ચૂંટણીમાં જાતિવાદ અને પ્રાંતવાદના વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ
એક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા
પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું
ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે
ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો.
૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ
વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ
પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ
હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં
નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી
બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ
રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી)
આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો.
આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા,
રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર્ણ બાદબાકી કરી નાખી. ઊલટું, ભ્રષ્ટાચાર,
કાળાબજારી, લાઇસન્સરાજ તથા કૌભાંડો વડે દેશના રાજકારણને ખરડી મૂક્યું. ભ્રષ્ટાચારને
રાજકારણનો ભાગ ગણાવી તેને સમર્થન આપનાર સૌપ્રથમ રાજકીય આગેવાન ઇન્દિરા ગાંધી હતાં,
જેમનાં માટે વિખ્યાત અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ જાહેરમાં કહેલું કે, 'Indira
Gandhi is the fountainhead of all corruption in India'. દેશ પર
ઇમરજન્સી લાદી સરમુખત્યારશાહી રાજ ચલાવનાર ઇન્દિરાએ ભ્રષ્ટાચારને એટલી હદે પોષ્યો કે
લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર નાબૂદી પહેલી વાર મુખ્ય મુદ્દો બન્યો, જેને આગળ ધરી મોરારજી
દેસાઇએ દિલ્લીમાં જનતા સરકાર રચી. દેડકાની પાંચ શેરી જેવી તે સરકારમાં આંતરિક વિખવાદોનો
પાર ન હતો, એટલે સરકારનું ટૂંક સમયમાં બાળમરણ થયું. દિલ્લીની ખુરશી પર ત્યાર બાદ ચૌધરી
ચરણસિંહ બિરાજ્યા, જેમની પણ સરકાર આંતરિક કાવાદાવા અને સત્તાલોભના વાંકે લાંબો સમય ટકી
નહિ. આમ માત્ર ૩ વર્ષના સમયગાળામાં બે સરકારો બદલાઇ. શંભુમેળા જેવી સરકારોના સત્તાપલટાથી
ત્રસ્ત બનેલી પ્રજા પાસે બીજો કોઇ રાજકીય આગેવાન નહોતો, એટલે ન મામા કરતાં કહેણો મામો
સારો એ ઉક્તિ મુજબ ઇન્દિરા ગાંધીને ફરી દિલ્લીની ગાદીએ બેસવાનો લાભ દેશની પ્રજાએ આપવો
પડ્યો. અહીં અન્ડરલાઇન કરવા જેવો મુદ્દો એ કે દેશના નેતાની પસંદગી સિલેક્શનને બદલે
મજબૂરીના ધોરણે કરવામાં આવી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ
કોઇ પણ જાતની રાજકીય લાયકાત યા પોલિટિકલ મુદ્દા વિના માત્ર સહાનુભૂતિના જોરે વડા પ્રધાન
બન્યા. ભ્રષ્ટચારનો દોર તેમણે પણ બોફર્સ કૌભાંડ થકી આગળ ચલાવ્યો, એટલે વી. પી. સિંહે
તેમને સત્તામાંથી ઉખાડી નાખવામાં સફળ રહ્યા.
