રાષ્ટ્રપતિના હોદ્દાની ગરિમાઃ ગઇ કાલ અને આજ
આઝાદ ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિનો મોભાદાર હોદ્દો સંભાળનાર અને સતત ૧૨ વર્ષ સુધી તે હોદ્દાનો મોભો તથા ગરિમા જાળવી રાખનાર ડો. રાજેન્દ્ર પ્રસાદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લીધી તે ઐતિહાસિક બનાવને ચાલુ મહિને ૫૦ વર્ષ પૂરાં થાય છે.
રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પૂરો થયા પછી રુખસત લે એ પ્રસંગ આમ તો સામાન્ય ગણાય, પણ ડો. રાજેન્દ્ર પ્રસાદના (રાજેન્દ્રબાબુના) કેસમાં એ પ્રસંગ સામાન્ય ન હતો. કારણ કે રાજેન્દ્રબાબુ સાધારણ રાષ્ટ્રપતિ ન હતા. જાન્યુઆરી ૧૯૫૦થી મે, ૧૯૬૨ સુધી દિલ્હીના મહેલાત જેવા રાષ્ટ્રપતિ ભવનમાં રાજેન્દ્રબાબુ અત્યંત સાદગીથી રહ્યા. સરકારે તેમનો નિભાવખર્ચ ઓછામાં ઓછો વેઠવાનો થાય તેનું હંમેશાં તેમણે ધ્યાન રાખ્યું, કેમ કે રાષ્ટ્રપતિ પાછળ સરકાર જે ખર્ચ કરે તે આખરે તો પ્રજાએ કરવેરારૂપે ચૂકવેલા નાણાંમાંથી ભરપાઇ કરાતો હતો. દેશની જનતા પર આર્થિક બોજો લાદવામાં નિમિત્ત બનવા ન માગતા રાજેન્દ્રબાબુની ખાનદાની એટલી કે રાષ્ટ્રપતિ તરીકે મળતા રૂ.૧૦,૦૦૦ના માસિક પગારની ફક્ત ૧૦% રકમ સ્વીકારી બાકીનો ૯૦% હિસ્સો સરકારી તિજોરીમાં જમા કરાવી દેતા. આ રીતે કુલ ૧૪૭ મહિના રાષ્ટ્રપતિના હોદ્દે રહીને રાજેન્દ્રબાબુએ પગારની સારી એવી રકમ જતી કરી. FYI: ૧૯૬૨માં રાષ્ટ્રપતિનો હોદ્દો છોડ્યા બાદ પોતાના માટે નવી મોટર ખરીદવાના તેમની પાસે પૂરતા પૈસા ન હતા ત્યારે નેહરુ સરકારને તેમણે મોટર પર એક્સાઇઝ ડ્યૂટી માફ કરાવી આપવા વિનંતી કરવી પડી. જવાબમાં નેહરુનો નનૈયો મળ્યો, એટલે રાજેન્દ્રબાબુએ સેકન્ડહેન્ડ મોટર ખરીદીને સંતોષ માન્યો.
સાદગી, ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, દેશની પ્રજા પ્રત્યે હમદર્દી અને વફાદારી વગેરે જેવા સદ્ગુણો વડે રાષ્ટ્રપતિના મોભાદાર હોદ્દાને શોભાવનાર રાજેન્દ્રબાબુએ મે ૧૩, ૧૯૬૨ના રોજ રાષ્ટ્રપતિ ભવન છોડ્યું પછી રાષ્ટ્રપતિ ભવનમાં પડેલો ‘ખાલીપો’ આજ દિન સુધી ભરી શકાયો નથી. રાષ્ટ્રપતિની રૂએ રાજેન્દ્રબાબુની સાદગી સામે જબરજસ્ત કોન્ટ્રાસ્ટ જન્માવતો દાખલો ભારતના વર્તમાન (અને ટૂંક સમયમાં વિદાય લેનાર) રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો છે. પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રપતિ ભવનમાં તેમણે VIP લાઇફસ્ટાઇલ ભોગવી છે. કુલ ૧૨ વખત વિદેશપ્રવાસો કરીને તેમણે ૨૨ દેશોની જે શુભેચ્છા મુલાકાત લીધી તેમાં રૂ.૨૦૫ કરોડનો માતબર ખર્ચ થયો છે. (દક્ષિણ તેમજ મધ્ય અમેરિકાના એક પ્રવાસ દરમ્યાન રાષ્ટ્રપતિ સાથે તેમનો દીકરો પણ જોડાયો હતો, જેણે રાષ્ટ્રપતિના સરકારી વિમાનમાં મેક્સિકો-ટુ-માયામીનો બિનસત્તાવાર તેમજ વ્યક્તિગત કામ અર્થે પ્રવાસ ખેડ્યો. નોંધવા જેવું છે કે ખુદ રાષ્ટ્રપતિ તે દરમ્યાન મેક્સિકોમાં રોકાયા હતા). આ ખર્ચ છેવટે તો દેશની પ્રજાના શિરે આવ્યો.
