મિ. તેન્ડુલકર, સંસદનું સભ્યપદ અે કોઇ ક્લબની મેમ્બરશીપ નથી !
ક્રિકેટજગતમાં Godનું બિરુદ પામેલા સચીન તેન્ડુલકરે
રમતના મેદાનમાંથી ક્યારની નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આમ છતાં રિટાયરમેન્ટ પછીયે તેની
વ્યસ્તતા કાયમ છે. ખેલકૂદનાં કાર્યક્રમોમાં અતિથિ વિશેષ તરીકે, વિવિધ દુકાનોના તેમજ
શોપિંગ મોલના ઉદ્ઘાટક તરીકે અને એનર્જી ડ્રિંકથી માંડીને ઇન્વરર્ટર સુધીની અનેક બજારુ
ચીજવસ્તુઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચમકવામાં એ લિટલ માસ્ટર રચ્યોપચ્યો રહે છે. ‘પદ્મશ્રી’,
‘પદ્મ વિભૂષણ’, ભારતીય વાયુસેનાના ‘ગ્રૂપ કેપ્ટન’ અને ખાસ તો ‘ભારત રત્ન’ હોવાના નાતે
આમાંનું એકેય કાર્ય સચીનને છાજે તેવું નથી. છતાં એમ કરવામાં તેને કોઇ ક્ષોભ ન જણાતો
હોય તો એ તેનો વ્યક્તિગત મામલો છે. દેશની જનતાને તેમાં હસ્તક્ષેપનો અધિકાર નથી. પરંતુ
અનેક માનભર્યા ખિતાબો તેમજ હોદ્દા પામેલો સચીન તેન્ડુલકર પોતે રાજ્યસભાનો સભ્ય હોવાનું
ભૂલે, રાજ્યસભામાં સતત ગેરહાજર રહે અને અત્યંત પાંખી હાજરીમાંય સંસદીય કાર્યવાહી દરમ્યાન
એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારે ત્યારે મામલો વ્યક્તિગત રહેતો નથી. બલકે, રાજકીય બને છે,
માટે પ્રજાલક્ષી બને છે--અને માટે પ્રજાનો તેમાં હસ્તક્ષેપ કરવાનો બંધારણીય અધિકાર
બને છે. આનું કારણ સમજવા જેવું છે.
સંસદને ભારતીય લોકશાહીની સર્વોપરી ગણવામાં આવી છે. સંસદના બન્ને ગૃહોમાં દેશનો
વહીવટી કારોબાર ચલાવતા સાંસદો પ્રજાએ નીમેલા પ્રતિનિધિઓ છે, જેમનું કામ દેશની સમગ્ર
જનતા વતી મહત્ત્વનાં નિર્ણયો લેવાનું તેમજ જનતાના હિતમાં નિર્ણયોનું પાલન કરવાનું છે.
