Posts

પાક જેલોમાં સબડતા ફૂટ્યાં કરમના ૫૪ ભારતીય સરફરોશો

Image
એક ચોંકાવનારો પ્રસંગ વર્ણવતા પહેલાં વર્ષ જણાવી દઇએ: ૧૯૭૯નું હતું. ‘સફારી’ના તંત્રી એ સમયે ‘ફ્લેશ’ નામનું સામયિક ચલાવતા હતા, જેનું સ્લોગન ‘માંડીને વાત કરતું મેગેઝિન’ એવું હતું--અને સાથે જ તેમાં દરેક ઘટનાત્મક વિષય અંગે ‘સફારી’ની જેમ વિગતવાર લેખો અપાતા હતા. સામયિકના ચાર ખબરપત્રીઓ દિલ્લી ખાતે હતા જેઓ અસલમાં તો ‘ધ સ્ટેટ્સમેન’ અને ‘ધ હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સ્ટાફ રિપોર્ટર્સ હતા. એક ખબરપત્રીએ ૧૯૭૯માં તંત્રીની દિલ્લીની મુલાકાત દરમ્યાન જણાવ્યું : ‘આજે રાત્રે તમારો ભેટો દાણચોર સાથે કરાવવાનો છે.’ પ્રસ્તાવ નકારી કાઢવા જેવો હતો, કેમ કે લેખક-પત્રકારે દાણચોર સાથે અછડતી પણ લેવાદેવા રાખવાની હોય નહિ. આમ છતાં પોતાના આગ્રહને વળગી રહેલા ખબરપત્રીએ ફોડ પાડ્યો કે મામલો દાણચોરી અંગેનો ન હતો. કંઇક જુદી જ વાત હતી. રાત્રે ચાંદની ચોક નજીકની પેશાવરી લાલાની રેસ્ટોરન્ટમાં ૩ જણા ભોજનના બહાને મળ્યા. દેખાવે પડછંદ છતાં પહેરવેશે લઘરા જણાતા દાણચોરે પંજાબી લઢણવાળી હિંદીમાં કેટલીક નિરર્થક વાતો કર્યા બાદ પોતાનો જે સાચો અનુભવ વર્ણવ્યો તે આશ્ચર્યની તેમજ આઘાતની મિશ્રિત લાગણી જન્માવે તેવો હતો. આ રીઢો દાણચોર જેમાં વધુ બરકત જણાય...

૧૯૫૨-૨૦૧૨ : સાંઠ વર્ષમાં સંસદની ગતિ અને અવગતિ

Image
ભારતીય લોકશાહીના સરતાજ ગણાતી લોકસભાની પ્રથમ બેઠક મે ૧૩, ૧૯૫૨ના રોજ મળી તે બનાવને ગયે મહિને ૬૦ વર્ષ થયાં. આ ઐતિહાસિક સીમાચિહ્નની દબદબાપૂર્વક ઉજવણી માટે સંસદભવન ખાતે ૧૫મી લોકસભાના સાંસદો ભેગા મળ્યા ત્યારે એક ટ્રેજિક કોન્ટ્રાસ્ટ પેદા થયો, જે ૬૦ વર્ષમાં સંસદના મોભાનું કેટલી હદે અધઃપતન થયું તેનો ચિતાર આપતો હતો. કોન્ટ્રાસ્ટ એ વાતે કે સંસદ ભવનમાં મે ૧૩, ૨૦૧૨ના દિવસે જે ૫૫૨ મહાનુભાવો એકઠા થયા તેમાં ૧૬૨ સાંસદો એવા હતા કે જેમની સામે અદાલતોમાં કાનૂની ખટલા ચાલી રહ્યા છે. બીજા ૨૦ સંસદસભ્યો એવા કે જેમની સામે ખૂનનો કેસ દર્જ થયો છે. કુલ ૧૪ સભ્યો પર ખૂન કરાવવાના પ્રયાસ બદલ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. અગિયાર સાંસદો સામે ઠગાઇના, તો ૧૩ જણા સામે અપહરણના કેસ નોંધાયા છે. પ્રજાના ફુલટાઇમ સેવક ગણાતા ૩૦૦ જેટલા સંસદસભ્યો તો કરોડપતિ છે. નજીવા સમયગાળામાં કરોડોની સંપત્તિ તેમણે કેવી રીતે મેળવી એ તો કોણ જાણે! આની સામે હવે સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાનો દાખલો જુઓ. મે ૧૩, ૧૯૫૨ના દિવસે તે મળી ત્યારે તેના કુલ ૪૬૬ સભ્યો પૈકી ૧૭૭ સાંસદો એવા હતા કે જેમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, ૭પ જણા વકીલાત ભણ્યા હતા,...

