Posts

Showing posts from May, 2017

દમદાર માહિતી પીરસતું ‘સફારી’ હવે દમકદાર રંગીન અવતારમાં

Image
આ સામયિકના હજારો જિજ્ઞાસુ વાચકોએ આજ દિન સુધી પૂછેલા ૨,૫૦૦ કરતાંય વધુ પ્રશ્નોના મુદ્દાસર જવાબો ‘ફેક્ટફાઇન્ડર’ વિભાગમાં આશરે ૨૫૦ અંકો થયે અપાતા રહ્યા છે. અનેક વાચકો દ્વારા વારંવાર પૂછાતો રહેલો અને હંમેશાં નિરુત્તર રહી જવા પામેલો એક સવાલ આમ હતો ઃ ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કેમ આપતા નથી ? ચાલુ અંકથી ‘સફારી’નાં રૂપ-રંગ બદલી નાખ્યાં પછી ઉપરોક્ત પ્રશ્ન demonetise થયેલી `1000 ની નોટ જેવો નિરર્થક થઇ ગયો. આથી પ્રસ્તુત અંક હાથમાં ઉઠાવતાવેંત વાચકોના મનમાં સંભવતઃ ઉઠેલા ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કરવામાં આટલું મોડું કેમ કર્યું ? એ સવાલનો લોજિકલ ખુલાસો અહીં પહેલી વાર રજૂ કરીએ છીએ. જથ્થાબંધ નકલોનો ફેલાવો ધરાવતા ‘સફારી’ જેવા સામયિકોનું મુદ્રણ વેબ ઓફેસટ કહેવાતા પ્રિન્ટિંગ મશીન પર થાય છે, જેમાં મોટા કદના roll / વીંટલામાંથી આસ્તે આસ્તે રીલિસ થતો સફેદ કાગળ વિરાટ પ્રિન્ટિંગ મશીનના સંખ્યાબંધ રોલર્સમાંથી પસાર થતો જાય તેમ તેના પર મુદ્રણ થતું રહે. મશીનના એક છેડે દાખલ થતો કોરો કાગળ અનેક ‘ગલીકૂંચીઓ’ સોંસરવો અંતે સામા છેડે ૧૬ યા ૩૨ પાનાંરૂપે છપાઇને તેમજ આપોઆપ ફોલ્ડ થઇને બહાર નીકળે. વર્ષોથી ‘સફારી’નું બ્લ

નકસલવાદ vs રાજકારણની રમતનાં લાચાર પ્યાદાં બની ગયેલા CRPFના યોદ્ધાઓ

Image
ગયે મહિને છત્તીસગઢ રાજ્યના સુકમા ખાતે નક્સલવાદીઓએ અર્ધલશ્કરી દળની Central Reserve Police Force / CRPF ટુકડી પર જાનલેવા હુમલો કરી ૨૫ જવાનોને ક્રૂર રીતે વીંધી નાખ્યા એ સમાચાર (હુમલામાં શહીદ થયેલા જવાનો ભેગા) હવે તો ભુલાઇ ગયા હશે. પરંતુ અહીં તે કરુણ ઘટનાના સંદર્ભે નક્સલવાદને ફોકસમાં લાવીને કેટલીક અજાણી હકીકતો જાણવા જેવી છે. નક્સલવાદનો ઉદ્ભવ આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના નક્સલબારી નામના ગામે થયો--અને તે માટે નિમિત્ત બનેલું કારણ ત્યાંના જમીનદારો દ્વારા ખેતમજૂરોનું અમાનુષી શોષણ હતું. ખેતરોમાં કાળી મજૂરી કરનાર ગરીબ, અ બુધ લોકોને સાવ મામૂલી રકમ આપનાર પૈસાપાત્ર જમીનદારોની જોહુકમી સામે કેટલાક સામ્યવાદી આગેવાનો મેદાને પડ્યા. ખેતમજૂરોને થતા ઘોર અન્યાય સામે પહેલાં તેમણે અવાજ ઊઠાવ્યો અને પછી (સામ્યવાદી ચીને વાયા નેપાળ નક્સલબારી મોકલાવેલાં) શસ્ત્રો ઊઠાવ્યાં. રીતસરનો લોહિયાળ જંગ શરૂ કર્યો, જેમાં પહેલો ભોગ જમીનદારો બન્યા અને ત્યાર પછી ભ્રષ્ટ પુલિસ અધિકારીઓનો તેમજ રાજકારણીઓનો વારો આવ્યો. પૈસાની લાલચે જમીનદારોની તેમજ રાજકારણીઓની તરફેણમાં અને શ્રમિકવર્ગની વિરુદ્ધમાં કાનૂની ચૂકાદો આપનાર