Posts

Showing posts with the label Coronavirus

1896નો પ્લેગઃ રોગચાળાએ જ્યારે આઝાદીની ચળવળનો તણખો વેર્યો

Image
મહામારીમાં સરકારને લોકડાઉન જેવાં નિર્ણયોની સત્તા આપતા કાયદાના મૂળમાં રહેલી અજાણી કથા 1896ની પ્લેગ મહામારીને કાબૂમાં લેવા ગોરી સરકારે Epidemic Diseases Act 1897 નામનો જે કાયદો ઘડ્યો તેના અમાનુષી અમલીકરણે ચાફેકર બંધુઓને શસ્‍ત્ર ઉપાડવા માટે ફરજ પાડી. ૧૮પપનું વર્ષ હતું. કોરોના, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, સાર્સ વગેરે મહામારીઓના મેટરનીટી હોમ જેવા ચીનમાં ત્‍યારે બ્યુબોનિક પ્‍લેગ નામના રોગચાળાનું ઘોડિયું બંધાયું હતું. આ અસાધ્‍ય રોગ ચીનના યુનાન પ્રાંતમાં એક ગામે ઉદ્‍ભવ્‍યો અને ત્‍યાંથી આસ્‍તે આસ્‍તે આસપાસના વિસ્‍તારોમાં ફેલાઈ રહ્યો હતો. દરરોજ સેંકડો ચીના જીવ ગુમાવતા હતા. પચ્‍ચીસેક વર્ષમાં મૃત્‍યુઆંક લાખોમાં પહોંચ્‍યો અને મહામારી પોતે ૧,૪૦૦ કિલોમીટર છેટે સાગરકાંઠે વસેલા હોંગ કોંગ સુધી પહોંચી. ભારત અને ચીન વચ્‍ચે ત્‍યારે અફીણ, સિલ્‍ક, ખાંડ, ચા વગેરેનો દરિયાઈ વેપાર ચાલતો હતો અને હોંગ કોંગ તે વેપારનું મુખ્‍ય કેંદ્ર હતું. ૧૮૮૪માં એક માલવાહક જહાજ હોંગ કોંગથી મુંબઈ જવા નીકળ્યું ત્‍યારે તેના ફાલકામાં માલ ઉપરાંત પ્‍લેગના કારક મૂષકો પણ હતા. ઉંદરના શરીરમાં રહેલા યેર્સિનીયા પેસ્ટીસ નામના બેક્ટીરિઆ જૂ તથા ઇતડી...

આયુર્વેદઃ કોરોનાએ ફરી પ્રકાશમાં આણેલી પ્રાચીન ચિકિત્સાપદ્ધતિ

Image
આયુષ મંત્રાલયે કોવિડ-19 સામે સૂચવેલાં આયુર્વેદિક ઓસડિયાંમાં કયાં ઔષધીય ગુણ છે? ભારતીય ઉપખંડમાં થતી હજારો પ્રકારની ઔષધીય વનસ્પતિઅોનો ઉલ્લેખ ‘ચરકસંહિતા’માં તેમજ ‘સુશ્રુતસંહિતા’માં કરાયો છે. કયા રોગ પર કઈ ઔષધિ કેવી રીતે અજમાવવી તેનો પણ નિર્દેશ તે ગ્રંથોમાં ટુ-ધ-પોઇન્‍ટ છે. ત્રણેક દાયકા પહેલાંની વાત છે. તત્‍કાલીન વડા પ્રધાન નરસિંહ રાવે ભારતના અર્થતંત્ર માટે ઉદાર આર્થિક નીતિનું મોડલ અપનાવ્‍યાને જૂજ વર્ષ વીત્યાં હતાં. કેટલીક પરદેશી કંપનીઓએ ભારતમાં તેમનો કારોબાર શરૂ કરી દીધો હતો; બીજી કેટલીક તૈયારીમાં હતી. વૈશ્વિક બજાર માટે ભારતે દ્વાર ખોલ્‍યાં તેનાં સારાં પરિણામો આવ્યાં તેમ આડઅસરો પણ જોવા મળી. ઉદાહરણ તરીકે યુરોપ-અમેરિકાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હળદર, કડવો લીમડો, હરડે, કુંવારપાઠું (એલો વેરા), સર્પગંધા, બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્‍પતિઓ પર પોતાના પેટન્‍ટ હક્કો જમાવી દીધા. દવાઓનું મોટા પાયે ઉત્‍પાદન કરતી એક યુરોપિયન કંપનીએ બ્રાહ્મી નામની વનસ્‍પતિને પેટન્‍ટ વડે પોતાની ખાનગી જાગીર જાહેર કરી દીધી. આ સ્‍થિતિ ભારત માટે ખતરનાક હતી, કેમ કે હળદરથી લઈને બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્‍પતિઓ પર જેના પેટન્‍ટ હ...

