Posts

રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રદ્રોહ?

Image
આ દેશમાં રાષ્ટ્રપ્રેમના નામે ઘણી વાર ભયંકર હદની છૂટછાટ લેવાતી હોય છે. ભારતની બહુધા પ્રજાને એ છૂટછાટ અંગે ખ્યાલ નથી અગર તો ખ્યાલ હોવા છતાં તેને એ બાબતે કશી ફિકરચિંતા નથી. બે દાખલા તપાસવા જેવા છે. (૧) ભારતના કેટલાક સિનામાગૃહોમાં ફિલ્મનો શો શરૂ થતાં પહેલાં આપણા રાષ્ટ્રગીતની ટૂંકી વિડિઓ દર્શાવવામાં આવે છે. એક વિડિઓમાં ભારતના કેટલાક ખ્યાતનામ ગાયકો રાષ્ટ્રગીત લલકારતા દેખાય છે. એક ગંભીર ખામી વિડિઓમાં જોવા મળે છેઃ રાષ્ટ્રગીત લલકારતી વખતે કલાકારો પોતાની બોડી લેંગ્વેજનો છૂટથી ઉપયોગ કરે છે. અર્થાત્ અમુક ગાયકો પોતાના હાથ હવામાં લહેરાવે છે, કેટલાકના ચહેરા પર શાસ્ત્રીય સંગીત ગાતા હોવાના ભાવ પ્રગટ થાય છે, તો લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા કેટલાક ગાયકો તો સ્મિત લહેરાવતા દેખાય છે. ગીત-સંગીતની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો તો પણ રાષ્ટ્રગીતને તે લાગૂ પાડી શકાય નહિ. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રગીત છે, સામાન્ય ગીત-સંગીત નથી. દેશની તે ઓળખાણ છે, માટે તેનું ગાયન મોભાદાર રીતે તેમજ પૂરા માન-સમ્માન સાથે થવું જ જોઇએ. ઓર્ડિનરી ગીતની કે ગઝલની માફક તેને ગાઇ શકાતું નથી. ગાયન વખતે તેની મર્યાદા તેમજ મલાજો જળવાવા જોઇએ--અને તે...

પિક્ચર પરફેક્ટ!

Image
કેટલીક તસવીરોને ફોટોલાઇનની જરૂર હોતી નથી. A picture is worth a thousand words નો અંગ્રેજી રૂઢિપ્રયોગ તેમને શબ્દશઃ લાગૂ પડે છે. ઘણા વખત પછી આજે કોઇ અખબારમાં એવી તસવીર જોવા મળી. આ રહી... ભારતના રાજકીય માહોલ વિશે ઘણુંબધું કહી દેતી તસવીરના લેન્સમેન નીરજ પ્રિયદર્શીની ફોટોજર્નાલિસ્ટીક સૂઝને દાદ દેવી જોઇએ. (તસવીર સૌજન્યઃ નીરજ પ્રિયદર્શી, ‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ દૈનિક)

‘સફારી’ની સફર: કલ, આજ ઔર કલ

અંક નં. ૨૦૦ નિમિત્તે તંત્રી નગેન્દ્ર વિજયનો આભારપત્ર આજથી ચારેક દાયકા પહેલાં મેં વિજ્ઞાનનું  સામયિક ‘સ્કોપ’ શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે એક અનુભવી ન્યૂઝપેપર એજન્ટે મારા હિતુચ્છુ હોવાના નાતે સલાહ આપી હતી-- પૈસાનો ધૂમાડો કરવો હોય અને વહેલા શહીદ થવું હોય તો જ વિજ્ઞાનનું મેગેઝિન કાઢજો. ગુજરાતની પ્રજા વેપારી વિચારસરણી ધરાવે છે, વૈજ્ઞાનિક અભિગમ નહિ. સલાહ આપવામાં ન્યૂઝપેપર એજન્ટે સહેજ પણ અતિશયોક્તિ કરી ન હતી. ‘સ્કોપ’ અને ત્યાર પછી ‘સફારી’ના અવતરણ પહેલાં ગુજરાતમાં કંઇક એવો જ માહોલ હતો. પરંતુ સ્થિતિ સુખદ રીતે બદલાઇ છે. વેપારી ગણાતી ગુજરાતી પ્રજાએ જ્ઞાનવિજ્ઞાનને આવકાર્યું છે અને ‘સફારી’ને તેમના ઘરમાં માનભેર પ્રવેશ આપ્યો છે. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વમાં પ૩ વર્ષ લાંબી કારકિર્દી દરમ્યાન ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવા સામયિકોએ મારી અનેક આકરી કસોટીઓ લીધી છે--અને દરેક કસોટીએ મારા મનોબળને ઓર મજબૂતી પ્રદાન કરી છે. આર્થિક પાસા ભૂલીને માત્ર નવી પેઢીના લાભાર્થે મારી કલમ ચલાવવાના નિર્ધારમાં હું એટલે જ કદી ચલિત થયો નહિ. બીજી તરફ વાચકોએ મારી કલમ સ્વીકારી તેમજ વધાવી એ મારે મન બહુ સંતોષની વાત છે. આજે ‘...

