Posts

Showing posts from December, 2009

ભારતની પેચવર્કવાળી સુરક્ષાવ્યવસ્થામાં હજી જબરાં છીંડાં છે

Image
સંપાદકનો પત્ર 'Safari' December 2009 મુંબઇ પર અજમલ કસબ ઍન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કરી સેંકડો લોકોને જોતજોતામાં મોતને ઘાટ ઉતારી દીધા તે બનાવને ગયા મહિને ૨૬મી તારીખે એક વર્ષ પૂરૂં થયું. આ પ્રસંગ નિમિત્તે સરકારે આતંકવાદીઓનો ભોગ બનેલા કમનસીબ ભારતીયો પ્રત્યે શોક જતાવ્યો અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા પાકિસ્તાન સામે રોષનો શાબ્દિક બળાપો કાઢીને સંતોષ માન્યો. ટૂંકમાં, આગુ સે ચલી આતી પ્રણાલિનું આપણી સરકાર દ્વારા ફરી એક વખત વન્સ મોર થયું. ૨૬ મી નવેમ્બરનો દિવસ વીતી ગયો, એટલે શોકનો અને રોષનો જુવાળ શમી ગયો અને એક વર્ષ પહેલાં મુંબઇમાં જાણે કે કશું બન્યું નહોતું એમ બધું (રાબેતા મુજબ) ભુલાઇ ગયું. રાત ખતમ, એટલે બાત ખતમ ! પાકપ્રેરિત આતંકવાદ ભોગવવાનું ભારતના લમણે લખાયું છે. અઢી દાયકા પહેલાં કાશ્મીરમાં શરૂ થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓનો રેલો હવે છેક મુંબઇ સુધી પહોંચ્યો છે. આમ છતાં આતંકવાદને નાથવાની વાત આવે ત્યારે દિલ્હીની સરકારોનું વલણ હંમેશાં ઢીલુંપોચું રહ્યું છે. કંઇક હદે નફિકરૂં પણ રહ્યું છે, માટે મુંબઇના કેસમાં બન્યું તેમ દરેક આતંકવાદી હુમલા વખતે સરકારી તંત્ર ઊંઘતું ઝડપાય છે. આતંકવાદીઓના હા

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૫--અને છેલ્લો)

Image
શામોની મો બ્લાં ઓક્ટોબર ૨૩, ૨૦૦૯ આજે Aiguille Du Midi/એગ્વિલ દયૂ મિદી કેબલ કાર મારફત મો બ્લાંને અત્યંત નિકટથી જોવાનો પ્રોગ્રામ હતો. સવારે ઊઠીને સૌ પહેલાં નજર મો બ્લાં પર્વત પર પડી અને મૂડ જરા બગડ્યો. વાદળોનું ધાડું પ્રોગ્રામમાં અવરોધ બનીને આવી ચડ્યું હતું. આમ છતાં ‘જો હોગા, દેખા જાયેગા’નો અભિગમ અપનાવી અમે કેબલ કારની ટિકિટ ઓફિસે ગયા. કાઉન્ટરે બેઠેલી મહિલાએ સલાહ આપી કે આજે મો બ્લાંની મુલાકાત લેવાનું ટાળો તો સારૂં, કેમ કે ઉપર વાતાવરણ ચોખ્ખું નથી અને વાદળોની ઓથે ઢંકાયેલું મો બ્લાંનું શિખર જોવા ન મળે એ સંભવ છે. ઘડીભર અમે વિચારમાં પડ્યા. રોપ-વેની ટિકિટનો ચાર્જ જેવોતેવો ન હતો. બીજી તરફ શામોનીથી આવતી કાલે પેરિસ જવા નીકળી જવાનું હતું. છેવટે ટિકિટ ખરીદી અને એગ્વિલ દયૂ મિદી કેબલ કારમાં બેઠા. (ફ્રેન્ચ ભાષામાં એગ્વિલ દયૂ મિદી એટલે મધ્યાહન બતાવતો ઘડિયાળનો કાંટો. એગ્વિલ = સોય અથવા કાંટો; દયૂ = ની; મિદી = બપોર). મો બ્લાં પર્વતની પડખે આવેલા ઊંચા પર્વત સુધી પહોંચવા માટેનું લગભગ ૨,૮૦૦ મીટરનું ચઢાણ એગ્વિલ દયૂ મિદી કેબલ કાર અત્યંત તીવ્ર ખૂણે ચઢે છે--અને તે બદલ તેના નામે વિશ્વવિક્રમ બોલે છે. કેબલ કારમાં સાર

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૪)

Image
શામોની મો બ્લાં ઓક્ટોબર ૨૨, ૨૦૦૯ લંડનમાં અને પેરિસમાં ટાઇટમટાઇટ ટાઇમટેબલ હેઠળ થકવનારો પ્રવાસ કર્યા પછી છેલ્લા બે દિવસો દક્ષિણ ફ્રાન્સના આલ્પ્સ પર્વતો વચ્ચે કુદરતના ખોળે વીતાવવાનું નક્કી કર્યું હતું. આ માટે Chamonix Mont Blanc/શામોની મો બ્લાં નામનું ટચૂકડું ગામ પસંદ કરેલું. પેરિસ શહેરથી તે લગભગ ૬૪૦ કિલોમીટર છેટે આવેલું છે. વહેલી સવારે પેરિસના Gare de Lyon/ગાર દ લિયો રેલ્વે સ્ટેશને અમે પહોંચી ગયા. ફ્રાન્સની હાઇ સ્પીડ Train à Grande Vitesse/ત્રાં અ ગ્રાં વિતેસી (વિત = ઝડપ) કહેવાતી ટ્રેન વિશે ઘણુંબધું વાંચ્યું-લખ્યું હતું. આજે તેમાં બેસવાનો જાતઅનુભવ કરવાનો હતો, એટલે થનગનાટ થવો સ્વાભાવિક હતો. પ્લેટફોર્મ પર ઉભેલી TGV ના કેટલાક ફોટા પાડ્યા પછી પાટાનું જરા બારીકાઇથી અવલોકન કર્યું. આપણે ત્યાં જોવા મળતા રેલ્વેના ટ્રેક કરતાં રચના ખાસ જુદી ન હતી. મુખ્ય તફાવત ફિશપ્લેટનો લાગ્યો, જેને પાટા સાથે વેલ્ડિંગ કરીને કાયમી ધોરણે જડી દેવામાં આવી છે. (આપણે ત્યાં આવું વન્સ ફોર ઓલ જોડાણ હોતું નથી). TGVના પાટાને કોન્ક્રિટના સ્લીપર્સ સાથે જોડી રાખતા ધાતુના બોલ્ટ નીચે ફ્રેન્ચ ઇજનેરોએ રબ્બરના વાઇસર જેવા પેડ ગોઠવ્યા