કિસ્સો ૧૯૮૬ની સાલમાં બન્યો, કે જેના નતીજારૂપે ભારતે ૨૮ ચોરસ કિલોમીટરનો ભૌગોલિક પ્રદેશ હંમેશ માટે ગુમાવી દેવો પડ્યો.
બન્યું એવું કે ૧૯૮૬માં ભારતે અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો ત્યારે એ વિશાળ ભૌગોલિક પ્રદેશ પર પોતાનો હક્કદાવો જતાવ્યા કરતી બિજિંગ સરકાર વિફરી. અરુણાચલ પ્રદેશના તવાંગની ઉત્તર-પૂર્વે તેણે પોતાના લશ્કરને સરહદ રેખા ઓળંગી ભારતમાં દાખલ કરાવ્યું. આકરો શિયાળો ત્યારે ચાલી રહ્યો હતો, એટલે કેટલાક સરહદી વિસ્તારોમાં સ્થિત ભારતીય જવાનો પોતાની ચોકીઓ છોડી હેઠવાસમાં આવી ગયા હતા. ચીની સૈનિકોએ તેનો ફાયદો ઉઠાવી સુમદોરોંગ ચૂ કહેવાતા એરિઆમાં આવેલો વાંગડુંગ નામનો ભારતીય પ્રદેશ પોતાની એડી નીચે દાબ્યો.
કઠોર શિયાળો પૂરો થતાં ભારતીય જવાનો પોતપોતાની ચોકીઓ તરફ રવાના થયા ત્યારે વાંગડુંગ ખાતે ૧૨મી આસામ રેજિમેન્ટને જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. ભારતીય બન્કરો પર ચીની સૈન્યએ કબજો જમાવી લીધો હતો એટલું જ નહિ, ત્યાં બીજાં કેટલાંક પાકાં બન્કરોનું તેમજ ચેકપોસ્ટ્સનું બાંધકામ ચાલી રહ્યું હતું. ૧૨મી આસામ રેજિમેન્ટના કમાન્ડિંગ અફસરે જોયું કે ચીનના સૈનિકોની સંખ્યા કમ સે કમ ૨૦૦ જેટલી હતી, એટલે પોતાની ટુકડી સાથે તેઓ મુખ્ય છાવણીએ પરત ફર્યા.
ભારતીય પ્રદેશ પર ચીન પગદંડો જમાવીને બેસી ગયું તેના જવાબમાં આપણે શું કર્યું ? શરૂઆતમાં સરહદી વિસ્તારોમાં લશ્કરી જમાવટ કરીને થોડુંક બળપ્રદર્શન અને પછી (રાબેતા મુજબ) રાજકીય વાટાઘાટો ! બેયમાંથી એકેય પગલું જો કે કશું પરિણામ આણી ન શક્યું. વાંગડુંગનો ૨૮ ચોરસ કિલોમીટરનો પ્રદેશ આપણે કાયમ માટે ભૂલી જવો પડ્યો. ૧૯૮૬માં અરુણાચલ પ્રદેશ ખાતે ફરજ બજાવનાર ખુશ્કીદળના એક સીનિઅર અફસરના કહેવા મુજબ સરહદભંગના આરોપસર વાંગડુંગ ખાતેના ચીની સૈન્યને ભારતે આસાનીથી ઉખાડી ફેંક્યું હોત, પણ દિલ્હી સરકારે શાંતિમંત્રણાનું વલણ અપનાવ્યું.
ભારતે વાંગડુંગ ગુમાવ્યાને આજે પચ્ચીસ વર્ષ થયાં, છતાં દુશ્મન સામે શાંતિપાઠ જપ્યા કરવાની દિલ્હી સરકારની નીતિમાં કશો ફેરફાર આવ્યો નથી. આનો તાજો દાખલો એ કે અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની મુલાકાત સામે ચીને વિરોધ ઊઠાવી ભારતને દમ માર્યો તેના પ્રત્યુત્તરમાં દિલ્હી સરકારે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. વારંવાર સીમા ઉલ્લંઘન કરીને ઘૂસી આવતા ચીની લશ્કર સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત તો બહુ દૂરની છે.
aapni sarakar na mantrio ne khurshi ni ramat sivay biji koi ramat ramta aavadti j nathi to pachi ramvano to vichar j naa aave ne!
