Posts

કચતિવુ : ભારત-શ્રી લંકા વચ્ચે વિખવાદનું મૂળ બનેલો ટાપુ

Image
અ ખબારોમાં ખૂણેખાંચરે ક્યાંક ટૂંકા સ્વરૂપે દબાયેલા રહી જાય અને છતાં જેમને અત્યંત ગંભીર બાબત સાથે ડાયરેક્ટ જોડાણ હોય એવા સમાચારનો તાજો નમૂનો :  શ્રી લંકાના નૌકાદળે છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન આપણા ૫૦૦ કરતાં વધુ માછીમારોને ઠાર માર્યા છે. માછીમારોનો કથિત દોષ એ કે તેઓ શ્રી લંકાના મતે તેના જળવિસ્તારમાં માછલાં પકડવા ઘૂસ્યા. શ્રી લંકાની દલીલ પ્રમાણે જોતાં ભારતીય માછીમારોએ આંતરરાષ્ટ્રીય સીમારેખાનો ભંગ કર્યો, માટે તેઓ આક્રમણખોર હોવાનું ગણી યુદ્ધના શિરસ્તા મુજબ તેમને શૂટ કરી દેવામાં આવ્યા. આ હિંસક સિલસિલો હજી ચાલુ છે અને ભારત પ્રેક્ષકના રોલમાં સંતુષ્ટ છે. એક વાત તો આપણે ત્યાં વયસ્કો ઉપરાંત ચિલ્લર પાર્ટીને પણ ખબર છે કે વર્તમાન દિલ્લી સરકારને કરોડરજ્જુ નથી, પરંતુ એ વાતને અહીં પૂરતી બાજુ પર મૂકો તો ભારતીય માછીમારોની કરુણકથનીનાં મૂળિયાં વર્તમાનને બદલે ભૂતકાળમાં છે. ઇન્દિરા ગાંધીની સરકારે એ વખતે રાજ્યબંધારણનું ઉલ્લંઘન કરી ભારત અને શ્રી લંકા વચ્ચેનો આપણી પરંપરાગત માલિકીનો કચતિવુ ટાપુ ઉદાર દિલે શ્રી લંકાને આપી દીધો. ભારતના પ્રદેશનો નજીવો ટુકડો સુદ્ધાં પારકા દેશના હવાલે કરી શકાય નહિ, કાર...

સાઉન્ડિંગ રોકેટથી મંગળયાન : ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પ૦ વર્ષ

Image
આ લખાય છે ત્યારે ઇસરોનું (નવેમ્બર ૫, ૨૦૧૩ના રોજ લોન્ચ કરાયેલું) મંગળયાન અંતરિક્ષમાં પૃથ્વી ફરતે લંબગોળ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યું છે. આ વાંચી રહ્યા છો ત્યારે લગભગ ૧,૩૦૦ કિલોગ્રામનું એ યાન પૃથ્વીનું બંધન હંમેશ માટે છોડીને મંગળના ૭૮ કરોડ કિલોમીટર લાંબા અવકાશી પ્રવાસ માટે પ્રયાણ કરી ચૂક્યું છે. યાત્રા લાંબી છે, માટે રાતા ગ્રહ મંગળ સાથે મંગળયાનના મિલાપનું મુહૂર્ત સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ પહેલાં આવવાનું નથી. લગભગ સવા ટનના પેકેજને પૃથ્વી પરથી રોકેટ વડે લોન્ચ કરીને ૭૮ કરોડ કિલોમીટર છેટે મંગળની ભ્રમણકક્ષામાં સહીસલામત પહોંચતું કરવું એ સિદ્ધિ નાનીસૂની ન ગણાય. યુરોપ, અમેરિકા અને રશિયા સિવાય કોઇ તે સિદ્ધિ મેળવી શક્યું નથી. મંગળયાન થકી હવે ભારતનું નામ એ મોભાદાર લિસ્ટમાં સામેલ થવા જઇ રહ્યું હોય ત્યારે સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ નો દિવસ સ્પેસ પ્રોગ્રામની ભારતીય તવારીખ માટે સીમાચિહ્ન ગણવો રહ્યો.   ક્રાંતિની જ્વાળા પ્રગટાવવામાં નાનો અમથો તણખો પૂરતો છે. આ જાણીતી વાત ભારતીય સ્પેસ પ્રોગ્રામને માત્ર અલંકારિક નહિ, પ્રેક્ટિકલ સ્વરૂપે પણ લાગૂ પડે છે. કારણ કે આજથી પચાસ વર્ષ પહેલાં સ્વદેશી સ્પે...

