‘શેષનાગ’ જેવી અસાધારણ લંબાઈની માલવાહક ટ્રેન માટે ભારતીય રેલવેએ શરૂ કરેલો ‘પાયથન’ પ્રોજેક્ટ શો છે? હિંદુ પુરાણ મુજબ બ્રહ્મા, વિષ્ણુ મહેશ અનુક્રમે સૃષ્ટિના સર્જક, પાલક અને વિનાશક છે. બ્રહ્મા દ્વારા સર્જિત સૃષ્ટિની તમામ દેખરેખ વિષ્ણુની જવાબદારી છે, જે તેઓ ક્ષીરસાગર નામના અફાટ સમુદ્રમાં શેષનાગ પર શયન કરતા નિભાવે છે. મહર્ષિ કશ્યપ અને દક્ષ પ્રજાપતિની કન્યા કદ્રુના પુત્ર શેષનાગને ૧,૦૦૦ ફેણ છે, જ્યારે તેમની લાંબી, ભરાવદાર કાયાનો તો અંત જ નથી! માટે જ તેઓ અનંતનાગ કહેવાયા. પુરાણોમાં જેનું વર્ણન કરેલું છે તે સ્વર્ગલોકના શેષનાગને તો નજરે જોવાનો સવાલ નથી, પણ જુલાઈ ૨, ૨૦૨૦ના રોજ મહારાષ્ટ્રના નાગપુર અને છત્તીસગઢના કોરબા વચ્ચે ૨૬૦ કિલોમીટર લાંબા રેલવે ટ્રેક નજીક હાજર અનેક લોકોએ ૨.૮ કિલોમીટર લાંબા, લોખંડી ‘શેષનાગ’નો સાક્ષાત્કાર કર્યો. કુલ મળીને ૨૩૬ ભારખાનાં, ૪ બ્રેક વાન અને ૯ ઇલેક્ટ્રિક એન્જિનો સાથે કલાકના ૬૦ કિલોમીટરના વેગે ધસી જનાર એ ‘શેષનાગ’ એટલે કે માલવાહક ટ્રેનનાં જેમણે દર્શન કર્યાં તેઓ તેની અ..ધ..ધ.. લંબાઈ અવાચક બની જોતા રહી ગયા. ધડધડાટી બોલાવતી ટ્રેનનાં એક કે બાદ એક ભારખાનાં નજર સા...