Posts

Showing posts from April, 2011

પિક્ચર પરફેક્ટ-૨

Image
ટિવટર પર, ફેસબુક પર, અન્ય સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર તેમજ એસ.એમ.એસ. તેમજ ઇ-મેલ મારફત ભ્રષ્ટાચાર સામે લડી લેવાની વાતો કરનાર ભારતીય પ્રજાને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે કેટલી નિસ્બત ? જવાબ માટે રીસર્ચ અભિયાન ઉપાડવાની જરૂર નથી. નીચેની તસવીરમાં ટુ-ધ-પોઇન્ટ જવાબ મળી રહે છે.   આપણે ત્યાં કલમને તલવાર કરતાંય ધારદાર ગણવામાં આવે છે. અમુક તસવીરો જો કે કલમને સાવ બુઠ્ઠી પૂરવાર કરે તેવી હોય છે--આમ છતાં તે યોગ્ય કદર પામતી નથી. કદાચ એટલા માટે કે ફોટોજર્નાલિઝમ આપણે ત્યાં હજી ઘોડિયામાં છે. કે પછી કલમબાજોએ તેમજ પ્રકાશકોએ તેને ઘોડિયામાં જ ગોંધી રાખ્યું છે?   જે હોય તે, પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નામે છેલ્લા પંદર દિવસમાં જે માહોલ સર્જાયો તેનો સાર એક જ તસવીર આપી દે છે. તસવીરકાર રાઉલ ઇરાનીની ઉપરોક્ત તસવીરને શું લેબલ મારવું જોઇએ ? In a nutshell ? તસવીરકાર: રાઉલ ઇરાની.  તસવીર સૌજન્ય: ઓપન

બોફર્સ કટકી કેસઃ કાંત્યું પીંજ્યું રૂ નું રૂ !

Image
દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ગયે મહિને એક લાંબા કેસનો એકદમ ફિલ્મી ઢબે અંત આવ્યો. કેસ પેલી કાળમુખી બોફર્સ તોપની ખરીદીમાં થયેલા કટકી કૌભાંડને લગતો હતો. છેલ્લાં ત્રેવીસ વર્ષથી તે મંથર ગતિએ, પણ નાટકીય રીતે ચાલતો હતો. અલબત્ત, કેસ પોતે ક્લાઇમેક્સ સુધી પહોંચે એ પહેલાં જ તેના પર પૂર્ણાહૂતિનો પડદો ટ્રેજિક રીતે પડી ગયો. ટ્રેજિક એટલા માટે કે તીસ હજારી કોર્ટમાં ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે એકદમ ફિલ્મી અંદાજમાં બોફર્સ કેસનું ‘ધ એન્ડ’ જાહેર કર્યું. મેજીસ્ટ્રેટનું વાક્ય આમ હતું-- 'वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन,  उसे एक खूबसूरत मोड़ दे कर छोड देना ही अच्छा !' આ ફિલ્મી ડાયલોગે ત્રેવીસ વર્ષ લાંબા બોફર્સ કેસના અફસાનાનું માર્ચ ૫, ૨૦૧૧ના રોજ એક ઝાટકે અને એકાએક પૂર્ણવિરામ આણી દીધું છે. ૧૫૫ મીલીમીટરનું નાળચું ધરાવતી કુલ ૪૧૦ બોફર્સ તોપો માટે ભારતે સ્વીડન સાથે માર્ચ ૨૪, ૧૯૮૬માં રૂપિયા ૧,૪૩૭ કરોડનો સોદો કર્યો ત્યારથી એ તોપ યુદ્ધમેદાનમાં ગર્જી નથી એટલી રાજકારણમાં ગાજી છે.  રણભૂમિને બદલે રાજકારણમાં બોફર્સના નામે પહેલો ધડાકો એપ્રિલ ૧૬, ૧૯૮૭ના રોજ થયો કે જ્યારે સ્વીડિશ રેડિઓએ પહેલી વાર બોફર્સ