જનતાના માથે લાદવામાં આવેલો વધુ એક ખર્ચ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના રિટાયરમેન્ટ આવાસનો હતો, જેને માટે કેંદ્ર સરકારે પૂણે નજીક ૨,૬૦,૦૦૦ ચોરસ ફીટની જમીન ફાળવી હતી. આ વિશાળ જમીન મૂળ તો ખુશ્કીદળના શહીદ જવાનોની વિધવા પત્નીઓના આવાસ માટેની હતી. છતાં સરકારે એ જમીન રાષ્ટ્રપતિ માટે હસ્તગત કરી અને ત્યાં ૪,૫૦૦ ચોરસ ફીટનો બંગલો સરકારી ખર્ચે બનાવવાનું ઠરવ્યું. રિટાયર થતા ભારતીય રાષ્ટ્રપતિ જો દિલ્હીમાં રહેવાનું પસંદ કરે તો કાયદાની રૂએ સરકાર તેમને ૪,૪૯૮ ચોરસ ફીટનો આવાસ ફાળવે, પણ રાષ્ટ્રપતિ દિલ્હીને બદલે અન્ય કોઇ શહેરમાં રહેવા ઇચ્છે તો તેમને ૨,૦૦૦ ચોરસ ફીટથી વધુ મોટો આવાસ મળી શકતો નથી.
રાષ્ટ્રપતિ તરીકે માસિક રૂ.૧,૫૦,૦૦૦નો પગાર ઉપરાંત અન્ય સવલતો પામનાર પ્રતિભા પાટીલના કેસમાં કેંદ્ર સરકારે કાયદામાં બાંધછોડ કરી પૂણે નજીક સવા બે ગણા મકાનનું ચણતર શરુ કરાવ્યું. વળી એ જમીન પર કે જે મૂળભૂત રીતે શહીદ જવાનોનાં પરિવાર માટે અનામત રખાયેલી હતી. આ વાત ખુદ રાષ્ટ્રપતિ પાટીલની જાણબહાર હોય એવું ન બને, છતાં તેમણે મૌન સેવી રાખ્યું. પૂણે નજીકના તેમના સૂચિત આવાસને લઇને મીડિઆમાં પુષ્કળ હોબાળો મચ્યો ત્યારે છેવટે મૌન તોડ્યું અને તે આવાસ જતો કરવાની ઘોષણા કરી.
આ બનાવના સંદર્ભમાં પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુને ફરી યાદ કરો, જેમણે મે, ૧૯૬૨માં પદત્યાગ કર્યા પછી શેષ જીવન પટણામાં બિહાર વિદ્યાપીઠના કેમ્પસમાં વીતાવ્યું. રહી વાત ભારતીય રાષ્ટ્રપતિના હોદ્દાની ગરિમા અંગેની તો તેનો એક દાખલો રાજેન્દ્રબાબુ બેસાડતા ગયા, જ્યારે બીજો પ્રતિભા પાટીલે બેસાડ્યો છે. બેય દાખલા દોન ધ્રુવ જેવા છે.
રાષ્ટ્રપતિ પદ ની ગરીમાં માટે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ નું ઉદાહરણ સાચે જ આપવા જેવું છે. આજે તો આ પદ શોભા ના ગઠીયા જેવું રહ્યું છે. નિશંક દેશ ના રાષ્ટ્રપતિ સૌથી આદરણીય નાગરિક છે પણ આ પદ પર બેઠેલ વ્યક્તિ પણ તેના પર માન ઉપજે તેવો હોવો જોઈએ ને! તેના માટે અબ્દુલ કલામ જેવી પ્રતિભા હોવી જોઈએ.
