Posts

આમ પહોંચી ભારતની आम જગતના ૧૯૪ દેશોમાં

Image
ભારતની આમ વખત જતાં ‘ફળોના રાજા’ તરીકે ખાસ શી રીતે બની? હાફુસ, કેસર, પાયરી, બદામ, લંગડો, દશેરી, રાજાપુરી, તોતાપુરી, ગુલાબી, વનરાજ, જમાદાર, નીલમ... કેરીની જાણીતી વેરાઇટીનાં આથી વધુ નામો કદાચ આપણે લઈ ન શકીએ. કેરી વિશે જરા વધુ જ્ઞાન હોય તો ઉપરોક્ત લિસ્‍ટમાં વધુ કેટલાંક નામો ઉમેરી શકાય—અને છતાં ઉમેરો કર્યા પછી જે લાંબું લિસ્‍ટ બને તે કેરીની કુલ સ્‍પીસિસના આંકડા સામે નગણ્ય લેખાય તેટલું ટૂંકું સાબિત થાય. ભારતના નેશનલ હોર્ટિકલ્‍ચર બોર્ડે કરેલી સત્તાવાર નોંધણી અનુસાર આપણે ત્‍યાં કેરીની ૧,પ૦૦ વેરાઇટી થાય છે. દરેકનું કદ, કલર, સ્‍વાદ અને સોડમ એકમેકથી સાવ નોખાં! સવાર-સાંજના ભોજનમાં દૈનિક ૪ પ્રકારની કેરીને ‘ન્‍યાય’ આપો તો પણ ૧,પ૦૦ વેરાઇટી ચાખી રહેતાં ૩૭પ દિવસ લાગે અને અંતિમ દિવસે પાછું એ નક્કી કરવું મુશ્‍કેલ બને કે તમામ પૈકી સૌથી મજેદાર વેરાઇટી કઈ? સામાન્‍ય રીતે હાફુસ અને કેસર જેવી જાણીતી તથા માનીતી કેરીને આપણે સ્‍વાદ-સોડમના મામલે સૌથી ટેસ્‍ટફુલ ગણીએ. અલબત્ત, grafting/ કલમ પદ્ધતિ વડે વિકસાવવામાં આવેલી કેટલીક હાઇબ્રિડ વેરાઇટી આપણી માનીતી કરતાં ચડિયાતી સાબિત થાય એ સંભવ છે, કેમ કે તેમાં બે જાતવાન ક...

આહાર-ઉપવાસ-એનેમાઃ અલ્ટિમેટ ઇમ્યુનિટી બૂસ્‍ટર

Image
પાચનતંત્રની ખરાબીને કારણે શરીરમાં થતી રોગરૂપી ખાનાખરાબી અટકાવવાનો ‘થ્રી-ડી’ ઉપચાર મોરારજી દેસાઈ ભારતના વડા પ્રધાન હતા ત્‍યારે તેમણે કોમનવેલ્‍થ સભ્‍યોની મીટિંગમાં હાજરી આપવા આફ્રિકી દેશ ઝૈર પ્રજાસત્તાક જવાનું થયું હતું. મોરારજી ભાઈ જેટલા ચુસ્‍ત ગાંધીવાદી હતા એટલા જ ચુસ્‍ત ‘સ્‍વાસ્‍થ્યવાદી’ પણ ખરા. માનવજાત ખોરાક રાંધતી થઈ ત્યારથી અનેકવિધ માંદગીમાં સપડાતી થઈ એવા મતલબની કદાચ તેમની માન્‍યતા હતી, એટલે રાંધ્‍યા વિનાનો ખોરાક લેવાની તેમણે આદત કેળવી હતી. ભારતમાં તો જાણે એવો ખોરાક મળી રહે, પરંતુ ઝૈર પ્રજાસત્તાકમાં યોજાનારી મીટિંગમાં મોરારજી ભાઈને માફક આવતા ભોજનની સગવડ ન સચવાય એ નક્કી હતું. મીટિંગમાં વળી રાજકીય આગેવાનો સાથે બેસીને ભોજન લીધા વિના પણ ન ચાલે. આથી મોરારજી ભાઈએ પોતાનું મેન્‍યુ-કાર્ડ જાતે તૈયાર કર્યું અને વિદેશ મંત્રી નટવર સિંહ મારફત ઝૈર પ્રજાસત્તાકની સરકારને મોકલી આપ્યું. આ રહી મેન્‍યુ-કાર્ડની ‘વાનગીઓ’ઃ સવારનો નાસ્‍તોઃ લાલ, મીઠાં અને રસાળ ગાજરનો જ્યૂસ. બપોરનું ભોજનઃ કાચા લસણની પાંચ પેશીઓ, અડધો લિટર ગાયનું મોળું દૂધ, ગાયના દૂધનું પ૦ ગ્રામ પનીર, કેળાં, લીચી, કેરી, સફરજન, પપૈયું જેવાં ફળો...

