Posts

ઝીરો પરસેન્ટ ફાઇનાન્સના ‘ઝીરો’નું સસ્પેન્સ

આજથી વીસેક વર્ષ પહેલાં ભારતનું ડચકાં ખાતું અર્થતંત્ર ઉદાર આર્થિક નીતિના પાટે ચડીને દોડતું થયું એ પહેલાં દેશની પ્રજા પાવરસેવિંગમાં માનતી હતી. કમાણીનો પચાસ ટકા કરતાંય વધુ હિસ્સો લોકો બચતમાં રોકી દેતા હતા. ખિસ્સાખર્ચી માટે તેમનો જીવ કરકસરિયો હતો, એટલે શોપિંગનો તેમજ ઊંચી લાઇફસ્ટાઇલનો ચસ્કો તેમને ખાસ નહોતો. આજે સમીકરણો બદલાયાં છે. બચતનું પ્રમાણ અગાઉની તુલનાએ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ એ કે દેશની પ્રજાને શોપિંગ ફિવર લાગૂ પડ્યો છે અને તે ફિવરમાં રોજેરોજ વધુને વધુ લોકો સપડાતા જાય છે. ખૂલ્લા મને તેઓ ખરીદી કરતા થયા છે. ગઇ કાલ સુધી ‘ભોગવિલાસ’માં જે ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો તે પૈકી અનેકને આજે ‘જરૂરિયાત’નું લેબલ લાગી ચૂક્યું છે. અમેરિકાની જેમ ભારતનુંય અર્થતંત્ર ક્રમશઃ consumer driven બની રહ્યું છે, જ્યાં રોટલી શેકવાની તાવડીથી માંડીને ટેલિવિઝન સુધીની consumer products/જીવનજરૂરિયાતની રોજિંદી ચીજવસ્તુઓ અર્થતંત્રનાં ચક્રોને ગતિમાન રાખવામાં બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. દેશના લોકો શોપિંગ કરે (અને તે બહાને નાણાં ખર્ચે) તે અર્થતંત્રના હિતમાં છે. ઉત્પાદક, વેચાણકાર અને ફાઇનાન્સ કંપનીઓ એમ ત્રણેયનું પણ હિત ...

ફરી આવી ચૂક્યું છે... હાથીનું ટોળું !

Image
વિજયગુપ્ત મૌર્યનાં બેસ્ટ સેલર પુસ્તકો ‘શેરખાન’ અને ‘કપિનાં પરાક્રમો’ ફરી નવા સ્વરૂપે મુદ્રિત કર્યા બાદ બેસ્ટ સેલરની શ્રેણીમાં આવતું તેમનું વધુ એક પુસ્તક ‘હાથીના ટોળામાં’ અઢી દાયકે આજે ફરી પ્રગટ થયું છે. ‘હાથીના ટોળા’માં કુલ ૧૯ પ્રકરણોમાં વહેંચાયેલી સળંગ વારતા છે, જેમાં આસામના જંગલોની, ત્યાંના હાથીઓની તેમજ હાથીઓ વિરુદ્ધ માનવજાતના ‘સાયલેન્ટ’ યુદ્ધની વાત આવે છે. આ વારતા લખતાં પહેલાં વિજયગુપ્ત મૌર્યએ આસામનાં જંગલોમાં અનેક દિવસો વીતાવ્યા હતા. દૂરદરાજના વનપ્રદેશોમાં તેઓ ગજરાજ પર બેસીને કલાકોના કલાકો ફર્યા હતા અને આસામની જીવસૃષ્ટિને બહુ નજીકથી તેમણે પોતાની અભ્યાસુ નજરે નિહાળી હતી. આ જાતઅનુભવે તેમને કલમ દ્વારા જે કૃતિ રચવાની પ્રેરણા આપી તે કૃતિ એટલે ‘હાથીના ટોળા’માં ! વિજયગુપ્ત મૌર્યનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરવાની એક મજા છેઃ ‘સફારી’ના લેખન-સંપાદન દરમ્યાન ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ટેક્નોલોજિ વગેરે જેવાં ધરખમ વિષયો સાથે સતત કામ પાડવાનું થતું હોય છે. મગજનો બરાબર કસ કાઢી લેતાં આવાં વિષયો વચ્ચે વિજયગુપ્ત મૌર્યની એકાદ જંગલકથાના (આંશિક) સંપાદનનો તેમજ સંપૂર...

