Posts

ટેલિવિઝન ન્‍યૂઝચેનલો : Breaking ના નામે હાંકે રાખોની હરિફાઇ

Image
એક જાણીતી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ થોડા વખત પહેલાં યોગગુરુ બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’ બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’ આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna! રામદેવે ટીમ અણ્ણા વિરુદ્ધ કોઇ પણ જાતનું જલદ વાક્ય ઉચ્ચાર્યું ન હતું. ઊલટું, ન્યૂઝરિપોર્ટરે પોતે તેના સવાલમાં એમ કહ્યું કે ટીમ અણ્ણા દેશના કાળા નાણાંના મુદ્દે અવાજ ઊઠાવતી નથી અને છતાં ન્યૂઝચેનલે રાઇનો પર્વત ઊભો કર્યો. આ પ્રસંગ ભારતનું ઇલેક્ટ્રોનિક મીડિઆ હજી કેટલું અપરિપક્વ છે તેમજ સમાચારને સનસનીખેજ બનાવવા ખાતર ક...

ભારતના માલેતુજાર પ્રધાનોની મૂડીમાં બઢતી અને બઢતી

Image
પાકિસ્તાનમાં ૧૯૭૦ના અરસા દરમ્યાન બિઝનેસમેન-કમ-પોલિટિશયન નવાઝ શરીફના ખાનદાન સહિત ૨૨ કુટુંબો દેશની ૬૬% ઔદ્યોગિક સંપત્તિ ધરાવતાં હતાં. આમાં ઘણાં ખરાં કુટુંબો એવાં કે જેમના અગ્રણી સભ્યને પ્રાંતમાં યા કેંદ્રમાં પ્રધાનપદ મળ્યું હતું. આપણને તે વખતે ભારત સરકારના પ્રધાનો કેટલી સંપત્તિના આસામી છે તેના અંગે કશી જાણકારી ન હતી. દેખીતું કારણ એ કે રાજકીય ભ્રષ્ટાચાર ત્યારે પણ રાષ્ટ્રવ્યાપી હોવા છતાં સરકારે પ્રજાના દબાણ સામે ઝૂકી નછૂટકે સંપત્તિના આંકડા જાહેર કરવા પડે એટલી હદે જનમત કેળવાયો ન હતો.   આજે કૌભાંડો વડે ઘેરાયેલી કેંદ્ર સરકારે પોતાની છબી સુધારવા માટે પારદર્શકતાના નામે પ્રધાનોની માલમિલકતના આંકડા વેબસાઇટ (http://pmindia.nic.in/rti.htm) પર મૂકવા પડ્યા છે. પગલું આવકારપાત્ર છે, પણ આંકડાની જરા છણાવટ કરો તો છબી સુધરવાને બદલે ક્યાંય વધારે બગડી હોય તેમ જણાય છે. સરકારની જમ્બો કેબિનેટના ૭૭ પ્રધાનોની કુલ મિલકત Rs.૮૧૬ કરોડ છે--એટલે કે પ્રજાનો તે દરેક કથિત સેવક સરેરાશ Rs.૧૦.૬ કરોડનો આસામી છે. સૌથી ચોંકાવનારો કુબેરભંડાર સિનિઅર કોંગ્રેસી નેતા કમલનાથનો છે. ચાલીસેક વર્ષ પોલિટિક્સમાં જ રહીને તથા બાંધ્યા પગા...