કોવિડ-19 દરદીના શરીરમાં શી ભાંગફોડ મચતી હોય છે?

Image
કોરોનાનો Licenced to Kill વિષાણુ માત્ર શ્વસનતંત્રને નહિ, અન્‍ય અવયવોને પણ ગંભીર હાનિ પહોંચાડી શકે છે. કોવિડ-19ના બહુધા દરદીઓ ફેફસાં નિષ્‍કામ બન્યાથી મૃત્‍યુ પામ્યા છે ત્યારે અમુક પેશન્‍ટના કેસમાં હાર્ટ અટેક, પક્ષાઘાત, કીડનીની ખરાબી જેવી સમસ્‍યા મૃત્‍યુનું કારણ બની છે. આવું કેમ? માનવશરીરના ‘ઉપલા માળે’ બિરાજેલા મહત્તમ દોઢ કિલોગ્રામ વજનના મગજની બુદ્ધિમત્તા ખરેખર કેટલી તે માપવાની મૂર્ત ફૂટપટ્ટી આજ દિન સુધી બની નથી. બનવાની પણ નથી, કેમ કે બુદ્ધિનો ક્યાસ કાઢવાનાં કોઈ એકમો હોતાં નથી. આમ છતાં પૃથ્‍વીના તમામ સજીવોમાં ખુદને સૌથી ઇન્‍ટેલિજન્‍ટ પ્રાણી સમજતી માનવજાતે ઇન્‍ટેલિજન્‍સ ક્વોશન્‍ટ (આઇ.ક્યૂ.) નામની અમૂર્ત ફૂટપટ્ટી બનાવી છે. આ સ્‍કેલ પર સ્‍વયંને સરેરાશ ૧૧૦ આઇ.ક્યૂ. આંક પર મૂકીને મનુષ્‍યએ પૃથ્‍વીના ‘સૌથી બુદ્ધિશાળી પ્રાણી’નો ખિતાબ પોતાના નામે લખી નાખ્‍યો છે. આ સ્‍વઘોષિત ખિતાબની ફક્ત ૦.૦૦૦૬ મિલિમીટરનું નગણ્ય કદ ધરાવતો કોરોનાનો તુચ્‍છ વિષાણુ રીતસર હાંસી ઉડાવી રહ્યો છે. બુદ્ધિશાળી મનુષ્‍ય કરતાં કોરોનાવાઇરસ સવાયો ભેજાબાજ સાબિત થયો છે. એ વાત જુદી કે વાઇરસને ભેજા જેવું કશું હોય નહિ,...

કોરોનાવાઇરસની રસીનું કેમ? શું? કેવી રીતે? (અને ક્યારે?)

Image
૬૩ લેબોરેટરી; હજારો ‌વિષાણુવિજ્ઞાની; અનેક પરીક્ષણો— છતાં કોરોનાવાઇરસની રસીનું ‘યુરેકા!’ કેમ થતું નથી? એક મજેદાર પ્રસંગ છે. કાલ્‍પનિક છે, પણ વિષાણુવિજ્ઞાન પર આધારિત હોવાથી રસ પમાડે તેવો છે. કોવિડ-૧૯ જેવી ભેદી મહામારી સમગ્ર વિશ્વમાં ફરી વળી છે. ચાર અબજ લોકોનો તેમાં ભોગ લેવાઈ ચૂક્યો છે અને મૃત્‍યુઆંક પ્રતિદિન વધી રહ્યો છે. સાતેય ખંડોની ભૂમિ પર અફરાતફરી મચી છે ત્‍યારે અફાટ સમુદ્રમાં હંકારતા અમેરિકી નૌકાદળના યુદ્ધજહાજ પર શાંતિનો માહોલ છે. મહામારી ફેલાયાના કેટલાક મહિના પહેલાં એ જહાજ આશરે ૨૦૦ નાવિકો તથા અફસરો સાથે મુખ્‍ય ભૂમિ છોડીને ખુલ્‍લા સમુદ્રમાં કો’ક મિશન માટે હંકારી ગયું હોવાથી તમામ નાવિકો ચેપમુક્ત રહી શક્યા છે.  હવે જો કે તેમના મિશનમાં નાટકીય વળાંક આવ્યો છે. જગતને રેડ ફ્લૂ નામે ફૂટી નીકળેલી મહામારીમાંથી ઉગારવા બનતા પ્રયત્‍નો તેમણે કરી છૂટવાના છે. એક તકલીફ મિશન આડે દીવાલ બનીને ઊભેલી છેઃ રેડ ફ્લૂના કારક વાઇરસને નાથતી કોઈ દવા નથી તેમ તેને ફેલાતો અટકાવતી રસી પણ નથી. આ શોધ યુદ્ધજહાજમાં જ ઊભી કરેલી કામચલાઉ લેબોરેટરીમાં ફરજ બજાવતી ડો. રેચલ સ્‍કોટ નામની મહિલા વિષાણુ નિષ્‍ણ...

