Posts

Showing posts with the label પ્રવાસવર્ણન

ચાલો, ચીને ૬૦ વર્ષથી તાબે રાખેલા આપણા અક્સાઈ ચીનની સફરે!

Image
*એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા* 15-07-2020 ગુજરાત સમાચાર, શતદલ પૂ‌ર્તિનો લેખ. લંકાપતિ રાવણનો વધ કર્યા પછી શ્રીરામ અને તેમના અનુજ લક્ષ્‍મણજી લંકાભ્રમણ માટે નીકળ્યા હતા. સુવર્ણ નગરીની ચમકદમકથી લક્ષ્‍મણજી એટલા અંજાઈ ગયા કે લંકાને સ્‍વર્ગની ઉપમા આપી બેઠા. અહીં કેટલોક સમય રોકાણ કરવાની જ્યારે તેમણે વડીલ બંધુ સમક્ષ ઇચ્‍છા પ્રગટ કરી ત્‍યારે મર્યાદા પુરુષોત્તમે ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ શ્લોક ઉચ્‍ચારી અનુજને વાર્યા. માતૃભૂમિનું મહાત્‍મ્ય દર્શાવતો એ શ્લોક મહર્ષિ વાલ્મીકિ કૃત મહાકાવ્ય ‘રામાયણ’માં વાંચવા મળે છે. આ ઉપરાંત વધુ એક ઠેકાણે વાંચી શકાય છેઃ આપણા પડોશી દેશ નેપાળના રાજચિહ્નમાં! સૂર્યવંશી શ્રીરામના મુખેથી નીકળેલું ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ વાક્ય નેપાળે એટલી ગંભીરતાથી લીધું છે કે આજ દિન સુધી નથી તે દેશ પર કોઈ પરદેશી હકૂમત સત્તા જમાવી શકી કે નથી નેપાળની ભૂમિનો નાનો સરખોયે ટુકડો અન્‍ય કોઈ દેશની એડી નીચે! જન્‍મભૂમિની રક્ષા કાજે બનતું કરી છૂટવાની નેપાળી પરંપરાનું તેમજ તીવ્ર દેશદાઝનું એ પરિણામ છે. અફસોસની વાત છે કે જન્‍મભૂમિનું મહાત્મ્ય સમજાવતા રાજા રામના શબ્‍દો સમજવામા...

ચુશુલ વોર મેમો‌રિઅલની મુલાકતઃ અેક અ‌વિસ્‍મરણીય અનુભવ

Image
બિનપરંપરાગત ઢબે (અવનવું જોવા ઉપરાંત પુષ્કળ જ્ઞાનવર્ધક જાણકારી મળે એવું) ટ્રાવેલિંગ કરવું એ ‘સફારી’ની પ્રવાસી ટીમની ખૂબી છે. ટીમનો દરેક પ્રવાસ સ્ટડી ટૂર જેવો હોય છે, જેમાં ઘણીબધી અજાણી માહિતીઓનો જેકપોટ મળવા ઉપરાંત ક્યારેક બિલિવ-ઇટ-ઓર-નોટ અનુભવો પણ મળે છે. આ વખતે દિવાળી દરમ્યાન ટીમે લદ્દાખના દૂરદરાજના ગામો-પ્રદેશોની મુલાકાત લીધી ત્યારે આપણા સરહદી વિસ્તારો વિશે કેટલીક ફર્સ્ટ-હેન્ડ માહિતીઓ મળી, તો બીજી તરફ કેટલાક અવિસ્મરણીય અનુભવો થયા. આમાંનો એક વિશેષ પ્રસંગ અહીં વાચકો સમક્ષ રજૂ કર્યા વિના રહી શકાતું નથી, કેમ કે તેમાં ‘સફારી’ના રાષ્ટ્રવાદી અભિગમની વાત કેંદ્રસ્થાને છે. જમ્મુ-કાશ્મીરનો લદ્દાખ જિલ્લો તેના ઊંચા ભૌગોલિક સ્થાનને કારણે, વિષમ વાતાવરણને કારણે તેમજ ખૂબ જ મર્યાદિત સાધન-સગવડોને કારણે અત્યંત દુર્ગમ ગણાય છે. લદ્દાખનો સમગ્ર પ્રદેશ વેરાન, ડુંગરાળ અને ખડકાળ છે. નજર દોડાવો ત્યાં બધે પથરા છે અને હરિયાળી તો બિલકુલ નથી. આમ છતાં લદ્દાખ આપણા માટે વ્યૂહાત્મક દષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. ઉત્તરે પાકિસ્તાન સાથેની અંકુશરેખા છે અને પૂર્વે અક્સાઇ ચીનની સરહદ લદ્દાખને સ્પર્શે છે, એટલે ઉત્તર અને પૂર્...

