कारवाँ गुज़र गया, गुबार देखते रहे !

'સફારી' August, 2009



સંગીતમાં રસ ધરાવો છો? જવાબ ‘હા’માં હોય તો સંગીત સાથે જોડાયેલી બે જાણીતી હસ્તીઓની તસવીરો ઉપર આપી છે. બન્નેનું ચીવટપૂર્વક અવલોકન કરો.

કર્યું? તો હવે એક સિમ્પલ પ્રશ્નનો જવાબ આપોઃ ફોટામાં દેખાતી હસ્તીઓ કોણ છે? બન્નેનાં નામ આપો.

‘આ તો પેલો અમેરિકન પૉપસ્ટાર માઇકલ જેક્સન છે.’ એવું મનોમન બોલી ઊઠ્યા હો તો અભિનંદન! જવાબ સાચો છે. પરંતુ એ તો મૂળ સવાલનો માત્ર પચાસ ટકા જવાબ થયો. બીજી તસવીરમાં દેખાતા મહાનુભાવને ઓળખી બતાવો ત્યારે પ્રશ્નનો પૂરેપૂરો જવાબ આપ્યો ગણાય. આ કામ ઘણાખરાને કદાચ અઘરૂં લાગે, એટલે જવાબનો ફોડ વેળાસર પાડી દઇએ.

ઉપર જમણી તસવીર ભારતના વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાનની છે, જેમનું નિધન જૂન માસમાં અમેરિકા ખાતે થયું. વળી એ જ અરસામાં થયું કે જ્યારે કિંગ ઑફ પૉપ કહેવાતો માઇકલ જેક્સન અમેરિકામાં મૃત્યુ પામ્યો. જોવાની વાત એ છે કે જેક્સનની વિદાયના સમાચાર ભારતભરનાં અખબારોએ તેમના પ્રથમ પાને મોટા મથાળા સાથે તેમજ સંખ્યાબંધ તસવીરો સાથે છાપ્યા. પરંતુ ઉસ્તાદ અલી અકબર ખાનનું નિધન થયાના ન્યૂઝને માઇકલ જેક્સનની ચિરવિદાયના ન્યૂઝ જેટલું મહત્ત્વ મળ્યું નહિ. ભારતીય મીડિયાને તે ‘સેલેબલ’ ન્યૂઝ આઇટમ ન જણાતાં હિન્દુસ્તાની સંગીતના એ મહારથીનો ફોટો સુદ્ધાં કોઇ અખબારમાં પ્રસિદ્ધ થયો નહિ. કેટલાંક અખબારોએ અલી અકબર ખાનના અવસાન થયા વિશે એકાદ ફકરા જેટલી નોંધ લઇને સંતોષ માન્યો અને પછી માઇકલ જેક્સન વિશે પાનાં ભરીને લેખો તેઓ લગભગ બે અઠવાડિયાં સુધી પ્રગટ કરતા રહ્યાં. આજે પણ અમુક અખબારોમાં જેક્સન વિશે એકાદ ન્યૂઝ આઇટમ છપાયેલી જોવા મળે છે. માન્યું કે પૉપ સ્ટાર માઇકલ જેક્સનના ભારતમાં લાખો-કરોડો ચાહકો છે, પરંતુ દેશના અગ્રણી સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાનની અવગણના કરીને આપણું મીડિયા પોતાની ફરજ ચૂક્યું છે.

સરોદવાદનમાં પચાસ વર્ષ લાંબી કારકિર્દી દરમ્યાન ઉસ્તાદ અલી અકબર ખાને ભારતીય સંગીતને વિશ્વના વિવિધ દેશોમાં પહોંચાડ્યું હતું. ભારત સરકારે તેમને પદ્મભૂષણના તેમજ પદ્મવિભૂષણના ખિતાબો વડે સન્માનિત કર્યા હતા, જ્યારે શાસ્ત્રીય સંગીતની ભારતીય આલમના સંગીતકારો ખાનને ‘living national treasure’ તરીકે ઓળખાવતા હતા. અમેરિકા ખાતે સરોદવાદન વડે હિન્દુસ્તાની સંગીતનો લાઇવ ટેલિવિઝન પ્રોગ્રામ આપનાર અલી અકબર ખાન પહેલા ભારતીય કલાકાર હતા. અમેરિકાના વિખ્યાત ગ્રેમી અવૉર્ડઝમાં કુલ પાંચ વખત nominee તરીકે ઘોષિત થનાર તેમજ અમેરિકાના બહુ જાણીતા મેક્આર્થર ફાઉન્ડેશનના સ્નાતક બનનાર તેઓ સૌ પહેલા ભારતીય કલાકાર હતા. મર્હૂમ અલી અકબર ખાનની આવી બધી ખાસિયતો વિશે જો કે દેશનો સરેરાશ નાગરિક લગીરે માહિતગાર નથી.

