Posts

Showing posts with the label Terrorism

ભારતની પેચવર્કવાળી સુરક્ષાવ્યવસ્થામાં હજી જબરાં છીંડાં છે

Image
સંપાદકનો પત્ર 'Safari' December 2009 મુંબઇ પર અજમલ કસબ ઍન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કરી સેંકડો લોકોને જોતજોતામાં મોતને ઘાટ ઉતારી દીધા તે બનાવને ગયા મહિને ૨૬મી તારીખે એક વર્ષ પૂરૂં થયું. આ પ્રસંગ નિમિત્તે સરકારે આતંકવાદીઓનો ભોગ બનેલા કમનસીબ ભારતીયો પ્રત્યે શોક જતાવ્યો અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા પાકિસ્તાન સામે રોષનો શાબ્દિક બળાપો કાઢીને સંતોષ માન્યો. ટૂંકમાં, આગુ સે ચલી આતી પ્રણાલિનું આપણી સરકાર દ્વારા ફરી એક વખત વન્સ મોર થયું. ૨૬ મી નવેમ્બરનો દિવસ વીતી ગયો, એટલે શોકનો અને રોષનો જુવાળ શમી ગયો અને એક વર્ષ પહેલાં મુંબઇમાં જાણે કે કશું બન્યું નહોતું એમ બધું (રાબેતા મુજબ) ભુલાઇ ગયું. રાત ખતમ, એટલે બાત ખતમ ! પાકપ્રેરિત આતંકવાદ ભોગવવાનું ભારતના લમણે લખાયું છે. અઢી દાયકા પહેલાં કાશ્મીરમાં શરૂ થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓનો રેલો હવે છેક મુંબઇ સુધી પહોંચ્યો છે. આમ છતાં આતંકવાદને નાથવાની વાત આવે ત્યારે દિલ્હીની સરકારોનું વલણ હંમેશાં ઢીલુંપોચું રહ્યું છે. કંઇક હદે નફિકરૂં પણ રહ્યું છે, માટે મુંબઇના કેસમાં બન્યું તેમ દરેક આતંકવાદી હુમલા વખતે સરકારી તંત્ર ઊંઘતું ઝડપાય છે. આતંકવાદીઓના હા...

પાકિસ્તાનની ઉધાર આર્થિક નીતિ--એક પગ (અમેરિકી) દૂધમાં અને બીજો (યુરોપી) દહીંમાં

આ વર્ષે ભારતીય ઉપખંડમાં મેઘરાજા રીસાયા. ભારતની જેમ પાકિસ્તાનમાંય મોસમી વાદળોએ દગો દીધો. આમ છતાં એ દેશમાં બારેય મેઘ ખાંગા થયાવળી એક નહિ, બબ્બે વાર થયા. પાકિસ્તાનના ટૂંટિયું વાળીને બેઠેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા જૂન ૧૪, ૨૦૦૯ના રોજ યુરોપિયન યુનિયને એ દેશ પર ૧૦ કરોડ ડોલર વરસાવ્યા, તો નાણાંવર્ષાની બીજી (વધુ મોટી) હેલી ૨૩ મી જૂને થઇ કે જ્યારે અમેરિકાએ બિનલશ્કરી સહાયના નામે પાકિસ્તાને સાડા સાત અબજ ડોલર આપવાનું ઠરાવ્યું. મોસમ વરસાદી હોય કે ન હોય, પણ પાકિસ્તાન પર આવાં ‘ઝાપટાં’ વખતોવખત પડતા રહે છે અને બારમાસી મંદીવાળા પાક અર્થતંત્રને એ રીતે થોડોઘણો સધિયારો મળ્યા કરે છે. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને વાર્ષિક અબજો ડોલરની ખૈરાત આપતું હતું. હવે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો પણ અમેરિકાની જેમ દરિયાદિલ બન્યા છે. પાકિસ્તાનને તેઓ શા માટે બબ્બે હાથે આર્થિક સહાય આપી રહ્યા છે? જવાબનું મૂળ વિગતે તપાસવા જેવું છે. પાકિસ્તાનને બિનલશ્કરી તેમજ લશ્કરી સહાય આપવાનો ધારો આજથી ત્રણેક દાયકા પહેલાં અમેરિકાએ શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ત્યારે રશિયાએ પોતાની લશ્કરી છાવણીઓ સ્થાપી રાખી હતી અને એ દેશનો કેટલોક ભૌગોલિક પ્રદે...

આતંકવાદ સામે ઇઝરાયેલની નીતિ અને ભારતની (કુણી) નીતિ

રશિયા ખાતે શાંતિમંત્રણામાં ભારતે હંમેશની જેમ પાકિસ્તાનને આતંકવાદ નાબૂદ કરવાની નમ્રતાભરી રિક્વેસ્ટ કરી અને જવાબમાં પાકિસ્તાને પણ હંમેશની જેમ જવાબમાં ‘જી હજૂર!’ કહીને મંત્રણાને પૂર્ણવિરામ મૂક્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મામલે રાજકીય લેવલે ગરમાગરમીનું જેવું વાતાવરણ છે લગભગ એવું જ (કેટલાક અંશે વધુ ગરમ) વાતાવરણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લાં છએક દાયકાથી છે. ભારતની જેમ ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડો જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે--અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે. દા.ત. કેટલાંક વર્ષ પહેલાં પેલેસ્ટાઇનના એક આતંકવાદી જૂથે ઇઝરાયેલના બે નાગરિકોને બાન પકડ્યા ત્યારે વળતા જવાબરૂપે ઇઝરાયેલે કાકલૂદીનો સૂર છેડવાને બદલે વીરરસ દાખવ્યો. દિવસો સુધી ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ પેલેસ્ટાઇની આબાદી ધરાવતી ગાઝા સ્ટ્રીપ પર હવાઇ બોમ્બમારો કર્યો...

વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!

Image
ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (બાજુનો ફોટો) જૂન ૭ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મી ડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે. આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ. કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ ...