Posts

Showing posts with the label Nagendra Vijay

‘સફારી’ની સફર: કલ, આજ ઔર કલ

અંક નં. ૨૦૦ નિમિત્તે તંત્રી નગેન્દ્ર વિજયનો આભારપત્ર આજથી ચારેક દાયકા પહેલાં મેં વિજ્ઞાનનું  સામયિક ‘સ્કોપ’ શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે એક અનુભવી ન્યૂઝપેપર એજન્ટે મારા હિતુચ્છુ હોવાના નાતે સલાહ આપી હતી-- પૈસાનો ધૂમાડો કરવો હોય અને વહેલા શહીદ થવું હોય તો જ વિજ્ઞાનનું મેગેઝિન કાઢજો. ગુજરાતની પ્રજા વેપારી વિચારસરણી ધરાવે છે, વૈજ્ઞાનિક અભિગમ નહિ. સલાહ આપવામાં ન્યૂઝપેપર એજન્ટે સહેજ પણ અતિશયોક્તિ કરી ન હતી. ‘સ્કોપ’ અને ત્યાર પછી ‘સફારી’ના અવતરણ પહેલાં ગુજરાતમાં કંઇક એવો જ માહોલ હતો. પરંતુ સ્થિતિ સુખદ રીતે બદલાઇ છે. વેપારી ગણાતી ગુજરાતી પ્રજાએ જ્ઞાનવિજ્ઞાનને આવકાર્યું છે અને ‘સફારી’ને તેમના ઘરમાં માનભેર પ્રવેશ આપ્યો છે. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વમાં પ૩ વર્ષ લાંબી કારકિર્દી દરમ્યાન ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવા સામયિકોએ મારી અનેક આકરી કસોટીઓ લીધી છે--અને દરેક કસોટીએ મારા મનોબળને ઓર મજબૂતી પ્રદાન કરી છે. આર્થિક પાસા ભૂલીને માત્ર નવી પેઢીના લાભાર્થે મારી કલમ ચલાવવાના નિર્ધારમાં હું એટલે જ કદી ચલિત થયો નહિ. બીજી તરફ વાચકોએ મારી કલમ સ્વીકારી તેમજ વધાવી એ મારે મન બહુ સંતોષની વાત છે. આજે ‘...

સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપતો કાર્યક્રમ

વિજ્ઞાનમાં આગળ પડતું યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને તેમજ વિજ્ઞાનને પોતાની કલમ વડે લોકભોગ્ય બનાવનાર લેખકોને અંજલિ આપતો ‘શતાબ્દિવંદના’ નામનો કાર્યક્રમ બોરિવલી એજ્યુકેશન સોસાયટીનું પાસ્ટ સ્ટુડન્ટ્સ એસોસિએશન ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ ના રોજ મુંબઇમાં બોરિવલી ખાતે યોજી રહ્યું છે. જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર સરળ તેમજ રસાળ શૈલીમાં માહિતીલેખો વડે ગુજરાતી વાચકો સમક્ષ જ્ઞાનનો અઢળક ખજાનો રજૂ કરનાર લેખક વિજયગુપ્ત મૌર્ય ને તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ‘શતાબ્દિવંદના’ કાર્યક્રમમાં અંજલિ આપવામાં આવશે. કાર્યક્રમમાં વિજયગુપ્ત મૌર્યના કલમવારસ તેમજ ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજય પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની તારીખઃ ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ કાર્યક્રમનો સમયઃ સવારે ૧૦ થી ૧ સ્થળઃ નેત્રમંદિર હોલ, ચોથો માળ, મેડોના કોલોની, સરદાર પટેલ રોડ, ભગવતી હોસ્પિટલ પછીની ગલી, બોરિવલી (પશ્ચિમ). મુંબઈ.

વિજયગુપ્ત મૌર્યનો સ્મરણાંજલિ કાર્યક્રમ--એક અવિસ્મરણીય અનુભવ

કોઇ માણસ લોકપ્રિયતાના ભલે ગમે તેટલા ઊંચા શિખર પાર કરે, પણ સંસારમાંથી તે વિદાય લે ત્યાર બાદ તેને ભૂલી જવાનો માનવસહજ સ્વભાવ છે. પોરબંદરના સાહિત્યપ્રેમી વતનીઓને જો કે એ બાબતે અપવાદ ગણવા રહ્યા, જેમણે પોરબંદરની ધરતી પર માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ જન્મેલા વિજયગુપ્ત મૌર્યને તેમના અવસાનના સત્તર વર્ષે થયે પણ યાદ રાખ્યા છે. આ સદ્ગત લેખકની જન્મશતાબ્દિ નિમિત્તે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્યસમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વિજયગુપ્ત મૌર્યના માનમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોરબંદરમાં વિજયગુપ્ત મૌર્યને જેમણે નજરોનજર જોયેલા તેવા શ્રી નરોત્તમ પલાણ જેવા પ્રખર વિદ્ધાનોની તથા રામજીભાઇ પા ડ લિયા જેવા સાહિત્યરસિકોની હાજરીએ તેમજ તેમના સંસ્મરણોએ પ્રસંગને સરસ ‘નોસ્ટાલ્જિક ટચ’ આપ્યો. કાર્યક્રમના અન્ય વક્તાઓએ પણ વિજયગુપ્ત મૌર્ય વિશે કેટલીક રસપ્રદ વાતો કરી, જે પૈકી કેટલીક અમારા માટે પણ અજાણી હતી. આખરમાં કેટલાક યુવાન કવિઓએ પોતાની મૌલિક કવિતાઓ રજૂ કરીને પોરબંદરમાં જળવાયેલા સાહિત્યના વારસાનો વખાણવાલાયક પરચો આપ્યો. એકંદરે કાર્યક્રમ સુંદર તેમજ હ્ય્દ...