Posts

Showing posts with the label Indian Army

આર્મી સર્વિસ કોરઃ હોળી કે દિવાળી, તારે યુદ્ધ એ જ તહેવાર

Image
05-08-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

શત્રુ ભલે હજાર હુમલા કરે, દર વખતે તેને પાછો ધકેલીશઃ કર્નલ રાય

Image
26-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

પ્રસિદ્ધિના પડદા પાછળ રહેતી ખુશ્‍કીદળની એન્જિનિઅર્સ ટુકડીના ગુમનામ બહાદુરો

Image
કુછ યાદ ઈન્‍હેં ભી કર લો... ગલવાનમાંથી પસાર થતી ભારતીય સડક જો ચીન માટે સિરદર્દ છે, તો શ્યોક નદી પર આપણા ઈજનેરોએ ૧૪,૬પ૦ ફીટની ઊંચાઈએ ઊભો કરેલો ચવાંગ રીંગચેન બ્રિજ છાતીમાં ભોંકાતી શૂળ છે. વાંચો તેનું કારણ— લદ્દાખના Durbuk/ દર્બુકથી દૌલત બેગ ઓલ્‍ડી/ Daulat Beg Oldi વચ્‍ચેના મોટરમાર્ગનો નકશો ગૂગલ મેપ્‍સ પાસે માગો તો બે નોખા રૂટ હાજર કરે છે. એક રસ્‍તો દુર્બુકથી વાયા શ્‍યોક-ખાલસર-સુમુર-પનામિક-સસોમા-મુર્ગો છેવટે દૌલત બેગ ઓલ્‍ડીને મળે છે. બીજો રૂટ શ્‍યોક નદીના કાંઠે કાંઠે પસાર થાય છે. ગૂગલ મેપ્‍સ બન્‍ને રૂટની પ્રવાસાવધિ અનુક્રમે દસ કલાક અને સાડા આઠ કલાક દર્શાવે છે, પણ તે આંકડાને શત શત-પ્રતિશત સાચા માની લેવાની જરૂર નથી. લદ્દાખના પહાડી ક્ષેત્રમાં પ્રવાસ કરતા હો ત્‍યારે પ્રવાસાવધિ ગૂગલના એલ્‍ગોરિધમને નહિ, બલકે પ્રાકૃતિક સંજોગોને આધીન હોય છે. આથી હવે પછી શરૂ થતી ચર્ચામાં તે મુદ્દો ધ્‍યાનમાં લેવો રહ્યો. આ કોલમ હેઠળ ૨૪મી જૂને પ્રગટ થયેલા લેખમાં નોંધેલું તેમ દૌલત બેગ ઓલ્‍ડીમાં ભારતે જગતની ઊંચામાં ઊંચી હવાઈપટ્ટી બનાવી છે. ઉત્તર લદ્દાખમાં LAC/ વાસ્‍તવિક નિયંત્રણ રેખા નજીકની આપણી લશ્‍કરી ચોકીઓ માટે દિલ્...

ગલવાનમાં ચીનની ‘પીછેહઠ’ઃ ઘાત ટળી છે, ખતરો નહિ

Image
દુશ્મન તરફ દબાતા પગલે જવું અને પછી ઓચિંતી ભીંસ લેવી ચીની ડ્રેગનની રણનીતિ છે લદ્દાખમાં નિયંત્રણ રેખાના મુદ્દે ભારત-ચીન વચ્‍ચેનો મતભેદ ૧૯પ૬થી ચાલ્‍યો આવે છે. નવા અને બન્‍ને પક્ષે મંજૂર હોય તેવા નકશા નહિ બને ત્‍યાં સુધી સરહદી તણાવની તલવાર લટકતી રહેવાની છે શેરીના પેધે પડી ગયેલા ડાઘિયા કૂતરાને ધૂંકાર કરીને હાંકી કાઢો, છતાં તે અમુક કલાકોમાં વળી પાછું શેરીમાં આંટા મારતું જોવા મળે તેવો જ કેસ અરુણાચલ- લદ્દાખમાં આંટો મારી જતા ચીની સૈનિકોનો છે. આપણા જવાનો વાતો (ક્યારેક લાતો) વડે તેમને પાછા ધકેલે, પણ જક્કી ચીના થોડા વખતમાં બૂમરેંગની જેમ રિટર્ન વીથ થેંક્સ પરત આવે છે.  એપ્રિલ, ૨૦૨૦ના આરંભથી લઈને જૂન, ૨૦૨૦ના મધ્યાહ્ન સુધીમાં ચીની સૈનિકો લદ્દાખના ગલવાન ખીણપ્રદેશમાં એક કરતાં વધુ પ્રસંગે દાખલ થયા. અક્સાઇ ચીનની લાઇન ઓફ એચ્‍યુઅલ કન્‍ટ્રોલ/ LAC પર તૈનાત આપણા જવાનોએ તેમને પડકાર્યા અને ખદેડી મૂક્યા. છતાં પેેલા શેરીના હઠીલા વક્રપુચ્‍છ જેવું ‘પૂંછડી વાંકી તે વાંકી’ વર્તન ધરાવતા ચીના વળી પાછા પ્રગટ થયા. જૂન, ૧પ-૧૬ના રોજ ગલવાનની ભૂમિ રણભૂમિ બની અને કેટલાક દિવસ પછી સરહદી વિવાદનો મુદ્દો મંત્રણાના ટેબલ પર આવ્યો...