આ કામ બહુ મહત્ત્વપૂર્ણ છે તેમ જવાબદારીભર્યું પણ છે. એ વાત જુદી કે સંસદીય કાર્યવાહી
પ્રત્યે ઘણા સભ્યોની બેકાળજી અને બેજવાબદારી અક્ષમ્ય છે. આમ છતાં તે વી.આઇ.પી. મહાનુભાવોને
પણ જબરજસ્ત પગાર-ભથ્થાં ચૂકવવામાં આવે છે. સંસદના દરેક સભ્યને માસિક રૂા. ૫૦,૦૦૦ના
પગાર ઉપરાંત રૂા. ૪૫,૦૦૦નું ભથ્થું અને બીજા રૂા.૧૦,૦૦૦ ઓફિસખર્ચ પેટે મળે છે. સંસદમાં
અને સંસદીય સમિતિની મીટિંગમાં હાજરી આપ્યા બદલ પ્રતિદિન રૂા. ૨,૦૦૦ લેખે હિસાબ માંડો
તો વર્ષમાં સરેરાશ ૧૯૦ દિવસોની હાજરી પેટે તેમને વર્ષેદહાડે રૂા. ૩,૮૦,૦૦૦ ચૂકવવામાં
આવે છે. આ સિવાય વર્ષ દરમ્યાન કુલ ૫૦,૦૦૦ યુનિટ સુધીનું વીજળી બિલ માફ છે. ઉપરાંત રહેઠાણની
જે સુવિધા અપાય તેનું ભાડું લેવામાં આવતું નથી. બે ભાડારહિત ટેલિફોનના વાર્ષિક ૧,૫૦,૦૦૦
કોલ પણ ફ્રી છે. દરેક સંસદસભ્યને વિમાનના ઇકોનોમી ક્લાસમાં નહિ, પણ વધુ મોંઘા બિઝનેસ
ક્લાસમાં ભારતના ગમે તે સ્થળનો પ્રવાસ કરવા માટે વર્ષ દરમ્યાન ૩૪ ટિકિટો વિનામૂલ્યે
અપાય છે. (પ્રવાસમાં સાથે પત્ની હોય તો તેનો ટિકિટખર્ચ પણ સંસદસભ્યે ભોગવવાનો રહેતો
નથી). ટ્રેનના AC ક્લાસમાં તો એ ગમે ત્યારે ગમે
તેટલી વાર પ્રજાના ખર્ચે પ્રવાસ કરી શકે છે. આ બધી સવલતો પાછળ થતા ખર્ચનાં નાણાં આખરે
તો દેશની પ્રજાએ આપકમાઇમાંથી સરકારને કરવેરારૂપે ચૂકવેલી રકમમાંથી આવે છે.
આ સંદર્ભે હવે સચીન તેન્ડુલકરને ફરી ચર્ચાના ફોકસમાં લાવીને વાત કરીએ. એપ્રિલ,
૨૦૧૨માં તેને રાજ્યસભાના સભ્યનો જવાબદારીભર્યો હોદ્દો મળ્યો ત્યારથી શરૂ કરી જાન્યુઆરી,
૨૦૧૫ સુધી રાજ્યસભામાં કુલ ૧૭૯ દિવસ કાર્યવાહી ચાલી. સચીનની હાજરી તેમાં કેટલા દિવસ
રહી ? માત્ર ૬ દિવસ ! આ છ દિવસો પણ દેશ માટે બિનઉપજાઉ રહ્યા, કેમ કે ત્યારે સચીને ન
સંસદીય ચર્ચામાં ભાગ લીધો કે ન સમ ખાવા પૂરતો એકાદ સવાલ ઊઠાવ્યો. રાજ્યસભામાં તેની
હાજરી ફક્ત મૂકપ્રેક્ષક તરીકેની હતી. લોકશાહીની હાંસી ઉડાવતો કટાક્ષ તો એ છે કે રાજ્યસભામાં
ફક્ત ૬ દિવસની ક્ષુલ્લક હાજરીના સચીનને (હાજરીદીઠ રૂા.૬,૩૩,૮૮૯ લેખે) કુલ રૂા.૩૮,૦૩,૩૩૪નો
ચાંલ્લો દેશના કરદાતાઓએ કરવાનો થયો. આનાથી વધુ આઘાતજનક વાત શી હોય ? દુર્ભાગ્યે છે.
આગળ વાંચો. રાજ્યસભામાં માત્ર ૬ દિવસની નજીવી હાજરી વિશે સચીન સામે મીડિઆમાં સવાલો
ઊઠ્યા ત્યારે એક પ્રશ્નકર્તાને તેણે ઉદ્ધતાઇપૂર્વક જણાવી દીધું કે, ‘How dare you
question me ?’.
આ વર્તણૂંક બેશક ‘ભારત રત્ન’ને છાજે તેવી નહોતી.
