હીટ વેવઃ ઉનાળામાં દાઝ્યા પર ડામ દેતી ગ્રીષ્મ લહેરનું વિજ્ઞાન
ભારતનાં અમુક સ્ થળોને ધગધગતી ભઠ્ઠી બનાવી દેનાર કાળઝાળ ગરમીનો જુવાળ જાનલેવા કેમ નીવડી શકે? આગામી દિવસોમાં હીટ વેવને કારણે ઉત્તર ભારતનાં ઘણાં સ્ થળે તાપમાન ૪૭ અંશ સેલ્ શિઅસને પાર થઈ જવાનું છે. આથી હવામાન ખાતાએ ‘રેડ એલર્ટ’ જારી કરીને સ્ થાનિકોને બપોરે ૧થી પ ધોમ તડકામાં ન નીકળવાની સલાહ આપી છે. ---------------------------- કોણ કેટલું બળવાન? એ શીર્ષક હેઠળ લખાયેલી પેલી બાળવાર્તા યાદ છે કે જેમાં પોતાની બળુકાઇ સાબિત કરવા માટે પવન અને સૂર્ય વચ્ ચે ગજગ્રાહ ચાલે છે? પવન સૂરજને કહે કે તારા કરતાં હું બળવાન અને સૂરજ કહે મારી આગળ તારી કશી વિસાત નહિ. બન્ ને વચ્ ચે ચડસાચડસી ચાલતી હતી એ વખતે તેમણે પૃથ્વી પર પગપાળા નીકળેલા એક મુસાફરને દીઠો. મુસાફરે પોતાના શરીરે શાલ ઓઢી હતી. સૂરજે પવનને કહ્યું, ‘આ મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન! બોલ, છે કબૂલ?’ પવને કહ્યું, ‘મંજૂર!’ મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડી દેવા માટે પવન જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાયો, મુસાફરે એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટી રાખી. પવને લાખ પ્રયત્ નો કર્યા, પણ શાલ ઉડાડવામાં સફળતા ન ...