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી...‘સફારીબ્રાન્ડ’ ફાફડા સાથે!

Image
કેમ ? શું ? કેવી રીતે ? ક્યારે ? શા માટે ? વગેરે જેવા પ્રશ્નસૂચક શબ્દો સાથે ‘સફારી’નો નાતો એટલો ગાઢ છે કે એકાદ સામાન્ય બનાવ પાછળનુંય પૂરેપૂરૂં બેકગ્રાઉન્ડ જ્યાં લગી ખણખોદ કરીને શોધી ન કાઢે ત્યાં સુધી ‘સફારી’ની ટીમને ચેન ન પડે. આમાં જો કે ક્યારેક અપવાદ હોય પણ ખરા. દાખલા તરીકે દશેરાનો પર્વ ફાફડા અરોગીને મનાવવાની પરંપરા કોણે શરૂ કરી ? એ સવાલોનો જવાબ શોધવાનો ‘સફારી’ની ટીમે આજ દિન સુધી ક્યારેય પ્રયત્ન કર્યો નથી. વર્ષો થયે દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે ફાફડા મંગાવવામાં આવે છે, પરંતુ દશેરા સાથે ફાફડાનો શો સંબંધ ? એનો ઇતિહાસ ઉખેડવા ટીમ ‘સફારી’ના બુદ્ધિશાળી સભ્યો ક્યારેય તેમનું ભેજું કસતા નથી. ઊલટું, તેમનું બધું કોન્સન્ટ્રેશન માત્ર ફાફડાના ભક્ષણ પર હોય છે. આજે ‘સફારી’ની ઓફિસમાં દશેરાની ઓફિશિયલ ઉજવણી છે. દર વર્ષની જેમ આજે પણ સોડિયમ કાર્બોનેટ વિના બનેલા ફાફડા આવી ચૂક્યા છે. આખા અમદાવાદમાં ‘સફારી’ના ફાફડા યુનિક છે, કેમ કે ધોવાના સોડાનું તેમાં નામોનિશાન હોતું નથી. ધોવાનો સોડા તેના યોગ્ય કામે જ વપરાવો જોઇએ, કેમ કે વોશિંગ મશીન અને માણસના પેટ વચ્ચેનો ભેદ સોડા પામી શકતો નથી એવું ‘સફારી’ની ખણખોદિયા ટીમ...

કોમનવેલ્થ ગેમ્સઃ વાધરી માટે ભેંસ મારવાનો ધંધો !

પહેલાં એક ટ્રેજિક કોમેડી જેવો પ્રસંગ વાંચો. કોમનવેલ્થ ગેમ્સની દયાનજક ટ્રેજડિનું મૂળ તે પ્રસંગમાં છે. વર્ષ ૨૦૦૩નું છે. તારીખ ૭ અને મે મહિનો. સ્થળ ભારતીય લોકશાહીના સરતાજ જેવું સંસદ ભવન, જ્યાં ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સ/CWG ના આયોજન વિશે સાંસદો વચ્ચે કથિત બ્રેઇન સ્ટોર્મિંગ થઇ રહ્યું છે. ચર્ચા દરમ્યાન એક પ્રશ્ન CWG ના આયોજન પાછળ થનારા ખર્ચનો અને ખર્ચ માટે નાણાં કેમ કરીને ફાળવવા તે અંગેનો ઊઠે છે, જેના જવાબમાં Minister for youth affairs and sports/યુવા કાર્ય અને ખેલ વિભાગના સચિવ ઠંડે કલેજે જવાબ દે છે કે, ‘કોમનવેલ્થ ગેમ્સ પાછળ થનારા ખર્ચ અંગે તેમજ તે માટેનાં નાણાં ક્યાંથી લાવવા તે અંગે ત્યારે જ ચોક્કસ રીતે કહી શકાય કે જ્યારે ભારત એ રમતોત્સવનું આયોજન કરે.’ લો, કરો વાત ! કોઇ પણ નવું વ્યાપારી સાહસ શરૂ કરતાં પહેલાં તે સાહસ માટે જરૂરી મૂડી ઊભી કરવાનો તકાદો સૌ પહેલો હોય. બીજો વિચાર મૂડી ક્યાંથી લાવવી તેનો હોય, ત્યાર બાદ ખર્ચલાભનાં સમીકરણો માંડવાના થાય અને બધું સાજુંસમું જણાય ત્યાર પછી વ્યાપારી સાહસનાં શ્રીગણેશ કરાય. પરંતુ અહીં તો સચિવશ્રીએ ‘યા હોમ’ કરીને કૂદી પડવાની જ દરખાસ્ત મૂકી. કોણ જાણે કેમ પણ આખરે...

લોકશાહી દેશમાં સંસદસભ્યોનો રાજાશાહી ઠાઠ

Image
આઝાદ ભારતની પહેલી લોકસભા ચૂંટણી ૧૯પ૨માં થઇ ત્યારે પાર્લામેન્ટના સભ્યપદને ફુલટાઇમ વ્યવસાય ગણવામાં આવતો ન હતો. લોકસભામાં કે રાજ્યસભામાં બેસીને સરકારના વહીવટીતંત્ર પર જાપ્તો રાખવો તે એક પ્રકારની રાષ્ટ્રસેવા મનાતી હતી, જેમાં એક તરફ મોભો વધવા સાથે બીજી તરફ સંસદસભ્યે પોતાનાં અંગત હિતનો ભોગ પણ આપવો પડતો હતો. ભારતે સંસદસભ્યોનો રોલ નક્કી કરવામાં નજર સામે રાખેલું બ્રિટિશ લોકશાહીનું માળખું પણ આવું જ છે. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સનો મેમ્બર પણ ત્યાંની પ્રજાનો સામાન્ય પ્રતિનિધિ ગણાય છે, જેણે પોતાનો કેટલોક સમય કાઢીને મતદારો વતી સરકાર પાસે જે તે મુદ્દા પર ખુલાસા લેવાના હોય છે. સરકારને ખોટાં પગલાં લેતી રોકવાનું કામ પણ તેનું છે. પરંતુ ફુલટાઇમ કામગીરી માત્ર સરકાર બજાવે છે, સંસદસભ્ય નહિ. હાઉસ ઓફ કોમન્સની બેઠક એટલે જ બપોરે મળે છે. સંસદસભ્યો બપોર સુધી તેમનો અંગત વ્યવસાય કે ધંધો ચલાવતા હોય છે, માટે આવકનાં બ્રિટિશ ધોરણ મુજબ તેમને ઊંચા પગારો અને ભથ્થાં અપાતાં નથી. આપણે ત્યાં પણ શરૂઆતમાં આવું જ વલણ અપનાવાયું હતું. પાર્લામેન્ટની બેઠકો ચાલુ હોય એ દરમ્યાન પાટનગરમાં રોકાવા પૂરતો રોજિંદો ખર્ચ નીકળી જાય એટલી જ રકમ સંસદસ...