26 June: સિઆચેનના ‘ઓપરેશન રાજીવ’નો વિજય દિવસ

Image
પરમવીર કેપ્ટન બાના સિંહને સલામ,  અભિનંદન  ને વંદન! સમુદ્રસપાટીથી 20,000 ફીટ ઊંચાં હિમશિખરો, ઘૂંટણ સુધી ખૂંપી જવાય તેટલી જાડી હિમચાદર, શૂન્ય નીચે 40 ડિગ્રી સે‌લ્શિઅસનું અસહ્ય તાપમાન, પાતળી હવામાં‍ ઓક્સિજનનું 40 ટકા જેટલું ઓછું પ્રમાણ, પ્રત્યેક ડગલું શરીરની ઊર્જાનું ટીપેટીપું નીચવી નાખવા જેવું લાગે... આ છે સિઆચેન યુદ્ધક્ષેત્ર!‍‍ આ બધા પડકારો સામે હંમેશાં ઝઝૂમતા આપણા ‌જવાનોએ ‘ઓપરેશન રાજીવ’ હેઠળ જૂન, 1987માં સિઆચેનના પહાડોમાં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ ખેલવાનું થયું હતું. સિઆચેનની સૌથી ઊંચી (21,200 ફીટ) કાઇદ પોસ્ટ પર કબજો જમાવીને બેઠેલા પાકિસ્તાનીઓ સામે લડીને ગમે તે ભોગે ત્યાં ત્રિરંગો લહેરાવવાનો હતો. કાઇદ પોસ્ટ સુધી પહોંચવામાં 1,500 ફીટ ઊંચી, તીવ્ર ખૂણો ધરાવતી હિમકરાડ ચઢવાની હતી. મિશન ઇમ્પોસિબલ જેવું તે કાર્ય નાયબ સુબેદાર બાના સિંહ મુલતાનીના શિરે આવ્યું. ચાર સાથી જવાનોને લઈને તેઓ જૂન 26, 1987ના રોજ ઉપડ્યા. ઊંચી ચોકી પર બેઠેલા શસ્ત્રસજ્જ શત્રુને આગમનની ગંધ ન આવે તે રીતે કરાડ પર ચડયા. પાકિસ્તાનના ૧૭ સૈનિકો સામે સ્વયં સહિત ૫ જવાનોને મેદાને જંગમાં ઊતારીને, સત્તર પૈકી સાત દુશ્મન સૈનિકોને...

ગલવાન દંગલઃ મારકણાં શસ્‍ત્રોના યુગમાં પથ્‍થર વડે કેમ લડવું પડ્યું?