બીજી તરફ કર્ણપ્રિય સંગીતને બદલે નકરો ઘોંઘાટ ફેલાવનાર માઇકલ જેક્સન વિશે આજની પેઢી પાસે ટોપલો ભરીને જ્ઞાન છે. આ ઘાટ સર્જાવાનું મુખ્ય કારણ એ કે ભારતીય સંગીતનું સ્થાન આજે પશ્ચિમી મ્યુઝિકે લીધું છે. વીણા, સિતાર, સારંગી, જલતરંગ, બુલબુલ તરંગ, શરણાઇ વગેરે જેવાં વાજિંત્રો ભૂલાઇ ગયાં છે અથવા ભૂલાવાની અણી પર છે. તબલા, ડફલી, મૃદંગ અને પખાવજ જેવાં વાજિંત્રોનું સ્થાન ડ્રમ સેટે લીધું છે, તો વિન્ડ સિન્થેસાઇઝરે વાંસળીને તિલાંજલી આપી દીધી છે. એક જમાનામાં સલિલ ચૌધરી, હેમંતકુમાર, શંકર-જયકિશન, નૌશાદ, સચીનદેવ બર્મન વગેરે ભારતીય સંગીતકારો જે તે રાગ-રાગિણી પર આધારિત તર્જ બનાવતા હતા, એટલે ફિલ્મી ગીતોના સંગીતમાં ગજબનું વૈવિધ્ય જોવા મળતું. આજના ફિલ્મ સંગીતકારો રાગ-રાગિણીને બદલે પશ્ચિમી પેટર્નના આરોહ-અવરોહના લય પર આધારિત સંગીત રચે છે, માટે દસમાંથી સરેરાશ છ ફિલ્મી ગીતોનું સંગીત એકમેકને મળતું આવે છે. ભારતના પ્રાચીન સંગીતનિષ્ણાતોએ વર્ષો પહેલાં ૨૨ શ્રુતિઓ, ૩ ગ્રામ, ૭૨ થાટ વગેરેના સમન્વય ઘડી કાઢેલાં ૬૪,૮૪૮ રાગ-રાગિણીઓ પૈકી કેટલા વિશે આજના સંગીતકારો માહિતગાર હશે એ કોણ જાણે!

પશ્ચિમની કહેવાતી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવામાં આપણે બહુ આગળ નીકળી ચૂક્યા છીએ. સંયમ, શિષ્ટાચાર, વિદ્વતા, પરગજુતા, બુનિયાદી તાલીમ, શાસ્ત્રોસંગીત વગેરેથી નિતરતા મૂળ ભારતીય વારસાની ખરી કિંમત આજની પેઢીને રહી નથી. પરિણામે એ વારસો ખુદ ભારતમાંથી ક્રમશઃ છતાં ઝડપભેર લુપ્ત થઇ રહ્યો છે.

એક દાખલો જુઓઃ યોગ અને ધ્યાન એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી વિદ્યા છે, પરંતુ તે વિદ્યાની ખરી કિંમત આપણે ત્યારે જ કરી કે જ્યારે અમેરિકા જેવા દેશોએ ઑલ્ટરનેટિવ મેડિસિનના વજનદાર લેબલ હેઠળ યોગવિદ્યા અને મેડિટેશનના નામે ધ્યાનવિદ્યા અપનાવી. આખરે ફેશનના નામે અમેરિકાનું અનુકરણ આપણે પળવારમાં કર્યું અને યોગ તેમજ ધ્યાન તરફ દેશનો મોટો વર્ગ વળ્યો. ક્યારેક નવરાશનો સમય હોય તો પરદેશના પુસ્તકો વેચતા સારા બુકસ્ટોરની મુલાકાત લેજો. ભારતીય યોગનો અને ધ્યાનનો મહિમા સમજાવતાં યુરોપઅમેરિકી લેખકોનાં Yoga for better living, Yoga as medicine, The Yoga Bible જેવાં શીર્ષકોવાળાં પુસ્તકો અચૂક દેખાશે.

યોગવિદ્યા જેવો ઘાટ આયુર્વેદના કેસમાં પણ સર્જાયો છે. લીમડો, હળદર, ચંદન, હરડે, ઇસબગૂલ, સર્પગંધા, શતાવરી, ગૂગળ, ધોળી મૂશળી વગેરે કુદરતી ઔષધોના ગુણો વિશે સુશ્રુત, ચરક અને ધનવન્તરિ જેવા આપણા આયુર્વેદાચાર્યો વર્ષો પહેલાં આયુર્વેદના દળદાર ગ્રંથોમાં ઘણું બધું લખી ગયા છે, પરંતુ એ ગ્રંથોની આપણે મન કશી કિંમત ન હોય તેમ સતત તેમની અવગણના કરવામાં આવી. આખરે ૧૯૯૫-૯૬ના અરસામાં લીમડો, હળદર અને ઇસબગૂલ પર અમેરિકાની ફાર્મા કંપનીઓએ પેટન્ટ નોંધાવી દીધી ત્યારે ભારત સરકારની નિદ્રા ખૂલી. આજે અમેરિકન ફાર્મા કંપનીઓ ભારતીય આયુર્વેદે ચીંધી બતાવેલી કુદરતી ઔષધિઓના સત્ત્વોવાળી એલોપેથિક દવાઓ બનાવીને ધૂમ નફો રળે છે. ઑલ્ટરનેટિવ મેડિસિનના બેનર હેઠળ યોગની માફક આયુર્વેદનો પણ યુરોપ-અમેરિકામાં નવો ‘યુગ’ ઊગ્યો, એટલે તેની દેખાદેખીમાં ભારતે આયુર્વેદને અપનાવ્યું.

પ્રાચીન ભારતના ખગોળવિજ્ઞાનને (હિન્દુ કોસ્મોલોજિને) મોટા ભાગના ભારતીયો નાપાયેદાર ગણી વખોડી નાખે છે, પણ એ જ વિજ્ઞાનને અમેરિકાના કાર્લ સેગાન જેવા ધૂરંધર ખગોળશાસ્ત્રીઓ વખાણે ત્યારે આપણને એ વાતની પ્રતિતી થાય કે પ્રાચીન ભારતમાં કેવું બુદ્ધિધન હતું! અંગ્રેજોએ ભારતમાં દાખલ કરેલી ભૂલભરેલી શિક્ષણપ્રણાલિને આપણે વારંવાર કોસતા રહીએ છીએ, પરંતુ વિદ્યાર્થીને બુનિયાદી તાલીમ આપતી ગુરુકુળતક્ષશિલાની મૂળભૂત ભારતીય શિક્ષણપ્રણાલિને થોડા ઘણા ફેરફાર સાથે અપનાવવાની દિશામાં કોઇ પહેલ કરતું નથી. મૂળ ભારતીય એવી દેવભાષા સંસ્કૃત પર ખુદ ભારતને બદલે જર્મનીમાં રિસર્ચ થાય એ પણ કેવી કરૂણતા!

યોગ, ધ્યાન, આયુર્વેદ તેમજ ભારતીય ખગોળવિજ્ઞાનના કેસમાં બન્યું તેમ ભવિષ્યમાં કદાચ કો’ક અમેરિકી અથવા યુરોપી મ્યુઝિક કંપની ભારતના શાસ્ત્રીય સંગીતને નવા પેકેજમાં રજૂ કરશે. તબલા, સારંગી, જલતરંગ, બુલબુલ તરંગ, ડફલી, વાંસળી વગેરે વાજિંત્રો વડે કોઇક ગોરા સંગીતકારે કમ્પોઝ કરેલું મ્યુઝિક અહીંની નવી પેઢી ત્યારે હોંશે હોંશે સાંભળશે અને ફેશનના નામે કઈંક નવું અપનાવ્યાના જોશમાં એ સંગીત પર મોહી પડશે. મર્હૂમ સરોદવાદક અલી અકબર ખાન અને તેમના જેવા દિગ્ગજ સંગીતકારો ભારતને કેવો અમૂલ્ય સંગીતવારસો આપી ગયા તેનું ભાન તેમને ત્યારે જ થવાનું છે.