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન

Image
વિજયગુપ્ત મૌર્ય! આ નામ પડે એટલે ‘જ્ઞાનવિજ્ઞાન’ શબ્દનો ઝબકારો મગજના અજ્ઞાત ખૂણે આપમેળે થયા વિના ન રહે. પત્રકારત્વમાં પોતાની ૪૬ વર્ષ લાંબી અર્થપૂર્ણ કારકિર્દી દરમ્યાન વિજયગુપ્ત મૌર્યએ જીવજગત, બ્રહ્માંડ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, સમુદ્રસૃષ્ટિ, પર્યાવરણ, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિવિધ વિષયો પર વૈવિધ્યપૂર્ણ લેખો વડે ગુજરાતી વાચકોને અદ્ભુત જ્ઞાનસફર કરાવી છે. વિજયગુપ્ત મૌર્યના લેખનનું સૌથી નોખું પાસું તેમની બેજોડ શિકારકથાઓ તેમજ જંગલકથાઓ હતી. વાર્તાના બહાને બાળકોને વનસૃષ્ટિનો અને વન્યજીવોનો રસપ્રદ પરિચય કરાવવામાં તેમની કલમનો જોટો ન હતો. આ સિદ્ધહસ્ત લેખકની રસાળ અને કસાયેલી કલમે લખાયેલાં જંગલકથાનાં સંખ્યબંધ પુસ્તકો પૈકી ‘શેરખાન’ માર્ચ, ૨૦૦૯માં તેમની જન્મશાતાબ્દિ નિમિત્તે નવા રૂપરંગ સાથે યુરેનસ બૂક્સ દ્વારા પ્રગટ કરવામાં આવ્યું હતું. આજે તેમનું બીજું બેસ્ટ સેલર પુસ્તક ‘કપિનાં પરાક્રમો’ અઢી દાયકે પુનઃમુદ્રણ પામ્યું છે. આ પુસ્તકનો હિરો કપિ નામનો વાંદરો છે, જે પોતાનાં સાહસો વડે તેની વાનરસેનાને મોતના મુખમાંથી ઉગારે છે. આ કથા તેનાં પરાક્રમોની છે, જે વાંચતી વખતે મનોરંજન મળવા ઉપરાંત જંગલસૃષ્ટિનો મસ્ત પરિચય ...

કાર્ટૂન ફિલ્મો : નિર્દોષ મનોરંજનના નામે બાળકના દિલોદિમાગની કત્લ

Image
ચીની લોકો પોતાના નીચી કાઠીના તેમજ માફકસરના બાંધા માટે જાણીતા છે. આ દેશની નવી પેઢીની ઉત્ક્રાંતિ થોડાં વર્ષ પહેલાં જો કે સહેજ જુદા પાટે ફંટાઇ. બિજિંગ, શાંઘાઇ, હોંગકોંગ વગેરે જેવાં શહેરોમાં ઉછેર પામતાં બાળકો કશાક અગમ્ય કારણસર ક્રમશઃ સ્થૂળકાય બની રહ્યાં હતાં. જેમની જિનેટિક બ્લૂપ્રિન્ટમાં એકવડા બાંધાના જ રહેવાનું પ્રોગ્રામિંગ થયું હોય તે ચીની બાળકો મોટાપાનો ભોગ કેમ બનતાં હતાં તે રહસ્ય હતું. કેટલાક ચીની તબીબોએ રહસ્યના ફોડ માટે રીસર્ચ આરંભ્યું, જે લાંબો સમય ચાલ્યું. રીસર્ચના અંતે નીકળેલું તારણ સ્પષ્ટ હતું--નવી પેઢીના ચીની બાળકો સ્કૂલમાંથી પાછા ફર્યા બાદ ઘણો ખરો સમય ટેલિવિઝન પર કાર્ટૂન ફિલ્મો જોવામાં વીતાવતાં હતાં. આઉટડોર ગેમ્સ રમવાનું તેમણે લગભગ બંધ કરી દીધું હતું, એટલે શરીરને કસરતના નામે ઘસારો પહોંચતો ન હતો. વળી ‘ઇડિઅટ બોક્સ’ સામે ખોડાયેલા હોય એટલો સમય તેઓ ‘મન્ચિંગ’ના નામે બિનજરૂરી આહાર પેટમાં ઓર્યા કરતાં હતાં, જેના પ્રતાપે તેમનાં શરીરમાં ચરબીનો સતત ભરાવો થયા કરતો હતો અને સરવાળે શરીર સ્થૂળ બનતું હતું. ચીની તબીબોએ પોતાનો રીપોર્ટ બિજિંગ સરકારને સુપરત કર્યો, જેણે વધુ કેટલુંક બારીકીપૂર્ણ રીસર્ચ ...