Posts

Showing posts from October, 2016

'અોપરેશન બ્રાસટેક્સ' : પા‌ક‌િસ્‍તાનને પાસરું કરવાનું સ્વપ્ન, જે અકાળે તૂટી ગયું !

Image
૧૯૭૧માં ભારતીય લશ્કરે પાકિસ્તાન સામે ભીષણ યુદ્ધ ખેલીને એ દેશના બે ટુકડા કર્યા ત્યારે એમ જણાતું હતું કે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગલા દેશ) નામની એક પાંખ ગુમાવી દીધા પછી પાક લશ્કરી સરમુખત્યારો ચુમાઇને બેસી રહેશે. ભવિષ્યમાં ભારતને છંછેડવાની ગુસ્તાખી નહિ કરે, માટે ભારતીય ઉપખંડમાં કાયમી શાંતિ સ્થપાશે. આ ધારણા ખોટી પડી. ખરેખર તો ૧૯૭૧માં ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનની માફક સિંધ પ્રાંતને પણ એ જ વખતે છૂટું પાડી દેવાની જરૂર હતી. પાંખ અને પગ વગરનું શેષ બચેલું પાકિસ્તાન ભવિષ્યમાં કદી ભારતને પડકારી શકત નહિ. પરંતુ ભારતે એ મોકો જતો કર્યો. બીજો મોકો બરાબર ૧૫ વર્ષ પછી ૧૯૮૬માં આવ્યો કે જ્યારે આપણા આક્રમક મિજાજવાળા સેનાપતિ જનરલ કે. એસ. સુંદરજીએ શસ્ત્રો વડે સિંધનું સર્જીકલ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું. સિંધ-રાજસ્થાન સરહદે તેમણે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની અત્યંત જંગી પાયે લશ્કરી કવાયત યોજી. સરહદ પર મોટી સંખ્યામાં ટેન્કોનો અને તોપોનો કાફલો ગોઠવાયો. કુલ ૧૩ લશ્કરી ડિવિઝનો એકઠી થઇ. (એક ડિવિઝન = ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ સેનિકો). બીજા વિશ્વયુદ્ધ પછીની એ મોટામાં મોટી લશ્કરી જમાવટ હતી, જેણે કેટલાય દેશોના લશ્કરી