Posts

ભારતીય શસ્ત્રાગારના આધુનિકરણમાં ભ્રષ્‍્ટાચારની અડચણ

Image
પ રદેશી શસ્ત્રઆયાતના મામલે ભારતનું સ્થાન જગતના સૌ દેશો કરતાં મોખરે છે--અને તે સ્થાન ભારતે ૨૦૦૭ની સાલથી જાળવી રાખ્યું છે. સ્વાભાવિક રીતે એમાં ગર્વ લેવા જેવું કશું નથી. સ્વદેશી ટેક્નોલોજિને બાયપાસ કરી વિદેશી શસ્ત્રો પર મદાર રાખવા બદલ ખરેખર તો ગ્લાનિ થવી જોઇએ. ૨૦૦૭ની સાલમાં આપણે ૨.૧૭ અબજ ડોલરનાં શસ્ત્રો આયાત કર્યાં, તો ૨૦૧૦માં આયાતી શસ્ત્રોનું બિલ ૩.૧૧ અબજ ડોલરના આંકડે અને ૨૦૧૨માં વધીને ૧૨ અબજ ડોલરના આંકડે પહોંચ્યું. આટલો મનીપાવર ખર્ચીને ભારતીય સંરક્ષણ દળનો મસલપાવર માફકસરનો વધવો જોઇએ, પરંતુ એવું બન્યું નથી. આજની તારીખે ભારતનું શસ્ત્રાગાર શુષ્ક છે. જૂનવાણી શસ્ત્રોથી ભરપૂર છે. આધુનિક શસ્ત્રો તેમનું સ્થાન લઇ શક્યાં નથી--અને તે બદલ મુખ્ય કારણ શસ્ત્રખરીદીમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર છે. સંરક્ષણ મંત્રાલય તેના પર કાબૂ રાખી શક્યું નથી, એટલે નવાં શસ્ત્રોની ખરીદી પર લગામ નાખી છે. બોફર્સ તોપના કટકી કૌભાંડથી લઇને તાજેતરમાં બ્રિટન-ઇટાલિ સાથે થયેલા અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સુધીના દરેક સોદામાં ભ્રષ્ટાચાર થયાના અનેક બનાવો બહાર આવ્યા છે. પરિણામે નવાં શસ્ત્રો માટે સંરક્ષણ મંત્રાલય સમક્ષ ક...

Line Of Control: ભારતે જ્યારે કુહાડા પર પગ માર્યો!

Image
અડધો ડઝન પડોશી દેશોને સ્પર્શતી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ કુલ ૧૫ , ૧૨૦ કિલોમીટર લાંબી છે--અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે છ પૈકી એક પણ સરહદ એવી નથી કે જ્યાં પડોશી રાષ્ટ્ર દ્વારા એક યા બીજી રીતે કનડગત થતી ન હોય.  કુલ ૪ , ૦૯૬ કિલોમીટર લાંબી ભારત-બાંગલા દેશ સીમા પૂર્વીય રાજ્યો માટે વર્ષો થયે સિરદર્દ બની છે , કેમ કે તે સરહદ મારફત વર્ષેદહાડે લાખો બાંગલાદેશી લોકોનાં ધાડાં ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરી રહ્યાં છે. ભારત-ચીનની ૩ , ૪૮૮ કિલોમીટર સુધી ફેલાતી સરહદરેખા પર ચીનની વધતી જતી લશ્કરી હિલચાલ જોતાં નજીકના ભવિષ્યમાં તે સરહદ યુદ્ધભૂમિ બને તો કહેવાય નહિ. અરુણાચલ પ્રદેશ , સિક્કિમ , હિમાચલ પ્રદેશ , ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના માથે ચીની ડ્રેગનનું આક્રમણ તોળાઇ રહ્યું છે. નેપાળ તો ભારત સાથેની ૧ , ૭૫૧ કિલોમીટર લાંબી સીમારેખાને વર્ષોથી ગેરવાજબી ઠરાવતું આવ્યું છે. સરહદમાં ૬૦ સ્થળોએ તેણે સુધારા સૂચવ્યા છે , જેને લઇને અમુક નેપાળી સંગઠનો ભારત સામે ગેરિલા યુદ્ધે ચડ્યા છે. નેપાળી માઓવાદીઓનું બિહારમાં તેમજ ઉત્તર પ્રેદેશમાં ઘૂસી આવી ત્યાં જાનમાલને નુકસાન પહોંચાડવું હવે આમ વાત છે.  ભ...

Clinical Trials: તબીબી ‌વિજ્ઞાનના નામે માનવતાની કતલ

Image
તબીબી સંશોધન માટે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની પ્રયોગશાળાઓમાં દર વર્ષે કરોડો પ્રાણીઓનું નિકંદન કાઢી નાખે છે, જેમાં આપણે ત્યાંથી નિકાસ થતા રહેલા રીસસ પ્રકારનાં વાંદરાની સંખ્યા કદાચ સૌથી નોંધપાત્ર હશે. વાંદરાની શરીરરચના માણસને ઘણે અંશે મળતી આવે છે, એટલે નવી દવાની અસરો તથા આડઅસરો જાણવા માટે પહેલી પસંદગી વાંદરાને અપાય છે. પ્રયોગમાં વપરાતાં બીજા સજીવોમાં ઉંદર, ગીની પીગ, દેડકા વગેરે મુખ્ય છે. કેન્સર જેવા દુઃસાધ્ય રોગોના સંશોધન માટે અમુક પ્રાણીઓને નછૂટકે મારવા પડે તે સમજી શકાય, પરંતુ તબીબી સંશોધન/ clinical trials ના નામે જનાવરોને બદલે માણસો પર ટ્રાયલ એન્ડ એરરના ધોરણે વિવિધ અખતરા થાય અને વળી પ્રયોગો દરમ્યાન   ક્યારેક તેમનો ભોગ પણ લેવાય તે સામાન્ય વ્યક્તિ માટે સમજ બહારની વાત છે. અલબત્ત, આવી માલપ્રેક્ટિસ ખુફિયા ઢબે વર્ષોથી ચાલે છે. કોઇ દેશની સરકાર તેના પર સંપૂર્ણપણે અંકૂશ લાદી નથી શકી, જેના નતીજારૂપે જગતમાં વર્ષેદહાડે હજારો જણા તબીબી સંશોધનનો શિકાર બની ભૂંડા મોતના હવાલે થાય છે.   નવી દવાઓની દર્દીના શરીર પર થતી સારીનરસી ઇફેક્ટની ચકાસણી માટે વિવિધ દેશોમાં હાલ બધું મળ...

One of the finest moments of 2012

Image
Transit of planet Venus (seen as black dot) across the Sun... ...as I saw from my camera. This picture was taken on June 6, 2012 with Canon 7D camera + 250mm zoom lens. Aperture f/32, shutter 1/8000 sec., ISO 100.

ગુજરાતની ચૂંટણીઃ અજેન્‍ડા આક્ષ્‍ોપબાજીનો

ગુજરાતની વિધાનસભા ચૂંટણી મતદાર પ્રજાજનો માટે એવો મોકો છે કે જ્યારે તેઓ પોતાને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા ઉમેદવારને મત આપી પ્રતિનિધિ તરીકે પસંદ કરી લે. પસંદગી માટે યોગ્ય વ્યક્તિ કોણ (કે યોગ્ય પક્ષ કયો) એ મતદારોને પહેલાં તો જાણવાનો અવસર મળે તે જરૂરી છે અને જાણકારી માટે વિવિધ પ્રશ્નો વિશે સામસામા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જાહેરમાં ચર્ચા થવી આવશ્યક છે--જે રીતે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ટેલિવિઝન પર થાય છે. કમનસીબે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢાંચો એવો વિચિત્ર રીતે ગોઠવાયો છે કે પ્રજાજનોને સ્પર્શતા સડક, વીજળી અને પાણી કે પછી શિક્ષણ તથા ‍ઓૈદ્યોગિકરણ જેવા પ્રશ્નો દ્વીપક્ષી ડિબેટ તરીકે હાથ પર લેવાયા જ નથી. વિશેષ કરીને વિરોધપક્ષ આવી સ્થિતિ માટે વધુ જવાબદાર છે, કારણ કે તેનો એકમાત્ર ચૂંટણી અજેન્ડા ગમે તે ભોગે મુખ્ય મંત્રીનું પત્તું કાપવાનો છે. બાકીના તમામ પ્રશ્નો (પછી ભલે પ્રજા માટે તે પ્રાણપ્રશ્નો હોય) તેને મન ગૌણ છે. વિરોધપક્ષે ખરેખર તો ગુજરાતના વિકાસ માટેની વધુ સારી બ્લૂપ્રિન્ટ રજૂ કરી મતદારોનો વિશ્વાસ જીતી લેવો જોઇએ, પણ એવું રચનાત્મક પગલું ભરવાને બદલે તેણે મુખ્ય મંત્રી પર વ્યક્તિગત...

ચીન સાથે ભારતનો વેપાર: કોણ ખાટ્યું, કોણ ખોટમાં ગયું?