Image
લદ્દાખમાં ગલવાન ખાતે ભારતના ૨૦ શૂરવીરોનો ભોગ લેનાર લોહિયાળ સંઘર્ષ પાછળનો ઘટનાક્રમ --------- ગુફાવાસી આદિમાનવ શિકાર માટે તેમજ આત્ ‍ મરક્ષણ માટે પથ્ ‍ થર વડે બનાવેલાં સાવ પ્રાથમિક હથિયારો વાપરતો થયો ત્ ‍ યારથી આજ દિન સુધીમાં શસ્ ‍ ત્રોના વૈવિધ્ ‍ યની બાબતે માનવજાતે અસાધારણ સિદ્ધિ પ્રાપ્ ‍ ત કરી છે. જગતના તમામ દેશોનાં શસ્ ‍ ત્રાગારો આધુનિક અને ઓટોમેટિક શસ્ ‍ ત્રો વડે સમૃદ્ધ છે. ભારત સહિત કેટલાક દેશો પાસે પરમાણુ હથિયારો પણ છે. એકવીસમી સદીના આયુધો હાઈ-ટેક્નોલોજિ પર આધારિત હોય અને ખાસ તો ડ્રોન જેવાં અમાનવ શસ્ ‍ ત્રો હાથવગાં હોય ત્ ‍ યારે સહેજે સવાલ થાય કે લદ્દાખના ગલવાન ખીણપ્રદેશમાં જૂન ૧પ, ૨૦૨૦ના રોજ ભારત-ચીન વચ્ ‍ ચે જે ગરમાગરમી થઈ તેમાં બેમાંથી એકેય દેશોએ આત્ ‍ મરક્ષણ યા અટેક માટે આધુનિક હથિયારોનો ઉપયોગ શા માટે ન કર્યો? એવી તે શી મજબૂરી હતી જેને કારણે ભારત-ચીનના સૈનિકોને પથ્થરબાજી વડે લડવું પડ્યું? ખુલાસો આપતાં પહેલાં જૂન ૧પ, ૨૦૨૦ના રોજ ગલવાન ખીણમાં બનેલી ઘટનાનું થોડુંક બેકગ્રાઉન્ ‍ ડ જાણી લો. ■ ગલવાન ખીણમાં ભારત લશ્ ‍ કરી છાવણીઓ સ્ ‍ થાપે, બંકર બનાવે અને ઉત્તરે દૌલત બેગ ઓલ્ ‍ ડી સુધી જતી...

ચીની ડ્રેગનનો ભરડો ભારત માટે ભયજનક કેમ છે?

Image
લદ્દાખ-અરુણાચલમાં લશ્‍કરી કાંકરીચાળા ચાલુ રાખીને ચીન સસ્‍પેન્‍સના પડદા પાછળ બીજા કયા કારસા ઘડી રહ્યું છે? લદ્દાખ, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક, શ્‍યોક, દૌલત બેગ ઓલ્‍ડી... આ બધા શબ્‍દોથી હવે તો ભારતનો સરેરાશ નાગરિક સારી પેઠે પરિચિત છે. ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્‍ચે થયેલા લોહિયાળ સંઘર્ષથી પણ સૌ વાકેફ છે. આથી અહીં શરૂ થતી ચર્ચામાં એમાંનું કશું આવતું નથી. ચર્ચાનો મુદ્દો અલગ છે. વ્યૂહાત્‍મક રીતે મૂલ્યાંકન કરવા બેસો તો ગલવાન, પેંગોંગ સરોવર અને દૌલત બેગ ઓલ્‍ડી જેવાં લદ્દાખી ક્ષેત્રોમાં ચાલી રહેલા તણાવ કરતાં ક્યાંય વધારે ગંભીર છે. આમ છતાં તેના પ્રત્‍યે મીડિયાથી લઈને સોશ્‍યલ મીડિયાનું ધ્‍યાન એટલા માટે નથી પડતું કે તાજેતરમાં ગલવાન ખાતે ૨૦ ભારતીય જવાનો શહીદ થયાના હૃદયદ્રાવક બનાવની જેમ તે ઘટના પ્રકાશમાં આવતી નથી. સસ્‍પેન્‍સના ચીની પડદા ઓથે તે ઓઝલ છે. એક નજર પડદાની પેલે પાર કરવા જેવી છે. આજે આર્થિક મોરચે કાઠું કાઢી રહેલા ચીને ભલે મૂડીવાદ અપનાવ્યો છે, પરંતુ એ દેશની હજારો વર્ષ લાંબી ઐતિહાસિક તવારીખ તપાસો તો ખ્યાલ આવે કે ચીની શાસકોની રાજનીતિ હંમેશાં વિસ્તારવાદી રહી છે. ઈ.સ. ૧૬૬૪માં ચિંગ વંશના ...

ધારો કે આવતી કાલે ભારત-ચીન વચ્‍ચે યુદ્ધ સળગ્યું...