ગરીબીનાબૂદીના શોર્ટ-કટ જેવી ગરીબીરેખાની નવી વ્યાખ્યા

Image
અર્થતંત્રના આંકડાઓની વિશ્વસનીયતા માટે અંગ્રેજીમાં એક જાણીતી ઉક્તિ છે: Lies, damn lies and statistics ! ગુજરાતીમાં તેનો સરળ તરજુમો કરવો હોય તો કંઇક આવો થાય: જુઠ્ઠાણું, હળાહળ જુઠ્ઠાણું અને એનાથી પણ વધુ જુઠ્ઠાણું એટલે અર્થતંત્રના આંકડા !  આ ઉક્તિને સાચી ઠરાવતો એક તાજો દાખલો દિલ્હીની સરકારે ગયે મહિને ‘ગરીબી’ શબ્દની નવી વ્યાખ્યા બાંધીને બેસાડ્યો. વ્યાખ્યા મુજબ શહેરી વિસ્તારમાં રોજના Rs.૩૨ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના Rs.૨૬ કે તેથી વધુ ખર્ચ કરનારી વ્યક્તિને ગરીબ કહી શકાય નહિ. પરિણામે એવી વ્યક્તિને સરકાર તરફથી Below Poverty Line/BPL યોજનાઓ હેઠળ અપાતા લાભો મળી શકે નહિ.  આ વ્યાખ્યાએ ભારતીય અર્થતંત્રના આંકડાઓને કેવી રીતે બદલી નાખ્યા તે સમજવા જેવું છે. આપણે ત્યાં ‘ગરીબ’ શબ્દને લગતી વ્યાખ્યા હંમેશાં વિવાદાસ્પદ રહી છે. લગભગ ૬૫ વર્ષ પહેલાં એમ નક્કી થયું હતું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજનો અનુક્રમે ૨,૧૦૦ કેલરીથી અને ૨,૪૦૦ કેલરીથી ઓછો ખોરાક પામતા હોય તેમને ગરીબ તરીકે વર્ગીકૃત કરવા જોઇએ. આવી સંકુચિત વ્યાખ્યાને હાસ્યાસ્પદ ગણવી રહી, કેમ કે પર્યાપ્ત કેલરી મેળવતી વ્યક્તિ પાસે સાબુ, કેરોસ...

અન્નાનું ભ્રષ્‍ટાચાર વિરોધી આંદોલન આટલું ગાજ્યું કેમ?

Image
ભ્રષ્ટાચારને અંકૂશમાં રાખવા ખાતર છેક ૧૯૬૮માં જેની રચના કરાઇ હતી તે લોકપાલ બિલે ગયે મહિને ફરી વખત ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો. અગાઉ ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૫, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૮ એમ નવેક વખત લોકપાલ બિલ ભારતીય સંસદમાં રજૂ પામ્યું અને દરેક વખતે સાંસદોએ તેને ઠુકરાવી પોતાની અમર્યાદ સત્તાનો વિશિષ્ટાધિકાર ભોગવ્યો. ૨૦૧૧માં એ ઘટનાનું વધુ એક વખત પુનરાવર્તન થયું. આ વખતે જો કે સ્થિતિ જુદી હતી. ભૂતકાળમાં વારંવાર ઊઠેલા અને થોડા જ વખતમાં શમી ગયેલા લોકપાલ બિલના મુદ્દાએ ગયે મહિને ‘ક્રાંતિ’ની જ્વાળા ચેતાવ્યા પછી તેણે જલદી બૂઝવાનું નામ ન લીધું. ઊલટું, દિવસોદિવસ તે વધુ ને વધુ તેજ થતી રહીને છેવટે દાવાનળની માફક દેશ આખામાં ફેલાઇ. આમ કેમ બન્યું ? એવું તે શું પરિવર્તન એકાએક આવ્યું જેણે અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને દેશમાં જ નહિ, પરદેશમાં પણ ચર્ચાનો મુદ્દો બનાવ્યો ? જવાબનું મૂળ તપાસવું હોય તો ભારતના રાજકારણમાં નહિ, પણ અર્થશાસ્ત્રમાં થોડુંક ઉત્ખનન કરવું જોઇએ. નહિ, ઇકોનોમિક્સના અટપટાં સિદ્ધાંતો અને વાયડાં સમીકરણો સાથે બાથ ભીડવાની અહીં વાત નથી. મુદ્દો અલગ છે એટલું જ નહિ, પણ જરા વિચારપ્રેર...

Are we independent yet?

Image
Sixty four years on, we are free from the British Rule. But are we INDEPENDENT yet? May be not! We are being ruled by the short-sighted bureaucrats, by the corruption and scams, by the castism, by the British-era education, law & order and political system. And a common man cannot raise his voice against these systems. We still sing our National Anthem to praise the 'Bharat Bhagya Vidhata'. Then, I say, were is the INDEPENDENCE?