માનો યા ન માનો, પણ એક કડવું સત્ય એ છે કે આપણને આપણા દેશ માટે તેમજ દેશની બેશકિંમતી સંસ્કૃતિ માટે માન નથી. દેશાભિમાન તો ઠીક સ્વાભિમાનની પણ આપણે ત્યાં અછત વરતાય છે.

Comments

  1. you have given us a very valuable message which we also forgot.

    ReplyDelete
  2. ખરેખર મને ખબર ના હતી.
    આભાર.

    ReplyDelete
  3. Exremely happy to see that harshalbhai capture this news about Maestro Ali akabar khan,which did not our media and also about our nation which is most IMP. for ind. people of this time.
    i have ever watched his best jugalbandhi with maestro ravi shankar whose guru is ali akabar khan's father allauddin khan.
    If u don't mind, i like to draw a direction to something in article about "૬૪,૮૪૮ રાગ-રાગિણી". right figure is 34,848...may b also der is a typing mistake.

    ReplyDelete
  4. Harshalji,
    It is good that you are doing such a labour to bring to people's notice- such a valuable knowledge. But, most people of todays era are deeply engrossed in earning money and forgetting past which is so grandour.
    Here in Korea also, there are many grand classes of Yog are prospering. People do ask me about Yog...do you know it, when I say I practice it daily they are surprised.
    Point is, you are right- we only look at something when we get it from west.

    ReplyDelete
  5. Dear Harshal pushkarna,
    When i was reding this report my soul so feel guilty for ourselves.we don't care about our culture and carry on about western culture.we need to wake our guys to show them our glorious heritage. I am proud that you are doing this work.Keep it up.

    ReplyDelete
  6. Really good. We should respect and obey our culture.

    ReplyDelete
  7. Dear Harshalbhai,
    For Indian media, i agree with your opinion. But how can you write anything like "નકરો ઘોંઘાટ ફેલાવનાર માઇકલ જેક્સન " ? You have hurt my felling. If you don't like his music or if you can't appreciate his music, it doesn't mean you should make such sentence. Have you ever heard any of Thriller, Beat it , billie jean, earth song , you are not alone, Off the wall or HIStory? I am not trying to tell you that western music is superior than indian music. But, you must also note that it is absolutely matter of taste. If you don't like it, it's fine. But please don't hurt anyone who likes it. Hope you will take care of such things.

    ReplyDelete
  8. priya harshalbhai,

    tamaro muddo ekdam sacho 6e, pan e mate ligheli sarkhamni amaturish 6e. 5 vakhat grammy mate 'nominate' thayela khan saheb na coverage ne officially the most famous person on the earth, 13 time grammy winner and lifetime achivement grammy winner, guinness book of owrld record recirds ma highest selling music album ever no unbeatble record dharavta jackson ni sathe trajve tolo e nyaypurvak ni sarkhamni nathi.

    western pop etle nakro ghonghat j nahi etlu sidhdh karva mate koi dalilo ni nahi, matra cds ne cd players ni j jarur 6e ne micheal na to besumar soft, soothing songs 6e. contribution na level par ke popularity na level par aa sarkhamni 'level playing ground' par nathi. khansaheb na nidhan ne indian TV news channel e coverage aapelu j 6e.ane gangubai hangal na avsan ne pan (including gujarati print media)..

    shatriya sangeet ane bhartiya sangeetshastra ajod ane adbhut 6e. pan ema ma aaje anek yuvano taleembadhd thay 6e. enu audience uchc gunvatta ne lidhe aaje nahi pehle thi j limited 6e. naushad ane o.p.nayyar pan aavi debate jackson na janm pehla kari chukya 6e. r.d burman ke shankar jaikishan jeva darek pedhi na namnkitsangeetkaro e ek be nahi senkdo westrn dhuno j bharitya sangeet ma muki deedhi 6e.pan tyare e loko sivay bahu o6a pase western music no access hato.

    bharitya sangeet j nahi anek bahrtiya kala o eni saral samjuti ne samay mujab na aakrshak parivartan na abhav ne lidhe lokpriy nathi banti. ema vank pop music ke navi pedhi karta kupmanduk thai bethela diggajo no vadhu 6e.

    yog ange bharat ma koi jane fonda ni dvd ne lidhe ke vikramyoga ni patent ne lidhe nahi pan baba ramdev ni nava madhyam (TV)na sachot upyog ne lidhe ane vipassyana,SSY,sri sri ravishankar, rajneesh,b.k.s ayangar jeva bhartiya loko na bharat ma thayela kam thi j vadhu aakrshaya 6e. nahi ke amerika ke europe ni nakal thi.

    to shokely transiter ni shodh thi bhavishya na yug mate trendsetter hato to music video, stage performance ane dance-composition na experiments ne lidhe ena xetra ma jackson pan trendsetter rahyo 6e. internet/globalisation pehla na yug ma amsta j bija koi na nahi ne ena j geeto gujarat na gamde gamde kem pahochela?