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૫--અને છેલ્લો)

Image
શામોની મો બ્લાં ઓક્ટોબર ૨૩, ૨૦૦૯ આજે Aiguille Du Midi/એગ્વિલ દયૂ મિદી કેબલ કાર મારફત મો બ્લાંને અત્યંત નિકટથી જોવાનો પ્રોગ્રામ હતો. સવારે ઊઠીને સૌ પહેલાં નજર મો બ્લાં પર્વત પર પડી અને મૂડ જરા બગડ્યો. વાદળોનું ધાડું પ્રોગ્રામમાં અવરોધ બનીને આવી ચડ્યું હતું. આમ છતાં ‘જો હોગા, દેખા જાયેગા’નો અભિગમ અપનાવી અમે કેબલ કારની ટિકિટ ઓફિસે ગયા. કાઉન્ટરે બેઠેલી મહિલાએ સલાહ આપી કે આજે મો બ્લાંની મુલાકાત લેવાનું ટાળો તો સારૂં, કેમ કે ઉપર વાતાવરણ ચોખ્ખું નથી અને વાદળોની ઓથે ઢંકાયેલું મો બ્લાંનું શિખર જોવા ન મળે એ સંભવ છે. ઘડીભર અમે વિચારમાં પડ્યા. રોપ-વેની ટિકિટનો ચાર્જ જેવોતેવો ન હતો. બીજી તરફ શામોનીથી આવતી કાલે પેરિસ જવા નીકળી જવાનું હતું. છેવટે ટિકિટ ખરીદી અને એગ્વિલ દયૂ મિદી કેબલ કારમાં બેઠા. (ફ્રેન્ચ ભાષામાં એગ્વિલ દયૂ મિદી એટલે મધ્યાહન બતાવતો ઘડિયાળનો કાંટો. એગ્વિલ = સોય અથવા કાંટો; દયૂ = ની; મિદી = બપોર). મો બ્લાં પર્વતની પડખે આવેલા ઊંચા પર્વત સુધી પહોંચવા માટેનું લગભગ ૨,૮૦૦ મીટરનું ચઢાણ એગ્વિલ દયૂ મિદી કેબલ કાર અત્યંત તીવ્ર ખૂણે ચઢે છે--અને તે બદલ તેના નામે વિશ્વવિક્રમ બોલે છે. કેબલ કારમાં સાર...

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૪)

Image
શામોની મો બ્લાં ઓક્ટોબર ૨૨, ૨૦૦૯ લંડનમાં અને પેરિસમાં ટાઇટમટાઇટ ટાઇમટેબલ હેઠળ થકવનારો પ્રવાસ કર્યા પછી છેલ્લા બે દિવસો દક્ષિણ ફ્રાન્સના આલ્પ્સ પર્વતો વચ્ચે કુદરતના ખોળે વીતાવવાનું નક્કી કર્યું હતું. આ માટે Chamonix Mont Blanc/શામોની મો બ્લાં નામનું ટચૂકડું ગામ પસંદ કરેલું. પેરિસ શહેરથી તે લગભગ ૬૪૦ કિલોમીટર છેટે આવેલું છે. વહેલી સવારે પેરિસના Gare de Lyon/ગાર દ લિયો રેલ્વે સ્ટેશને અમે પહોંચી ગયા. ફ્રાન્સની હાઇ સ્પીડ Train à Grande Vitesse/ત્રાં અ ગ્રાં વિતેસી (વિત = ઝડપ) કહેવાતી ટ્રેન વિશે ઘણુંબધું વાંચ્યું-લખ્યું હતું. આજે તેમાં બેસવાનો જાતઅનુભવ કરવાનો હતો, એટલે થનગનાટ થવો સ્વાભાવિક હતો. પ્લેટફોર્મ પર ઉભેલી TGV ના કેટલાક ફોટા પાડ્યા પછી પાટાનું જરા બારીકાઇથી અવલોકન કર્યું. આપણે ત્યાં જોવા મળતા રેલ્વેના ટ્રેક કરતાં રચના ખાસ જુદી ન હતી. મુખ્ય તફાવત ફિશપ્લેટનો લાગ્યો, જેને પાટા સાથે વેલ્ડિંગ કરીને કાયમી ધોરણે જડી દેવામાં આવી છે. (આપણે ત્યાં આવું વન્સ ફોર ઓલ જોડાણ હોતું નથી). TGVના પાટાને કોન્ક્રિટના સ્લીપર્સ સાથે જોડી રાખતા ધાતુના બોલ્ટ નીચે ફ્રેન્ચ ઇજનેરોએ રબ્બરના વાઇસર જેવા પેડ ગોઠવ્યા ...

