Posts

Showing posts with the label Siachen

સ્‍તોક કાંગડી શિખર આરોહણનાં ૪ વર્ષઃ એક સંભારણું, એક સંકલ્‍પ

Image
જૂન ૨૮, ૨૦૧૬ની એ સવાર ક્યારેય નહિ ભૂલાય કે જ્યારે બરાબર ૮ઃ૧૦ વાગ્યે લદ્દાખની સ્‍તોક પર્વતમાળાના સૌથી (6,153 મીટર/20,187 ફીટ) ઊંચા શિખરની ઊંચાઈએ પગ મૂક્યો હતો. શિખર સુધી પહોંચવા માટેનાં છેલ્‍લાં વીસ ડગલાં મારી જિંદગીની સૌથી લાંબી સફર હતી. સખત ઠંડી, પાતળી હવા, ભૂસપાટી કરતાં પચાસ ટકા ઓછો પ્રાણવાયુ, મધરાતે ૧૨ વાગ્યે શરૂ કરેલા સળંગ આઠ કલાકના કષ્‍ટદાયક ટ્રેકથી થાકી ગયેલું શરીર, પાચનશક્તિ ખોરવાઈ ચૂકી હોવાથી પેટમાં અન્‍નરૂપી ઇંધણ નહિ, ઓક્સિજન માટે વલખાં મારતાં ફેફસાં અને ડ્રમ બિટ્સની માફક ધડકતું હ્દય!  વીસ હજાર ફીટ ઊંચેના વિષમ સંજોગોમાં ઉપરોક્ત સમસ્‍યાઓ વચ્‍ચે એક વધારાની તકલીફનો મેં સામનો કર્યો હતો, જેના વિશે ‘આ છે સિઆચેન’ પુસ્તકમાં લખ્યું નથી. આજે પહેલી વાર અહીં વાચકો સાથે શેર કરું છું. સ્‍તોક કાંગડીના બર્ફીલા શિખરે પહોંચ્યો ત્‍યાં સુધીમાં મગજ રીતસર બહેર મારી ગયું હતું. હવામાં ઓક્સિજનની કમીને કારણે મગજને મળતા પ્રાણવાયુ યુક્ત લોહીનો પુરવઠો ઘટતાં વિચારોનું અને નજર સામે જોયેલાં દૃશ્‍યોનું પ્રોસેસિંગ મંથર ગતિએ થતું હતું. મેમરી પાવર ઘટ્યો હતો. સૂઝબૂઝ અને નિર્ણયશક્તિ પર માઠી અસર થઈ હતી. આ બાયોલ...

26 June: સિઆચેનના ‘ઓપરેશન રાજીવ’નો વિજય દિવસ

Image
પરમવીર કેપ્ટન બાના સિંહને સલામ,  અભિનંદન  ને વંદન! સમુદ્રસપાટીથી 20,000 ફીટ ઊંચાં હિમશિખરો, ઘૂંટણ સુધી ખૂંપી જવાય તેટલી જાડી હિમચાદર, શૂન્ય નીચે 40 ડિગ્રી સે‌લ્શિઅસનું અસહ્ય તાપમાન, પાતળી હવામાં‍ ઓક્સિજનનું 40 ટકા જેટલું ઓછું પ્રમાણ, પ્રત્યેક ડગલું શરીરની ઊર્જાનું ટીપેટીપું નીચવી નાખવા જેવું લાગે... આ છે સિઆચેન યુદ્ધક્ષેત્ર!‍‍ આ બધા પડકારો સામે હંમેશાં ઝઝૂમતા આપણા ‌જવાનોએ ‘ઓપરેશન રાજીવ’ હેઠળ જૂન, 1987માં સિઆચેનના પહાડોમાં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ ખેલવાનું થયું હતું. સિઆચેનની સૌથી ઊંચી (21,200 ફીટ) કાઇદ પોસ્ટ પર કબજો જમાવીને બેઠેલા પાકિસ્તાનીઓ સામે લડીને ગમે તે ભોગે ત્યાં ત્રિરંગો લહેરાવવાનો હતો. કાઇદ પોસ્ટ સુધી પહોંચવામાં 1,500 ફીટ ઊંચી, તીવ્ર ખૂણો ધરાવતી હિમકરાડ ચઢવાની હતી. મિશન ઇમ્પોસિબલ જેવું તે કાર્ય નાયબ સુબેદાર બાના સિંહ મુલતાનીના શિરે આવ્યું. ચાર સાથી જવાનોને લઈને તેઓ જૂન 26, 1987ના રોજ ઉપડ્યા. ઊંચી ચોકી પર બેઠેલા શસ્ત્રસજ્જ શત્રુને આગમનની ગંધ ન આવે તે રીતે કરાડ પર ચડયા. પાકિસ્તાનના ૧૭ સૈનિકો સામે સ્વયં સહિત ૫ જવાનોને મેદાને જંગમાં ઊતારીને, સત્તર પૈકી સાત દુશ્મન સૈનિકોને...

સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન !

Image
તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવે છે. આ તો લાખો મેં એક જેવો અવસર ! ‘સિઆચેન સિવિલિયન ટ્રેક’માં જોડાવાનો નિર્ણય મેં તત્કાળ લઇ લ...

સ‌િઅાચેનનો લશ્કરી મોરચો : જાનના ભોગે પણ સાચવવો જરૂરી કેમ?

Image
ફેબ્રુઆરી ૩ના રોજ સિઆચેન ખાતે હિમપ્રપાતમાં ભારતના દસ જવાનો શહીદ થયા ત્યારે સમાચાર માધ્યમોમાં કેટલાક રાજકીય પંડિતોએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે સિઆચેનમાંથી ભારતે તેની લશ્કરી ટુકડીઓ હવે કાયમી ધોરણે ખસેડી લેવી જોઇએ. હિમપહાડોમાં કુદરતી આફતો વચ્ચે અત્યાર સુધીમાં ભારતના સેંકડો જવાનોનો ભોગ લેવાઇ ચૂક્યો છે. હજી આપણે બીજા કેટલા જવાનોની આહુતિ આપીશું ? વળી ૧૯૮૫થી સિઆચેનનું રખોપું કરવામાં ભારતીય લશ્કરે ઘણાં બલિદાનો આપ્યાં છતાં બદલામાં આપણે સિઆચેનમાં પાકિસ્તાન હસ્તકનો કેટલો પ્રદેશ મેળવી લેવામાં સફળ થયા ? એકાદ ઇંચ પણ નહિ ! તો પછી જ્યાં કદી કોઇ પણ પ્રકારનાં લશ્કરી છમકલાં અનુભવાતાં નથી તે સિઆચેનના પહાડોમાં આખરે આપણા જવાનોને જાનના જોખમ વચ્ચે તૈનાત શા માટે રાખવા જોઇએ ? રાજકીય પંડિતોની દલીલો તર્કબદ્ધ છે. વિચાર માગી લે તેવી છે. આમ છતાં એક નક્કર વાસ્તવિકતાને તે બદલી શકે તેમ નથી--અને વાસ્તવિકતા એ કે સત્તાની જેમ શાંતિ પણ હંમેશાં બંદૂકની નાળમાંથી પ્રગટ થાય છે. વળી સિઆચેનને લાગેવળગે છે ત્યાં સુધી મહત્ત્વ એ વાતનું નથી કે ભારતે દુશ્મનનો કેટલો ભૌગોલિક પ્રદેશ મેળવ્યો, બલકે અગ્રિમ મુદ્દો એ છે કે ભારતે ક...

સ‌િઅાચેન હ‌િમપહાડોના પ્રહરીઅોની મુલાકાતે 'સફારી'

Image
નોંધ : નવેમ્બર ૧૧, ૨૦૧૫, દિવાળીના દિવસે ‘સફારી’ની પ્રવાસી ટીમે લદ્દાખના સિઆચેન ક્ષેત્રની મુલાકાત લીધી. અા સ્ટડી-ટુરનું વિસ્તૃત વર્ણન  ‘સફારી’ના ‌ડિસેમ્બર, ૨૦૧પના અંકમાં  ' પરિવારથી દૂર બર્ફીલા પર્વતોમાં કેવી વીતી સિઆચેનના જવાનોની દીવા વગરની દીવાળી ?'  શીર્ષક હેઠળ  રજૂ કર્યું છે. અહીં ‌તે લેખની પૂર્વભૂ‌મ‌િકારૂપે ‌સ‌િઅાચેન ક્ષ્‍ાેત્રનો ટૂંકપર‌િચય અાપ્યો છે. ૧૯૪૭-૪૮માં પાકિસ્તાને આપણા કાશ્મીર પર ઓચિંતો હુમલો કરીને આશરે ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ પોતાની છાબડીમાં ખેરવી લીધો હતો. પાકિસ્તાનની મુરાદ તો આખું કાશ્મીર હડપ કરી લેવાની હતી, પરંતુ આપણા જવાનોએ જોરદાર લડત આપી હુમલાને આગળ વધતો રોકી પાડ્યો. પાકિસ્તાન આખું કાશ્મીર તો જીતી શક્યું નહિ, છતાં કાશ્મીરનો ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ તેના કબજામાં જ રહ્યો. દુશ્મનના હાથમાં આવડો મોટો ભૌગોલિક પ્રદેશ જતો રહે તે નુકસાન જેવું તેવું ન ગણાય. કોઇ પણ ભોગે તેને પાછો મેળવી લેવો જોઇએ. ભારતની તત્કાલીન સરકારે એમ ન કર્યું. ઊલટું, શાંતિનો સફેદ વાવટો ફરકાવ્યો અને લોહી રેડાતું બંધ થાય એટલા ખાતર જાન્યુઆરી ૧, ૧૯૪૯ના રોજ યુદ્ધવિરામ સ્વ...