    6atay jackson ke enu sangeet na game e pasndgi no puro hakk 6e, ne etlo j hakk e gamadva no pan 6e. farivar, ema bharitya sangeet ni mahtta kyaya o6i thait nathi media ma koi pan news nu coverage hamesha je te newsmaker ni poularity na sampraman ma thay e to sav swabhavik kram 6e.

    ReplyDelete
  9. p.s. instead of jackson if some vetran western classical artist would have been died naturally media will not take interest even if they are western. it is not like that indian media or youth blind;ly following westrn icons only. even after decades of thier death, still we find media coverage on mhmd. rafi n kishore kumar with lots of programmes also dedicated to them. they are also indain(n not nri like khan saheb)....point is not jackson v/s khan or wesrn v/s indian..point is popular v/s classical. as films singers are more 'pop' they are loved by indain n so as jackson as pop artist. same logic goes for not aprricating beethovan to bhimsen joshi as they r not much in to popular gener of music.

    ReplyDelete
  10. Dear Sir,

    i absolutely agree with joyjay and praashant keshwani..the comparison is nt appropriate..and its shockingly sad to know that you found jacko's music નકરો ઘોંઘાટ..

    i dont deny that classical music is a step ahead than western music..but jacko's music and his dance was outstandingly superb..basically you shud nt compare both of them..they both were the kings of their kind of music..HATS OFF to them..

    and if you blame indian media and news channels..than your point is right..they shud hav covered both the news..but on the other hand..if u think practically for a minute,why they did not cover..the reason is becoz..india is a youth country and the youth is interested and like western music more than the classical music..jacko is 100 times famous in indian youth than khan saheb..its quite obvious they want to know more about jacko than khan saheb..at the end of the day,the media has to give what the people demands..

    regards
    chinmay joshi.

    ReplyDelete
  11. Harshal bhai We want a blog post on swine flu and also an article on prevention and cure
    BecaUSE NEWSPAPERS are creating Dilemma so We cannot have faith in them but we trust you.
    So please for safari readers do this.
    With regards

    Navneet

    ReplyDelete
  12. @ everyone reading this.
    - Safari is supposed to be a science/gk magazine. I dont understand why they have to post racial comments, political comments and opinionated comments. Dont they realize that kids with tender minds read this magazine and it can ruin their psyche forever if not taken care.
    Underlined statements like MJs music is noisy or not worthy is atrocious. In the universe, nothing is absolute' it is relative. Is this too difficult to understand? So wht you find noisy, is soulful music for someone. Similarly, some political leaders/parties which you think are fraud, can be life savers for someone. And finally, to the authors, please refrain from political comments and religious comments. Realise that 'intelligent readers' also read your magazine.

    ReplyDelete
  13. SHRI HARSHALBHAI,
    NAMASKAR.

    Excellent!!!!!

    You had narrated perfectly and sharply pointed out the mind-set of not only the young generation but of the seniors also. It is a fashion trend among the young people to being impressive from the west, we do not want to oppose all the cases, if the thing is genuine we may encourage also. But they will never respect our own culture, this is the main problem. If the same thing will come via west they are ready to accept !!!!!!

    Coming on to the point, T.V. culture spoils the major part. In India, more than 100 T.V. channels are spoiling by telecasting almost “BAKWAS” items all the day -24 hours. How many of them are showing our great heritage of art and culture? Left the talk of 24 hours, will they telecast 2-3 hours a day? Suppose they want to do, will they get sponsor? Wrong publicity by the media plays the major role in this matter, no doubt about it.
    One example…..