ReplyDeleteI am a Big fan of safari from my childhood. .But Now I think that Safari is being political. Safari must express their views about Indian politics so that people can know the bad game of politicians but safari is continuously being opponent of one particular party.Why Don't you write a single line against BJP or NDA?.You think Gujarat govt is doing well that's why people choose them again and again then why don't you think same for congress at national level.People of India has given their vote to congress for 45 years.Now don't say that people are making mistakes.I am still big fan of you,sir.Just want to tell you that please let be safari place of knowledge.You wrote a lot against UPA when China and Pakistan said something about Arunachal pradesh and Kashmir but Have you ever wrote a single line when pakistan terrorists attacked on parliament and Atal bihari vajpayi called back our army from border because of pressure of America? ?Soldiers were ready to attack. but Govt was afraid. .
ReplyDeletei totally agree wid you! You have written what i wanted to write!Good one!
DeleteSee this Kaiyum and parth!!!
Deletehttp://www.akilanews.com/daily/news_html/main7.html
રાજકારણમાં જ રસપ્રચુર રહેતી કેન્દ્ર સરકારને સરહદો કે સંરક્ષણ પર ધ્યાન આપવાની નથી ફુરસદ કે નથી ગંભીરતા. ચીન આખી બ્રમ્પુત્ર નદી હાઈજેક કરવાની તયારી કરે છે ને આપડી સરકાર હજુ ચાંચુડી ઘડાવે છે... પાકિસ્તાન પણ સરહદે છમકલા થતા રહે છે અને એસ. એમ. કૃષ્ણ હીના રબ્બાની સાથે હાથ મિલાવામાંથી નવરા થતા નથી! ઇન્ડો-શિનો વોરને ૫૦ વરસ પુરા થઇ રહ્યા છે અને ચીન ફરી પુનરાવર્તન કરવાની તૈયારી કરે છે...
ReplyDelete@ kaiyum - સહમત.. સફારી રાજકારણ કરતા જ્ઞાનકારણ વિષે વધુને વધુ લખે એમાં જ મજા છે.
ReplyDelete@ kaiyum. દોસ્ત તમારી વાત સાથે સંમત છું. પણ એકવાત છે કે કોંગ્રેસ કેન્દ્ર માં હોવા પાછળ એકજ કારણ છે કે એમને શરૂઆત માં રાજ કરી આપના લોકોના મન માં ઠસાવી દીધું છે કે આઝાદી એમના લીધે મળી છે. આપના દેશ માં હજુ એવું પણ માનનારા છે કે ગાંધી પરિવાર મહાત્મા ગાંધીનો છે એટલે એ લોકો જીતે છે. બાકી એ લોકો એ દેશ માટે કઈ ખાસ્સ કામ નથી કર્યું.
ReplyDeleteઅને રહી ગુજરાત ની વાત, તો એ તો ફેશન છે આજકાલ ગુજરાત ને બદનામ કરવાની. ગુજરાત સરકાર સારું કામ કરે છે એમાં કોઈ બેમત ના હોવો જોઈએ જો તમે ગુજરાતી હોય તો. કોંગ્રેસે દેશ(ખાસ કરીને લઘુમતીને) ને હંમેશ માટે ડરાવીને રાખ્યા છે કે અમારી જોડે રેહજો નહિ તો બી જે પી તમને જીવવા નહિ દે.
આભાર.
દેશના આર્થિક, સરહદી, પ્રાંતીય તેમજ સામાજિક પ્રશ્નોને રાજકારણનું લેબલ શા માટે આપવું જોઇએ ? આવાં પ્રશ્નો સાથે આપણા રાજકારણીઓ બાથ ભીડે છે ફક્ત એટલા માટે તે પોલિટિકલ બની જતા નથી. પ્રશ્નો રાષ્ટ્રીય છે, માટે તેમની ચર્ચા થવી જ જોઇએ. 'સફારી'માં તેમની ચર્ચા એટલા માટે થાય છે કે એ સામયિકનો અભિગમ રાષ્ટ્રવાદી છે. દિલ્હીમાં કે પછી રાજ્યમાં સરકાર ગમે તેની હોય, પણ રાષ્ટ્રહિતને ભોગે રાજકીય હિત સાચવતા આગેવાનોની ભૂલ સામે 'સફારી'એ હંમેશાં આંગળી ઉઠાવી છે.
ReplyDeleteરાષ્ટ્રહિતમાં લખાયેલા મુદ્દાને એ જ સંદર્ભે વાંચો તો સારૂં, કેમ કે તેને રાજકારણની નજરે જોશો તો મુદ્દાની ગંભીરતા કદાચ પૂરેપૂરી પામી નહિ શકાય.
મારા મતે અહી રાષ્ટ્રીય સમસ્યા પર લખાયું છે અને રાષ્ટ્રવાદ પર લખાવું પણ જરૂરી છે જે આપણે ત્યાં ઓછું લખાય છે. આ પ્રકારે આગાળ પણ લખતા રહો.
Deletesir, you said દિલ્હીમાં કે પછી રાજ્યમાં સરકાર ગમે તેની હોય, પણ રાષ્ટ્રહિતને ભોગે રાજકીય હિત સાચવતા આગેવાનોની ભૂલ સામે 'સફારી'એ હંમેશાં આંગળી ઉઠાવી છે.
Deletethen show me a single article,single line in safari against BJP govt.On issues like parliament attack,Plane hijack cases.It was also National issues like POK,siachen etc.They could allow our army to attack on Pakistan to teach them lesson like Iron lady did in 1971.
@Anonymous,
DeleteThe attacker on the parliament was immediately caught and sent to jail by the BJP-led NDA government. Supreme court declared him guilty, after a long legal procedure including Afzal Guru given a government lawyer, and sentenced him of hanging till death. It is the Delhi Congress government led by Sheila Dixit and UPA government led by Congress government (although not by the puppet-singh unofficially) are hiding the file of Afzal Guru's file. I think you are not following the news properly.
It would have been much better if he was encountered instead. But in that case, Congress' servants and shoes-lickers like Urvish Kothari will then have tear of great sadness same as Sonia Gandhi!
In Kargil, though Pakistani army came inside India, they were fought against and thrown out of India by the BJP-led NDA government.
Whereas, in Arunachal Pradesh, it is exactly the same situation right now and Chinese army has already come inside India, but look at the puppet-singh's response! The puppet is willing to give away our own land to China.
But then his boss is an Italian, so what can we expect from her. She is not an Indian anyway!
I think you don't know anything about what's happening and what happened around in India.
Probably you are brainwashed by Urvish Kothari and Prakash N Shah likes, or by some Jihadis. Actually, both are the same!
Rahul Dholakia
One thing that I do not understand... Why in full winter our soldiers have to come down and at that time other country's soldiers can stay and maintain their position in our country...
ReplyDeleteI am not against Indian soldiers or anything.. but why is it so that we leave the post from west and Pakistan acquire it (their soldiers can sustain in same cold!!!) and we leave post in east and china takes it...
There has to be some solution to this...!!!
A reformation in thoughts of indian people can and will bring solutions to this sort of problems. we have everything ... we do not need any expertise... we've had our share brilliant and intellectual people from the past..so we need use that knowledge and skill...then only then will these bastards be defeated...
ReplyDeletea new age has to dawn..otherwise there is no hope..
compromise after compromise..where does it lead to ..
Also..Harshal Pushkarna..your thoughts and passion are great..but it would be good thing...if we can all see two sides of the story..not to make someone agree to the other side but at least seeing that side of perspective will give rise to some new thoughts..
@ kaiyum
ReplyDeleteBhaio, we should know this things also, till how long we will want to keep our self away from politics i mean they are ruling us and at least we should know what are they doing, why are they doing, and why congress is ruling from last 50 years, is due to their divide and rules policy, ( they are winning on minorities vote and we dont want to vote...)
any way what ever SAFARI is doing let him do and they should spread such news as much as possible.
Hi to Safari team.
ReplyDeleteCan you please check your online subscription form and help-desk form as both of them are full of bugs?
I've tried to subscribe 12-months safari subscription but the form page is damn slow and full of bugs.
Another time I disappointed when I tried to fill up help-desk form.
Unfortunately, I've to put my suggestions on this comment section.
I hope you will work on these issue as soon as possible.
Your faithful,
hello... i can understand why u deleted all comments about urvish nathari..and nothing personal against you and your safari team.. but just dont allow rascals like kothari share ur platform.. u guys hv some standard he is going to ruin your image ..thx
ReplyDelete