Posts

Showing posts with the label Pakistan

શત્રુ ભલે હજાર હુમલા કરે, દર વખતે તેને પાછો ધકેલીશઃ કર્નલ રાય

Image
26-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાનઃ ગુમાવેલું કાશ્‍મીર પરત લેવાના પ્રયાસો શરૂ?

Image
કાશ્‍મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ આપીને ભારતે સંકેત દીધો છેઃ ‘આ પ્રાંત અમારો છે!’ દેશને આઝાદી મળી ત્‍યારે કાશ્‍મીરના અવિભાજ્ય અંગ સમો ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાન પ્રાંત ભારતભૂમિમાં ભળી જવાનો હતો. છેલ્‍લી ઘડીએ એવું શું બન્‍યું કે પોણો લાખ ચોરસ કિલોમીટરનો એ પ્રદેશ પાકિસ્‍તાનની છાબડીમાં ખરી પડ્યો?  ભૌગોલિક રીતે કાશ્‍મીર ભારતભૂમિની ટોચે આવેલું હોવાથી ભારતનો મુગટ ભલે કહેવાતું, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસો તો એ મુગટનો ભાર આપણા માટે અસહ્ય સાબિત થયો છે. કાશ્‍મીરના વાંકે પા‌કિસ્‍તાન સાથે ચાર લોહિયાળ સંગ્રામો ખેલવા પડ્યા છે, જ્યારે કાશ્‍મીરમાં ત્રીસેક વર્ષથી સળગતી આતંકવાદની હોળી તો ઠરવાનું નામ જ લેતી નથી. વળી સાત દાયકા દરમ્‍યાન કાશ્મીર નામના મુગટનાં કેટલાં અમૂલ્‍ય રત્‍નો ખરી પડ્યાં છે તે જુઓઃ  ■ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જમ્‍મુ-કાશ્‍મીર પર ડોગરા વંશના રાજાઓનું શાસન હતું ત્‍યારે રાજ્યનો કુલ વિસ્‍તાર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટર હતો. આઝાદી પછી તરત પાકિસ્‍તાની હુમલાખોરો કાશ્‍મીરના ૧૩,૩૦૦ ચોરસ કિલોમીટર પર ફરી વળ્યા. આપણા લશ્‍કરના બહાદુર જવાનો પોતાનું લોહી રેડીને તે પ્રદેશ પાછો મેળવી રહ્ય...

'અોપરેશન બ્રાસટેક્સ' : પા‌ક‌િસ્‍તાનને પાસરું કરવાનું સ્વપ્ન, જે અકાળે તૂટી ગયું !

Image
૧૯૭૧માં ભારતીય લશ્કરે પાકિસ્તાન સામે ભીષણ યુદ્ધ ખેલીને એ દેશના બે ટુકડા કર્યા ત્યારે એમ જણાતું હતું કે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગલા દેશ) નામની એક પાંખ ગુમાવી દીધા પછી પાક લશ્કરી સરમુખત્યારો ચુમાઇને બેસી રહેશે. ભવિષ્યમાં ભારતને છંછેડવાની ગુસ્તાખી નહિ કરે, માટે ભારતીય ઉપખંડમાં કાયમી શાંતિ સ્થપાશે. આ ધારણા ખોટી પડી. ખરેખર તો ૧૯૭૧માં ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનની માફક સિંધ પ્રાંતને પણ એ જ વખતે છૂટું પાડી દેવાની જરૂર હતી. પાંખ અને પગ વગરનું શેષ બચેલું પાકિસ્તાન ભવિષ્યમાં કદી ભારતને પડકારી શકત નહિ. પરંતુ ભારતે એ મોકો જતો કર્યો. બીજો મોકો બરાબર ૧૫ વર્ષ પછી ૧૯૮૬માં આવ્યો કે જ્યારે આપણા આક્રમક મિજાજવાળા સેનાપતિ જનરલ કે. એસ. સુંદરજીએ શસ્ત્રો વડે સિંધનું સર્જીકલ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું. સિંધ-રાજસ્થાન સરહદે તેમણે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની અત્યંત જંગી પાયે લશ્કરી કવાયત યોજી. સરહદ પર મોટી સંખ્યામાં ટેન્કોનો અને તોપોનો કાફલો ગોઠવાયો. કુલ ૧૩ લશ્કરી ડિવિઝનો એકઠી થઇ. (એક ડિવિઝન = ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ સેનિકો). બીજા વિશ્વયુદ્ધ પછીની એ મોટામાં મોટી લશ્કરી જમાવટ હતી, જેણે કેટલાય દેશોના લશ્કરી ...

Line Of Control: ભારતે જ્યારે કુહાડા પર પગ માર્યો!

Image
અડધો ડઝન પડોશી દેશોને સ્પર્શતી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ કુલ ૧૫ , ૧૨૦ કિલોમીટર લાંબી છે--અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે છ પૈકી એક પણ સરહદ એવી નથી કે જ્યાં પડોશી રાષ્ટ્ર દ્વારા એક યા બીજી રીતે કનડગત થતી ન હોય.  કુલ ૪ , ૦૯૬ કિલોમીટર લાંબી ભારત-બાંગલા દેશ સીમા પૂર્વીય રાજ્યો માટે વર્ષો થયે સિરદર્દ બની છે , કેમ કે તે સરહદ મારફત વર્ષેદહાડે લાખો બાંગલાદેશી લોકોનાં ધાડાં ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરી રહ્યાં છે. ભારત-ચીનની ૩ , ૪૮૮ કિલોમીટર સુધી ફેલાતી સરહદરેખા પર ચીનની વધતી જતી લશ્કરી હિલચાલ જોતાં નજીકના ભવિષ્યમાં તે સરહદ યુદ્ધભૂમિ બને તો કહેવાય નહિ. અરુણાચલ પ્રદેશ , સિક્કિમ , હિમાચલ પ્રદેશ , ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના માથે ચીની ડ્રેગનનું આક્રમણ તોળાઇ રહ્યું છે. નેપાળ તો ભારત સાથેની ૧ , ૭૫૧ કિલોમીટર લાંબી સીમારેખાને વર્ષોથી ગેરવાજબી ઠરાવતું આવ્યું છે. સરહદમાં ૬૦ સ્થળોએ તેણે સુધારા સૂચવ્યા છે , જેને લઇને અમુક નેપાળી સંગઠનો ભારત સામે ગેરિલા યુદ્ધે ચડ્યા છે. નેપાળી માઓવાદીઓનું બિહારમાં તેમજ ઉત્તર પ્રેદેશમાં ઘૂસી આવી ત્યાં જાનમાલને નુકસાન પહોંચાડવું હવે આમ વાત છે.  ભ...

પાકિસ્તાનની ઉધાર આર્થિક નીતિ--એક પગ (અમેરિકી) દૂધમાં અને બીજો (યુરોપી) દહીંમાં

આ વર્ષે ભારતીય ઉપખંડમાં મેઘરાજા રીસાયા. ભારતની જેમ પાકિસ્તાનમાંય મોસમી વાદળોએ દગો દીધો. આમ છતાં એ દેશમાં બારેય મેઘ ખાંગા થયાવળી એક નહિ, બબ્બે વાર થયા. પાકિસ્તાનના ટૂંટિયું વાળીને બેઠેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા જૂન ૧૪, ૨૦૦૯ના રોજ યુરોપિયન યુનિયને એ દેશ પર ૧૦ કરોડ ડોલર વરસાવ્યા, તો નાણાંવર્ષાની બીજી (વધુ મોટી) હેલી ૨૩ મી જૂને થઇ કે જ્યારે અમેરિકાએ બિનલશ્કરી સહાયના નામે પાકિસ્તાને સાડા સાત અબજ ડોલર આપવાનું ઠરાવ્યું. મોસમ વરસાદી હોય કે ન હોય, પણ પાકિસ્તાન પર આવાં ‘ઝાપટાં’ વખતોવખત પડતા રહે છે અને બારમાસી મંદીવાળા પાક અર્થતંત્રને એ રીતે થોડોઘણો સધિયારો મળ્યા કરે છે. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને વાર્ષિક અબજો ડોલરની ખૈરાત આપતું હતું. હવે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો પણ અમેરિકાની જેમ દરિયાદિલ બન્યા છે. પાકિસ્તાનને તેઓ શા માટે બબ્બે હાથે આર્થિક સહાય આપી રહ્યા છે? જવાબનું મૂળ વિગતે તપાસવા જેવું છે. પાકિસ્તાનને બિનલશ્કરી તેમજ લશ્કરી સહાય આપવાનો ધારો આજથી ત્રણેક દાયકા પહેલાં અમેરિકાએ શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ત્યારે રશિયાએ પોતાની લશ્કરી છાવણીઓ સ્થાપી રાખી હતી અને એ દેશનો કેટલોક ભૌગોલિક પ્રદે...