રાષ્‍ટ્રપતિના હોદ્દાની ગરિમાઃ ગઇ કાલ અને આજ

Image
આઝાદ ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિનો મોભાદાર હોદ્દો સંભાળનાર અને સતત ૧૨ વર્ષ સુધી તે હોદ્દાનો મોભો તથા ગરિમા જાળવી રાખનાર ડો. રાજેન્દ્ર પ્રસાદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લીધી તે ઐતિહાસિક બનાવને ચાલુ મહિને ૫૦ વર્ષ પૂરાં થાય છે.  રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પૂરો થયા પછી રુખસત લે એ પ્રસંગ આમ તો સામાન્ય ગણાય, પણ ડો. રાજેન્દ્ર પ્રસાદના (રાજેન્દ્રબાબુના) કેસમાં એ પ્રસંગ સામાન્ય ન હતો. કારણ કે રાજેન્દ્રબાબુ સાધારણ રાષ્ટ્રપતિ ન હતા. જાન્યુઆરી ૧૯૫૦થી મે, ૧૯૬૨ સુધી દિલ્હીના મહેલાત જેવા રાષ્ટ્રપતિ ભવનમાં રાજેન્દ્રબાબુ અત્યંત સાદગીથી રહ્યા. સરકારે તેમનો નિભાવખર્ચ ઓછામાં ઓછો વેઠવાનો થાય તેનું હંમેશાં તેમણે ધ્યાન રાખ્યું, કેમ કે રાષ્ટ્રપતિ પાછળ સરકાર જે ખર્ચ કરે તે આખરે તો પ્રજાએ કરવેરારૂપે ચૂકવેલા નાણાંમાંથી ભરપાઇ કરાતો હતો. દેશની જનતા પર આર્થિક બોજો લાદવામાં નિમિત્ત બનવા ન માગતા રાજેન્દ્રબાબુની ખાનદાની એટલી કે રાષ્ટ્રપતિ તરીકે મળતા રૂ.૧૦,૦૦૦ના માસિક પગારની ફક્ત ૧૦% રકમ સ્વીકારી બાકીનો ૯૦% હિસ્સો સરકારી તિજોરીમાં જમા કરાવી દેતા. આ રીતે કુલ ૧૪૭ મહિના રાષ્ટ્રપતિના હોદ્દે રહીને રાજેન્દ્...