    For the year 2009, Government declared the PADMA awards ( PADMA VIBHUSHAN. PADMA BHUSHAN and PADMA SHRI ) . Mrs. Aishwarya Rai Bachchan received the award of PADMASHRI, heartily congratulation to her, but almost all the news papers had printed this news with her photographs on the front page. O.K. and the second news was popped up after two days that cricketers Mahindersinh Dhoni and Harbhajansinh were remain absent to receive the award..( They should remain present to receive the prestigious award from our respected President of India Mrs. Pratibha Patil.) News papers had only these two news to be published. BUT what about the other person who had done excellent job in their field and Government of India had given the Honor by this Award, any newspaper had printed a short list of them? Or introductory article for them? WHY? Because coverage should be of Bollywood related or some what related with sports. (like Cricket only.)

    Average mentality of the common people is also partial about our culture. Today is 15th. August, How many of us waked up early in the morning to watch the live telecast of our national flag ceremony? I think only the awareness of self discipline will do this.

    We are associated with a society namely SPICMACAY ( abbreviation of _ Society for Promotion of Indian Classical Music And Culture Amongst Youth). You might have heard about it. It is a movement, the motto of the society is to spread our Indian Culture by doing programs for School, College students. Programs like Classical Music, Classical Dance, Folk Arts, Dramas, Paintings, Archeological tours, Talks and many more. SPICMAY had organized nearly 2000 programs during last year only, by its 250 chapters nation wide and abroad also. The main plus factor is that student don’t have to pay a single rupee for the SPICMACAY programs, all programs are free of cost for them.

    Thank you once again with ‘ LAKH LAKH SALAM’ for publishing such an appealing article to draw an attention on the other side also.
    -Paresh Vyas
    (on behalf of Jamnagar chapter of SPICMACAY )

    ReplyDelete
  14. નમસ્કાર હર્ષલભાઇ,

    તાજેતર માં (17મી તારીખે) જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે પુસ્તક "આસાન અંગ્રેજી" ખરીદ કર્યું. પુસ્તક ખુબ જ રસપુર્વક કલ્પાયું અને તેવી જ રીતે લખાયું છે. જે પહેલા પાંચ પ્રકરણ વાંચી ને પામી જવાય તેવી બાબત છે. હા, થોડા ક પ્રશ્નો અને સુચનો છે જે હું રજુ કરવામાં હર્ષ અનુભવું છું.

    1. દરેક પ્રકરણ નાં અંતે આપવામાં આવેલા સવાલો ના જવાબો કયાંય છપાણા નથી.

    2. અંગ્રેજી વાક્ય નો સંપુર્ણ ચિતાર આપતા કલ્પવ્રૂક્ષ (!!! મારા માટે) ની દરેક ડાળ નો દરેક પ્રકરણ ની શરુઆતે પરિચય આપવાની સાથે સાથે તેનો સંપુર્ણ ચિતાર આપતું એકાદું વોલપેપર ટાઇપ મલ્ટિકલર પોસ્ટર આપ્યું હોત તો અભ્યાસ હજુ વધુ મજેદાર બનત.

    3. પુસ્તક ના અંતે એકાદ બે પ્રકરણ "Spoken English" ના પણ આપ્યા હોત તો જમ્યા પછી ઓડકાર આવે તેવો અનુભવ થાત.

    4. "Word Processor" વિભાગ અથાગ મહેનત નો ખ્યાલ આપવા માટે પુરતો છે. શું સરસ મજાનો વિચાર છે. જો દરેક શબ્દ નો ખ્યાલ આવી રીતે મળે તો બીજી વખત એ ને એ શબ્દ જોવાની જરૂર ન રહે. શું બજાર માં શબ્દ નો "Word Processor" ની જેમ અર્થ સમજાવતી Lexicon
    ઉપલબ્ધ છે ?

    મારા તરફ થી પુસ્તક ને પાંચ માંથી સાડા ચાર ની રેટિંગ આપુ છું.

    અને હા, તમારું વ્યકિતગત EMail ID આપવા વિનંતિ.

    બાકી બહુ જ સરસ કામ કર્યું છે. મજા આવી ગઇ...



    આભાર,
    વૈભવ. બી. પંડ્યા.

    ReplyDelete
  15. Dear Pushkarna Saheb,

    I have been requesting for your reply thru email on Pvt. MBA institutes in Gujarat since long but no response from your side.

    I can understand it's not possible to communicate thru phone, but atleast email communication should be allowed by 'Safari' team, under your guidance.