ગ્રાહકનાં ‌ખિસ્‍સાં વેતરતો બેઇમાન પેટ્રોલ પંપનો કટકી ‌બિઝનેસ

Image
આ પાનું આમ તો રાષ્ટ્રહિતને સ્પર્શતા એકાદ સીરિઅસ મુદ્દાની છણાવટ માટે રિઝર્વ છે, પણ પ્રસ્તુત ચર્ચાનો વિષય સહેજ જુદો છે. ગ્રાહકહિતને લગતો છે, છતાં સરેરાશ ગ્રાહકો માટે અજાણ્યો છે. આશ્ચર્યના હળવા આંચકાની તૈયારી સાથે વાંચો-- થોડા વખત પહેલાં મનીષ દુબે નામના બેંગલૂરુ નિવાસી પોતાની મોટરકારમાં બળતણ ભરાવવા માટે પેટ્રોલ પંપ ગયા. રૂપિયા ૧,૦૦૦નું પેટ્રોલ મનીષે ખરીદ્યું, જેનું ચૂકવણું કરવા માટે તેમણે પોતાનું ક્રેડિટ કાર્ડ પેટ્રોલ પંપના અટેન્ડન્ટને આપ્યું. થોડી વારમાં અટેન્ડન્ટ રૂા. ૧,૦૦૦ની ક્રેડિટ કાર્ડ ચાર્જ સ્લીપ સાથે પાછો ફર્યો ત્યારે મનીષ દુબે પેટ્રોલ પંપના ડિસ્પેન્સર મશીનના ડિસ્પ્લે તરફ નજર તાકીને ગાડીમાં બેઠા હતા. ડિસ્પ્લે દર્શાવતું હતું તેમ હજી રૂા.૭૦૦ની કિંમતનું પેટ્રોલ તેમની ગાડીમાં ઠલવાયું હતું, એટલે મનીષે ડિસ્પ્લે પરથી તત્પુરતી નજર હટાવી ક્રેડિક કાર્ડની સ્લીપ પર સહી કરી આપી. આ ક્રિયામાં મનીષને જૂજ સેકન્ડો લાગી, પણ એટલો સમય વીત્યા બાદ તેમણે ડિસ્પેન્સર મશીન તરફ ફરી જોયું તો હવે આંકડો રૂા.૧,૦૦૦નો દર્શાવતો હતો. અટેન્ડન્ટે એ જ સમયે ડિસ્પેન્સરનું Emergency Stop બટન દાબી દીધું. ગણતરી...

ગગડતા રૂ‌પિયાની પડતીમાં મલ્ટિનેશનલ કંપનીઓની ચડતી

Image
ઇ. સ. ૧૫૪૦થી ૧૫૪૫ સુધી દિલ્લી પર રાજ કરનાર મોગલ સમ્રાટ શેરશાહ સૂરીએ પહેલી વાર હિંદુસ્તાનમાં રૂપાનો જે સિક્કો બહાર પડાવ્યો એ તેમાં રહેલી નગદ રૂપેરી ધાતુને કારણે રૂપિયો કહેવાયો હતો. આ સિક્કા વડે તે જમાનામાં ૯૦ શેર ઘઉં અથવા ૫૪ શેર ચોખા કે પછી ૧૩૦ શેર ચણાની દાળ અગર તો ૧૦ શેર ઘી ખરીદી શકાતું હતું. (૧ શેર = આશરે અડધો કિલોગ્રામ). હવે એ સિક્કો ઐતિહાસિક ગણાય છે અને ફક્ત મ્યુઝિયમમાં શોભે છે, એટલે તેનું બજારમૂલ્ય આંકી શકાય નહિ. આમ છતાં તેને ત્રાજવે જોખીને ધાતુના ભાવે વેચી નાખવામાં આવે તો પણ લગભગ રૂા.૯,૫૦૦ ઉપજે, કેમ કે તેમાં ૧૭૫ ગ્રામ જેટલું નિર્ભેળ રૂપું હતું. આ દષ્ટિએ ભારતનો ૧ રૂપિયો આજના ૯,૫૦૦ નિકલછાપ રૂપિયાના સિક્કા બરાબર હતો. છેલ્લાં સાડા ચારસો વર્ષમાં રૂપિયો આટલો ઘસાયો છે. ઘસારો હજી પણ ચાલુ છે. પરિણામે વર્તમાન સંજોગોમાં રૂપિયાની ખરીદશક્તિનું જે રીતે અવમૂલ્યન થઇ રહ્યું છે તેની સામે રૂપિયાનો ભૂતકાળ પ્રમાણમાં સારો લાગે તે દેખીતું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય કથળી રહ્યા પાછળ અને ઘરઆંગણે તેની ખરીદશક્તિ ઘટ્યા પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર છે. અહીં તેમના વિશે પિષ્ટપેષણ કર...

મધ્યાહ્ન ભોજન : રૂ‌.૧૩,૧૨પ કરોડનું રાંધણ કે આંધણ ?

Image
આ જથી નવ દાયકા પહેલાં બ્રિટિશ હકૂમતે મદ્રાસની સરકારી શાળાઓમાં Midday Meal Programme /મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ દાખલ કરી ગરીબ વિદ્યાર્થીઓને બપોરનું ભોજન વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. આમ કરવા પાછળ અંગ્રેજોનો આશય નિઃસંદેહ લોકહિતનો હતો--અને તેમનો એ આશય સારી પેઠે બર આવ્યો. અંગ્રેજોએ દાખલ કરેલો મધ્યાહ્ન ભોજનનો કાર્યક્રમ ભારતે આઝાદી પછી ચાલુ રાખ્યો એટલું જ નહિ, પણ તેને દેશભરમાં વ્યાપક રીતે ફેલાવ્યો. આજે દેશભરની ૧૨,૬૫,૦૦૦ સરકારી શાળાઓમાં અંદાજે ૧૨,૦૦,૦૦,૦૦૦ બાળકોને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ અંતર્ગત નિશાળમાં વિનામૂલ્યે ખાવાનું મળે છે. આમ, ભારતનો Midday Meal Programme જગતનો સૌથી મોટો સ્કૂલ-ભોજન કાર્યક્રમ છે, જેની પાછળ વર્ષેદહાડે રૂા.૧૩,૨૧૫ કરોડનો ખર્ચ થાય છે. ખર્ચનો આંકડો સ્વાભાવિક રીતે જંગી છે અને દેશના ૧૨ કરોડ બાળકો એક ટંક ભરપેટ (તેમજ સ્વચ્છ, સાત્વિક) ભોજન પામતાં હોય તો ખર્ચ લેખે લાગ્યો ગણાય. દુર્ભાગ્યે એમ બનતું નથી. મધ્યાહ્ન ભોજન કાર્યક્રમને ભ્રષ્ટાચારનો સડો લાગી ચૂક્યો છે--અને તેય કેટલી હદે તે જુઓ : કુલ ૧૨,૬૫,૦૦૦ સરકારી માધ્યમિક શાળાઓ પૈકી અનેક સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થી...