પોલિટિકલ વિલના અભાવે વધી રહેલું ભારતનું શસ્ત્ર-આયાતબિલ

Image
પચ્ચીસેક વર્ષની એકધારી તપશ્ચર્યાના અંતે ભારતીય નિષ્ણાતોએ તૈયાર કરેલું વિમાનવિરોધી ‘આકાશ’ મિસાઇલ ગયે મહિને આપણી વાયુસેનામાં તેમજ ખુશ્કીદળમાં સામેલ કરવામાં આવ્યું. આ બનાવે સંરક્ષણ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતીય ઇજનેરોની કોઠાસૂઝ, આવડત અને ક્ષમતા તરફ આખા જગતનું ધ્યાન ખેંચ્યું, કેમ કે ભૂમિ પરથી દાગી શકાતાં જગતનાં સૌ વિમાનવિરોધી મિસાઇલોની તુલનાએ આપણું ‘આકાશ’ ઘણી રીતે ચડિયાતું છે. વળી અન્ય મિસાઇલો કરતાં કિંમતમાં ૧૦ ગણું સોંઘું છે. પરિણામે મલયેશિયા જેવા અમુક દેશોએ ‘આકાશ’ મિસાઇલની ખરીદીમાં ઊંડો રસ દાખવ્યો છે. Akash Missile Launcher આ બનાવ એ વાતનો સૂચક છે કે શસ્ત્રઉત્પાદનના મામલે ભારત ધારે તો સ્વાવલંબી બની શકે તેમ છે એટલું જ નહિ, શસ્ત્રનિકાસના બહુ મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં કાઠું કાઢી શકે તેમ છે. ‘આકાશ’ મિસાઇલની માફક એન્ટિટેન્ક ‘નાગ’ મિસાઇલ, સરફેસ-ટુ-સરફેસ ‘પૃથ્વી’ તેમજ ‘અગ્નિ’ વગેરે જેવાં સ્વદેશી મિસાઇલોનો પણ આજે જગતમાં જોટો નથી. ‘તેજસ’ જેવું લડાકુ વિમાન તો આજ દિન સુધી કોઇ દેશ બનાવી શક્યો નથી, જ્યારે મઝગાંવ ગોદીમાં બનેલી ‘દિલ્હી’, ‘મુંબઇ’ અને ‘મૈસૂર’ જેવી વિનાશિકાઓ તથા ‘શિવાલિક’ વર્ગની સ્...

વાંગડુંગ : ૨૫ વર્ષથી ચીનની એડી નીચે દબાયેલો ભારતીય પ્રદેશ

Image
ભારતના અરુણાચલ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો મળ્યાને ગઇ ફેબ્રુઆરી ૨૦ ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. પ્રસંગ સિલ્વર જૂબિલિનો હતો, જેની ઉજવણીના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે આપણા સંરક્ષણમંત્રીને તેડાવ્યા. દેશના સંરક્ષણમંત્રી પોતાના જ દેશના એકાદ રાજ્યની મુલાકાત લે એ બાબત આમ તો સામાન્ય ગણાય, પરંતુ ચીનને એ બાબત સામાન્ય ન લાગી. અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની હાજરી તેને કઠી--અને તે પણ એટલી હદે કે ચીનના વિદેશમંત્રીએ તીખા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી એવા મતલબનું નિવેદન આપ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય શાસકોનું આવવું બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને જોખમમાં મૂકી શકે છે.  ચીનના વિદેશમંત્રીએ પોતાનો વિરોધ કર્યો કે પછી ભારતને ઠાવકી ભાષામાં ધમકી આપી એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે : અરુણાચલ પ્રદેશને રાજકીય તેમજ ભૌગોલિક રીતે પોતાનો ભાગ ગણતી બિજિંગ સરકાર એ સ્થળે ભારતીય આગેવાનોની હાજરી સાંખી લેવા માગતી નથી. ચારેક વર્ષ પહેલાં વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી ત્યારે પણ બિજિંગ સરકારના પેટમાં તેલ રેડાયું હતું અને ડિપ્લોમેટિક...

ફૂડ સિક્યૂરિ‌ટિ બિલ : ફૂલપ્રૂફ કે ફિતૂર ?

