Posts

ભારતનાં સાયન્સ સેન્ટરોઃ પિકનિક + મનોરંજન = સાયન્સની બાદબાકી

સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા? ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી. દેશમાં મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ગણતરી કરોડોમાં થાય છે. (એકલા આંધ્ર પ્રદેશમાં જ સવા બે લાખ કરતાં વધુ ‘અધિકૃત’ મંદિરો છે). સિનેમા અને મલ્ટિપ્લેક્સનો હિસાબ હજારોમાં મંડાય છે. (...

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી

દોઢ-બે મહિનાથી ‘સફારી’ની ઓફિસમાં રોજેરોજ રહેતું ભારે ઉચાટનું વાતાવરણ આખરે રવિવારે પૂરૂં થયું. ‘આસાન અંગ્રેજી’નું પુસ્તક, દિવાળીનો વધુ પાનાંવાળો અંક તથા અંગ્રેજીનો નિયમિત અંક તૈયાર કરવા ઉપરાંત નવેમ્બર માસના બે અંકો એડવાન્સમાં તૈયાર કરી દેવાનો બહુ મોટો તકાદો ‘સફારી’ની ટીમ સમક્ષ હતો. ઘડિયાળ સામે જોયા વિના આખી ટીમે દોઢ મહિનો જે મહેનત કરી એ બદલ તેને બિરદાવી રહી. બે મહિનાથી તંગ રહેલું ઓફિસનું વાતાવરણ હળવુંફૂલ બનાવવાના આશયે આજે ‘સફારી’ના કાર્યાલયમાં એક નાનકડું ગેટ-ટુ-ગેધર રાખ્યું છે. વિજ્ઞાન, ટેક્નોલોજિ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ વગેરે જેવા વિષયો સાથે ટીમ ‘સફારી’નો કાયમી નાતો છે, પણ આજે એમાંનો એકેય વિષય ચર્ચાવાનો નથી. દશેરાનો પર્વ ફાફડા-જલેબીનું ભક્ષણ કરીને ‘ઉજવવાના’ રિવાજને કાયદેસર રીતે આજે ટીમ ‘સફારી’ અનુસરવાની છે. અલબત્ત, સહેજ જુદી રીતે--એટલે કે વિજ્ઞાનથી થોડુંક અંતર રાખીને ! દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે મંગાવવામાં આવતા ફાફડા સામાન્ય હોતા નથી, પણ ‘અવૈજ્ઞાનિક’ પદ્ધતિએ બનાવેલા હોય છે. અર્થાત સોડિયમ કાર્બોનેટ/Na2CO3 નું ‘અપાચ્ય’ સાયન્સ ફાફડામાં ભેળવેલું હોતું નથી. ઓફિસનું વાતાવરણ ત...

રૂકાવટ કે લિયે ખેદ હૈ...

Image
આ ફોટો ‘સફારી’ની ઓફિસમાં લેવાયો નથી, પણ છેલ્લા દસેક દિવસથી ત્યાં માહોલ કંઇક આવો જ છે. બ્લોગ પર નવી પોસ્ટની ગેરહાજરી માટે એ માહોલ ઘણે અંશે જવાબદાર છે. ગુજરાતી તેમજ અંગ્રેજી ‘સફારી’ના દિવાળી અંક વત્તા નવેમ્બરના પણ અંકની પૂર્ણાહૂતિ બાદ બ્લોગ રાબેતા મુજબ...

સ્વાઇન ફ્લૂઃ આમ ફેલાયો હાહાકારનો હાઉ

સંપાદકનો પત્ર 'સફારી' September, 2009 મે, ૨૦૦૯માં મેક્સિકો ખાતે એકાએક ફૂટી નીકળેલો સ્વાઇન ફ્લૂનો વાયરસ અમેરિકા, કેનેડા તેમજ કેટલાક યુરોપી અને એશિયાઇ દેશોમાં ફેલાયા બાદ ગયે મહિને ભારત પર ત્રાટક્યો ત્યારે દેશભરમાં ભારે હાહાકાર મચ્યો. વર્ષેદહાડે જગતભરમાં ચારેક લાખ લોકોનો ભોગ લેતા ફ્લૂના સામાન્ય વાયરસ કરતાં સ્વાઇન ફ્લૂનો વાયરસ થોડા ઘણા અંશે જુદો છે. જૈવિક બંધારણ નોખું છે, એટલે માનવશરીરનું રોગપ્રતિકારક તંત્ર તે વાયરસ સામે લડત આપવામાં ક્યારેક અસફળ રહે છે. અહીં ‘ક્યારેક’ શબ્દ ચાવીરૂપ ગણવો રહ્યો, કેમ કે સ્વાઇન ફ્લૂનો ચેપ જેને લાગ્યો હોય એ દરેક દરદી મોતને ભેટે એવું નથી. વિશ્વમાં સ્વાઇન ફ્લૂનો ચેપ અત્યાર સુધી અંદાજે ૨,૭૦,૦૦૦ લોકોને લાગ્યો છે અને તે પૈકી લગભગ ૨,૪૦૦ જણા માટે વાયરસ ઘાતક નીવડ્યો છે. જર્મની, ચીન, પોર્તુગાલ, ગ્રીસ, ઇટાલિ, નોર્વે, ડેન્માર્ક, મકાઉ, તુર્કી, સર્બિયા વગેરે દેશોમાં સ્વાઇન ફ્લૂના કુલ ત્રીસેક હજાર કેસ નોંધાયા, છતાં જાનહાનિનો એકેય બનાવ બન્યો નથી. સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગના આગમનના પગલે લોકોમાં દેકારો મચે એ વાત સ્વાભાવિક છે. છતાં એ પણ ખરૂં કે ભારતમાં સ્વાઇન ફ્લૂને લઇને...

આ વર્ષે ફરી અવળી કાઠીએ બેસતું ભારતીય ચોમાસું

વરસાદની આગાહીને લઇને ભારતના હવામાનશાસ્ત્રીઓ હંમેશાં આમજનતા માટે હાંસીપાત્ર ઠરતા આવ્યા છે. આર. કે. લક્ષ્મણ જેવા કેટલાય કાર્ટૂનિસ્ટો તેમનાં વ્યંગચિત્રોમાં મૌસમ ભવને કાઢેલા વર્ષાના વર્તારાની ઠેકડી ઉડાવતા રહ્યા છે. ભારતના ચોમાસાની પેટર્નનો છએક વર્ષથી રસપૂર્વક તેમજ જરા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી હવે લાગે છે કે હવામાન ખાતાના ભારતીય નિષ્ણાતો બિચારા વગર વાંકે લાફિંગ સ્ટોક બને છે. ભારતીય ચોમાસાની પેટર્ન એટલી સંકીર્ણ છે કે વરસાદ ક્યારે પડશે અને વળી કેટલો પડશે તેનું પૂર્વાનુમાન કરવું ભારે કઠિન છે. ચોમાસું વાદળોનો દિશામાર્ગ એટલી હદે બદલાતો રહે છે કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ભારતમાં ચોક્કસ કયા સ્થળે અને કયા સમયે મઘેરાજાની મહેર થાય એ કહી શકાતું નથી. આ વખતનું ભારતીય ચોમાસું સરેરાશ કરતાં ક્યાંય નબળું છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે તેનું સરેરાશ લેવલ જાળવ્યું નથી. બીજી તરફ અમુક વિસ્તારોમાં (દા.ત. ગુજરાત ખાતે પોરબંદરમાં અને માંગરોળમાં) બારેય મેઘ ખાંગા થયા છે. સિઝનની કુલ વર્ષા કરતાં ક્યાંય વધુ હેલી ત્યાં વરસી છે. દેશભરમાં એક લાંબા વિરામ બાદ તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શ...

कारवाँ गुज़र गया, गुबार देखते रहे !