મહામારી પંડિતોનો નવો મંત્રઃ ચેપતા નર સદા સુખી

Image
લોકડાઉન પછીયે કોરોના કેડો ન મૂકે તો શું કરવું? સંક્રમણ વધારો, વાઇરસ ભગાડો! મહામારી ફેલાવીને મહત્તમ ખુવારી કરવી વિષાણુનું ‘સ્‍વભાવગત’ લક્ષણ છે, જેનો પરચો માનવજાતને ભૂતકાળમાં વખતોવખત મળી ચૂક્યો છે અને અત્‍યારે કોરોના થકી મળી રહ્યો છે. નરી આંખે ન દેખાતા કોરોનાના માયાવી દૈત્‍ય સામે લોકડાઉન, એન્‍ટિ-વાઇરલ દવા, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, પ્‍લાઝમા થેરાપી વગેરે જેવા નુસખા અજમાવવામાં આવી રહ્યા છે. કમનસીબે તેમાંનો એકેય સો ટકા કારગત જણાતો નથી. ઊલટું, સમયના વીતવા સાથે વધુ ને વધુ કોવિડ-૧૯ કેસ નોંધાતા જાય છે. પરોપજીવી વાઇરસ સામે માનવજાતની પરવશતા છતી થયા કરે છે. પરવશતાનો અનુભવ જગતના બહુધા દેશો લોકડાઉન હેઠળ કરી રહ્યા છે ત્‍યારે યુરોપી દેશ સ્‍વીડનની પ્રજા એવી લાચારીભરી લાગણીથી મુક્ત છે. સ્‍વીડિશ પ્રજાને લોકડાઉન મોડલમાં વિશ્વાસ નથી, એટલે કોરોના વિષાણુથી ડરના માર્યા ઘરમાં ચુમાયેલા રહી ધંધા-રોજગાર ઠપ્પ કરી દેવાને બદલે તેમણે ‘હર્ડ ઇમ્‍યુનિટી’ થિઅરી અપનાવી મહામારીનો સામી છાતીએ મુકાબલો કરવાનું પસંદ કર્યું છે. પગલું જાનની બાજી ખેલવા જેવું છે, પણ સ્‍વીડિશ બાજીગરોએ નકરાં આંધળુકિયાં કર્યાં નથી. ‘હર્ડ ઇમ્‍ય...

કુદરતે કોરોના નામની લાઠી વીંઝીને શું શીખવ્‍યું?

કુદરતી અદૃશ્ય લાઠી પડે ત્‍યારે અવાજ ન કરે, છતાં પ્રહાર મનુષ્‍યની સાન પર પદાર્થપાઠની ‘સોળ’ ઉપસાવે છે. ગંગાપુત્ર દેવવ્રતે ઉર્ફે ભીષ્‍મ પિતામહે એક વાર શ્રીકૃષ્‍ણને સવાલ કરેલો કે, ‘જલ સે પતલા કૌન હૈ?’ શ્રીકૃષ્‍ણનો ઉત્તર હતોઃ ‘જલ સે પતલા જ્ઞાન હૈ.’ તત્ત્વજ્ઞાનમાં થોડોઘણો રસ ધરાવતા ભારતીયો માટે ઉપરોક્ત સંવાદ અજાણ્યો નહિ હોય અને તત્ત્વજ્ઞાન જેમણે ઠીક ઠીક પચાવ્યું હશે તેમને શ્રીકૃષ્ણે ભીષ્‍મ પિતામહને દીધેલા ઉત્તર સામે રતીભાર શંકા પણ નહિ હોય. અહીં તત્ત્વજ્ઞાન બાજુએ રાખીને ઉપરોક્ત સંવાદ વિજ્ઞાનના સંદર્ભે મૂલવીએ. ૧૯૮૦ના દાયકામાં ડોનાલ્ડ ડંકન અને મિરાન્‍ડા વેસ્‍ટન-સ્‍મિથ નામના બે અંગ્રેજ લેખક-સંશોધક-અભ્‍યાસુઓને વિચાર આવ્યો કે માનવજાત જે કંઈ જાણે છે તેના જ્ઞાનકોશ લખાય, તો જેના વિશે આપણે સાવ એટલે સાવ અંધકારમાં છીએ તેવી બાબતોનો એકાદ અજ્ઞાનકોશ લખ્‍યો હોય તો કેમ? ભૌતિક વિજ્ઞાન, ટેક્નોલોજિ, ખગોળશાસ્‍ત્ર, જીવજગત, સમુદ્રશાસ્‍ત્ર જેવા વિષયોમાં વિજ્ઞાનીઓ માટે બિલકુલ અજાણી રહી ગયેલી બાબતો શોધી કાઢવા માટે ડોનાલ્ડ ડંકને અને મિરાન્‍ડા વેસ્‍ટન-સ્‍મિથે ખાંખાંખોળા કર્યાં અને નોંધ ટપકાવતા ગયા. હજારો ન...