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૩)

Image
પેરિસ ઓક્ટોબર ૨૧, ૨૦૦૯ નોર્મન્ડી! બીજા વિશ્વયુદ્ધમાં યુરોપિયન મોરચે ખેલાયેલા સૌથી નિર્ણાયક યુદ્ધનું સ્થળ, જ્યાં યુદ્ધની યાદગીરીરૂપે જુદા જુદા છ સાગરકાંઠે કુલ મળીને પપ જેટલાં મ્યુઝિયમો છે, વોર સિમેટરી છે, જર્મનીએ યુદ્ધ વખતે બનાવેલાં અન્ડરગ્રાઉન્ડ બન્કરો છે, વિમાનવિરોધી તોપો છે, મિત્ર દેશોનાં કેટલાંક જહાજો અને ટેન્કો પણ છે અને જોવાલાયક બીજું ઘણું બધું છે. ...પણ ભલું થાય વરસાદનું, કે જેણે આમાંનું કશું જ જોવાનો મોકો અમને આપ્યો નહિ. નોર્મન્ડીનાં જોવાલાયક બહુધા સ્થળો ખુલ્લા વાતાવરણમાં હોવાથી વરસાદમાં ત્યાં ફરવાનું ભારે અગવડભયું સાબિત થાય તેમ હતું. પરિણામે નોર્મન્ડીનો પ્રિ-પ્લાન્ડ પ્રવાસ અમારે રદ કરવો પડ્યો. ઊંટનું મન ઝાંખરામાં અને સુથારનું મન બાવળિયે હોય એ રીતે અમારૂં મન હંમેશાં જ્ઞાનમાં વધારો કરે તેવાં સ્થળોએ કેન્દ્રિત થયેલું રહે. આવું એક સ્થળ સદ્ભાગ્યે પેરિસમાં હતું: Cité des Sciences et de l'Industrie/સીતે દ સ્યોંસ એ દ લેન્દસ્ત્રી/સીટી ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. રાબેતા મુજબ પ્લેસ દ ક્લીશી સ્ટેશનેથી અમે મેટ્રો ટ્રેન પકડી. બે ટ્રેન બદલીને લગભગ અડધોપોણો કલાકે Porte de la Villette/પોર દ લ...

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૨)

Image
પેરિસ ઓક્ટોબર ૨૦, ૨૦૦૯ વેરસાય પેલેસ ફ્રાન્સના ભૂતપૂર્વ રાજા લુઇનો જગવિખ્યાત આલીશાન મહેલ Château de Versailles/શેતો દ વેરસાય (શેતો = મહેલ) તરીકે ઓળખાય છે. પેરિસ શહેરથી તે લગભગ પચ્ચીસેક કિલોમીટર દક્ષિણ-પશ્ચિમે છે, જ્યાં પહોંચવા માટેનું બેસ્ટ અને ચિપેસ્ટ માધ્યમ રેલ્વે છે. અમે તે માધ્યમ પસંદ કર્યું અને પ્લેસ દ ક્લીશીથી મેટ્રો મારફત પહેલાં Invalides સ્ટેશને ગયા. અહીંથી વેરસાય જવા માટે જુદી ટ્રેનની billet/બિયે (ટિકિટ) લીધી અને લગભગ પોણો કલાકે Versailles Rive Gauche સ્ટેશને ઉતર્યા, જ્યાંથી બીજી દસેક મિનિટ પગપાળા ચાલ્યા બાદ વેરસાયના ભવ્ય મહેલે પહોંચ્યા. મહેલને જોવા આવનાર પર્યટકોની સંખ્યા પુષ્કળ હોય છે અને તેને કારણે પ્રવેશદ્વાર નજીક ટિકિટબારીએ લાંબી કતાર જામે છે એ વાત એક પુસ્તકમાં અગાઉ વાંચી હતી. પરિણામે ટિકિટ ખરીદવાની લાઇનમાં સમયનો બગાડ ટાળવા અમે સ્ટેશન નજીકની એક શોપમાંથી વેરસાય પેલેસની એન્ટ્રી ટિકિટ ખરીદી. પેલેસ નજીક આવી સંખ્યાબંધ દુકાનો છે, જેઓ ટિકિટની મૂળ કિંમત પર એકાદ-બે યુરોનું કમિશન ચઢાવીને ટિકિટ વેચે છે. ટિકિટ સાથે વેરસાય પેલેસનો મેપ ફ્રી મળે છે. મહેલના દરેક ખૂણાની મુલાકત લેવી હોય તો મ...

