'સફારી' : જ્ઞાનવિજ્ઞાનના નિઃસ્વાર્થ પ્રચાર-પ્રસારનાં ૩પ વર્ષ
નવી પેઢીનું વ્યક્તિત્વ ઘડતર કરવાના હેતુસર ઓગસ્ટ, ૧૯૮૦માં ‘બુદ્ધિશાળી બાળકો માટેનું
મેગેઝિન’ તરીકે શરૂ કરાયેલા ‘સફારી’ને ચાલુ મહિને ૩૫ વર્ષ પૂરાં થાય છે. કોઇ પણ સામયિક
માટે પાંત્રીસ વર્ષનો પ્રકાશનગાળો નાનોસૂનો ન ગણાય--અને જ્ઞાનવિજ્ઞાનના સામયિક માટે
તો લગીરે નહિ. આનું કારણ છે. ફિલ્મ, ફેશન, મનોરંજન, સોશિયો-પોલિટિકલ, વ્યાપાર વગેરે
જેવા વિષયોમાં રસ ધરાવતા વિશાળ વાચકસમુદાયની તુલનાએ જ્ઞાનવિજ્ઞાનમાં રુચિ ધરાવતા વાચકોની
સંખ્યા મર્યાદિત છે. પરિણામે એ વિષયને લગતી જ માહિતી પીરસતા મેગેઝિને સીમિત વાચકગણ
વડે સંતોષ માનવો પડે છે. આ સંદર્ભે ‘સફારી’નો કેસ જુઓ ઃ પાંત્રીસ વર્ષ પહેલાં ‘સફારી’નું
અવતરણ એવા માહોલમાં થયું કે જ્યાં જ્ઞાનવિજ્ઞાન શબ્દ નવી પેઢી માટે અજાણ્યો હતો. જનરલ
નોલેજનું મહત્ત્વ આજે છે એટલું ત્યારે ન હતું. બલકે, રાજા-રાણીની વાર્તાઓ વાંચીને નવી
પેઢી મોટી થતી હતી. પરિણામે ‘સફારી’એ પોતાનો વાચકગણ જાતે ઊભો કરવાનો વખત આવ્યો. આ પડકારરૂપ
કાર્યમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. દરમ્યાન પૂરતા વાચકોના અભાવે ‘સફારી’નું પ્રકાશન આર્થિક
ભારણ બન્યું અને એકાદ-બે નહિ, કુલ પાંચ વખત પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો. બળીને રાખ
થયા પછી પુનઃઅવતાર લેતા દંતકથાના ફીનિક્સ પક્ષીની માફક ‘સફારી’ પાંચેય વખત બેઠું થયું,
માટે એમ કહી શકાય કે ‘સફારી’નો વર્તમાન અવતાર તેના છઠ્ઠા પુનર્જન્મનો છે.
વાચકગણ જાતે ઊભો કરવાનો સંઘર્ષ ‘સફારી’ માટે આજે પણ ચાલુ છે, કેમ કે જ્ઞાનવિજ્ઞાનની
સામગ્રીમાં રસ ધરાવનારા વાચકોની સંખ્યા આજે પણ મર્યાદિત છે. એકવીસમી સદી ભલે જ્ઞાનની
સદી કહેવાતી હોય, નોલેજનું મહત્ત્વ આજે ભલે પહેલાં કરતાં વધ્યું હોય, પણ નક્કર વાસ્તવિકતા
તો એ છે કે વિજ્ઞાન પ્રત્યે સરેરાશ ભારતીયનો અભિગમ હજી પણ શુષ્ક છે. આમાં જો કે તેમનો
વાંક નથી. દોષ હોય તો આપણી શિક્ષણ પ્રણાલીનો, જેને માટે અભ્યાસક્રમ બહારના તમામ વિષય
વર્જિત છે. પાઠ્યપુસ્તક બહારના ઇતર વાંચનને લગીરે અવકાશ નથી. સામાન્ય જ્ઞાનથી વંચિત
રહી જવા પામતી નવી પેઢીમાં તો પછી scientific temperament/ વૈજ્ઞાનિક અભિગમ ક્યાંથી ખીલે
? પરદેશમાં આના કરતાં સાવ વિપરીત સ્થિતિ છે. નવી પેઢીનો અભ્યાસ માત્ર પુસ્તકિયા (અને
માટે પોપટિયા) ઢબે નહિ, બલકે પ્રેક્ટિકલ રીતે ચાલે છે. પાઠ્યપુસ્તક ઉપરાંતની વિવિધ
વાંચનસામગ્રી તરફ વિદ્યાર્થીઓને ઢાળવામાં આવે છે. આઇનસ્ટાઇન, ફેરાડે, એડિસન, ન્યૂટન,
ગેલિલિયો, ટેસ્લા, રૂધરફોર્ડ, બેલ, ફર્મી વગેરે જેવા ધૂરંધર વિજ્ઞાનીઓના તેમજ રાઇટ
બ્રધર્સ, સિકોર્સ્કી, નોબલ, ફોર્ડ, જોબ્સ વગેરે જેવા શોધકોના જીવનચરિત્રો દરેક વિદ્યાર્થીને
વંચાવવામાં આવે છે. આવા મહાનુભાવો પર તેમની પાસે પ્રોજેક્ટ્સથી માંડીને થીસિસ તૈયાર
કરાવવામાં આવે છે, જેથી રિસર્ચની વૃત્તિ તેમનામાં નાની વયે ખીલે. આમ કરવાનો વધુ એક
ફાયદો એ કે વિદ્યાર્થીઓમાં scientific temperament ખીલવા લાગે છે, જે વખત જતાં વધુ
વાંચનથી હજી વધારે વિકસે છે. અમેરિકામાંથી બે ડઝન જેટલાં અને બ્રિટનમાંથી પોણો ડઝન
વિજ્ઞાન સામયિકો પ્રગટ થતાં હોય (અને બહુ મોટી સંખ્યામાં વંચાતાં હોય) એમાં તો પછી
શી નવાઇ ?
આની તુલનાએ આપણે ત્યાં સ્વતંત્ર રીતે પ્રગટ થતાં જ્ઞાનવિજ્ઞાનનાં અંગ્રેજી સામયિકોનો
સ્કોર ગણવો હોય તો ટચલી આંગળીના ત્રણ વેઢા પૂરતા થઇ પડે ! પ્રાંતીય ભાષામાં તો એવાં
મેગેઝિનોનો સ્કોર અતિ, અતિ કંગાળ છે. આ લખનારે કેટલાંક વર્ષ પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડો. અબ્દુલ કલામના હાથમાં ‘સફારી’નો અંક મૂક્યો ત્યારે (લખાણ ગુજરાતીમાં હોવા છતાં)
અંકનું અકેક પાનું ચીવટપૂર્વક તપાસ્યા પછી તેમનું તત્કાળ રિએક્શન આમ હતું : ‘I am surprised to see
that there is a science magazine in Gujarati, but I am more surprised to learn
that it survives!’ ડો. કલામનો અચંબો ભારતમાં જ્ઞાનવિજ્ઞાનના સામયિકોની સ્થિતિનો તેમજ વિજ્ઞાન પ્રત્યે
સરેરાશ ભારતીયની શુષ્કતાનો ખ્યાલ આપે છે. ખાણી-પીણીથી માંડીને ફેશન સુધીની અનેક રીતભાતમાં
પશ્ચિમી દેશનું અનુકરણ આપણે કર્યું, તો નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલવવાના ઉમદા
હેતુને બર લાવવામાં શિક્ષણ પદ્ધતિની બાબતે અમેરિકા-બ્રિટનને ન અનુસરવું જોઇએ ? આ અંગે
રાજ્યની અને કેંદ્રની સરકારો કંઇક નક્કર પગલાં લે તો સારું. દરમ્યાન ગુજરાતી વાચકોમાં
વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું જે કાર્ય ‘સફારી’ સાડા ત્રણ દાયકા થયે નિઃસ્વાર્થ ભાવે,
નિષ્ઠાપૂર્વક તેમજ ઝુંબેશના ધોરણે કરી રહ્યું છે તે ચાલુ છે--અને ચાલુ રહેશે.
ખુબ ખુબ અભિનંદન સફારી ની ટીમ ને મારા તરફથી ... મારો જન્મ પણ ૧૯૮૦માં જ થયો છે ... અને હું વર્ણવી પણ શકતો નથી કે સફારીનો ફાળો શું છે મારા ઘડતરમાં. મારો પ્રેમ તમારી સાથે જ છે, હજુ પણ આગળ વધો.
ReplyDeleteOne fine day, my father put an issue of (mostly it was between 30-40) Safari and then the rest is history. Me and my brother got almost addicted and Safari kept compensating the hunger. Year on year, I kept coming across the people who are reading Safari. And instantly, I would identify them as a decent person just because the person is reading Safari.
ReplyDeleteWish all the best to Safari and team. Hope the journey continues for the years to come.
મારે 35 વર્ષ નિમિત્તે ઘણું કહેવાનું છે. એટલે આ રહી લિન્ક www.lalitbk.com
ReplyDeleteઅભિનંદન. મારા જીવનમાં તો 'સફારી'એ scientific temperament અચૂક ખીલવ્યો છે.
ReplyDeleteCongratulations and Thanks for everything. Safari contributed a lot in our development. All my friends will agree with this
ReplyDeleteCongratulations Team Safari. We are always with you. Keep it up.
ReplyDeleteCongratulations TEAM SAFARI
ReplyDeleteCongratulations Harshal, Nagendrabhai and the Safari team. As an ex-publisher, I can relate with everything you said about the risks of running a publication and that too a science magazine. Hats off!
ReplyDeleteIt's a moment of great pride for me to learn that Safari has journeyed successfully for 35 years. Keep on spreading the light of True Knowledge and guide the people not only in Gujarat but globally too. Wish you all the best in your scientific endeavour
ReplyDeleteCongratulation.. to Harshal, And Nagendarabhai. and all Safari team..
ReplyDeleteCongratulation.. to Harshal, And Nagendarabhai. and all Safari team..
ReplyDeleteહાર્દિક અભિનંદન સફારી
ReplyDeleteAamin...!
ReplyDeleteહું સફારીનો ખુબજ ઋણી છું
ReplyDeleteScience addicts like us are always with you team Safari.....
ReplyDeleteI am thankful to you for such a wonderful work Safari is doing....
Great work by safari for Gujarat's people please keep this holy work going on..................... i think you should contribute for preparing Text book of 1 to 12 standards
ReplyDeleteCongratulations to everyone who has contributed to this amazing magazine Safari.
ReplyDelete- Prathmesh Vyas
very great moment for all science lovers
ReplyDeletecongratulations to SAFARI
we are always thankful to SAFARI
keep it up
all the best