Posts

Showing posts with the label National Issues

ચાલો, ચીને ૬૦ વર્ષથી તાબે રાખેલા આપણા અક્સાઈ ચીનની સફરે!

Image
*એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા* 15-07-2020 ગુજરાત સમાચાર, શતદલ પૂ‌ર્તિનો લેખ. લંકાપતિ રાવણનો વધ કર્યા પછી શ્રીરામ અને તેમના અનુજ લક્ષ્‍મણજી લંકાભ્રમણ માટે નીકળ્યા હતા. સુવર્ણ નગરીની ચમકદમકથી લક્ષ્‍મણજી એટલા અંજાઈ ગયા કે લંકાને સ્‍વર્ગની ઉપમા આપી બેઠા. અહીં કેટલોક સમય રોકાણ કરવાની જ્યારે તેમણે વડીલ બંધુ સમક્ષ ઇચ્‍છા પ્રગટ કરી ત્‍યારે મર્યાદા પુરુષોત્તમે ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ શ્લોક ઉચ્‍ચારી અનુજને વાર્યા. માતૃભૂમિનું મહાત્‍મ્ય દર્શાવતો એ શ્લોક મહર્ષિ વાલ્મીકિ કૃત મહાકાવ્ય ‘રામાયણ’માં વાંચવા મળે છે. આ ઉપરાંત વધુ એક ઠેકાણે વાંચી શકાય છેઃ આપણા પડોશી દેશ નેપાળના રાજચિહ્નમાં! સૂર્યવંશી શ્રીરામના મુખેથી નીકળેલું ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ વાક્ય નેપાળે એટલી ગંભીરતાથી લીધું છે કે આજ દિન સુધી નથી તે દેશ પર કોઈ પરદેશી હકૂમત સત્તા જમાવી શકી કે નથી નેપાળની ભૂમિનો નાનો સરખોયે ટુકડો અન્‍ય કોઈ દેશની એડી નીચે! જન્‍મભૂમિની રક્ષા કાજે બનતું કરી છૂટવાની નેપાળી પરંપરાનું તેમજ તીવ્ર દેશદાઝનું એ પરિણામ છે. અફસોસની વાત છે કે જન્‍મભૂમિનું મહાત્મ્ય સમજાવતા રાજા રામના શબ્‍દો સમજવામા...

કેવો છે, લોઢાના પાટે સરકતો રેલવેનો 2.8 કિ.મી. લાંબો ‘શેષનાગ’?

Image
‘શેષનાગ’ જેવી અસાધારણ લંબાઈની માલવાહક ટ્રેન માટે ભારતીય રેલવેએ શરૂ કરેલો ‘પાયથન’ પ્રોજેક્ટ શો છે? હિંદુ પુરાણ મુજબ બ્રહ્મા, વિષ્‍ણુ મહેશ અનુક્રમે સૃષ્‍ટિના સર્જક, પાલક અને વિનાશક છે. બ્રહ્મા દ્વારા સર્જિત સૃષ્‍ટિની તમામ દેખરેખ વિષ્‍ણુની જવાબદારી છે, જે તેઓ ક્ષીરસાગર નામના અફાટ સમુદ્રમાં શેષનાગ પર શયન કરતા નિભાવે છે. મહર્ષિ કશ્યપ અને દક્ષ પ્રજાપતિની કન્‍યા કદ્રુના પુત્ર શેષનાગને ૧,૦૦૦ ફેણ છે, જ્યારે તેમની લાંબી, ભરાવદાર કાયાનો તો અંત જ નથી! માટે જ તેઓ અનંતનાગ કહેવાયા. પુરાણોમાં જેનું વર્ણન કરેલું છે તે સ્‍વર્ગલોકના શેષનાગને તો નજરે જોવાનો સવાલ નથી, પણ જુલાઈ ૨, ૨૦૨૦ના રોજ મહારાષ્‍ટ્રના નાગપુર અને છત્તીસગઢના કોરબા વચ્‍ચે ૨૬૦ કિલોમીટર લાંબા રેલવે  ટ્રેક નજીક હાજર અનેક લોકોએ ૨.૮ કિલોમીટર લાંબા, લોખંડી ‘શેષનાગ’નો સાક્ષાત્‍કાર કર્યો. કુલ મળીને ૨૩૬ ભારખાનાં, ૪ બ્રેક વાન અને ૯ ઇલેક્ટ્રિક એન્‍જિનો સાથે કલાકના ૬૦ કિલોમીટરના વેગે ધસી જનાર એ ‘શેષનાગ’ એટલે કે માલવાહક ટ્રેનનાં જેમણે દર્શન કર્યાં તેઓ તેની અ..ધ..ધ.. લંબાઈ અવાચક બની જોતા રહી ગયા. ધડધડાટી બોલાવતી ટ્રેનનાં એક કે બાદ એક ભારખાનાં નજર સા...

ભારતના અર્થતંત્રની ધમનીમાં કોલેસ્‍ટ્રોલની માફક જામેલા ચીની માલના બ્‍લોકેજથી છુટકારો મેળવવાનો વધુ કારગત કીમિયો કયો?

Image
બોયકોટ કે બાયપાસ ‘સર્જરી’? ચીની માલને બાયપાસ કરતા ‘સર્જિકલ ઓપરેશન’ની તાકીદે જરૂર છે, જે નહિ થાય ત્‍યાં સુધી બોયકોટ Made in Chinaની ઝુંબેશ હૃદયરોગના દરદીનો ઇલાજ કબજિયાતની ફાકી વડે કરવા બરાબર છે ------------------------ આત્‍મનિર્ભર બનવાના ખ્‍વાબ સેવતા ભારતમાં સ્‍વાભિમાનનો કૂકડો મોડો તો મોડો, પણ બોલ્‍યો ખરો. ટિકટોક સહિત કુલ પ૯ ચીની મોબાઇલ એપ્લિકેશન્‍સ (Apps) રાતોરાત બ્‍લોક કરીને આપણે ઘણા વખતે સ્‍વમાનનો ખોંખારો ખાધો છે. આ આવકારદાયક પગલું ભરીને એક કાંકરે ત્રણ લક્ષ્‍યાંક સાધ્યા છે. (૧) ભારતમાં ટિકટોક જેવી Appsનાં બિસ્‍તરાં સંકેલાતાં ચીની કંપનીઓને આર્થિક ફટકો પડ્યો છે. જો કે અહીં મહત્ત્વ આંકડાનું નથી, બલકે ફટકો પડ્યો અને તેની અસર દીર્ઘકાલીન રહેશે એ વધુ અગત્‍યની વાત છે. કઈ રીતે તે જુઓ. ટિકટોક નામની App જેણે બનાવી હતી તે બાઇટડાન્‍સ નામની ચીની કંપનીએ ભારતમાં ગયા વર્ષે રૂપિયા ૪૩.૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. એક જ વર્ષમાં આંકડો બમણાથી પણ વધીને રૂપિયા ૧૦૦ કરોડના આંકડે પહોંચ્‍યો. ઇન્‍ટરનેટ સર્ફિંગ માટેના UCWeb બ્રાઉઝરની  ચીની કંપનીએ ભારતમાં ગત વર્ષ ૨૨૬ કરોડનો વેપાર કર્યો હતો. આગામી વર્ષે કારોબાર ઓર...

લદ્દાખમાં ભારત-ચીન વચ્‍ચે ખાંડાં કેમ ખખડ્યાં?

Image
૧૯મી સદીથી લટકતા અક્સાઇ ચીનના સરહદી વિવાદના મધપૂડા તરફ ચીને ફરી કાંકરો નાખ્‍યો છે મે પ તથા મે ૧૨ના રોજ ચીનના સૈનિકો, હેલિકોપ્‍ટર તથા પેટ્રોલ બોટ લદ્દાખના ગલવાન તથા પેંગોંગ સરોવરના ભારતીય પ્રદેશમાં ઘૂસ્‍યા ત્‍યારે ભારતીય સેનાએ ભરેલું જવાબી પગલું આવકારદાયક હતું ------------------------- અમેરિકન સૈન્‍યમાં ૧૯૦૩થી ૧૯૬૪ સુધી સેવા આપનાર અને તે લાંબા સમયફલકમાં ૧૧ ભીષણ યુદ્ધો લડનાર ફીલ્ડ-માર્શલ ડગ્‍લસ મેક્આર્થરે કહેલું, “It is fatal to enter a war without the will to win it.”/ ‘જીત મેળવવાના દૃઢસંકલ્‍પ વિના યુદ્ધમાં ઝંપલાવવું પ્રાણઘાતક નીવડે છે.’ આ વાક્ય ભારતે ૧૯૬૨માં ચીન સામે અરુણાચલ પ્રદેશ તથા લદ્દાખના મોરચે ખેલેલા યુદ્ધના કેસમાં સાચું ઠર્યું હતું. યુદ્ધમાં જીત મેળવવાનો સંકલ્‍પ તો દૂર રહ્યો, યુદ્ધ લડવામાં જ તત્‍કાલીન સરકારે તેમજ લશ્‍કરના ઉચ્‍ચ અધિકારીઓએ ભારોભાર નીરસતા દાખવી હતી. શત્રુ સામે લડવા માટે લશ્‍કરને મારકણાં શસ્‍ત્રો જોઈએ તેમ સીનિઅર અધિકારીઓ તરફથી સતત જોમજુસ્‍સાનો બૂસ્ટર ડોઝ પણ જોઈએ. પરંતુ ૧૯૬૨ના યુદ્ધમાં આપણા જવાનોને એ બન્‍ને બાબતોની ખોટ સાલતી હતી. આ સંદર્ભે ભારતીય લશ્‍કરના નિવૃત્ત અફ...

ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાનઃ ગુમાવેલું કાશ્‍મીર પરત લેવાના પ્રયાસો શરૂ?

Image
કાશ્‍મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ આપીને ભારતે સંકેત દીધો છેઃ ‘આ પ્રાંત અમારો છે!’ દેશને આઝાદી મળી ત્‍યારે કાશ્‍મીરના અવિભાજ્ય અંગ સમો ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાન પ્રાંત ભારતભૂમિમાં ભળી જવાનો હતો. છેલ્‍લી ઘડીએ એવું શું બન્‍યું કે પોણો લાખ ચોરસ કિલોમીટરનો એ પ્રદેશ પાકિસ્‍તાનની છાબડીમાં ખરી પડ્યો?  ભૌગોલિક રીતે કાશ્‍મીર ભારતભૂમિની ટોચે આવેલું હોવાથી ભારતનો મુગટ ભલે કહેવાતું, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસો તો એ મુગટનો ભાર આપણા માટે અસહ્ય સાબિત થયો છે. કાશ્‍મીરના વાંકે પા‌કિસ્‍તાન સાથે ચાર લોહિયાળ સંગ્રામો ખેલવા પડ્યા છે, જ્યારે કાશ્‍મીરમાં ત્રીસેક વર્ષથી સળગતી આતંકવાદની હોળી તો ઠરવાનું નામ જ લેતી નથી. વળી સાત દાયકા દરમ્‍યાન કાશ્મીર નામના મુગટનાં કેટલાં અમૂલ્‍ય રત્‍નો ખરી પડ્યાં છે તે જુઓઃ  ■ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જમ્‍મુ-કાશ્‍મીર પર ડોગરા વંશના રાજાઓનું શાસન હતું ત્‍યારે રાજ્યનો કુલ વિસ્‍તાર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટર હતો. આઝાદી પછી તરત પાકિસ્‍તાની હુમલાખોરો કાશ્‍મીરના ૧૩,૩૦૦ ચોરસ કિલોમીટર પર ફરી વળ્યા. આપણા લશ્‍કરના બહાદુર જવાનો પોતાનું લોહી રેડીને તે પ્રદેશ પાછો મેળવી રહ્ય...

આત્‍મનિર્ભરતાઃ અર્થ, અર્થબોધ અને અર્થશાસ્‍ત્ર

Image
આત્‍મનિર્ભર અર્થતંત્રના પંથે નીકળ્યા છીએ ત્‍યારે માર્ગદર્શન માટે જાપાનને દીવાદાંડી ગણી ચાલવું જોઈએ રાજકારણનાં ચશ્‍માં પહેર્યાં હોય તો અત્‍યારે જ ઉતારી દેજો, કેમ કે અહીં રજૂ થતો મુદ્દો અર્થકારણનો છે. દેશાભિમાન, સ્‍વાભિમાન, ફરજપાલન, ખંત અને ખુમારીને ઢંઢોળતી વિચારપ્રેરક બાબતોનો પણ છે.  સદીઓ પહેલાં ભારતવર્ષની આર્થિક સમૃદ્ધિ કેવીક હતી તેને વ્‍યક્ત કરવા માટે ગીતકાર રાજેન્‍દ્ર કૃષ્‍ણએ ‘ડાલ ડાલ પર સોને કી ચીડિયા’ જેવા અલંકારિક શબ્‍દો વાપર્યા હતા. કવિ-ગીતકારો રહ્યા શબ્‍દોના સ્‍વામી, એટલે અર્થશાસ્‍ત્રમાં તેમની ચાંચ (ખરેખર તો કલમ) ડૂબે નહિ. પરંતુ એકાદ અર્થશાસ્‍ત્રીને ભારતવર્ષના ભૂતકાલીન સુવર્ણયુગનું વર્ણન કરવા જણાવ્યું હોય તો તેની નક્કર આંકડાકીય રજૂઆત કંઈક આમ હોયઃ ***ભારતનું અર્થતંત્ર જ્યારે આત્મનિર્ભર હતું*** ■ સત્તરમી સદીના ઉત્તરાર્ધથી લઈને અઢારમી સદીના પ્રારંભ સુધી પોણા ભાગના હિંદુસ્‍તાન પર હકૂમત જમાવીને બેઠેલા  મોગલ વંશના બાદશાહ અૌરંગઝેબે ભારતીય પ્રજા પર વિવિધ પ્રકારના કરવેરા નાખ્યા હતા. ટેક્સના નામે ભારતીયોનું આર્થિક શોષણ કરીને ઔરંગઝેબ વર્ષેદહાડે જે મહેસૂલી આવક મેળવતો તે રકમ તત્‍કાલ...

આપણા અર્થતંત્રને ચીપકેલું Made In China લેબલ ક્યારે ઊખડશે?

Image
દેશને મહામારીમાં અને મહામંદીમાં ધકેલી દેનાર ચીનનાં ગજવાં ક્યાં સુધી ભરતા રહીશું? વીસેક વર્ષ પહેલાં ભારતમાં ચીની માલનું આક્રમણ રમકડાં અને નોવેલ્‍ટી ગિફ્ટ જેવી પરચૂરણ ચીજો પૂરતું જ સીમિત હતું. આજે Made in China માલ વિનાનું એકેય ક્ષેત્ર કલ્‍પી શકાય તેમ નથી. બનાવ વરસદહાડા પહેલાંનો છે, પણ આજની તારીખે એટલો જ તાદૃશ છે. ૨૦૧૯નું વર્ષ હતું. મહિનો માર્ચ અને તારીખ ૧૩મી હતી.  પાક પ્રેરિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહમ્‍મદના માસ્‍ટર માઇન્‍ડ મસૂદ અઝહરને ‘ગ્‍લોબલ ટેરરિસ્‍ટ’ જાહેર કરવા માટે ભારતે સંયુક્ત રાષ્‍ટ્ર/ UNની સુરક્ષા પરિષદને કરેલી અરજ પર ફેંસલો આવનાર હતો. જગત જમાદાર અમેરિકા સહિત બીજા કેટલાક વગદાર દેશો ભારતની અરજને સમર્થન આપવા કટિબદ્ધ હતા. પરંતુ અણીના મોકે ચીને એમ કહીને રાજકીય ફાચર મારી કે મસૂદ અઝહર વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા ન હોવાથી UN તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી ન શકે.  ચીન આડે પાટે ચાલે તેનું કારણ તો જગજાહેર હતું. બીજિંગ સરકારે પાકિસ્‍તાનને પોતાના ખોળે રાખ્યું હોવાથી પાકિસ્‍તાનના ખોળે બેઠેલા મસૂદ અઝહર જેવા આતંકીઓને ચીને દત્તક લેવા પડ્યા હતા. આથી મસૂદ અઝહરને ‘ગ્‍લ...

એક યાદગાર મુલાકાત પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન બાના સિંહ સાથે

Image
મેજર સોમનાથ શર્મા, લેફ્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર, ક્વાર્ટર માસ્ટર અબ્દુલ હમીદ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ શેખાવત, મેજર શૈતાનસિંહ... આ બધાં નામો ભારતીય ખુશ્કીદળના એ સપૂતોનાં છે જેમણે યુદ્ધમેદાનમાં દાખવેલાં અપ્રતિમ સાહસોને ભારત સરકારે સર્વોચ્ચ લશ્કરી ખિતાબ પરમવીર ચક્ર વડે નવાજ્યાં છે. દુશ્મન સાથે એ વીરો સામી છાતીએ લડ્યા, પણ વિધિનો ક્રૂર ખેલ કે પરમવીર ચક્રનો મેડલ તેમની છાતીએ શોભે એ પહેલાં તેઓ વીરગતિ પામ્યા. ૧૯૪૭ના પ્રથમ ભારત-પાક યુદ્ધથી લઇને ૧૯૯૯ના કારગિલ યુદ્ધ સુધીના વિવિધ સંગ્રામોમાં અજોડ સાહસ અને શૌર્ય દાખવનાર કુલ ૨૧ સપૂતો પરમવીર ચક્ર પામ્યા છે. આજે તેમાંના ફક્ત ૩ સપૂતો હયાત છે.  આ living legend / જીવંત દંતકથા જેવા શૂરવીરો પૈકી એક એવા પરમવીર કેપ્ટન બાના સિંહને થોડા વખત પહેલાં વડોદરા ખાતે રૂબરૂ મળવાનું થયું. જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિઆચેન સાથે બાના સિંહનું નામ અત્યંત ગાઢ રીતે જોડાયેલું છે. ૧૯૮૭ના અરસામાં સિઆચેનની સૌથી ઊંચી (૬,૭૫૨ મીટર) પહાડી ચોટીએ પાકિસ્તાને ‘કાઇદ પોસ્ટ’ નામની લશ્કરી ચોકી સ્થાપી હતી, જ્યાંથી તેના સૈનિકો આપણા ખુશ્કીદળન...