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૧)

Image
પેરિસ ઓક્ટોબર ૧૯, ૨૦૦૯ લૂવ્ર મ્યુઝિયમ ફ્રાન્સમાં પેરિસ શહેર ઉપરાંત કેટલાંક દૂરદરાજનાં સ્થળોએ (દા.ત. પેરિસની દક્ષિણ-પશ્ચિમે વેરસાય, દક્ષિણ-પૂર્વે શામોની મો બ્લાં, અને ઉત્તર-પૂર્વે લા સોરનવ) ખાતે જવાનું આયોજન કર્યું હતું. આ દરેક સ્થળોએ અંગ્રેજીનું ચલણ નહિવત હોવાની ખબર હતી. (પેરિસમાં પણ અંગ્રેજી ભાષા વ્યાપક પ્રમાણમાં બોલાતી નથી). પરિણામે પ્રવાસના કેટલાક મહિના પહેલાં ફ્રેન્ચ ભાષાનો ક્રેશ-કોર્સ જાતમહેનત કરવાનો નિર્ણય લીધો. ફ્રેન્ચ ભાષા સમજાવતાં પુસ્તકો ખરીદ્યાં અને સેલ્ફ લર્નીંગ આરંભ્યું. મૂળાક્ષરોને બાદ તો કરો તો બીજી એકેય બાબતે ફ્રેન્ચનો અંગ્રેજી સાથે મેળ ખાતો નથી. આ ભાષાનું વ્યાકરણ જુદું છે (થોડુંક અટપટું પણ છે) તેમજ સ્પેલિંગમાં લખેલા S અને H જેવા મૂળાક્ષરો બોલતી વખતે હંમેશાં સાયલન્ટ રહેવાથી જે તે શબ્દનો ઉચ્ચાર ક્યારેક સાવ અણધાર્યો થતો હોય છે. ઓફિસના કામમાંથી પરવાર્યા બાદ દરરોજ રાત્રે ઘરબેઠા ફ્રેન્ચનો અભ્યાસ કર્યો. બે મહિનાના સમયગાળામાં કેટલાંક કામચલાઉ ફ્રેન્ચ વાક્યો બોલવાની, લખવાની તેમજ ફ્રેન્ચમાં લખેલાં બેઝિક વાક્યો વાંચવાની સમજણ આવી ગઇ. (ફ્રેન્ચનો સેલ્ફ સ્ટડી જેવો અભ્યાસ હજી પણ ચાલુ છ...

લંડનઃ ‘સફારી’ની સ્ટડી-ટૂરનું સફરનામું (ભાગ-૭: અને છેલ્લો)