અંકુશરેખા પર ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે કોરોનાવાઇરસની પેશકદમીના પાકિસ્તાની ષડ ‍ યંત્ર સામે... 🇮🇳  ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ  💪 અંકુશરેખાની પેલે પાર પાકિસ્તાનનાં દેખી ન શકાતાં લક્ષ્યાંકોનું મોતી ભારતીય તોપચીઓ કેવી રીતે વીંધી નાખે છે? ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ માર્ચ, ૨૦૨૦થી આખું જગત જ્યારે કોરોનાવાઇરસ સામે લડી રહ્યું છે ત્ ‍ યારે પાકિસ્તાને ભારત માટે લડાઈનો વધુ એક મોરચો ખોલી દીધો છે. એક મહિનાથી પાકિસ્તાની ખુશ્કીદળ જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થતી અંકુશરેખા (લાઇન ઓફ કન્ટ્રોલ) પર તૈનાત આપણી લશ્કરી ચોકીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારો તરફ ભીષણ તોપમારો તથા ગોળીબાર કરી રહ્યું છે. અંકુશરેખા પર આમેય બે દેશો વચ્ ‍ ચે ગરમાગરમીનો માહોલ હોય, પરંતુ મહિના દિવસથી પાકિસ્તાને ફાયરિંગ વધારી દીધા પછી રીતસર ધમાચકડી મચી છે. આપણા જવાનો દુશ્મનને બહુ કઠોર અને કરારો જવાબ આપી ચૂક્યા છે. હજી આપી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય કે આખું જગત જ્યારે કોવિડ-૧૯ના ભરડામાં સપડાયું છે ત્યારે પાકિસ્તાને અંકુશરેખા પર ઓચિંતું ફાયરિંગ શા માટે વધારી દીધું? થોડીક પૂર્વભૂમિકા સાથે આનો જવાબ તપ...

કોરોના વિરુદ્ધ રણનીતિઃ આત્મરક્ષણની અપનાવી, હવે આક્રમણની અજમાવવી જોઈએ?

કોરોના સામે આપણે લોકડાઉનનું ચીની મોડલ અપનાવ્યું છે. બીજું મોડલ દક્ષિણ કોરિયાનું છેઃ નોક-ડાઉન યાને વિષાણુને ‘ઢાળી’ દેવાનું! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ખાવું અથવા ખવાઈ જવું એ વણલખ્યો નિયમ પૃથ્વીના દરેક મનુષ્યેતર જીવને લાગુ પડતો હોવાથી કુદરતના ખોળે બે સજીવો વચ્ચે જીવનમરણનો સંગ્રામ સતત ખેલાતો રહે છે. સંગ્રામમાં જે તે સજીવ પાસે બે વિકલ્ ‍ પો હોય છેઃ કાં તો પ્રતિસ્પર્ધીને હાથતાળી આપી સિફતપૂર્વક નાસી છૂટવું અથવા પ્રતિસ્પર્ધીને જોરદાર લડત આપવી. કોરોના વિરુદ્ધના સાઇલન્ટ સંગ્રામમાં માનવજાત સામે પણ બે વિકલ્પો છેઃ વિષાણુના હુમલાથી સતત બચતા રહો અથવા પરબારો વિષાણુ પર જ હુમલો કરો. એકમાં આત્મરક્ષણ કેંદ્રસ્ ‍ થાને છે તો બીજામાં આક્રમણ! પહેલી પદ્ધતિ ચીને (અને પછી ભારત સહિતના ઘણા દેશોએ) અપનાવેલી છે, તો બીજી દક્ષિણ કોરિયાએ અજમાવેલી (અને ભારતે) અજમાવવા જેવી છે. બન્ને વિકલ્પો વારાફરતી સમજીએ. કોરોનાવાઇરસ દ્વારા સર્જાતી કોવિડ-૧૯ બીમારીનો પહેલો બનાવ ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેર ખાતે નોંધાયો હતો. વુહાનના ચીની તબીબોએ શરૂઆતમાં તો કેસ સામાન્ય ફ્લૂનો ધારી લીધો અને દરદીને સારવાર પણ તે...