અંક નં. ૨૦૦: ‘સફારી’ની અવિરત સફરનું વધુ એક સીમાચિહ્ન

Image
નવી પેઢીને જ્ઞાનવિજ્ઞાનના વાંચન તરફ વાળવાના આશય સાથે ઓગસ્ટ, ૧૯૮0માં શરૂ કરાયેલું બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન ‘સફારી’ ચાલુ અંકે તેની બેવડી સદી પૂરી કરે છે. અંક નંબર મુજબ જોતાં સ્કોર ભલે બસ્સોનો ગણાય, પરંતુ બસ્સો અંકોમાં વિવિધ વિષયોને લગતી જે જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી ‘સફારી’માં પ્રગટ થઇ તેના આંકડા હેરત પમાડે તેવા છે. ‘સફારી’ની ટિપિકલ સ્ટાઇલમાં જ એ સ્કોર વાંચો-- આ સામયિકનો દરેક અંક ૬૪ + ૪ એમ ૬૮ પાનાંનો હોય છે. ચિત્રોરેખાંકનોને તેમજ ‘સફારી’નાં અન્ય પ્રકાશનોની જાહેરાતોને બાદ કરો અને વધુ પાનાંવાળા દિવાળી અંક તેમજ અન્ય વિશેષાંકોને ગણતરીમાં લો તો પણ દરેક અંક સરેરાશ પપ પાનાંમાં ઠસોઠસો માહિતી પીરસે છે એમ કહી શકાય. આજ દિન સુધી ‘સફારી’એ આવા ૨૦૦ અંકો આપ્યા, એટલે માહિતીસભર પાનાંનો કુલ જુમલો થયો ૧૧,૦૦૦નો ! ‘સફારી’ના લગભગ દરેક પાને એક કરતાં વધુ ચિત્રો યા રેખાંકનો હોય છે. સરેરાશ ૧.૨પની ગણો તો પણ અત્યાર સુધી ૧૧,૦૦૦ પાનાંમાં લગભગ ૧૩,૭પ૦ ચિત્રોરેખાંકનો ‘સફારી’ આપી ચૂક્યું છે.  આજ દિન સુધી ‘સફારી’એ વિવિધ વિષયો પર કુલ મળીને ૧,૧૧પ લેખો આપ્યા છે, ‘ફેક્ટફાઇન્ડર’વિભાગમાં ૨,૨૧૧ પ્રશ્નોના મુદ્દાસર જવાબ ...

રણભૂમિમાં ખરી ઉતર્યા પછી રાજકારણમાં અટવાયેલી ‘અર્જુન’ ટેન્ક

Image
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/DRDO સંસ્થાએ બનાવેલી સ્વદેશી રણગાડી ‘અર્જુન’ આજથી સાડા ત્રણ દસકા પહેલાં સંશોધનની એરણ પર ચડી ત્યારથી તેની એક પછી એક અગ્નિપરીક્ષા લેવાતી રહી છે. ભારતીય ખુશ્કીદળને ‘અર્જુન’ કદી મનહેઠે આવી નથી, એટલે તેણે પોતાની મેઇન બેટલ ટેન્ક/MBT તરીકે રશિયન T-90 પર મદાર રાખ્યો છે. ૨૦૦૧માં તેણે કુલ ૩,૬૨૫ કરોડના ખર્ચે ૩૧૦ જેટલી T-90નો પ્રથમ કાફલો મેળવ્યો. (રણગાડીનું નામ ‘ભીષ્મ’ રાખ્યું). આ ખરીદી પછી ૨૦૦૭માં બીજી ૩૪૭ T-90 (‘ભીષ્મ’) માટે ૪,૯૦૦ કરોડનો સોદો કર્યો, જ્યારે DRDOને  ૧૨૪ ‘અર્જુન’ માટે ઓર્ડર આપી વધુ નંગો ખરીદવાની સાફ ના પાડી દીધી. બીજી તરફ DRDOના નિષ્ણાતો ‘અર્જુન’ ટેન્કને ‘ભીષ્મ’ કરતાં હંમેશાં ચડિયાતી ગણાવતા રહ્યા છે. વર્ષોથી તેમણે આગ્રહ પણ રાખ્યો કે એકાદ વખત ‘અર્જુન’ વિરુદ્ધ ‘ભીષ્મ’નો મુકાબલો યોજવો જોઇએ. ‘અર્જુન’ ચડિયાતી સાબિત ન થાય તો કબૂલ કે ખુશ્કીદળની મેઇન બેટલ ટેન્ક બનવા માટે તે યોગ્ય નથી. ‘ભીષ્મ’ વિરુદ્ધ ‘અર્જુન’નો વિવાદ બહુ લાંબો ચાલ્યો, એટલે તેના નીવેડા માટે થોડા વખત પહેલાં સંરક્ષણ પ્રધાનની સૂચના મુજબ રાજસ્થાનના થર રેગિસ્તાનમાં બન્ને રણગાડીઓ વચ...

ઝીરો પરસેન્ટ ફાઇનાન્સના ‘ઝીરો’નું સસ્પેન્સ

આજથી વીસેક વર્ષ પહેલાં ભારતનું ડચકાં ખાતું અર્થતંત્ર ઉદાર આર્થિક નીતિના પાટે ચડીને દોડતું થયું એ પહેલાં દેશની પ્રજા પાવરસેવિંગમાં માનતી હતી. કમાણીનો પચાસ ટકા કરતાંય વધુ હિસ્સો લોકો બચતમાં રોકી દેતા હતા. ખિસ્સાખર્ચી માટે તેમનો જીવ કરકસરિયો હતો, એટલે શોપિંગનો તેમજ ઊંચી લાઇફસ્ટાઇલનો ચસ્કો તેમને ખાસ નહોતો. આજે સમીકરણો બદલાયાં છે. બચતનું પ્રમાણ અગાઉની તુલનાએ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ એ કે દેશની પ્રજાને શોપિંગ ફિવર લાગૂ પડ્યો છે અને તે ફિવરમાં રોજેરોજ વધુને વધુ લોકો સપડાતા જાય છે. ખૂલ્લા મને તેઓ ખરીદી કરતા થયા છે. ગઇ કાલ સુધી ‘ભોગવિલાસ’માં જે ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો તે પૈકી અનેકને આજે ‘જરૂરિયાત’નું લેબલ લાગી ચૂક્યું છે. અમેરિકાની જેમ ભારતનુંય અર્થતંત્ર ક્રમશઃ consumer driven બની રહ્યું છે, જ્યાં રોટલી શેકવાની તાવડીથી માંડીને ટેલિવિઝન સુધીની consumer products/જીવનજરૂરિયાતની રોજિંદી ચીજવસ્તુઓ અર્થતંત્રનાં ચક્રોને ગતિમાન રાખવામાં બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. દેશના લોકો શોપિંગ કરે (અને તે બહાને નાણાં ખર્ચે) તે અર્થતંત્રના હિતમાં છે. ઉત્પાદક, વેચાણકાર અને ફાઇનાન્સ કંપનીઓ એમ ત્રણેયનું પણ હિત ...

ફરી આવી ચૂક્યું છે... હાથીનું ટોળું !

Image
વિજયગુપ્ત મૌર્યનાં બેસ્ટ સેલર પુસ્તકો ‘શેરખાન’ અને ‘કપિનાં પરાક્રમો’ ફરી નવા સ્વરૂપે મુદ્રિત કર્યા બાદ બેસ્ટ સેલરની શ્રેણીમાં આવતું તેમનું વધુ એક પુસ્તક ‘હાથીના ટોળામાં’ અઢી દાયકે આજે ફરી પ્રગટ થયું છે. ‘હાથીના ટોળા’માં કુલ ૧૯ પ્રકરણોમાં વહેંચાયેલી સળંગ વારતા છે, જેમાં આસામના જંગલોની, ત્યાંના હાથીઓની તેમજ હાથીઓ વિરુદ્ધ માનવજાતના ‘સાયલેન્ટ’ યુદ્ધની વાત આવે છે. આ વારતા લખતાં પહેલાં વિજયગુપ્ત મૌર્યએ આસામનાં જંગલોમાં અનેક દિવસો વીતાવ્યા હતા. દૂરદરાજના વનપ્રદેશોમાં તેઓ ગજરાજ પર બેસીને કલાકોના કલાકો ફર્યા હતા અને આસામની જીવસૃષ્ટિને બહુ નજીકથી તેમણે પોતાની અભ્યાસુ નજરે નિહાળી હતી. આ જાતઅનુભવે તેમને કલમ દ્વારા જે કૃતિ રચવાની પ્રેરણા આપી તે કૃતિ એટલે ‘હાથીના ટોળા’માં ! વિજયગુપ્ત મૌર્યનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરવાની એક મજા છેઃ ‘સફારી’ના લેખન-સંપાદન દરમ્યાન ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ટેક્નોલોજિ વગેરે જેવાં ધરખમ વિષયો સાથે સતત કામ પાડવાનું થતું હોય છે. મગજનો બરાબર કસ કાઢી લેતાં આવાં વિષયો વચ્ચે વિજયગુપ્ત મૌર્યની એકાદ જંગલકથાના (આંશિક) સંપાદનનો તેમજ સંપૂર...