Image
લંડન ઓક્ટોબર ૧૮, ૨૦૦૯ સ્ટોનહેન્જ, વિલ્ટશાયર લંડન સીટીમાં આખું અઠવાડિયું જે તે સ્થળોએ ફર્યા પછી ઈંગ્લેન્ડના વિલ્ટશાયર નામના પરગણાની મુલાકાત લેવાનો પ્રોગ્રામ અમે ઘડી રાખ્યો હતો. લગીરે અતિશયોક્તિ કર્યા વિના એમ કહી શકું કે અમારો એ પ્રોગ્રામ બહુ જ સરસ રીતે પાર પડ્યો અને છેવટે અવિસ્મરણીય બની શક્યો તેમાં લંડન ખાતે રહેતા મારા વાચકમિત્ર વિરલ પઢારિયાનો બહુ મોટો ફાળો હતો. પોતાની કાર લઇને તેઓ અમારી સાથે પ્રવાસમાં જોડાયા. યોગાનુયોગે અમારી જેમ તેમનીય પ્રકૃતિ અવનવું જોવા-જાણવાની, એટલે લાંબી ડ્રાઇવ દરમ્યાન જ્ઞાન-વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર ચર્ચા કરતાં લંડનથી લગભગ દોઢસો કિલોમીટર દૂર વિલ્ટશાયર ક્યારે પહોંચી ગયા તેનો ખ્યાલ ન રહ્યો. ઈંગ્લેન્ડનો વિલ્ટશાયર પ્રાન્ત સ્ટોનહેન્જ અને કેટલાંક વર્ષથી ત્યાંનાં ખેતરોમાં રચાતાં ભેદી વર્તુળો માટે જાણીતો છે. અમે ત્યાંનો પ્રવાસ ખેડ્યો ત્યારે ખેતરોનો પાક લણાઇ ચૂક્યો હતો, એટલે ક્રોપ સર્કલ્સ જોવા મળે એ સંભવિતતા ન હતી. વિલ્ટશાયરમાં સૌ પહેલાં અમે સ્ટોનહેન્જ પહોંચ્યા. સ્ટોનહેન્જ ખરેખર શું છે, ઊભા-આડા પથ્થરોની વર્તુળાકાર પેટર્નમાં ચોક્કસ રીતની ગોઠવણ કોણે કરી, ક્યારે કરી અને ...

લંડનઃ ‘સફારી’ની સ્ટડી-ટૂરનું સફરનામું (ભાગ-૬)

Image
લંડન ઓક્ટોબર ૧૭, ૨૦૦૯ રોયલ એર ફોર્સ મ્યુઝિયમ, હેન્ડન લંડન સીટીથી ત્રીસ કિલોમીટરે હેન્ડન ખાતે રોયલ એર ફોર્સ મ્યુઝિયમ આવેલું છે. સીટીથી તે દૂર હોવાને કારણે અહીં આવનારા મુલાકાતીઓની સંખ્યા ઝાઝી હોતી નથી. ટ્યૂબ રેલ્વેમાં અડધો-પોણો કલાકનો પ્રવાસ ખેડીને અમે કોલિનડેલ નામના સ્ટેશને ઉતર્યા અને ત્યાંથી વળી બસ પકડીને બીજી દસેક મિનિટનો પ્રવાસ કર્યો ત્યારે એર ફોર્સ મ્યુઝિયમે પહોંચી શકાયું. ગ્રીનવીચની જેમ હેન્ડનનો વિસ્તાર પણ શાંત, સુંદર અને હરિયાળો છે. રોયલ એર ફોર્સ મ્યુઝિયમનો પથારો વિશાળ છે. જુદા જુદા કુલ ૬ રાક્ષસી ડોમ્સમાં બધું મળી ૧૦૦ વિમાનો તેમજ હેલિકોપ્ટરો ડિસ્પ્લેમાં મૂકાયા છે. (અહીં પણ એન્ટ્રી વિનામૂલ્યે છે). પ્રથમ વિશ્વયુદ્ધમાં વપરાયેલાં પિસ્ટન એન્જિન વિમાનોથી માંડીને યુરોફાઇટર જેવાં અર્વાચીન જેટ વિમાનો અહીં જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સાથે ચાલેલા આકાશી યુદ્ધની બાજી બ્રિટન તરફ પલટી નાખનાર પ્રખ્યાત સ્પીટફાયર, હિટલરના જર્મનીમાં ઘૂસીને ત્યાંની મોહન્યે અને એડર નદી પર બંધાયેલા ડેમ્સને તોડી પાડવા માટે (ધ ડેમ બસ્ટર રેઇડ વખતે) બ્રિટિશ હવાઇદળે વાપરેલું લેન્કેસ્ટર વિમાન, હેલિકોપ્ટરની માફક વ...