‘દખ્ખણ કી રાણી’: ૯૦ વર્ષ પૂરાં કરતી ટ્રેનની જાણવા જેવી કહાણી ને માણવા જેવી સફર

Image
જૂન, ૧૯૩૦માં મુંબઈ-પુણે વચ્‍ચે શરૂ થયેલી ‘ડેક્કન ક્વીન’ ભારતની પ્રથમ સુપરફાસ્ટ લક્ઝુરિઅસ ટ્રેન હતી   ભારતીય રેલવેના ૧૬૭ વર્ષ લાંબા ઇતિહાસમાં સીમાચિહ્ન સમો એક પ્રસંગ જૂન ૧, ૨૦૨૦ના રોજ સહેજ પણ ધૂમધડાકા વિના ઊજવાઈ ગયો. પ્રસંગ ‘ડેક્કન ક્વીન’ યાને ‘દખ્ખણ કી રાણી’ નામની ઐતિહાસિક ટ્રેનના ૯૧મા જન્‍મદિવસનો હતો, જેને ઉમળકાભેર ઊજવવા માટે પૂણે રેલવે સ્‍ટેશને ગણ્યાગાંઠ્યા લોકો એકઠા થયા, કેક કટિંગ કરીને સૌએ ‘દખ્ખણ કી રાણી’ ટ્રેનને મનોમન શુભેચ્‍છાઓ આપી અને છેલ્‍લાં ૬૬ વર્ષથી એ ટ્રેનમાં ‌િનયમિત રીતે પૂણે-મુંબઈની સફર ખેડતાં હર્ષા શાહ નામનાં મહિલા યાત્રી જેવા બીજા ઘણા રેલવેપ્રેમી ઉજવણીના પ્રસંગે ભાવુક બની ‘દખ્ખણ કી રાણી’ જોડે સંકળાયેલી પોતપોતાની ખટમીઠી યાદોના ભૂતકાળમાં સરી પડ્યા. લોકડાઉનને કારણે ટ્રેન તો જાણે મુંબઈના રેલવેના શેડમાં હતી, પરંતુ રખે તે ‘સદેહે’ હાજર હોત તો આગુ સે ચાલી આતી પરંપરા મુજબ તેને હારતોરા થયા હોત, શ્રીફળ વધેરાયું હોત અને કંકુ-ચોખા પણ કરવામાં આવ્યા હોત. આ બધું જરા અજુગતું લાગતું હોય તો જાણી લો કે રેલવે માટે પોતાના હૃદયમાં કૂણો ખૂણો ધરાવતા લોકોનો બહુ મોટો સમુદાય આપણા દેશમાં છે. ઇન...

ઇલોન મસ્ક જેવા ઘણાખરા સ્વપ્નદૃષ્‍ટા સાહસિકો અમેરિકામાં જ કેમ પાકે છે?

Image
વિજ્ઞાન-ટેક્નોલોજિના વિકાસ અર્થે અમેરિકાએ અપનાવેલી નીતિનું અનુકરણ કરવા જેવું છે ------------------------------ ઈ.સ. ૨૦૦પનું વર્ષ હતું. અમેરિકાની સ્‍પેસ એજન્‍સી NASA/ નાસાએ તે વર્ષે ઘોષણા કરી કે પૃથ્‍વી અને અંતરિક્ષ વચ્‍ચે ખેપ કરનારા સ્‍પેસ શટલ અવકાશયાનને નાસા હંમેશ માટે તિલાંજલિ આપવાનું ગંભીરતાથી વિચારે છે. આ સમાચારે ફક્ત અમેરિકામાં નહિ, અન્‍ય દેશોમાં પણ ખળભળાટ મચાવી દીધો. સ્‍પેસ શટલને વિદાય દીધા પછી અમેરિકાનો છેક ૧૯૬૮થી ચાલતો સમાનવ સ્‍પેસ પ્રોગ્રામ આગળ શી રીતે ધપશે તે અંગે સવાલો ઊઠ્યા. ચિંતાનું વાતાવરણ સર્જાયું. ચિંતા સકારણ હતી. એપ્રિલ ૧૨, ૧૯૮૧ના રોજ સ્‍પેસ શટલની પહેલી સફળ ફ્લાઇટ યોજાઈ ત્‍યાર પછી એ અવકાશયાને કુલ ૧૩પ વખત પૃથ્‍વી- અંતરિક્ષ વચ્‍ચે આંટાફેરા કર્યા હતા. હબલ જેવા ટેલિસ્‍કોપથી માંડીને ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન માટે જરૂરી પુરજા, સામગ્રીઓ તથા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં પહોંચાડ્યા હતા. આથી સ્‍પેસ શટલ નિવૃત્તિ લે તેમાં જગતને સમાનવ અવકાશયાત્રાના સાડા ત્રણ દાયકા લાંબા અમેરિકન યુગનું પૂર્ણવિરામ આવતું દેખાયું.  બીજી તરફ ઇલોન મસ્‍ક નામના સ્‍વપ્નદૃષ્‍ટા શખ્સના મસ્‍તિષ્‍કમાં વિચારો...