Image
થોડા દિવસ પહેલાં (ઓક્ટોબર ૨૩, ૨૦૧૨ના રોજ) રેડિઓ સ્ટેશન વિવિધભારતી પર એક ન્યૂઝ આઇટમ સાંભળવા મળી: વર્ષ ૨૦૧૧-૨૦૧૨ દરમ્યાન ભારત અને ચીન વચ્ચે કુલ ૭૪ અબજ ડોલરનો આયાતનિકાસ વેપાર થયો અને તે વેપારને આગામી બે વર્ષમાં હજી વધારીને ૧૦૦ અબજ ડોલરના આંકડે પહોંચાડવાની બેઉ દેશોએ મૌખિક સમજૂતી કરી છે. આ ટૂંકા સમાચાર સાંભળ્યા પછી એક વિચાર સહજ રીતે મનમાં આવ્યો કે પોણોસો અબજ ડોલરના માતબર આંકડામાં ભારતના આખરે કેટલા ટકા ? અરુણાચલ પ્રદેશના મામલે ભારતને વારંવાર દમદાટી મારતા ચીન સાથે વેપારમાં ભારતને દમ જણાય છે ખરો ? અર્થાત્ તે ખાટે છે કે પછી ખોટમાં જાય છે ? જવાબ મેળવવા માટે થોડુંક રિસર્ચ કર્યું ત્યારે જે વાસ્તવિકતાઓ જાણવા મળી તેણે આખું ચિત્ર સ્પષ્ટ કરી દીધું. એક નજર તેના પર નાખવા જેવી છે. ભારત અને ચીન વચ્ચે આયાત-નિકાસ વેપાર ઘણાં વર્ષથી ચાલે છે. પરંતુ છેલ્લાં એક દાયકામાં તે વેપારમાં જે ઉછાળો જોવા મળ્યો છે એવો અગાઉ ક્યારેય નોંધાયો નથી. દા.ત. ૨૦૦૧ની સાલમાં બન્ને દેશો વચ્ચે ૨.૯૨ અબજ ડોલરનો વેપાર થયો, જ્યારે આજે આંકડો ૭૪ અબજ ડોલરે પહોંચ્યો છે. આમ, દસેક વર્ષના ગાળામાં ૨૫૦૦ ટકાનો વધારો થયો. વેપાર બેઉ પક્ષે ...

ભારતચીન યુદ્ધનાં ૫૦ વર્ષઃ ભારતીય શાસકો ત્યારે પણ ઊંઘતા હતા, હજી પણ નિદ્રાધીન છે

Image
આ મહિને ૨૦મી ઓક્ટોબરના રોજ ૧૯૬૨ના ચીની આક્રમણને ૫૦ વર્ષ પૂરાં થાય છે અને હજી આપણો ૩૭,૫૫૫ ચોરસ કિલોમીટર જેટલો લદ્દાખી પ્રદેશ ચીનના તાબામાં છે. હવે ચીન અરુણાચલ પ્રદેશ રાજ્યનો ૭૦,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે લેવા માટે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે, એટલે ત્યાંની મેક્મેહોન રેખા પર તેનું વહેલું મોડું જંગી આક્રમણ થાય એ બનવાજોગ છે. આ ખતરા બાબતે દિલ્હી સરકાર બિલકુલ નિશ્ચિંત કે પછી નિદ્રાધીન હોવાનું સૂચવતો દાખલો ગયે મહિને જોવા મળ્યો, જેણે ૫૦ વર્ષ પહેલાંના નેહરુની અક્ષમ્ય બેફિકરાઇની યાદ તાજી કરાવી દીધી. બન્યું એમ કે ખુશ્કીદળે શિખરમાળા ધરાવતી ૪,૫૦૭ કિલોમીટર લાંબી ભારતચીન અંકુશરેખા માટે ૬૦,૦૦૦ સૈનિકોની પહાડી corps/કોર તાકીદે રચવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ આજે પચાસ વર્ષે પણ ૧૯૬૨ના ધબડકાનો કશો બોધપાઠ લેવા ન માગતી સરકારે તેને મંજૂર ન કર્યો. કઇ વાતે પંડિત નેહરુની યાદ આવી જાય તે અહીં જણાવવું રહ્યું. ચીની લશ્કર ૧૯૬૨માં ચડી આવ્યું, પણ સરહદે અહીં તહીં ઘૂસપેઠ તેણે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરી દીધી હતી. કાશ્મીરના લદ્દાખ તેમજ આસામના નેફા પ્રદેશમાં તેની વધુ ને વધુ પેટ્રોલિંગ ટુકડીઓ દેખાવા માંડી ત્યારે ભારત...