ReplyDeleteહવે આજે ફરી નવા રાષ્ટ્રપતિ નો ચુનાવ કરવાનો વખત આવ્યો એટલે કોંગ્રેસે ફરી પોતાનું ધાર્યું કરે એવા પ્રણવ મુખર્જી ને આગળ કર્યા. આ વ્યક્તિ એ પોતે દેશ ના આર્થિક મંત્રી તરીકે કોઈ ખાસ કામ કર્યું નથી અને દેશ ના લોકો ને એના પ્રત્યે માન પણ નથી. તો પછી આવા જ માનસ ને આ પદ પર બેસાડી ને શા માટે પદ ની ગરિમા બગાડવી જોઈએ?
શા માટે બધા રાજકીય પક્ષો ફરી અબ્દુલ કલામ સાહેબ ને ફરી રાષ્ટ્રપતિ નથી બનાવતા. (કારણ કે તે કોંગ્રેસ નું ધાર્યું કરતા નથી !) કોંગ્રેસ હવે સત્તા માં રહેવાને લાયક જ નથી. બધાએ મળી ને આવા કઠપુતલી રાષ્ટ્રપતિ નો વિરોધ કરીને અબ્દુલ કલામ જેવા માનનીય નો સપોર્ટ કરવો જોઈએ.
This comment has been removed by the author.
ReplyDeleteરાષ્ટ્રપતિઃ ભારતનાં સર્વપ્રથમ નાગરિક(વ્યક્તિ).
ReplyDeleteફરીથી આવી તેના ચુનાવની વાત એટલે તેનાં આધારે રાજકીય અને ધાર્મિક રોટલાં શેકાવાના.
માટે તેની આગમાં પ્રજા હરવખતની જેમ બળી ના જાય તેથી હર્શલભાઇ કે નગેન્દ્રકાકા જેવાં રાષ્ટ્ર માટે કલમને વરી ચુકેલા ભેખધારી “યુવાનો” આ દેશનાં “૧૮ વર્ષનાં ઘરડાં કે તેથી મોટાં વડીલ”ને કાંઇક ભુતકાળનાં ઇતિહાસમાં ડોકીયું કરાવવાનાં “નિષ્ફળ” પ્રયત્ન કરવાનાં જ. (અને હર કોઇએ કરવો જ જોઇએ).
(“નિષ્ફળ” શબ્દ વાપરવા માટેનું કારણ અથવા હકિકત) એ કે….
હર્શલભાઇ, આ દેશનાં અને મોટે ભાગે ગુજરાતનાં માત્ર એન્જીનીયરીંગનાં ૮૦% (ભણેલા -ગણેલા) જ એટલાં યુવાનો છે જે ભારતનાં હાલનાં નાયબ- રાષ્ટ્રપતિનું નામ સુદ્ધા જાણતા નથી કે જે પણ આ વખતે રાષ્ટ્રપતિ બનવાના દાવ પર લાગેલા છે.(હું પણ એક એન્જીનીયરીંગનો વિદ્યાર્થી હોવાથી કહી રહ્યો છું કે તમારી જેમ વ્યથા ઠાલવી રહ્યો છું.)
બીજી હકીકતઃ અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ “સફારી” સૌથી વધું ટકાવારીની દ્રષ્ટિએ એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓમાં વંચાય છે. પણ માત્રને માત્ર તકનીકી જ્ઞાન પુરતી જ.નહીં કે તમારા આવા વિચારપ્રેરક સંપાદકીય પત્ર વિશે જાણવા કે તેમાંથી કશું અમલમાં મુકવા માટે.
ત્રીસ-ત્રીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી દેશપ્રેમી, ક્રાંતીકારી અને ચારિત્ર્યવાન જ્યોતને અવિરતપણે સળગતી રાખવાનો “ચારિત્ર્યવાન પ્રયાસ” નગેન્દ્રકાકાને અને દેશને ક્યારી ફળશે એ તો સમય જ બતાવશે.