Image
લદ્દાખનો લશ્‍કરી તણાવ યુદ્ધનો તણખો બનવાની સંભાવના પાંખી છે, છતાં ચીન આપણને ધરાર યુદ્ધમાં ઘસડે તો? મહામારીના અને મહામંદીના સંજોગોમાં યુદ્ધ ખેલી આર્થિક ભારણ વધારવું ભારતને પોસાય તેમ નથી. બીજી તરફ લદ્દાખમાં ચીની કાંકરીચાળાનો જવાબ ઇંટથી આપવો હોય તો આપણે કેટલા સક્ષમ છીએ? આલેખનઃ હર્ષલ પુષ્‍કર્ણા બોલો, શું લાગે છે? લદ્દાખમાં તૈનાત આપણા લશ્‍કર માટે છેલ્‍લા એકાદ મહિનાથી માથાનો દુખાવો બનેલા ચીનને પાંસરું દોર કરી દેવા એકાદ સશસ્‍ત્ર યુદ્ધ ખેલી નાખવું જોઈએ? દાંત ભીડીને તથા મુઠ્ઠી પછાડીને જવાબ ‘હા’માં આપવાનું મન થાય તેવો લોભામણો સવાલ છે. આપણા લદ્દાખમાં ચીન ખુલ્લેઆમ લશ્કરી છાવણીઓ સ્થાપે, રડારમથકો ઊભાં કરે, પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને ચીની સૈનિકો પેટ્રોલિંગના નામે લદ્દાખના દૌલત બેગ ઓલ્‍ડી, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક જેવાં ભારતીય ક્ષેત્રોમાં ઘૂસી આવે ત્‍યારે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એવો વિચાર દેશના સરેરાશ નાગરિકના મનમાં આવવો સ્‍વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીમાં ‘બાણ’ અને ‘યુદ્ધ’ બન્‍નેની વ્‍યાખ્યા ધરમૂળથી બદલાઈ ચૂકી છે. યુદ્ધ કરીને દેશનું કલ્‍યાણ તો જાણે થવાથી રહ્ય...

લદ્દાખમાં ભારત-ચીન વચ્‍ચે ખાંડાં કેમ ખખડ્યાં?

Image
૧૯મી સદીથી લટકતા અક્સાઇ ચીનના સરહદી વિવાદના મધપૂડા તરફ ચીને ફરી કાંકરો નાખ્‍યો છે મે પ તથા મે ૧૨ના રોજ ચીનના સૈનિકો, હેલિકોપ્‍ટર તથા પેટ્રોલ બોટ લદ્દાખના ગલવાન તથા પેંગોંગ સરોવરના ભારતીય પ્રદેશમાં ઘૂસ્‍યા ત્‍યારે ભારતીય સેનાએ ભરેલું જવાબી પગલું આવકારદાયક હતું ------------------------- અમેરિકન સૈન્‍યમાં ૧૯૦૩થી ૧૯૬૪ સુધી સેવા આપનાર અને તે લાંબા સમયફલકમાં ૧૧ ભીષણ યુદ્ધો લડનાર ફીલ્ડ-માર્શલ ડગ્‍લસ મેક્આર્થરે કહેલું, “It is fatal to enter a war without the will to win it.”/ ‘જીત મેળવવાના દૃઢસંકલ્‍પ વિના યુદ્ધમાં ઝંપલાવવું પ્રાણઘાતક નીવડે છે.’ આ વાક્ય ભારતે ૧૯૬૨માં ચીન સામે અરુણાચલ પ્રદેશ તથા લદ્દાખના મોરચે ખેલેલા યુદ્ધના કેસમાં સાચું ઠર્યું હતું. યુદ્ધમાં જીત મેળવવાનો સંકલ્‍પ તો દૂર રહ્યો, યુદ્ધ લડવામાં જ તત્‍કાલીન સરકારે તેમજ લશ્‍કરના ઉચ્‍ચ અધિકારીઓએ ભારોભાર નીરસતા દાખવી હતી. શત્રુ સામે લડવા માટે લશ્‍કરને મારકણાં શસ્‍ત્રો જોઈએ તેમ સીનિઅર અધિકારીઓ તરફથી સતત જોમજુસ્‍સાનો બૂસ્ટર ડોઝ પણ જોઈએ. પરંતુ ૧૯૬૨ના યુદ્ધમાં આપણા જવાનોને એ બન્‍ને બાબતોની ખોટ સાલતી હતી. આ સંદર્ભે ભારતીય લશ્‍કરના નિવૃત્ત અફ...