દિલ્લીમાં ત્યાર બાદ એક પછી એક કરીને ઘણી સરકારો બદલાઇ. સત્તાપલટામાં
તેમજ સત્તા રચવામાં ભ્રષ્ટાચાર નાબૂદી, હિંદુત્વ, રામમંદિર, જાતિવાદ, પ્રાંતવાદ, ગરીબી
હટાઓ વગેરે જેવા મુદ્દાઓ જ કેંદ્રસ્થાને રહ્યા. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ
વિકાસનો મુદ્દો હંમેશાં બાજુએ રહી જવા પામ્યો. લોકસભાની કોઇ ચૂંટણી એ મુદ્દા પર લડાઇ
નહિ, કારણ કે વિકાસની ભાષા બોલી શકે અને લોકોના ગળે તે ભાષા શીરાની જેમ સહજતાથી ઉતરાવી
શકે તેવા રાજકીય આગેવાનોનો આપણે ત્યાં દુકાળ હતો. આમાં અપવાદ તરીકે નરસિંહ રાવને યાદ
કરવા રહ્યા, જેમને દેશના પાતાળમાં ગયેલા આર્થતંત્રને ઉદાર આર્થિક નીતિ વડે નવી ઊંચાઇએ
પહોંચાડ્યું. (આ ‘અપરાધ’ કરવા બદલ તેમને ખુદ પોતાની પાર્ટીના સિનિઅર કાર્યકરોએ બહિષ્કૃત
કર્યા હતા). સરકારને બાબુશાહી ઢબે નહિ, બલકે કોર્પોરેટ કંપનીની માફક ચલાવી શકાય એનો
દાખલો નરસિંહ રાવે બેસાડ્યો, પણ તેમની એ ઉમદા નીતિને આગળ ધપાવવાની દરકાર ત્યાર પછીના
કોઇ નેતાએ કરી નહિ. એક મોટું કારણ એ માટે જવાબદાર હતું: ભારતના રાજકારણમાં ધર્મ, જાતિવાદ,
પ્રાંતવાદ, પરિવારવાદ જેવા ક્ષુલ્લક મુદ્દાઓ એટલે ઊંડે સુધી પકડ જમાવી ચૂક્યા હતા કે
વિકાસને લગતા મૌલિક વિચારોને તેમાં અવકાશ રહ્યો નહોતો. હજી પણ નથી.
આમ છતાં આજે એક નેતાએ નરસિંહ રાવની જેમ વિકાસની ભાષા અપનાવીને
રાજકારણમાં સામા પ્રવાહે ઝંપલાવ્યું છે. (રાજકારણમાં વિકાસનું મોડલ કેટલું કારગત નીવડે
તેનાં ગુજરાતમાં માનો યા ન માનો જેવાં પ્રેક્ટિકલ ઉદાહરણો તેમણે આપ્યાં છે). માત્ર
વિકાસના તેમજ રાષ્ટ્રહિતોના મુદ્દે લોકસભા ચૂંટણી લડાઇ રહી હોવાનું ભારતના ઇતિહાસમાં
પહેલી વાર બની રહ્યું છે. ભારતના પરંપરાગત રાજકારણને પચાસ વર્ષે પહેલી વાર સુખદ વળાંક
મળી રહ્યો છે. શક્ય છે સુપરપાવર બનવાની આપણી સફરમાં એ જ વળાંક ટર્નિંગ પોઇન્ટ સાબિત
થાય.
True...
ReplyDeleteAgreed...
A real nice point to be considered for upcoming elections.
There's a correction to be made, Sir. In the third paragraph, second line, the second word should be "baadbaaki", instead, it currently is "baadbaadi". So please correct it.
ReplyDeleteIf a new word has been added to Gujarati dictionary, then I'm sorry, I'm unaware of it. After all, every Safari reader knows your command on Gujarati.. ;)
Correction made. Thank you!
DeleteVery well written.
ReplyDeleteI really appreciate and whole hearted follower of Harshal Publications. I believe that Indian Democracy has been always faced the lack of good will politicians or they are incumbent to come to lime light.
ReplyDeleteWhich issues of Growth being talked about? The ones which are provided by NaMo without any details- merely doing the lip service? or The ones which are provided by Congress- morphed language ( like empowerment of women, inclusive growth etc) or the ones by AAP- removing corruption ?
ReplyDeleteI think you have just looked at the facade and accepting the noise provided by the parties. You should have removed noise out of these for the readers and should have focussed on real issues then merely giving outdated reason for the country's present condition.
Read first paragraph....
DeleteThis all problem are arising due to our education system where pupils are not being taught about "National Spirit".
ReplyDeleteસર તમે વિશ્લેષણ તો સારું કરેલુ છે પણ છેલ્લા ફકરા માં તમે જે 'ખાસ' માણસ ના કામો ની વાત કરી રહ્યા છો એની સાથે હું સહમત નથી. તેમાં મુખ્ય મુદ્દા ની તટસ્થતા જળવાતી નથી
ReplyDeleteYou speak the truth!
ReplyDeleteBut lets hope you do not get any punishment for this! ;)
who speak truth?
Deletevery good article ...very true
ReplyDeleteShouldn't safari be politically neutral? by indirectly acknowledging the "Khaas' aadmis work are you not directly promoting the PM candidate.? I don't have any problem with ur personal political choice and i too agree that MODI is best in today's time. But as a reader of Safari for last 12 years I do believe that a Superb Magazine Like Safari should restrain itself in making any political comment. It has been expressed by many ur wirting about ur soft corner towrds BJP but I think u should not let ur readers (who most are generally students, teenagers and very young ones) think that Particular Party is good and the othr is Bad as in ur above article u blame the Congress most and smartly avoided some loopholes of BJP.
