Posts

Showing posts with the label Ravjibhai Savalia

ભારતનાં સાયન્સ સેન્ટરોઃ પિકનિક + મનોરંજન = સાયન્સની બાદબાકી

સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા? ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી. દેશમાં મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ગણતરી કરોડોમાં થાય છે. (એકલા આંધ્ર પ્રદેશમાં જ સવા બે લાખ કરતાં વધુ ‘અધિકૃત’ મંદિરો છે). સિનેમા અને મલ્ટિપ્લેક્સનો હિસાબ હજારોમાં મંડાય છે. (...

જ્ઞાનવિજ્ઞાનના વાચસ્પતિ રવજીભાઇ સાવલિયા (જૂન ૧, ૧૯૪૬--જૂન ૬, ૨૦૦૭)

Image
ભણ્યા વિના કોઇનો ઉદ્ધાર નથી, પરંતુ માત્ર ભણતરથી કોઇનો ઉદ્ધાર થતો નથી એ પણ હકીકત છે. જીવનમાં કોઠાસૂઝ, ગ ણતર અને આત્મવિશ્વાસ ભણતર કરતાંય વધુ જરૂરી છે. આ વાતની તાદ્રશ પ્રતીતિ જેમણે વખતોવખત કરાવી તે રવજીભાઇ સાવલિયાની આજે બીજી પૃણ્યતિથિ છે. માત્ર મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા છતાં ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, જીવજગત, ઇતિહાસ, ધર્મપુરાણો, ફિલોસોફી વગેરે જેવા અનેકવિધ વિષયો પર તેઓ ટુ-ધ-પોઇન્ટ તેમજ ક્યારેક જે તે વિષયના તજજ્ઞને ઝાંખા પાડી દે તેટલું જ્ઞાન ધરાવતા હતા. આ જ્ઞાનીપુરુષનું ટૂંકું છતાં નવી પેઢી માટે પ્રેરણાદાયક જીવનચરિત્ર આજથી બે વર્ષ પહેલાં ‘સફારી’માં સંપાદકના પત્ર હેઠળ લખ્યું હતું, જેને અહીં બ્લોગના વાચકો માટે ફરી રજૂ કરૂં છું. --------- ગુજરાતની એક સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે થોડા વખત પહેલાં સામાન્ય જ્ઞાનની જાહેર પ્રશ્નોત્તરી યોજાઇ. વિદ્યાર્થીઓ જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછતા ગયા અને તેમની સામે બિરાજેલા વિદ્વાન દરેક સવાલના મુ દ્દાસર અને સંતોષકારક જવાબ આપતા રહ્યા. લાંબી ચર્ચા થઇ એ પછી એક વિદ્યાર્થીએ સવાલ કર્યો--‘સાહેબ, તમે કેટલું ભણ્યા છો ?’ ‘કંઇ જ ...