ધારો કે આવતી કાલે ભારત-ચીન વચ્‍ચે યુદ્ધ સળગ્યું...

Image
લદ્દાખનો લશ્‍કરી તણાવ યુદ્ધનો તણખો બનવાની સંભાવના પાંખી છે, છતાં ચીન આપણને ધરાર યુદ્ધમાં ઘસડે તો? મહામારીના અને મહામંદીના સંજોગોમાં યુદ્ધ ખેલી આર્થિક ભારણ વધારવું ભારતને પોસાય તેમ નથી. બીજી તરફ લદ્દાખમાં ચીની કાંકરીચાળાનો જવાબ ઇંટથી આપવો હોય તો આપણે કેટલા સક્ષમ છીએ? આલેખનઃ હર્ષલ પુષ્‍કર્ણા બોલો, શું લાગે છે? લદ્દાખમાં તૈનાત આપણા લશ્‍કર માટે છેલ્‍લા એકાદ મહિનાથી માથાનો દુખાવો બનેલા ચીનને પાંસરું દોર કરી દેવા એકાદ સશસ્‍ત્ર યુદ્ધ ખેલી નાખવું જોઈએ? દાંત ભીડીને તથા મુઠ્ઠી પછાડીને જવાબ ‘હા’માં આપવાનું મન થાય તેવો લોભામણો સવાલ છે. આપણા લદ્દાખમાં ચીન ખુલ્લેઆમ લશ્કરી છાવણીઓ સ્થાપે, રડારમથકો ઊભાં કરે, પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને ચીની સૈનિકો પેટ્રોલિંગના નામે લદ્દાખના દૌલત બેગ ઓલ્‍ડી, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક જેવાં ભારતીય ક્ષેત્રોમાં ઘૂસી આવે ત્‍યારે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એવો વિચાર દેશના સરેરાશ નાગરિકના મનમાં આવવો સ્‍વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીમાં ‘બાણ’ અને ‘યુદ્ધ’ બન્‍નેની વ્‍યાખ્યા ધરમૂળથી બદલાઈ ચૂકી છે. યુદ્ધ કરીને દેશનું કલ્‍યાણ તો જાણે થવાથી રહ્ય...

હીટ વેવઃ ઉનાળામાં દાઝ્યા પર ડામ દેતી ગ્રીષ્‍મ લહેરનું વિજ્ઞાન

Image
ભારતનાં અમુક સ્ ‍ થળોને ધગધગતી ભઠ્ઠી બનાવી દેનાર કાળઝાળ ગરમીનો જુવાળ જાનલેવા કેમ નીવડી શકે? આગામી દિવસોમાં હીટ વેવને કારણે ઉત્તર ભારતનાં ઘણાં સ્ ‍ થળે તાપમાન ૪૭ અંશ સેલ્ ‍ શિઅસને પાર થઈ જવાનું છે. આથી હવામાન ખાતાએ ‘રેડ એલર્ટ’ જારી કરીને સ્ ‍ થાનિકોને બપોરે ૧થી પ ધોમ તડકામાં ન નીકળવાની સલાહ આપી છે. ---------------------------- કોણ કેટલું બળવાન? એ શીર્ષક હેઠળ લખાયેલી પેલી બાળવાર્તા યાદ છે કે જેમાં પોતાની બળુકાઇ સાબિત કરવા માટે પવન અને સૂર્ય વચ્ ‍ ચે ગજગ્રાહ ચાલે છે? પવન સૂરજને કહે કે તારા કરતાં હું બળવાન અને સૂરજ કહે મારી આગળ તારી કશી વિસાત નહિ. બન્ ‍ ને વચ્ ‍ ચે ચડસાચડસી ચાલતી હતી એ વખતે તેમણે પૃથ્વી પર પગપાળા નીકળેલા એક મુસાફરને દીઠો. મુસાફરે પોતાના શરીરે શાલ ઓઢી હતી. સૂરજે પવનને કહ્યું, ‘આ મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન! બોલ, છે કબૂલ?’ પવને કહ્યું, ‘મંજૂર!’ મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડી દેવા માટે પવન જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાયો, મુસાફરે એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટી રાખી. પવને લાખ પ્રયત્ ‍ નો કર્યા, પણ શાલ ઉડાડવામાં સફળતા ન ...