ભારતના રાજ્યબંધારણની Article
80 (1) (a) કલમ
મુજબ રાષ્ટ્રપતિ પોતાની પસંદના ૧૨ ઉમેદવારોની રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂંક કરી શકે
છે. સચીન તેન્ડુલકરને તે કલમના અન્વયે રાજ્યસભાનું સભ્યપદ મળ્યું. અલબત્ત, બંધારણની
Article
80 (3) કલમ પ્રમાણે
ઉમેદવાર વિજ્ઞાન, કળા તેમજ સમાજસેવા પૈકી એકાદ ક્ષેત્રનો અનુભવી યા જ્ઞાની હોવો જોઇએ.
માર્ક કરો કે કલમમાં sportsperson/ ખેલાડીનો ઉલ્લેખ નથી. છતાં
સચીન તેન્ડુલકરને સંસદ સભ્યપદ મળ્યું. ખેર, પોતાના ખિતાબોની નહિ તો સંસદની ગરિમા તે
જાળવે તોય ઘણું !
Right
ReplyDeletetotally agree with you.. !
ReplyDeleteA very well researched and factually correct article. Like the author's presentation style as well.
ReplyDeleteIt is a matter if grave concern - one that such so called human-Gods are taking undue advantage of the respect and love showered over them by us Indians, and on the other hand, the sheer ignorance of Indians in taking charge of important matters - matters that affect one and all. Shame.
Let's tweet this to sachin and make him reliase.
ReplyDeleteNice article.. Hope this will open eyes of all his fans.
ReplyDeleteNice article.. Hope this will open eyes of all his fans.
ReplyDeleteOne must know the fact through rti before writing against srt.. What he will do of salary .. Where he spent..etc.. Check it out
ReplyDeleteOne must know the fact through rti before writing against srt.. What he will do of salary .. Where he spent..etc.. Check it out
ReplyDeleteDisagree.....
Deleteકડવી વાસ્તવિકતા...! પણ ક્રિકેટના ગોડ બનેલ આ વ્યક્તીના ભક્તોને આ વાત ગળે નહિ ઉતરે. (અને આપણે ઉતારવાની કાઈ ઇચ્છા પણ નથી).
ReplyDeleteThis happens only in india
ReplyDeleteCompletely Agree
ReplyDeleteAavo anguli - nirdeh mari parvaari chukelaa aatmaa o mate nakamo che.....!!!!!!
ReplyDeleteThanks you Sir! Just tweeted this @sachin_rt. Let's all do this
ReplyDeleteThere is no law and order such type person....https://www.youtube.com/watch?v=uDXNSASfEr0
ReplyDeleteGundagiri(DadaGiri) of land Mafia's of rajkot district ( Gujarat) in Gondal have reached its peak.
These are cctv footage of klyck chemical Indutry Gondal..
Manufacturing Papad Khar since last 30 years run by a small businessman Kirtibhai Pandya of age 50
We can clearly see .. How this land Mafias are Entering in the premises of the factory without any hesitation and fear to fulfill motive of acquiring possession forcefully and illegally by destroying firstly the CCTV cameras and then smashed whole factory building with JCB... Which incurred heavy loss to Kirtibhai.
After destroying everything they relaxed there without any fear of law and order.
This group of people wants the possession of land by hook or crook from factory owner though the case of possession of this property is already in Gondal court from last 3 years..
The factory was the only source of income for entire family of 15 members..moreover they are threatening entire family for acquiring land's possession from them
Now what about the daily bread of family?..
Don't know the reason why this is not getting in coverage in press?..
Why the people like this have no fear of getting punished?
What about the safety of common man..?
Where is our law and Order?
Why police force is not taking strict actions against them?
When such 30 years old running factory is being destroyed in couple of hours??https://www.youtube.com/watch?v=uDXNSASfEr0
Why cant they get Justice soon..?
( this all illegal act was conducted on 2nd February 2016 at midnight)
Sachi vat che..
ReplyDelete