ReplyDeleteGreat article. Safari always brings nice pieces of information.
ReplyDeleteA very good article, I know every 'true' Indian will agree to it. As when you talk about nation first, nothing are left behind. And how can Safari be left behind when it has to talk about India and its development. Worth a read. Plz people dont make it
ReplyDeleteગુજરાત ના જે વિકાસ, વિકાસમોડેલ અને "વિકાસપુરુષ" ની વાત થઇ છે, તે આંશિક સત્ય છે. પરંતુ ગુજરાતનું વિકાસમોડેલ બિલકુલ ભ્રષ્ટાચાર મુક્ત નથી. દરેક કામ કરાવવા માટે લાંચ અનિવાર્ય છે. શિક્ષણ ક્ષેત્ર સૌથી તરછોડાયેલું છે જ્યાં ફિક્સ (મામૂલી) પગારદાર શિક્ષણસહાયક ની નીતિના કારણે ગુજરાત નજીકના ભવિષ્યમાં ઘણું ભોગવશે. અને ન.મો. જે ટેક્ષમાળખાને સુધારવાની વાત કરે છે તે ગુજરાત મોડેલ ને જોતા તદ્દન પાયાવિહીન જણાય છે. સૌથી વધુ વેટ, વેટ કચેરી દ્વારા વેપારીઓને થતી કનડગત, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અનિયંત્રિત વહીવટ વગેરે તો જે સહન કરે તેનેજ ખબર પડે. હા ઔદ્યોગિક વિકાસ છે, વીજળી મળે છે, સારા પાકા રસ્તા છે, સૌથી વધુ વાહનો વેચાય છે. પરંતુ ગરીબો પણ વધ્યા છે, કુપોષણ વધે છે, ખરાબાની જમીન તેમની તેમ છે અને ફળદ્રુપ જમીન એન.એ. થઇ ઉદ્યોગ અને રહેવાસ માટે વપરાય છે. લાંબા ગાળે નુકસાન થશે તે નિશ્ચિત છે.
ReplyDeleteહુ સફારી નો ચાહક છુ અને હર્ષલ પુષ્કર્ણાના લખાણ નો આસિક છુ............
Deleteગુજરાત નો વિકાસ થયો છે ને આઇ-એગ્રી વિથ ઇટ....
અને એ સાચી વાત છે કે ફિક્સ પગારના કારણે સરકારનાં દરેક ખાતાનુ સ્તર ખુબજ નીચે જઇ રહ્યુ છે ને એમાં પણ શિક્ષણ કે જેની અસર લાંબા ગાળે થતી હોય છે કે જે દેશની ભવિષ્યની પેઠીનું નિર્માણ કરે છે એવા મુદ્દાની સતત અવગણનાં થઇ છે યુવા શિક્ષકો નુ મોરલ ખુબજ તળીયે જતુ રહે છે કે જેને ૫૩૦૦/- મા પાંચ વર્ષ પસાર કરવા પડે છે.હુ ફિક્સ પગારનો વિરોધી નથી પણ પાંચ વર્ષની જગ્યાએ ત્રણ વર્ષ અને દસેક હજાર જેવો પગાર તો એક શિક્ષિત માણસને આપવો જોઇએ.
મારા પર્સનલ વ્યુ મુજબ પ્રાઇવેટાઇઝેશન જરુરી વસ્તુ છે ને તે અમુક સ્તર સુધી થવી પણ જોઇએ પણ અત્યારે જે પ્રમાણે એજ્યુકેશન નુ પ્રાઇવેટાઇઝેશન થથુ ગયુ છે અને ડીપ્લોમા/એન્જી. તેમજ એમ.બી.એ કોલેજો નો રાફડો ફાટ્યો છે તે ક્વાલિટી મેન-પાવર ઉપ્તન નથી કરી શકતી.
LINK:- http://learneasyindia.blogspot.in/2014/03/mobiledthdata-card.html ]
ઘણું સરસ અવલોકન છે સર, પણ આ લખવા બદલ તમારે ઘણા કહેવાતા બિનસાંપ્રદાયિકોનો વિરોધ સહેવો પડશે. કોઇ કહેશે કે તમે બાળકો અને ટીનેજર્સને ઇન્ફ્લુએંટ કરો છો પણ એ પણ જરૂરી કામ છે કે તેમને ભારતના સાચા ભૂતકાળથી માહિતગાર કરવા અને ભવિષ્ય માટે માર્ગદર્શન આપવું. અને આજકાલ ના બાળકો એટલા મૂર્ખ તો નથી જ કે જો તેમને ખોટી માહિતીથી મિસ ગાઈડ કરી શકાય, એ લોકો પણ આસપાસ શું થઈ રહ્યું છે એ જુવે જ છે.
ReplyDeleteવેરી ગુડ આર્ટીકલ
વલ્લભ ભાઈ પટેલે સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું એટલે રથાયાત્રાને પ્રોત્સાહન મળ્યું જેમાં બાબરી મસ્જીદનો ઢાંચો તો નીચે આવી ગયો પણ આંતકવાદનો વિકાસ ઉંચે આસમાન સુધી પહોંચી ગયો.
ReplyDeleteટર્નિંગ પોઈન્ટમાં નવા મુદ્દા બે-ત્રણ મહીનામાં લોકસભાની ચુંટણી પછી જરુર મળશે...
હુ સફારી નો ચાહક છુ અને હર્ષલ પુષ્કર્ણાના લખાણ નો આસિક છુ............
ReplyDeleteગુજરાત નો વિકાસ થયો છે ને આઇ-એગ્રી વિથ ઇટ....
પરંતુ એ વાત માં બે-મત નથી કે ફિક્સ પગારના કારણે સરકારનાં દરેક ખાતાનુ સ્તર ખુબજ નીચે જઇ રહ્યુ છે ને એમાં પણ શિક્ષણ કે જેની અસર લાંબા ગાળે થતી હોય છે કે જે દેશની ભવિષ્યની પેઠીનું નિર્માણ કરે છે એવા મુદ્દાની સતત અવગણનાં થઇ છે યુવા શિક્ષકો નુ મોરલ ખુબજ તળીયે જતુ રહે છે કે જેને ૫૩૦૦/- મા પાંચ વર્ષ પસાર કરવા પડે છે.હુ ફિક્સ પગારનો વિરોધી નથી પણ પાંચ વર્ષની જગ્યાએ બે કે ત્રણ વર્ષ અને દસેક હજાર જેવો પગાર તો એક શિક્ષિત માણસને આપવો જોઇએ.
મારા પર્સનલ વ્યુ મુજબ પ્રાઇવેટાઇઝેશન જરુરી વસ્તુ છે ને તે અમુક સ્તર સુધી થવી પણ જોઇએ પણ અત્યારે જે પ્રમાણે એજ્યુકેશન નુ પ્રાઇવેટાઇઝેશન થતુ ગયુ છે એ આંધળુ પ્રાઇવેટાઇઝેશન છે અને ડીપ્લોમા/એન્જી. તેમજ એમ.બી.એ કોલેજો નો રાફડો ફાટ્યો છે તે ક્વાલિટી મેન-પાવર ઉપ્તન નથી કરી શકતી પરંતુ જે પરીવાર વ્યાજ પર રૂપિયા લાવી ને પાંચ-સાત લાખ ખર્ચિને પરીવાર ને છેલ્લે નિરાશા સિવાય કશુ હાથ નથી લાગતુ.........................એક નજર આતરફ પણ જરુરી છે હર્ષલ ભાઇ...............
LINK:- http://learneasyindia.blogspot.in/2014/03/mobiledthdata-card.html ]
ભાજપે કલમ ૩૭૦નો મુદ્દો મેનીફેસ્ટોમાં લખેલ છે. રામ મંદીરના મુદ્દાને કારણે બાબરીનો ઢાંચો તોડી પાડ્યા પછી આંતકવાદમાં વધારો થયો. એવું જ આ કલમ ૩૭૦ બાબત છે. પાકીસ્તાન તો કહે છે કાશ્મીર અમારું છે અને લઈને જ જંપીશું. કલમ ૩૭૦ની તો ખબર નથી પણ કાશ્મીર હાથથી જવાની પુરી શક્યતા છે....
ReplyDelete