Posts

Showing posts from October, 2013

ગ્રાહકનાં ‌ખિસ્‍સાં વેતરતો બેઇમાન પેટ્રોલ પંપનો કટકી ‌બિઝનેસ

Image
આ પાનું આમ તો રાષ્ટ્રહિતને સ્પર્શતા એકાદ સીરિઅસ મુદ્દાની છણાવટ માટે રિઝર્વ છે, પણ પ્રસ્તુત ચર્ચાનો વિષય સહેજ જુદો છે. ગ્રાહકહિતને લગતો છે, છતાં સરેરાશ ગ્રાહકો માટે અજાણ્યો છે. આશ્ચર્યના હળવા આંચકાની તૈયારી સાથે વાંચો-- થોડા વખત પહેલાં મનીષ દુબે નામના બેંગલૂરુ નિવાસી પોતાની મોટરકારમાં બળતણ ભરાવવા માટે પેટ્રોલ પંપ ગયા. રૂપિયા ૧,૦૦૦નું પેટ્રોલ મનીષે ખરીદ્યું, જેનું ચૂકવણું કરવા માટે તેમણે પોતાનું ક્રેડિટ કાર્ડ પેટ્રોલ પંપના અટેન્ડન્ટને આપ્યું. થોડી વારમાં અટેન્ડન્ટ રૂા. ૧,૦૦૦ની ક્રેડિટ કાર્ડ ચાર્જ સ્લીપ સાથે પાછો ફર્યો ત્યારે મનીષ દુબે પેટ્રોલ પંપના ડિસ્પેન્સર મશીનના ડિસ્પ્લે તરફ નજર તાકીને ગાડીમાં બેઠા હતા. ડિસ્પ્લે દર્શાવતું હતું તેમ હજી રૂા.૭૦૦ની કિંમતનું પેટ્રોલ તેમની ગાડીમાં ઠલવાયું હતું, એટલે મનીષે ડિસ્પ્લે પરથી તત્પુરતી નજર હટાવી ક્રેડિક કાર્ડની સ્લીપ પર સહી કરી આપી. આ ક્રિયામાં મનીષને જૂજ સેકન્ડો લાગી, પણ એટલો સમય વીત્યા બાદ તેમણે ડિસ્પેન્સર મશીન તરફ ફરી જોયું તો હવે આંકડો રૂા.૧,૦૦૦નો દર્શાવતો હતો. અટેન્ડન્ટે એ જ સમયે ડિસ્પેન્સરનું Emergency Stop બટન દાબી દીધું. ગણતરી