Image
સંપાદકનો પત્ર 'સફારી' August, 2009 સંગીતમાં રસ ધરાવો છો? જવાબ ‘હા’માં હોય તો સંગીત સાથે જોડાયેલી બે જાણીતી હસ્તીઓની તસવીરો ઉપર આપી છે. બન્નેનું ચીવટપૂર્વક અવલોકન કરો. કર્યું? તો હવે એક સિમ્પલ પ્રશ્નનો જવાબ આપોઃ ફોટામાં દેખાતી હસ્તીઓ કોણ છે? બન્નેનાં નામ આપો. ‘આ તો પેલો અમેરિકન પૉપસ્ટાર માઇકલ જેક્સન છે.’ એવું મનોમન બોલી ઊઠ્યા હો તો અભિનંદન! જવાબ સાચો છે. પરંતુ એ તો મૂળ સવાલનો માત્ર પચાસ ટકા જવાબ થયો. બીજી તસવીરમાં દેખાતા મહાનુભાવને ઓળખી બતાવો ત્યારે પ્રશ્નનો પૂરેપૂરો જવાબ આપ્યો ગણાય. આ કામ ઘણાખરાને કદાચ અઘરૂં લાગે, એટલે જવાબનો ફોડ વેળાસર પાડી દઇએ. ઉપર જમણી તસવીર ભારતના વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાનની છે, જેમનું નિધન જૂન માસમાં અમેરિકા ખાતે થયું. વળી એ જ અરસામાં થયું કે જ્યારે કિંગ ઑફ પૉપ કહેવાતો માઇકલ જેક્સન અમેરિકામાં મૃત્યુ પામ્યો. જોવાની વાત એ છે કે જેક્સનની વિદાયના સમાચાર ભારતભરનાં અખબારોએ તેમના પ્રથમ પાને મોટા મથાળા સાથે તેમજ સંખ્યાબંધ તસવીરો સાથે છાપ્યા. પરંતુ ઉસ્તાદ અલી અકબર ખાનનું નિધન થયાના ન્યૂઝને માઇકલ જેક્સનની ચિરવિદાયના ન્યૂઝ જેટલું મહત્ત્વ મળ્યું નહિ. ...

ભારતીય સંસ્કૃતિના ભુક્કા બોલાવી રહેલું ટી.વી.નું ચંગીઝખાની આક્રમણ

Image
ટેલિવિઝનનું નામ ઇડિઅટ બોક્સ કોણે પાડ્યું એ તો કોણ જાણે, પણ તવારીખી નોંધ મુજબ એ હુલામણા નામનો સિક્કો ૧૯૬૦ના અરસામાં જામ્યો હતો. આજે સાડા ચાર દાયકે ઇડિઅટ બોક્સ શબ્દના રચયિતાની દૂરંદેશીને દાદ આપવાનું મન થાય એવો ઘાટ સર્જાયો છે. સેટેલાઇટ ચેનલોના જમેલામાં ઢંગધડા વિનાની સિરિઅલોનો શિસ્તહિન ટ્રાફિક બેફામ વહી રહ્યો છે. ડિસ્કવરી તેમજ નેશનલ જ્યોગ્રોફિક જેવી જ્ઞાનવર્ધક ચેનલોને તેમાં અપવાદ ગણો તોય બીજી એક સમસ્યા એ છે કે એવી ચેનલો પર કાર્યક્રમના મધ્યે કમર્શિયલ બ્રેકમાં કેટલીક જાહેરાતો એવી હોય છે કે જે સંસ્કારી વ્યક્તિને સપરિવાર જોવામાં બેશક ક્ષોભ નડે. ટેલિવિઝન બાળકોના દિમાગમાં થતી વિકાસપ્રક્રિયાને કેટલી હદે ધીમી પાડી દે છે અને તેના કારણે સરવાળે તેમનું મગજ ફળદ્રુપ કેમ બની શકતું નથી તેનો યુનોએ પ્રસિદ્ધ કરેલો સાયન્ટિફિક રિસર્ચ રિપોર્ટ વાંચવા જેવો છે. ઇડિઅટ બોક્સ સામે કલાકો સુધી ખોડાઇને બેસી રહેવું અને તેના પડદે જે કંઇ રજૂ થાય તેને નિસ્પૃહ બની જોતા બેસી રહેવું વ્યક્તિગત રીતે મને ગમતું નથી. પરિણામે ટેલિવિઝનની જે તે ચેનલોમાં શી નવાજૂની બને છે તેની લગીરે જાણ હોતી નથી. એક વિચિત્ર નવાજૂની વિશે જો કે થોડા દિવસ...