આ પેઢી ભલે અત્યારે આવાં સફારીનાં પત્રને કે અંકેને એક(૧) દીવસમાં વાંચી કાઢી બાકીના ઓગણત્રીસ(૨૯) દીવસો IPL(આઇપીએલ) જોવામાં અને રેઢીયાળ મુવી, મસાલા ન્યુઝ ચેનલોમાં કાઢે અને તેનાં હિરો-હિરોઇન આજનાં આવાં યુવાનોને શરાબ અને શબાબ વિશે એકદમ પોઝિટિવ કોમેન્ટ આપે અને આ જ રીતે દેશનો યુવાન આવી જુની પરંપરા તોડીને દેશને બચાવી શકશે એવી શિખામણા આપે ……
………પણ એક સમયે આ બધી વસ્તુ દેશને અને આવી દેશવિરોધી જાહેરાતો દેશનાં આવાં યુવાધનને ચારિત્ર્યહિન કરીને પાયમાલ કરી દેશને વેચવા કાઢશે ત્યારે તો “લગભગ” જાગી જ જશે……..હજુ ઘણો સમય છે…………..જય હિન્દ……..ભારત માતાકી જય….
This congress party has killed democracy and found that India is a hen giving golden egg by means of scam.
ReplyDeleteAfter 5 years of tanure most of the people don't know who was Mrs. Pratibha Devisingh Patil & why she was choosen as President of India. In last 5 years she has done another "works" except travelling above mentioned countries -
ReplyDelete- Giving awards in award ceremonies
- Reading written scrip on 26th Jan eve on national television
No Indian can believe that this person is our Prez.
No "pratibha" except the Name Pratibha...
DeleteYou are absolutely right, Today's Government is not for us (public), they are eager to fill their pockets only.
ReplyDeletehttp://paresh-gujarati.blogspot.in/
Dalits in Gujarat are living the best life among all the states - Director, National Human Rights Commission
ReplyDeletehttp://www.globalgujaratnews.com/article/human-right-commission-of-india/
Bharat desh no Sarvottam hoddo aa benji lai ne to betha pan desh maate shu ukalyu!!::Ben tamaru kaam Inaam vitaran, santaano sathe videsh yatra k Rastrapati bhavan ma aaram karva sivaay Desh na abajo Loko ma chetna purvanu 6e je lakheli script vanchvathi naa thay ! arre aanathi vadhu sakriya to koi gaam ni mahila sarpanch hoy !!
ReplyDeletemilan bhai ekdum sachi vaat kidhi tame. desh ni evi ghani mahila rastrapati karta temna gam na prashno hal kare 6e.
ReplyDeleteTo,
ReplyDeleteHarshalbhai,
I can't find a way to contact you so writing here.
In April, I have applied for Gujarati print edition for 2 years...
I applied through credit card and subscription fee was Rs.680. But when I got April issue then I came to know that for the same duration if we apply through DD then fee is Rs. 560. Why so much difference..?
Then I came to know that SAFARI is using payment gateway that accepts foreign currency only and not Indian Rupee.
But I think,
1. most of the subscribers of SAFARI are Indian and specifically Gujarati.
Then why are you using foreign ($) payment gateway?
2. Everyday $ is increasing compare to Rs. so keeping payment in $ currency makes loss of Rs. 120 to your every Indian subscriber.
So why are you using foreign ($) payment gateway?
3. You can check other Gujarati magazines like Chitralekha also. They have also subscribers from out of India but still they provide payment gateway in both the currency.
Then why are you using foreign ($) payment gateway?
4. In magazine also, SAFARI always insist to use Indian resources and also you write it as SAFARI-INDIA.
Then why are you using foreign ($) payment gateway?
It was all about affording the payment gateway for INR. They were too expensive some time ago. But now we have got one (affordable) payment gateway. Readers will now be able to pay in INR. Wait for a few days more, all new SAFARI-INDIA.COM is coming...
DeleteThat's really good...
DeleteThat's what I was expecting from SAFARI... :)
I hope now onwards subscribers do not have to pay more money if they are subscribing online.
Thanks.
Please advise where is this article available in ENGLISH language? I Want to spread this to many many people.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete