Posts

Showing posts with the label Gujarat

ગુજરાતની ચૂંટણીઃ અજેન્‍ડા આક્ષ્‍ોપબાજીનો

ગુજરાતની વિધાનસભા ચૂંટણી મતદાર પ્રજાજનો માટે એવો મોકો છે કે જ્યારે તેઓ પોતાને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા ઉમેદવારને મત આપી પ્રતિનિધિ તરીકે પસંદ કરી લે. પસંદગી માટે યોગ્ય વ્યક્તિ કોણ (કે યોગ્ય પક્ષ કયો) એ મતદારોને પહેલાં તો જાણવાનો અવસર મળે તે જરૂરી છે અને જાણકારી માટે વિવિધ પ્રશ્નો વિશે સામસામા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જાહેરમાં ચર્ચા થવી આવશ્યક છે--જે રીતે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ટેલિવિઝન પર થાય છે. કમનસીબે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢાંચો એવો વિચિત્ર રીતે ગોઠવાયો છે કે પ્રજાજનોને સ્પર્શતા સડક, વીજળી અને પાણી કે પછી શિક્ષણ તથા ‍ઓૈદ્યોગિકરણ જેવા પ્રશ્નો દ્વીપક્ષી ડિબેટ તરીકે હાથ પર લેવાયા જ નથી. વિશેષ કરીને વિરોધપક્ષ આવી સ્થિતિ માટે વધુ જવાબદાર છે, કારણ કે તેનો એકમાત્ર ચૂંટણી અજેન્ડા ગમે તે ભોગે મુખ્ય મંત્રીનું પત્તું કાપવાનો છે. બાકીના તમામ પ્રશ્નો (પછી ભલે પ્રજા માટે તે પ્રાણપ્રશ્નો હોય) તેને મન ગૌણ છે. વિરોધપક્ષે ખરેખર તો ગુજરાતના વિકાસ માટેની વધુ સારી બ્લૂપ્રિન્ટ રજૂ કરી મતદારોનો વિશ્વાસ જીતી લેવો જોઇએ, પણ એવું રચનાત્મક પગલું ભરવાને બદલે તેણે મુખ્ય મંત્રી પર વ્યક્તિગત...

ગુજરાતમાં પોતાનો આવાસ ગુમાવી રહેલાં યાયાવર પક્ષીઓ

શહેરીકરણના તેમજ વિકાસના નામે માનવજાતના હાથે લેવાતાં અવિચારી નિર્ણયોની વન્યજીવો પર કેવી માઠી અસરો પડે છે તેના દાખલા નોંધવા બેસો તો એકાદ દળદાર પુસ્તક તેમનાથી ભરાઇ જાય. આ જાતનું પુસ્તક સંભવતઃ હજી સુધી લખાયું નથી, પરંતુ રખે તે લખાય તો તેમાં સ્થાન પામે તેવા બે દાખલા હમણાં કદાચ પહેલી વાર મીડિયાના ધ્યાન પર આવ્યા. પહેલો દાખલો ફ્લેમિંગો અર્થાત્ સુરખાબ નામના પક્ષીનો છે, જેને ગુજરાતે પોતાના state bird તરીકે પસંદ કર્યું છે. દર વર્ષે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ખંભાત નજીકના વિસ્તારોમાં હજારો સુરખાબનાં ટોળાં ઉમટી પડે છે. અહીં છીછરા જળાશયોને તેમજ કળણને તેઓ પોતાનો આવાસ બનાવે છે અને કેટલાક મહિના ત્યાં વીતાવે છે. દરમ્યાન છીછરા પાણી વચ્ચે કાદવના ૧૫ થી ૪૫ સેન્ટિમીટર ઊંચા ઢૂવા બનાવીને માદા તેમાં ઈંડાં મૂકે છે અને પોતાનો કુટુંબકબીલો વધારે છે. સરોવરનું કે જળાશયનું પાણી જ્યાં બહુ ઊંડું ન હોય એવાં સ્થળો સુરખાબને પડાવ માટે વધુ માફક આવે--અને ગુજરાતમાં એવાં સ્થળો ઘણાં છે. એક સ્થળ ભાવનગર શહેરની ભાગોળે આવેલું છે, જ્યાં લગભગ ૩૦૦ એકરના કળણમાં ૨૦ થી ૫૦ હજાર સુરખાબ દર વર્ષે મુકામ કરે છે. આ ટોળાંનાં કેટલાંક સુરખાબ મા...

...અને હવે આકાશમાંથી જ્ઞાનની સરવાણી (વાયા એજ્યુસેટ)

શાળાના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો સરેરાશ વિદ્યાર્થી માટે હંમેશાં સરદર્દ સાબિત થતા હોય છે. વાસ્તવમાં કોઇ વિષય પોતે કદી નિરસ હોતો નથી, પરંતુ તેની નબળી રજૂઆત વિષય પ્રત્યે અણગમો પેદા કરતી હોય છે. ક્યારેક પાઠ્યપુસ્તકોમાં લખેલાં ભંદ્રભદ્રી વાક્યો તો ક્યારેક વિષયની રજૂઆત મૌલિક રીતે ન કરી શકનાર શિક્ષકો વિદ્યાર્થીને જે તે વિષય પ્રત્યે અણગમો પેદા કરવામાં કારણભૂત બનતા હોય છે. આ હકીકત છે, જેનું ભાન કદાચ ગુજરાત સરકારને બહુ મોડેથી થયું છે. ખેર, મોડું તો મોડું, પરંતુ એક આવકાર્ય પગલું તેણે હમણાં ભર્યું છે. રાજ્યની લગભગ ૨૨,૦૦૦ શાળાઓના વર્ગોને હવે રાજ્ય સરકારે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં અંતરિક્ષના સરનામે મોકલાયેલા ઇસરોનો એજ્યુસેટ નામનો ઉપગ્રહની તે માટે મદદ લેવાનો પ્લાન છે. પ્લાનની રૂપરેખા ટૂંકમાં આટલી-- (૧) સરકાર હસ્તકની કુલ ૨૨,૦૦૦ સ્કૂલોના પાંચમા અને સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એ ત્રણ વિષયો ઇન્ટરએક્ટિવ ઢબે ભણાવવા. (૨) આ માટે બધી સ્કૂલોમાં ૪૨ ઈંચના એલ.સી.ડી. ટેલિવિઝન સેટ ૨૦૦૯ના અંત સુધ...