લંડનઃ ‘સફારી’ની સ્ટડી-ટૂરનું સફરનામું (ભાગ-૫)

Image
લંડન ઓક્ટોબર ૧૬, ૨૦૦૯ મેરિટાઇમ મ્યુઝિયમ, ગ્રીનવીચ ગ્રીનવીચ એ દક્ષિણ લંડનનો રમણીય પ્રાન્ત છે. શહેરીકરણની હવા તેને હજી લાગી નથી, એટલે ગ્રીનવીચ ટાઉનની સ્ટ્રીટ્સમાં ફરતી વખતે લંડનથી સેંકડો કિલોમીટર દૂર કન્ટ્રી સાઇડ આવી પહોંચ્યાનો સ્વાભાવિક અનુભવ થાય છે. ગ્રીનવીચમાં લીલોતરી બેસુમાર છે, મકાનો નાનાં છે અને રસ્તા પર વાહનોનો ટ્રાફિક મર્યાદિત છે. સેન્ટ્રલ લંડનથી ગ્રીનવીચ ફેરી બોટ થકી અગર તો ડોકલેન્ડ્સ લાઇટ રેલ્વે/DLR થકી પહોંચી શકાય છે. અમે DLR નું માધ્યમ પસંદ કરેલું, એટલે હોટલ પાસેથી (વ્હાઇટચેપલ રોડથી) બસમાં પહેલાં લાઇમહાઉસ સ્ટેશને ગયા અને ત્યાંથી ગ્રીનવીચની પકડી. ડોકલેન્ડસ વિસ્તારનાં ઊંચાંઊંચાં મકાનોના ‘કોન્ક્રિટ જંગલ’ વચ્ચેથી પસાર થતી ડ્રાયવરરહિત (સ્વયંસંચાલિત) DLR માં પ્રવાસ ખેડવાનો અનુભવ કરવા જેવો છે. ગ્રીનવીચમાં બ્રિટિશ નૌકાદળનું મેરિટાઇમ મ્યુઝિયમ છે, જેની મુલાકાત લેવા માટે અમે કટી સરાક નામના DLR સ્ટેશને ઉતર્યા. અહીંથી ચાલીને મ્યુઝિયમ પહોંચતા દસેક મિનિટ થાય. પ્રાચીનથી શરૂ કરીને અર્વાચીન સમયમાં જહાજો વડે સમુદ્રનું ખેડાણ કેવી રીતે કરાયું તે સમજાવતાં એક્ઝિબિટ્સનો મેરિટાઇમ મ્યુઝિયમમાં પાર નથ...

લંડનઃ ‘સફારી’ની સ્ટડી-ટૂરનું સફરનામું (ભાગ-૪)

Image
લંડન ઓક્ટોબર ૧૫, ૨૦૦૯ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સેન્ટ્રલ લંડનના ધ બેન્ક કહેવાતા વિસ્તારમાં બ્રિટનની ઘણી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બેન્કોનાં મકાનો આવેલાં છે. બધાંમાં સૌથી ધ્યાનાકર્ષક મકાન થ્રેડનીડલ સ્ટ્રીટ પર આવેલું બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું છે. ઈંગ્લેન્ડની પહેલવહેલી બેન્કનું તે મકાન છેક ૧૬૯૪માં બનેલું, એટલે બાંધણી ગોથિક પ્રકારની છે. દેખાવે તે એકાદ શાહી મહેલ જેવું લાગે, પણ પ્રથમ નજરે બેન્ક જેવું તો લગીરે નહિ. ત્રણસો વર્ષ પુરાણી બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો વહીવટી કારોબાર આજે પણ ચાલે છે અને બ્રિટનની ચલણી નોટો તેના નેજા અને નામ હેઠળ બહાર પાડે છે. (નોંધઃ મકાનમાં દસ હજાર સ્ક્વેર ફીટમાં પથરાયેલું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ મ્યુઝિયમ પણ છે). સેન્ટ પોલ્સ કેથેડ્રલ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ભવ્ય અને વિશાળ વ્યાપમાં ફેલાયેલા મકાનને ફરતે ચકરાવો મારી ગ્રેસહામ સ્ટ્રીટના રસ્તે ચાલતા અમે સેન્ટ પોલ્સના દેવળે (કેથેડ્રલે) પહોંચ્યા. કદ, બાંધકામ અને કારીગરી એ ત્રણેય બાબતે એ દેવળ અદ્ભુત છે. દેવળની એન્ટ્રી ફી અગિયાર પાઉન્ડ છે, પણ સાંજે પાંચ વાગ્યે થતી પ્રાર્થના વખતે દેવળની મુલાકાત લો તો ફી લેવામાં આવતી નથી. (નોંધઃ કેથેડ્રલની પડખે આવેલું ...