Posts

Showing posts with the label Science

હવે કેસરના દાણા દાણામાં કાશ્‍મીરનો દમ!

Image
29-07-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

ચૂકશો નહિઃ આકાશી પડદે ભજવાઈ રહેલો કુદરતનો ભવ્‍ય સ્‍કાય-શો

Image
19-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન www.iamgypsy.in )

ભારતનાં સાયન્સ સેન્ટરોઃ પિકનિક + મનોરંજન = સાયન્સની બાદબાકી

સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા? ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી. દેશમાં મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ગણતરી કરોડોમાં થાય છે. (એકલા આંધ્ર પ્રદેશમાં જ સવા બે લાખ કરતાં વધુ ‘અધિકૃત’ મંદિરો છે). સિનેમા અને મલ્ટિપ્લેક્સનો હિસાબ હજારોમાં મંડાય છે. (...

સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ--વાયા ઇન્ટરનેટ

જુલાઇ ૨૨, ૨૦૦૯નું ખગ્રાસ સૂર્યગ્રહણ નજરોનજર નિહાળવાનો લાખો મેં એક જેવો અવસર ગુજરાતને મળ્યો. પરંતુ દુર્ભાગ્યે તે અવસરનો લાભ ઉઠાવવાનો મોકો ગુજરાતની જનતાને સંભવતઃ મળવાનો નથી. ચંદ્ર આપણા સૂર્યને ઢાંકે તે પહેલાં અરબી સમુદ્ર પરથી (ભારતીય સમય મુજબ આજે સવારે સાડા ચાર વાગ્યે) ચડી આવેલાં વરસાદી વાદળોએ ખુદ સૂર્યને ઢાંકી દીધો છે. ઇસરોના ઇન્સેટ ઉપગ્રહે લીધેલી તસવીરો જોતાં લાગે છે કે બંગાળના ઉપસાગર પરથી વધુ વાદળો વાયા મધ્યપ્રદેશ ગુજરાતના આકાશમાં કરફ્યૂ ઓર્ડર ફરમાવવા સરકી રહ્યા છે. પરિણામે ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, વડોદરા તેમજ સુરત જેવાં શહેરોમાં વાદળોની ઓથે ઢંકાયેલો સૂર્ય જોવા મળે એવી સંભાવના ઓછી છે. આમ છતાં આવતી કાલે ગુજરાતના માથે વાદળોની સ્થિતિ શી હશે તેનું પૂર્વાનુમાન લગાવવું મુશ્કેલ છે, કેમ કે અરબી સમુદ્રનાં વાદળો ક્રમશઃ ઉત્તર તરફ શિફ્ટ થઇ રહ્યાં છે. વાદળોની હિલચાલ જાણવા માટે ભારતના હવામાનખાતાની વેબસાઇટ http://imd.gov.in તપાસીને ચાહો તો કાલના હવામાનનો વર્તારો મેળવી શકો છો. બુધવારની સવારે સ્વચ્છ આકાશમાં સૂર્યદેવના દર્શન થાય તો તેના જેવું કંઇ નહિ. નહિતર સૂર્યગ્રહણ જોવા માટેનો બીજો એક વિકલ્પ અજમાવ...