Image
'The Indian National Congress pledges that every family living below the poverty line either in rural or urban areas will be entitled, by law, to 25 kgs of rice or wheat per month at Rs. 3 per kg.' દેશના ગરીબોને ત્રણ રૂપિયે કિલોના ભાવે અનાજ પૂરું પાડવાનું વચન આપતું ઉપરોક્ત વાક્ય ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં છાપ્યું હતું. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ચૂંટણીપરિણામો બાદ પોતાના ઘોષણાપત્રને અભેરાઇએ ચડાવી દેવાની આગુ સે ચલી આતી પરંપરાને દરેક પક્ષ અનુસરે છે. કોંગ્રેસે થોડા વખત પહેલાં એ પરંપરામાં જરા અપવાદ સર્જ્યો અને ૨૦૦૯માં દેશના ગરીબોને સસ્તા ભાવનું અનાજ પૂરું પાડવાનો જે વાયદો તેણે કર્યો હતો તેના અમલીકરણનો મેગાપ્રોજેક્ટ એકાએક હાથ ધર્યો. ફૂડ સિક્યૂરિટિ બિલના નામે બહુ ચગેલો એ મેગાપ્રોજેક્ટ સંસદમાં ભારે ધાંધલ બાદ આખરે પાસ થઇ ગયો. ધાંધલ મચ્યાનું કારણ એ કે પ્રોજેક્ટ રૂા. ૧,૦૦,૦૦૦ કરોડનો છે. આ ખર્ચાળ મેગાપ્રોજેક્ટ દેશમાં વ્યાપેલો ભયંકર ભૂખમરો દૂર કરવાના ઉમદા આશયથી હાથ ધરાયો હોત તો પ્રજાના પૈસા લેખે લાગત, પણ કોંગ્રેસે ફૂડ સિક્યૂરિટિ બિલના નામે પોલિટિકલ સોગઠી ખે...

ગીરનારનો રોપ-વે ગીરનારી ગીધ માટે 'સ્‍વર્ગની સીડી' બની જશે ?

Image
રામાયણના જટાયુને બાદ કરો તો મડદાં પર નભનારાં ગીધને આપણે ત્યાં ખાસ આદરભરી નજરે જોવાતાં નથી, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમ્યાન તેમનાં માનપાન અને માવજત વધ્યાં છે. વધવાનું કારણ તેમની વસ્તીમાં ચિંતાજનક હદે થયેલો ઘટાડો છે. ૧૯૮૦ના દસકામાં ભારતનાં ૬ સ્પીસિસનાં ગીધોનો કુલ વસ્તીઆંક જ્યાં આઠેક કરોડ જેટલો ગણાતો ત્યાં આજે તે થોડાક હજાર પર આવી ગયો છે. ગુજરાતની વાત કરો તો ૨૦૦૫માં ફક્ત ૨,૬૫૦ ગીધ બચ્યાં અને હવે તો આબાદી ૧,૪૦૦ કરતાં પણ ઓછી છે. આ તારાજી પાલતું ઢોરઢાંખરોને શારીરિક સોજાના ઓસડ તરીકે અપાતી ડાઇક્લોફેનેક નામની દવાને આભારી છે. દવાનું C 22 H 38 O 5 એવું રાસાયણિક બંધારણ ઢોરોનાં મડદાં ખાનાર ગીધોની કિડનીને ખુવાર કરી નાખે છે, એટલે લાંબે ગાળે તેમનું મૃત્યુ નીપજે છે. કેંદ્ર સરકારે ૨૦૦૬માં ડાઇક્લોફેનેકને પ્રતિબંધિત જાહેર કર્યા છતાં તેના વેચાણમાં તથા વપરાશમાં ખાસ ફરક પડ્યો નથી. પરિણામે કુદરતના સફાઇ કામદાર જેવાં ગીધોનો સફાયો ચાલુ છે. સૌથી વધુ ઘટાડો Long-billed vulture/ગીરનારી ગીધની સંખ્યામાં થયો છે. ખુદ ગીરનારના ૧૮૦ ચોરસ કિલોમીટરના જંગલમાં એ સ્પીસિસનાં ગીધ દુર્લભ બન્યાં છે. એક સમયે તેઓ એટલી મબલખ સંખ્યા...