    Please think again on such issues, so readers/followers like me get guidance immidiately thru email instead of waiting for topics published in 'Safari'.

    Thanks/Regards,
    Arvind Prajapati
    arvindprajapati@hotmail.com

    ReplyDelete
  16. Harshal,

    Great Going, love your blog.

    Btw, I totally agree that our Indian artists should be more respected and promoted.

    It is not only fault of news paper but also the cultur around us who has made MJ a legend. I have liked his few songs and few of them were really good but in case of Indian Classical songs, it is hard to dislike any.

    Overall Safari is getting better and better. I was reading one article about Cancer and it is written very good.

    Kind Regards,
    Pinal
    http://blog.sqlauthority.com

    ReplyDelete
  17. Respected Harshalbhai,
    Today first time i have visited Blogspot. Its interesting and informative. Many things which is not possible to include in Safari due to its subject line, I wish that those shall be available to readers.

    Thank you,

    Rakshit Mashroo

    ReplyDelete
  18. namaskar harshal bhai aaj no yuva sangeet ma ras dharave chhe pan aapanu prachin sangeet bhulatu jay chhe je kharekhar sweet chheprachin vadyo ne farithi balko ne sambhalavava padshe je kam school thi karavu padashe
    aabhar
    dr sudhakar hathi

    ReplyDelete
  19. please start a new section of online asking of Question like Fact finder and all that

    it will be helpful to get more knowledge about the science and tech.

    thank you

    ReplyDelete
  20. ભારતીય સંગીતમાં ભારતીય મિડિયાને સાંધાની સમજ પડતી હોય તો કરે ને, અને કોપી કરવાનો પ્રવાહ તો વર્ષોથી ચાલ્યો આવે છે. ઓબામાને છિંક આવે તોય આપણે ત્યાં સમાચાર બને છે. આપણા છાપામાં અડધા સમાચારો તો બહારના દેશોના જ હોય છે. માઇકલ જેક્સનનું કોઈ રીતે મોટું પ્રદાન નથી. આપણા શાસ્ત્રીય સંગીતને સાંભળવાથી એક આરામ એક સુકૂન મળે છે. વિદેશી ઘોંઘાટિયા સંગીત- અશ્લીલ હરકતોવાળા વિડિયો આલબમોથી સુકૂન મળે છે ખરું, ભાઈ જોયજય જવાબ આપો.

    ReplyDelete
  21. Harshal,

    Your point is correct, negligence of our heritage and blind following of western / other culture.

    But to prove this point if you criticize MJ its not fair, not at all acceptable from a sensible magazine like you.

    Before deeming MJ noisy you should first hear all of his songs and then form a opinion.

    If you are so much concerned about Indian Heritage why not start covering topics related to it instead of writing about non-sense, repeatative and weird articles on Black Holes, Theory of Relativity etc?

    Now that you are publishing in English, please keep such comments to you. Well informed and savy readers in English would not accept such things and throw Safari in dust bin.

    Jai Hind

    ReplyDelete
  22. Roshanbhai,

    I have expressed my views in my magazine after proper study--as usual. Had I never listened to the songs of Michael Jackson, I would not have come to such a conclusion. At this day, I invite you to visit me at my office any time between 9.30 and 6.30; Monday to Saturday and discuss with me all you ever wanted to know about Michael Jackson’s music, songs, lyrics and his albums. But be prepared to answer questions on Indian culture and music that I might ask you thereafter.

    All said and done, the fact is, however, my personal views reflected in my editorial. If you do not agree to which was written in it, wasn't it fine and fair to say I DON’T AGREE and a period. As a reader your suggestions are always welcomed, but be kind enough by not guiding us on what we should print in SAFARI and what not.

    On your last three lines of comment, just a small reply: Grow up!

    ReplyDelete
  23. Kudos Harshalji,
    You have given fitting reply to Mr. Roshan.
    As is your point in blog here 'we Indians are overwhelmed by anything from west'so is true for language too!
    It is good to learn and master English as language but, it do not give anyone passport to be one up on other language speaker.You have rightly said 'grow up'.
    I dont think Safari ever needed such certificates from English speaking people to be popular-Gujarati has ample number of intelligent people still left Mr. Roshan.
    If you do not like some ones opinion then either disagree or more so, argue like JoyJay has done-pointedly with valid reasons to put your case.

    ReplyDelete
  24. the Word is "Ashmita" Indians have no "Ashmita".

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya