Posts

Showing posts with the label Indian Air Force

ચીનની બરોબરી કરવા આવી રહ્યાં છે વાયુસેનાનાં બ્રાન્‍ડ-ન્‍યૂ યુદ્ધ‌વિમાનો

Image
ચીન સાથે બરાબરી કરી શકે એટલી સંખ્યામાં યુદ્ધવિમાનો વાયુસેના પાસે નથી નવાં આવી રહેલાં ૧૨૨ વિમાનો વાયુસેનાની તાકાત વધારશે એમાં શંકા નથી પ્રસંગ ચારેક વર્ષ પહેલાંનો છે, પણ લદ્દાખ સરહદે ચીન સાથે ચાલી રહેલી લશ્‍કરી ખટપટ જોતાં આજે પણ એટલો જ સમયોચિત જણાય તેવો છે. ન્‍યૂક્લિઅર સપ્‍લાયર્સ ગ્રૂપ નામના આંતરરાષ્‍ટ્રીય સંગઠનમાં જોડાવા માટે ભારતે ૨૦૧૬માં પ્રયાસો આદર્યા હતા. પચાસેક દેશોનું તે સંગઠન અણુઊર્જાને લગતા સરંજામના (યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સમૃદ્ધિકરણ માટેનાં સાધનો ઇત્યાદિના) ખરીદી-વેચાણ પરનાં કાયદાકાનૂનો તેમજ નિયંત્રણો નક્કી કરવાની સત્તા ધરાવે છે. ભારત એ સંગઠનનું સભ્ય બની જાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ તેને મળે, જે કેટલાક દેશોએ લાદેલા રાજકીય પ્રતિબંધોને લીધે છેલ્લાં સાડા ચાર દાયકા થયે મળ્યો નહોતો. ભારતને ન્‍યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપમાં સ્થાન અપાવવા માટે અમેરિકા, બ્રિટન, કેનેડા, રશિયા, ફ્રાન્‍સ જેવા દેશો તૈયાર હતા. પરંતુ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતના મનસૂબા પર ટાઢું પાણી ફેરવી દીધું. સંગઠનન...

સૌથી ઊંચું ને સૌથી જોખમી હવાઈમથકઃ દૌલત બેગ ઓલ્‍ડી, લદ્દાખ

Image
અહીં વિમાન ઉતારવું પાઇલટો માટે મોતના મુખમાં ઊતરવા જેવું કેમ છે? આમુખઃ આપણા વતનપરસ્‍ત જાંબાઝ પાઇલટો જાનના જોખમે દૌલત બેગ ઓલ્‍ડીમાં શસ્‍ત્રસરંજામનો પુરવઠો પહોંચાડે છે. વાયુ સેનાનો મુદ્રાલેખ नभः स्पृशं दीप्तम् એ સરફરોશોએ સાચા અર્થમાં દીપાવ્યો છે. અવનવા વિશ્વવિક્રમોના સંસ્‍કરણ ‘ગિનેસ બુક ઓફ રેકોર્ડ્ઝ’ મુજબ વિશ્વનું સૌથી ઊંચું એરપોર્ટ ચીન હસ્‍તકના તિબેટમાં આવેલું દાઓચેંગ યાડિંગ છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ ૧૪,૪૭૨ ફીટ છે. સપ્‍ટેમ્‍બર ૧૬, ૨૦૧૩ના રોજ Air China ના અેરબસ A319 પ્રકારના પેસેન્‍જર વિમાને ૧૧૮ મુસાફરો સાથે દાઓચેંગ યાડિંગ એરપોર્ટના રનવે પર પૈડાં ટેકવ્યાં એ સાથે ઉડ્ડયનની આંતરરાષ્‍ટ્રીય તવારીખમાં નવો કીર્તિમાન દર્જ થયોઃ પેસેન્‍જર પ્‍લેનને ૧૪,૪૭૨ ફીટની ઉત્તુંગ ઊંચાઈએ ઉતારવાનો! આ વિક્રમ ઘણું કરીને તો તૂટવાનો નથી, કેમ કે પેસેન્‍જર પ્‍લેને પંદરેક હજાર ફીટ કરતાં વધુ ઊંચાઈએ લેન્‍ડ કરવું અને પછી ત્‍યાંથી ટેક-ઓફ કરવું અત્‍યંત કપરું થઈ પડે. આનું કારણ છે. પંદર હજાર ફીટની ઊંચાઈએ હવા અત્‍યંત પાતળી હોવાથી વિમાનની પાંખો નીચે હવાનું પૂરતું દબાણ સર્જાતું નથી. પાંખો નીચે એર પ્રેશર જો માફકસરનું ન હોય તો...

ધારો કે આવતી કાલે ભારત-ચીન વચ્‍ચે યુદ્ધ સળગ્યું...

Image
લદ્દાખનો લશ્‍કરી તણાવ યુદ્ધનો તણખો બનવાની સંભાવના પાંખી છે, છતાં ચીન આપણને ધરાર યુદ્ધમાં ઘસડે તો? મહામારીના અને મહામંદીના સંજોગોમાં યુદ્ધ ખેલી આર્થિક ભારણ વધારવું ભારતને પોસાય તેમ નથી. બીજી તરફ લદ્દાખમાં ચીની કાંકરીચાળાનો જવાબ ઇંટથી આપવો હોય તો આપણે કેટલા સક્ષમ છીએ? આલેખનઃ હર્ષલ પુષ્‍કર્ણા બોલો, શું લાગે છે? લદ્દાખમાં તૈનાત આપણા લશ્‍કર માટે છેલ્‍લા એકાદ મહિનાથી માથાનો દુખાવો બનેલા ચીનને પાંસરું દોર કરી દેવા એકાદ સશસ્‍ત્ર યુદ્ધ ખેલી નાખવું જોઈએ? દાંત ભીડીને તથા મુઠ્ઠી પછાડીને જવાબ ‘હા’માં આપવાનું મન થાય તેવો લોભામણો સવાલ છે. આપણા લદ્દાખમાં ચીન ખુલ્લેઆમ લશ્કરી છાવણીઓ સ્થાપે, રડારમથકો ઊભાં કરે, પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને ચીની સૈનિકો પેટ્રોલિંગના નામે લદ્દાખના દૌલત બેગ ઓલ્‍ડી, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક જેવાં ભારતીય ક્ષેત્રોમાં ઘૂસી આવે ત્‍યારે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એવો વિચાર દેશના સરેરાશ નાગરિકના મનમાં આવવો સ્‍વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીમાં ‘બાણ’ અને ‘યુદ્ધ’ બન્‍નેની વ્‍યાખ્યા ધરમૂળથી બદલાઈ ચૂકી છે. યુદ્ધ કરીને દેશનું કલ્‍યાણ તો જાણે થવાથી રહ્ય...