'સફારી'ની સફરના seven wonders!

Image
ઓગસ્ટ ૧, ૨૦૧૧ના રોજ ' સફારી'ના ૩૧મા જન્મદિન નિમિત્તે ફેસબુકના www.facebook.com/safari.india પેજ પર ' સફારી'ના પ્રકાશનને કેટલીક જૂની યાદો તાજા કરી હતી. ત્રીસ વર્ષના સમયગાળામાં ' સફારી'ને થયેલા સારા/નરસા અનુભવોના પ્રસંગો તો જાણે અનેક છે, પરંતુ તે પૈકી સાતેક પ્રસંગો ફેસબુક પર વાચકો માટે Flashback ના શીર્ષક હેઠળ પોસ્ટરૂપે મૂક્યા હતા. આ બ્લોગના અમુક વાચકો તે પ્રસંગો વાંચવાનું કદાચ ચૂકી ગયા હોય તેવા અનુમાન સાથે અહીં તેમને રજૂ કર્યા છે. સમયની તાણ હોવાને લીધે ગુજરાતીમાં તેમને ફરી લખવાનો અવસર મળી શક્યો નથી, માટે copy & paste નો શોર્ટ-કટ અપનાવ્યો છે. FLASHBACK-1 'What kind of magazine is this? A knowledge magazine; in India? Believe me, this magazine has no future! Publishing the 2nd issue of this magazine would be a suicide.' Some experienced magazine agents of Gujarat gave this piece of advice, to the editor of 'Safari' when he 'dared' to publish the first issue on August 1, 1980. Moral: Some advices better not entertained FLASHBACK-...

1980-2011: જ્ઞાન-વિજ્ઞાનની દુનિયામાં 'સફારી'નાં ત્રીસ વર્ષ !

Image
‘‘આ અંકથી એક નવા બાળપાક્ષિકનું પ્રકાશન શરૂ થાય છે. નવા પ્રકારનું એટલા માટે કે તેમાં રાજારાણીની કે વેતાળની વાતો નથી. પરીકથાઓ નથી કે કપોળકલ્પિત કહાણીઓ નથી. અંધશ્રદ્ધા ફેલાવે તેવાં ગપગોળાં નથી કે સસ્સારાણાનાં ઉપજાવી કાઢેલાં સાહસો નથી. આ બાળપાક્ષિક તો દર અંકે તેના સૌ બાળમિત્રોને જ્ઞાનવિજ્ઞાનની સફરે લઇ જશે--અને એટલે જ તેનું નામ ‘સફારી’ છે. દુનિયામાં એટલી બધી અજાયબીઓ છે કે તેમના વિશે જાણીએ તો ચકિત્ થઇ જઇએ. એક જમાનામાં એ બધું જાણવા માટે હ્યુએન ત્સાંગ, માર્કો પોલો, રોબર્ટ પિઅરી, કોલમ્બસ વગેરે જિજ્ઞાસુ સાહસિકો નીકળી પડ્યા હતા. કોઇ પગપાળા નીકળ્યા, તો કોઇ વહાણોના સઢ પલાણીને મધદરિયે હંકાર્યા.   આજે માનવીએ પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે સાહસો ખેડવાની જરૂર નથી અને ‘સફારી’ના વાચકોએ તો આરામખુરશીમાંથી પણ ઊભા થવાની જરૂર નથી, કારણ કે મહિનામાં બે વખત ‘સફારી’ તેમને આરામખુરશીમાં બેઠા બેઠા જ જ્ઞાનવિજ્ઞાનની સફર કરાવશે અને અવનવી માહિતીઓનો ખજાનો તેમની સામે હાજર કરી દેશે. કોઇ માહિતી ભૂગોળ વિશે, તો કોઇ ઇતિહાસ વિશે; કોઇ સમુદ્ર વિશે, તો કોઇ અવકાશ વિશે; કોઇ પ્રાણી વિશે, તો કોઇ વનસ્પતિ વિશે.’’ આ ટૂંકી છતાં અર્થપ...